આજે દસમા દિવસે સંવત ૨૦૮૧ને પાયલાગણ
આજે આટલું જ -શોભિત દેસાઈ
ખૂબ ખૂબ મુબારકબાદી આપ સૌને નવવર્ષની શેરબજારની ઢીલાશ સામે છેલ્લાં ૨૫ દિવસમાં જે ધંધામાં આગઝરતી તેજી ચાલી રહી હતી એ વોટ્સેપ મેસેજ વિનિમયના આ વર્ષના પૃથ્વી જેવડા ઢગલામાંથી મને એક સર્વશ્રેષ્ઠ મેસેજ મળી આવ્યો છે. મારા મિત્ર રમેશ વોરાએ મોકલેલા આ મેસેજના મહાન સર્જકનું નામ અમને નથી જ ખબર. વાચકમિત્રોમાંથી કોઈ જો જાણે તો ઇમેઇલ પર મને જણાવશો ?! હું આપ સૌ વતી એમના ચરણસ્પર્શ કરીને ધન્ય થવા માંગું છું
Also read: કોઈ અવાજ કર્યા વિના, રોબોટ ક્રાંતિની ટોચ પર ઊભું છે ભારત
જેણે જેણે તડાફડીનાં એક એક લવંગિયા છૂટા પાડીને ફોડ્યા હતા એ બધા ભાગ્યશાળીઓને દિવાળીની શુભકામનાઓ.
જેણે જેણે મોતી સાબુની ગોટીનાં છેલ્લાં છોતરાં ઘસી ઘસીને નાહ્યાં છે એ બધા કરકસરિયાઓને દિવાળીની શુભકામનાઓ.
જેણે જેણે સુરસુરિયું થઈ ગયેલા બોમ્બ ગલીઓમાંથી વીણી વીણીને એમાંથી દારૂ કાઢીને ઝગમગ પેટાવ્યા છે એ બધા ભારાડીઓને દિવાળીની શુભકામનાઓ.
જેણે જેણે હવાઈને આડી રાખીને વડીલોના ધોતિયામાં ભરાવી હોય એ બધા તંત્રજ્ઞાનીઓને દિવાળીની શુભકામનાઓ.
જેણે જેણે સાણસી વચ્ચે ટીકડીઓ રાખીને બીજાનાં પગ પાસે ફોડીને ડરાવ્યા હોય એ બધા કરામતીઓને દિવાળીની શુભકામનાઓ.
જેણે જેણે મુખવાસ તરીકે સજાવેલા કાજુ, બદામ, પિસ્તા અને ખજૂર છાનામાના ગજવામાં ઘાલીને પછી એકલા એકલા ખાધા હોય એ બધા ખાઉધરાઓને દિવાળીની શુભકામનાઓ.
આવી નસીબદાર પેઢીના મારા તમામ મિત્રોને દિવાળીની મસ્તીભરી અને તોફાની શુભેચ્છાઓ પાઠવું છું.
Also read: ‘દિવેટિયા’ ને ‘લવિંગિયા’ ફૂટ્યા કેવી રીતે?
સંબંધો: એક નવું બારણું ખખડાવીએ !
દુનિયામાં, જિંદગીમાં પ્રતિ વર્ષ બહુ ઝડપથી ઘટતી કોઈ બાબત હોય તો તે છે ‘સબંધો’!
૨૦૮૧ વિક્રમ સંવતની શરૂઆતે આવો આપણે એ લુપ્ત થઇ ગયેલી જણસનું ઓડિટ કરીએ.
ક્યારેક આંખ બંધ કરી આપણને પોતાને થોડા પ્રશ્ર્નો કરીએ.
પીઠ પર ધબ્બો મારી ‘તું’ કહેનારા સબંધો કેટલા???
ફોન કર્યા વગર સમય લીધા વગર સીધા જ જેને ઘરે જઈ શકાય એવા સબંધો કેટલા???
કામ વગર, કારણ વગર, ફક્ત મળવાનું મન થયું માટે કે ઉમળકો થયો માટે જઈને મળી શકાય તેવા સબંધો કેટલા???
એક સ્ટેપ આગળ, જેના ઘરમાં રસોડા સુધી જઈ શકાય અને તાજો બનતો મોહનથાળ ચમચીથી સીધો કઢાઈમાંથી ખાઈ શકાય એવા ઘર કેટલા???
એ આવે ત્યારે પહેરણ અને લેંઘો પહેરીને બેઠા હોઇએ અને પેન્ટ પહેરવા ‘ના’ દોડવું પડે એવા મિત્રો કેટલા???
એનું કશુક ‘ના’ ગમે અને ધડ દઈ શબ્દો ગોઠવ્યા વગર અસહમત થઈએ અને છતાં બીજી સવારે વાત થાય ત્યારે એની અસર ‘ના’ હોય એવા સંબંધ કેટલા???
આવા રોજબરોજનાં ઘણા માપદંડ તારવી શકાય. પણ, જો આપણે પૂરતા પ્રામાણિક હોઈશું તો દરેકનાં જવાબ શૂન્ય કે એકાદ જ આવશે. એવુ શું થયું આપણા સંબંધોને???
સંખ્યા વધી, વિસ્તાર વધ્યો, વ્યાપ વધ્યો પણ અંતરનું ઉડાણ ઘટ્યું. મોબાઈલમાં બે હજાર સંપર્કો સેવ થયેલા છે પણ સ્ક્રોલ કરતી વેળા, ડાયલ કરવાનો ઉમળકો થાય તેવાં નંબર ગાયબ છે. આત્મીયતા ગુમ છે. દંભ દેખાડા વગર આમને સામને થઇ શકાય એવાં સંબંધો ગુમ છે.
નોકરીનાં સબંધો, આપણી વિદાયમાં ગળગળા અવાજે ભાષણ આપનાર, બીજી સવારે આપણને હૃદય અને મોબાઈલની મેમરીમાંથી ડીલીટ કરી નાખે છે. કારણ, ખપ પૂરો થયો છે.
સગપણનાં સંબંધો, જ્ઞાતિનાં સબંધો, પાડોશી સંબંધોમાં પણ લગભગ આવું જ છે. આપણે સંબંધ નથી બાંધતા, આપણે સોશ્યલ નેટવર્કિંગ કરીએ છીએ. ઓછામાં ઓછા ખપમાં આવી વધુમાં વધુ ઉપયોગ કરી લેવાની વાત ‘આવડત’ કે ‘સ્માર્ટનેસ’માં ખપે છે.
આ વાત વ્યવહાર પૂરતી સીમિત નથી. લાગણીની પણ લેણદેણ ચાલે છે. દર્દ, દુ:ખ વહેંચવા છે, લેવા નથી. કહેવું છે સાંભળવું નથી, ખામીઓ કાઢવી છે પણ સુધારવામાં મદદ કરવી નથી. ક્યારેક અહંકારને પંપાળવા કોઈ જોઈએ છે. કોઈની ફોડલી પરત્ત્વેની સહાનુભૂતિ એટલી છે કે, તેને પણ દુખે છે તેનો સંતોષ મળે છે માટે સંબંધો ખોખલા બની જાય છે. ટોળાં વચ્ચે શૂન્યતા સર્જાય છે. ભીતરે અવાજ પ્રતિસાદ બોદો આવે છે.તો, હવે???
ઈશ્ર્વરે આપણને આ ધરતી પરના ઉત્કૃષ્ઠ જીવ તરીકે જન્મ આપ્યો છે. જેની પાસે ભુખ પણ છે અને સ્વાદ પણ છે. જેને વાસ્તવનું તર્કબદ્ધ વિશ્ર્લેષણ પણ છે અને સપના અને કલ્પના પણ છે. તો, શા માટે આમ શુષ્ક જીવવું??? એક નવું બારણુ ખાખડાવીએ,કોઈને સહજ આવવું ગમે એવો વ્યવહાર બનાવીએ,મળીએ ત્યારે કશુંક લેવા નહિ પણ કેવળ મળવા જઈએ,કદાચ પ્રતિસાદ ‘ના’ પણ મળે,પણ..ચાલો પ્રયાસ તો કરીએ
Also read: વિશ્વમાં વધી રહી છે ફુલોની ખેતી ભારત કંઈ રીતે ઉઠાવશે ફાયદો?
આપને સપરિવાર નવ વર્ષ ૨૦૮૧નાં શોભિત દેસાઈનાં જય ગઝલ તું રળે અનર્ગળ નામના, નવ વર્ષની શુભકામના મળે પુણ્ય સૌ ચોધામના, નવ વર્ષની શુભકામના તારા હોઠ પરથી ઝરતો મય છે અજોડ પૂરી સમષ્ટિમાં પીઉં ઘુંટ બે હું એ જામના, નવ વર્ષની શુભકામના બહુ કુમળી વયમાં ઘુંટ્યું હતું, બન્યું અર્થ એ જ યુવાનીનો સદા જાપ મારે એ નામ ના, નવ વર્ષની શુભકામના ઓછું ઓરતી મારી માવડી અને રાંધે એને ગુણીને જે રહે સૌ સ્મરણ મને ઠામના, નવ વર્ષની શુભકામના તું અડગ રહે તુજ પંથ પર, વિણ કંટકોની બને ડગર તને થાય સત્યના સામના, નવ વર્ષની શુભકામની
આજે આટલું જ