ઉત્સવ

ફોકસઃ સમય આવી ગયો છે શીખવાનો ક્રાઉડ મૅનેજમેન્ટની દેશી ટેકનોલૉજી…!

-સંજય શ્રીવાસ્તવ

વસ્તી વધારાને જોતા દેશમાં ભીડની સમસ્યા હંમેશાં રહેવાની જ અને ભીડ એ નાસભાગની જનની છે. દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભીડ નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે નવી ફૂલપ્રૂફ સ્વદેશી ટેકનોલોજી અને સિસ્ટમ વિકસાવવી જરૂરી છે. બીજાની ટેક્નિકો અને પ્રણાલીઓ આપણને મદદ કરી શકે છે પરંતુ કોઈ કામની નથી કારણ કે આપણી ભીડની પ્રકૃતિ અને પ્રવૃત્તિ બન્ને ભિન્ન છે. આ ટેક્નિકોનો ઉપયોગ કરવા માટે ટેક્નિકલ રીતે નિપુણ લોકોની પણ જરૂર છે. સવાલ એ છે કે શું સરકાર આ અંગે વિચારી રહી છે?

આ પણ વાંચો: ફોકસ પ્લસ : ત્રણ વર્ષમાં ચોવીસ હજાર કુપોષિત બાળકોને ઉગાર્યાં વારાણસીના આ આઈએએસ ઍાફિસરે…

દેશમાં નાસભાગ કે ધરતીકંપ, વાદળ ફાટવું કે વીજળી પડવા જેવી અણધારી આફત બની ગઈ છે. તેનું મુખ્ય કારણ છે ભીડ. આઝાદી પછી અત્યાર સુધી, તે પછી કુંભ જેવું વિશાળ આયોજન હોય અથવા સ્ટેશન પર ટ્રેન પકડવા માટે રાહ જોતા મુસાફરોની ભીડ, ધાર્મિક સ્થળ અથવા પ્રસંગમાં એકઠા થયેલો ધાર્મિક મેળાવડો, ચૂંટણી પ્રચાર દરમિયાન સત્સંગ અથવા સાડીઓનું વિતરણ થઈ રહ્યું હોય. લાખોથી સેંકડોની ભીડ કાબૂ બહાર જાય ત્યારે નાસભાગ મચી જાય છે. ઉપર જણાવેલ કુદરતી આફતોની જેમ, નાસભાગ પણ સામાન્ય રીતે માનવ હસ્તક્ષેપ વિના કુદરતી રીતે બંધ થાય છે. તે પછી, પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે છે, ઘટના સ્થળની ઝડપી સફાઈ, મીડિયાને જાહેર કરવા યોગ્ય મૃતદેહોની સંખ્યા નક્કી કરવી, સંબંધિત ચેતવણીની જાહેરાત, હોસ્પિટલમાં ઘાયલોની સારવાર, વળતરની જાહેરાત, જો જરૂરી હોય તો તપાસમાં વધુ વિચારણા, જવાબદારોને નહીં બક્ષવાનું નિવેદન આપ્યા પછી, આવી ઘટનાની રાહ જોવાઇ છે. દરેક નાસભાગ પછી, તેની સાથે સંબંધિત તમામ જરૂરી કામગીરી થતી જોવામાં આવે છે,

આ પણ વાંચો: ફોકસ : એવા ઇન્ડોર પ્લાન્ટ લગાવો જે ઘરની હવાને તરોતાજા રાખે

માત્ર એક નથી દેખાતું એ છે તટસ્થ, નિષ્પક્ષ, ટેક્નિકલ આંકલન અને તેમાંથી મળેલા જવાબો. તંત્ર એ નથી જણાવતાં કે, આવા અકસ્માતો રોકવા માટે ક્યાં ફૂલપ્રૂફ પગલાં લેવામાં આવ્યાં હતાં અને આ પગલાંમાં કેટલા ટકા સફળ થયા અને જો કોઈ નિષ્ફળ ગયું તો શા માટે? તેમાં ક્યાં, કોના દ્વારા અને કયા લેવલે ભૂલ થઈ, તેને કંઈ રીતે તપાસ કરાશે, તે ઉપાયનો બદલાવ અથવા સુધાર વિશે શું વિચારવામાં આવી રહ્યું છે તે કેવી રીતે કરવામાં આવશે.

આ પણ વાંચો: ફોકસ : નર્સની નોકરી છોડીને ખેતી ક્ષેત્રે ઝંપલાવી કરે છે લાખોની કમાણી…

નાસભાગ ફરી ન થાય તે માટે નવા નક્કર, વૈજ્ઞાનિક અને વ્યવહારુ પગલાં કયારે અને કેવી રીતે અમલમાં આવશે? દેશમાં નાસભાગ દરમિયાન લોકોનાં મૃત્યુ અને ઘાયલ થવાની ઘટના દાયકાઓથી જોવા મળી રહી છે અને ઘણી વાર તો એક જ વર્ષમાં એકથી વધુ વખત આવી ઘટનાઓ બની છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અને કુંભ મેળામાં નાસભાગ પછી, અખબારોમાં આની લાંબી સૂચિ જોવા મળી હશે, પરંતુ ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં આ પ્રશ્ન ભાગ્યે જ સ્પષ્ટ થાય છે કે શું આપણે ભીડ અને તેનાથી થતી નાસભાગનો ભય દૂર કરવાના નવા ઉપાયો શોધ્યા? શું દેશ નાસભાગની ઘટનાઓના પુનરાવર્તનથી આગળ વધી શકશે? દેશે દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. શક્ય છે કે આપણે સઘન પ્રયાસો કર્યા હોય, પરંતુ ભીડ અને તેના વિવિધ પ્રકારોને કારણે આપણે 100% સફળ ન થયા હોઈએ, પરંતુ જો છેલ્લા સાત દાયકામાં આ દિશામાં કોઈ સંગઠિત કાર્ય થયું હોત તો આવી ઘટનાઓની અસર ઓછી થઈ શકી હોત, પરંતુ એવું દેખાતું નથી.

આ પણ વાંચો: ફોકસ : કબૂતરબાજોની હવે ખેર નથી… દાયકાઓ સુધી સડશે જેલમાં!

દેશમાં ભીડ એ રાજનૈતિક, સામાજિક અને બજારના દૃષ્ટિકોણથી સૌથી મહત્ત્વપૂર્ણ વિષય છે, તેમ છતાં તેને સુરક્ષિત રાખવા માટેની વિકાસની ગતિ ધીમી કેમ છે? ભીડભર્યા મોટા આયોજનની સફળતા માટે ભીડની સુરક્ષા અને કાર્યક્ષમ ભીડ નિયંત્રણ તકનીકોને લાગુ કરવી ખૂબ જ આવશ્યક છે. ભીડ પર યોગ્ય નિયંત્રણ અને તેનું બહેતર સંચાલન લોકોને સલામત અને સ્વસ્થ બનાવે છે, ઘટનાનો એકંદરે સુખદ અનુભવ આપે છે, સાથે એક સુવ્યવસ્થિત કાર્યક્રમ ભીડને આમંત્રિત કરતી સિસ્ટમની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતામાં પણ વધારો કરે છે. દેશમાં આખા વર્ષ દરમિયાન રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમોનું વિશાળ આયોજન થતું જ રહે છે અને સમયાંતરે નાસભાગના કારણે નાના-મોટા અકસ્માતો પણ થતા રહે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે ભારતની કેટલીક ટેક્નિકલ યુનિવર્સિટીઓમાં ભીડ નિયંત્રણ અને સંચાલન કૌશલ્ય શીખવવામાં આવે, જ્યાં જણાવવામાં આવે કે ભીડના કેટલા પ્રકાર છે અને તેને કંઈ શ્રેણીમાં વહેંચી શકાય? ગતિશીલ ભીડ અને નિષ્ક્રિય ભીડ વચ્ચે શું તફાવત છે? ભીડની ગતિશીલતાના પ્રકારોને કેવી રીતે માપવા અને આકારણી કરવી જોઈએ? ભીડના પ્રવાહને કેવી રીતે સુરક્ષિત રાખવો? તેની સલામતી માટે ક્યાં પગલાં લઈ શકાય? થઈ શકે કે એવું પણ શીખવવામાં આવે કે ભીડ નિયંત્રણ અને વ્યવસ્થાપન બે અલગ વસ્તુઓ છે. સચોટ, સમયસર, ભીડ વ્યવસ્થાપનનું આયોજન કેવી રીતે કરવું? ભીડની સઘનતા, તેના પ્રવાહ અને અવરોધો અને તેના બદલાતા વર્તનની આગાહી અને અંદાજ કેવી રીતે કરવો? એ શીખવવામાં આવતું હોય કે યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અથવા ભીડની અન્ય શ્રેણીઓને કેવી રીતે અલગ અગ્રતા આપવી? ભીડ સુરક્ષા અને નિયંત્રણ વ્યવસ્થાપન માટે નવી ટેક્નિકોનો ઉપયોગ કેવી રીતે કરવો? આપત્તિના તાત્કાલિક પ્રતિભાવમાં કયા પરિબળને પ્રાધાન્ય આપવું જોઈએ જેથી જીવ અને સંપત્તિનું ઓછામાં ઓછું નુકસાન થાય? એવું કહેવામાં આવે કે ખૂબ જ ભીડભર્યું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, ભીડ નિયંત્રણ અને વ્યવસ્થાપન પગલાંની સફળતાની સમીક્ષા કયા માપદંડ પર થવી જોઈએ?

આ પણ વાંચો: ફોકસ: વાહનની ચાવી ખૂંચવી લેવાનો અધિકાર પોલીસને છે?

ભીડ નિયંત્રણનાં જૂનાં સાધનો, પ્રણાલીઓ અને ટેક્નિકો હવે આઉટડેટેડ થઈ ગયા છે. નવા વૈજ્ઞાનિક અને ટેકનિકલ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિશેષ તાલીમ આપવી જોઈએ. વિશ્વમાં સેંકડો નાની-મોટી કંપનીઓ છે, જે ક્રાઉડ મેનેજમેન્ટ અને નિયંત્રણ માટે તેમની ટેક્નોલોજી પ્રદાન કરે છે. ભારતમાં ભીડનું નિયંત્રણ અને વ્યવસ્થાપન મુશ્કેલ છે, પરંતુ ભીડ અચાનક કાબૂ બહાર જતી રહે તેની આગાહી કરવી શક્ય નથી, એ સદંતર એક ખોટી માન્યતા છે. આજે, એઆઇ અને ફેશિયલ રેક્ગનિશનની મદદથી, ભીડમાં કેટલાક લોકોનું બદલાતું વર્તણૂક, શારીરિક હલનચલન, ભાષાને વાંચી અને પારખી શકાય છે. કયા રૂટ પર કેટલો લોડ છે તે જણાવવા અને સંતુલિત કરવા માટે નવા રૂટ સૂચવવા માટેના સોફ્ટવેર છે. ઝડપી અને ધીમી ચાલતી કતારોને ઓળખવા માટે મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે. હીટ મેપિંગ દ્વારા કોઈપણ ભાગમાં ભીડની ગીચતાની આગાહી કરીને સર્વે કરવા અને એલર્ટ આપવા માટે ડ્રોનની સુવિધા છે. એઆઇ ટેક્નિકો ભીડ વિશ્ર્લેષણ દ્વારા તરત જ જણાવશે કે ક્યાં અને કેટલો સ્ટાફ વધારવાની કે ઘટાડવાની જરૂર છે. ક્રાઉડ કંટ્રોલ અને મેનેજમેન્ટમાં નવી ટેક્નોલોજીની યાદી લાંબી છે પણ સવાલ એ છે કે તેનો ઉપયોગ કેટલા પ્રશિક્ષિત હાથો દ્વારા અને કયા સ્તરે થઈ રહ્યો છે? કુંભ દરમિયાન, જાહેર કરવામાં આવ્યું હતું કે ભીડ નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ફેસ રેક્ગનિશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત હજારો કેમેરા સહિત વિવિધ તકનીકી પગલાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમ છતાં નાસભાગ કાબૂમાં ન લાવી શક્યા અને મૃત્યુ પણ થયાં. આપણે આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button