આજે વિશ્ર્વ માતૃદિવસ વિશ્ર્વની જીભે માતાનું નામ એક સરખું એક સમાન
વિશેષ -મુકેશ પંડ્યા
મા શબ્દ સાંભળતા જ આપણને એક પ્રકારની વિશેષ અને હૂંફસભર લાગણી થાય છે. આધુનિક જીવશાસ્ત્ર પણ કહે છે કે મગજનો આગળનો ડાબો ભાગ વધુ સક્રિય બની જાય છે જ્યારે તમે મા કે મમા જેવા શબ્દો સાંભળો છો. વળી વધુ રસપ્રદ વાત તો એ છે કે મા કે મોમ કે મમ્મી કે મમા આ બધામાં મમતાનો મ શબ્દ વપરાય છે વપરાય છે અને વપરાય છે. એટલું જ નહીં દુનિયાની કોઇ પણ ભાષામાં મ કે મ ને મળતા આવતા કે સંબંધિત શબ્દો આવે જ છે. નીચે ઉદાહરણો આપ્યા છે તે વાંચો તો તમને વધુ સ્પષ્ટ ખ્યાલ આવશે.
સંસ્કૃત – માતૃ
ગુજરાતી- માતા
હિન્દી – મા
અંગ્રેજી- મધર
ફ્રેન્ચ- મમાન,મિયર
ડચ- મોએદર, મોઇર
જાપનિઝ-મમા
તમિળ- અમ્મા
કોરિયન- ઑમ્મા
ઇન્ડોનેશિયન – મમા
પૉલિશ- મમ્યુલા, મૅમોન, માટુલા
વિયેટનામિઝ- મી
સ્વાહિલી – મમા
ઝેક-માત્કા
યુક્રેનિયન- માતુસ્યા, માતિન્કા
આફ્રિકન- મા, મોએદર,
બાસ્કી- અમા
સ્પેનિશ- મામી,માદરે
ડેનિશ- મૉર
ફિલિપિનો- મમા
પોર્ટુગિઝ- મઇ
રશિયન- મમાચકા, મામુસ્યા
સ્વિડિશ- મમ્મા, મૉર, મૉરસા
ગ્રીક- મૅટેરા
ઇસ્ટોનિયન – એમા
જર્મની- મટર
જેમ મા મળતાવડી હોય છે તેમ દુનિયાની કોઇ પણ ભાષામાં મા વિશે વપરાતા શબ્દો એકબીજા સાથે ખૂબ મળતા આવે છે.