ઉત્સવ

તુમ આ ગયે હો… નૂર આ ગયા હૈ…

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

દુનિયામાં જ્યારે પણ કોઈ ટેક્નોલોજીની વાત કરે છે ત્યારે અમેરિકા, ચીન, રશિયા અને જાપાન જેવા દેશનો અચૂક ઉલ્લેખ થાય છે. થવો પણ જોઈએ. આ પાંચેય દેશે ટેક્નોલોજીની દુનિયામાં જે માઈલસ્ટોન મેળવ્યો છે. એનો કોઈ બીજો વિકલ્પ એમ આવનારા દાયકામાં તો જડે એમ નથી. પ્રેસ ટેક્નોલોજીથી ટચ ટેક્નોલોજી સુધીની એક આખી ક્રાંતિ આપણી નજર સામેથી પસાર થઈ છે. હવે પછી એઆઈ અને ચેટબોટ જેવી ટેક્નોલોજીનો છે. ટેક એનાલિસ્ટ તો ત્યાં સુધી કહે છે કે, પ્લેટફોર્મ ઓરિએન્ટેડ વસ્તુઓ આવી રહી છે. હવે મેપિંગ, સ્વિચિંગ અને ડેટા ટ્રાંસપેરસીનો યુગ શરૂ થયો છે. મહાસત્તા અને ટેકની દુનિયામાં હિમાલયના શિખર જેટલી ઊંચાઈએ બેઠેલા દેશની નજર ભારત પર કેન્દ્રિત છે. ઉત્પાદન પુષ્કળ હોય પણ વાપરનારા ન હોય તો? આવી પીડામાંથી ઉત્પાદક દેશો પસાર થઈ રહ્યા છે. વાત એ પણ હકીકત છે કે આપણે ત્યાં સફરજન (એપલ)ને એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. હાથમાં એપલનો ફોન પણ આવડત ભલે કંઈ ન હોય તો ચાલે. પણ એપલ એટલે વાર્તા ખતમ. છેલ્લા છ મહિનાનો સરેરાશ સર્વે એવું કહે છે કે, દુનિયામાં સૌથી વધારે મોબાઈલ વાપરતા દેશમાં ભારત બીજા ક્રમે છે. તો પહેલા ક્રમે કોણ? પાડોશી દેશ ચીન.

કોસ્ટ, કેશ અને ક્રાઈટેરિયાના તમામ પાસાઓ એક વિદેશી કંપનીને એના બજેટમાં પડે છે એટલે ભારત સેલ્સ માટેનું એપી સેન્ટર બની રહ્યું છે. સારી વાત છે. આવી ટેક કંપનીઓ તગડો ટેક્સ પણ પે કરશે, રોજગારી પણ આપશે અને પોતાના ઉત્પાદન પણ વેચશે. બીજી સારી વાત એ છે કે, જે કંપનીએ પોતાના દસ વર્ષનો આખો રોડમેપ તૈયાર કરી રાખ્યો છે એનો રસ્તો ભારતથી શરૂ થાય છે. હા, સાચી વાત છે. ડીયર રીડર્સ. હવે આવનારા દિવસોમાં ગૂગલ પોતાનો એક સ્ટોર ભારતમાં ખોલવા જઈ રહી છે. હવે સવાલ એ થશે કે, ભારતમાં તો ગૂગલ છે જ. યસ, એ ટેક કંપની છે. પણ કંપની હવે પોતાનો સેન્ટર સ્ટોર ખોલવા જઈ રહી છે. કંપનીનાં આધારભૂત સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે, પિક્સ ૮ જે એઆઈ બેઝ ફોન છે એનું નિર્માણ ભારતમાં થશે. ગૂગલ એ ભારતમાં ઉત્પાદન માટે લાવા ઈન્ટરનેશનલ, ડિક્સોન ટેક્નોલોજી ઈન્ડિયા અને ફોક્સકોન ટેક્નોલોજી ઈન્ડિયા સાથે વાટાઘાટો શરૂ કરી છે. આ સાથે ગૂગલ પણ ગ્લોબલ કંપનીઓની યાદીમાં સામેલ થવા જઈ રહ્યું છે. જેણે ભારતમાં પ્રોડક્શન શરૂ કર્યું છે. જે સંભવિત ભાગીદારો સાથે વાટાઘાટ કરી રહ્યું છે તેમાં પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ઙકઈં) સ્કીમ હેઠળ ઇન્સેન્ટિવ મેળવનાર કંપનીઓનો પણ સમાવેશ થાય છે. વિશ્ર્વની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની એપલે ભારતમાં તેનો સપ્લાય બેઝ વિસ્તારવા માટે આ યોજનાનો લાભ લીધો છે.

સારી વાત છે નવી દિશામાં તૈયાર થતી ટેક્નોલોજી ફરી કોઈ નવી સુવિધા અને અપડેટનો દરવાજો ઉઘાડશે. બીજી એક સારી વાત અને ગર્વ લેવા જેવી વાત એ છે કે, ભારત વિશ્ર્વનું બીજું સૌથી મોટું મોબાઈલ ફોન ઉત્પાદક કેન્દ્ર બની ગયું છે. ભારત સરકારના ડેટા અનુસાર, આ વર્ષે મોબાઈલ ફોનની નિકાસ ૧૧ અબજ યુએસ ડૉલર એટલે કે લગભગ ૯૦ હજાર કરોડ રૂપિયાથી વધુ હતી, જે એક રેકોર્ડ છે. તેનું સૌથી મોટું કારણ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ છે જે એપ્રિલ, ૨૦૨૦માં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ઘટકોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને કારણે, ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન જેવી વિશ્ર્વની મોટી સ્માર્ટફોન કંપનીઓએ તેમના સપ્લાયર્સને ભારતમાં શિફ્ટ કર્યા છે. આ કારણે ભારતમાં હાઈ-એન્ડ ફોનનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. રાજકોટ જેવા સિટીમાં તો શેરી શેરીએ મોબાઈલ શોપ ધમધમે છે. એમાં પણ પાછી સ્કિમ, લોન પર મોબાઈલ મળે. હવે આવું જોઈને તો ઈન્ટરનેશલ કંપનીએ પણ સ્વીકારી લીધું હશે કે, જુગાડ કરવામાં આપણા ગુજરાતીઓને કોઈ પહોંચે એમ નથી. બ્રાંદ્રા વિસ્તારમાં એપલે દેશનો પહેલો એપલ સ્ટોર મુંબઈમાં શરૂ કર્યો છે. એપ્રિલ, ૨૦૨૩માં આ સ્ટોર શરૂ થયો અને હવે આ કંપનીને યાદ આવ્યું કે, ભારતમાંથી મોટું માર્કેટ મળે એમ છે. હવે અહીંયા લોન પર ફોન મળે ત્યાં માર્કેટ થોડી નાની હોય. એ પછી એપલે ૨૦૦૭માં મુંબઈમાં એક સ્ટોર ખોલવાનું વિચાર્યું હતું, પણ કહેવાય છે ને કે, સારા કામમાં સો વિધ્ન. એમ આ કંપની પણ કાયદાના ચક્રવ્યૂહમાં, પરમિશનની પ્રક્રિયામાં અને કસોટીના કોઠામાં એવી ફસાઈ કે, કંઈ થયું નહીં. પછી કંપનીએ વિચાર્યું કે, ઓછી તક હોવા છતાં પણ અહીં વધુ પ્રયાસ કરીને કંઈ કરી બતાવી ઈતિહાસમાં અમર થવાનો આ તો મોકો છે.

પછી પરીક્ષા પર્સનની નહીં એની પ્રિપરેશનની હોય છે એમ કંપનીની ટીમ લાગી ગઈ એક પછી એક બિગ બોસના ટાસ્ક પૂરા કરવા. ટેક્નોલોજીની કોઈ ભેળસેળ નહીં. શુદ્ધ ચંદન અને કાશ્મીરના કેસર જેવી ઓરિજિનલ પ્રોડક્ટથી અનેક ભારતીય યુવાઓ થનગની ઊઠ્યા. નવરાશનું વિચાર્યા વગર ને મોકળાશને બાજુએ મૂકીને કંપનીએ દરિયામાં ઝંપલાવી દીધું એ પણ દુશ્મનોનો વિચાર કર્યા વગર. ૨૦૧૬માં સૌથી મોટું માર્કેટ મુંબઈથી શરૂ થયું હતું. એ સમયે કંપનીના ઉત્પાદન તો મર્યાદિત હતા પણ ફીચર્સની દુનિયામાં ડંકો વગાડી દીધો હતો. એટલા માટે ભારત મોટું માર્કેટ બની રહ્યું, કારણ કે યુવાવર્ગને પોસાય અને ગમે એવું કંપનીએ પીરસ્યું. જો દિખતા હૈ વહી બિકતા હૈ એ વાત એપલે ખોટી પાડી દીધી. હવે ગૂગલ કંઈ વાતને સાચી પુરવાર કરે છે એ જોવાનું છે. પિક્સલ ૮ની એડ તો એઆઈ બેઝ છે એ ખ્યાલ આવે છે પણ ફોન આવ્યા બાદ ખબર પડે કે, આખરે અંદર શું છે. આપણો દેશ મોટું માર્કેટ વિદેશી કંપનીઓ માટે છે એ વાત ચોક્કસ છે, પણ ઘણી ઈન્ડિયન ટેક્નોલોજી હવે વિદેશની કંપનીઓને હંફાવે છે એ વાત પણ પાક્કી છે.

આઉટ ઓફ ધ બોક્સ
યુદ્ધ ભલે દિલ અને દિમાગ વચ્ચે હોય પણ હાર તો હંમેશાં સંબંધની જ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button