ત્યારે જમાનો હતો ડાબેરી ઇતિહાસકારોનો હવે લોકોની આંખ ઉઘડી રહી છે!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
વર્ષો સુધી ઇતિહાસને નામે ગપ્પા હાંકનાર ડાબેરી ઇતિહાસકારો હવે ઉઘાડા પડી રહ્યા છે. મોગલોને મહાન ચિતરવા અને શિવાજીથી મહારાણા પ્રતાપ જેવા બહાદુર શાસકોને નબળા ચિતરીને, કુમળી વયના વિદ્યાર્થીઓના મગજમાં ખોટી ભ્રમણા ફેલાવવાનું પાપ ડાબેરી ઇતિહાસકારોએ કર્યું છે.
જો કે છેલ્લા કેટલાક સમયથી હવે તટસ્થ ઇતિહાસકારોએ સાચી હકીકત રજૂ કરતા પુસ્તકો લખીને દેશનો સાચો ઇતિહાસ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. લેફ્ટીસ્ટ ઇકો સિસ્ટમ ખળભળી ઊઠી છે. હિન્દુઓને બદનામ કરતી હકીકતો સાવ જૂઠ્ઠી છે એવું પૂરવાર થવા માંડે એ એમનાથી કઈ રીતે સહન થાય?
યુનિવર્સિટીઓમાં પણ બિનડાબેરી વિચારધારા ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે વર્ષો સુધી સતત અન્યાય થતો રહ્યો છે. સાચો ઇતિહાસ દુનિયા સમક્ષ રજૂ કરનાર અરૂણ શૌરી, સીતારામ ગોયેલ, રામ સ્વરૂપ, માઇકલ ડેનીનો, ડેવિડ ફ્રોવ્લી કે મિનાક્ષી જૈન જેવા તટસ્થ ઇતિહાસકારોને ‘કોમવાદી’ કહીને બદનામ કરવામાં આવે છે. રમેશચંદ્ર મઝુમદાર, નિલકાંત શાસ્ત્રી અને યદુનાથ સરકાર જેવાઓને પણ બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે. ભારતીય પુરાતત્વખાતાના ભૂતપૂર્વ ડિરેક્ટર કે. કે. મોહમદે પણ એમના પુસ્તકમાં ડાબેરી ઇતિહાસકારોને ચાબુક મારતાં લખ્યું છે કે રામ મંદિર બાબતે આ ડાબેરી ઇતિહાસકારોએ મુસ્લિમોને કઈ રીતે ગેરમાર્ગે દોર્યા હતા…
કે. કે. મોહમદ કહે છે : “જો મુસ્લિમ બૌદ્ધિકો, ડાબેરી ઇતિહાસકારોના ષડયંત્રમાં ભેરવાયા ન હોત તો બાબરી ઢાંચાનો મુદ્દો વર્ષો પહેલાં જ ઉકેલાઈ ગયો હોત.
કે. કે. મોહમદના કહેવા પ્રમાણે રોમિલા થાપર, બિપિનચંદ્ર અને એસ. ગોપાલ જેવા ડાબેરી ઇતિહાસકારો સૌથી મોટા વિલન હતાં. ઉપરોકત આ ટોળકીને ઇરફાન હબીબ, આર. એસ. શર્મા, ડી. એન. ઝા, સુરજ ભાન અને અખ્તર અલી જેવાએ ટેકો આપ્યો હતો.
બિન ડાબેરી બૌદ્ધિકોના કામને આ ડાબેરી ઇતિહાસકારોની ગેંગ ખતમ કરીને જ રહે છે. બિન ડાબેરી ઇતિહાસકારોના કામને વારંવાર વગોવવામાં આવે છે. ભારત અને હિન્દુ વિરોધી ઇતિહાસકાર ઓડ્રી ટ્રુશ્કીએ પણ આ ‘ગુનો’ કર્યો છે. ટ્રુશ્કી અને અનન્યા ચક્રવર્તી તેમ જ રોહિત ચોપરા જેવા ઇતિહાસકારોએ તેજસ્વી ઇતિહાસકાર વિક્રમ સંપટને આ જ રીતે બદનામ કરવાની કોશિશ કરી હતી. વીર સાવરકરની બાયોગ્રાફી લખનાર તટસ્થ ઇતિહસકાર વિક્રમ સંપટ પર આ ટોળકીએ ઉઠાંતરીનો આરોપ મૂક્યો. ત્યાર પછી આ ગેંગે સંપટ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી.
વિક્રમ સંપટ યુકેની ‘રોયલ હિસ્ટોરીકલ સોસાયટી’ના સભ્ય છે. ડાબેરીઓની ગેંગે એ સોસાયટીને પત્રો લખીને જણાવ્યું કે સંપટનું સભ્યપદ રદ કરો. જો કે સામે વિક્રમ સંપટ પણ આ ટોળકીથી દબાયા નહીં અને એમણે દિલ્હી હાઇ કોર્ટમાં આ ત્રણે સામે રૂ. બે કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો. શેરીના ગુંડાઓ જેવી રસમ પેલી ટોળકીએ અપનાવી. સંપટ હાઇ કોર્ટમાં ગયા પછી ટ્રુશ્કી, ચક્રવર્તી અને ચોપરાએ ‘એકેડેમિક ફ્રિડમ’ના નામે એક ખુલ્લો પત્ર લખ્યો. ટ્રુશ્કીએ સોશિયલ મીડિયા પર આ પત્ર શેર કર્યો. આ પત્રમાં૧૩૫ જણાની કહેવાતી સહીઓ હતી. ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, પ્રતાપ ભાનુ મહેતા અને શિવસેનાના રાજકારણી સંજય રાઉતની કહેવાતી સહી પણ આ પત્રમાં હતી.
ડાબેરી ઇતિહાસકારોનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે રામચંદ્ર ગુહા, પ્રતાપ ભાનુ મહેતા અને સંજય રાઉતે કહ્યું કે આ પત્રમાં સહી કરવાની વાત તો દૂર, એમણે પત્ર જોયો સુધ્ધાં નથી…! આનો મતલબ એમ થાય કે ટ્રુશ્કી, ચક્રવર્તી અને ચોપરાની ગેંગે ઉપરની વ્યક્તિઓની પરવાનગી વગર એમના નામનો ઉપયોગ કર્યો હતો!
આજથી લગભગ ૧૫ વર્ષ પહેલાં તો આ ડાબેરી ઇતિહાસકારો જે કહેતા હતા એને કોઈ ચેલેન્જ કરતુ નહોતું. વીર સાવરકરને બદનામ કરવામાં પણ આવા ઇતિહાસકારોનો જ હાથ રહ્યો છે. હવે આજે જ્યારે વિક્રમ સંપટ કે ઉદય માહુરકર જેવા લેખકો વીર સાવરકર વિશે પૂરાવા સાથે સાચી વાતો લખે છે ત્યારે લેફટીસ્ટોના પેટમાં, માત્ર તેલ નહીં, તેજાબ રેડાય એ સ્વાભાવિક જ છે!
નાશ પામતા દેડકાને તાપમાન સાથે કોઈ સબંધ ખરો?
આડત્રીસ વર્ષ પૂર્વે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં ડિઝાઇનર દેહ ધરાવતાં દેડકાંઓની આખી પ્રજાતિઓનો નાશ થવા લાગ્યો ત્યારે વિજ્ઞાનીઓને શંકા ગઈ કે જમીન પર અને પાણીમાં બન્ને સ્થળે પ્રવાસ કરી શકતાં આ દેડકાંઓ પર્યાવરણ સાથે બરાબર સમતુલન સાધી શક્તા નથી એવું કારણ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની એક ટુકડીએ શોધી કાઢ્યું છે. એમણે વાર્ષિક તાપમાન અને દેડકાંઓની જીવિત જાતિઓની સરખામણી કરી પછી પહેલી જ વાર પૃથ્વીના ઉષ્ણતામાનમાં થઈ રહેલા વધારા અને દેડકાંઓની ૧૧૦ પ્રજાતિમાંથી બે તૃતીયાંશ કરતાં વધુ જાતિના નાશ પામવા વચ્ચેના સંબંધને દસ્તાવેજી ચોકસાઈથી સ્થાપી આપ્યો. ગરમી વધી હોય એ વર્ષે દેડકાંઓની વધુ પ્રજાતિ નાશ પામી હોય એવું૮૦ ટકા કિસ્સામાં બન્યું છે. ૧૯૭૫થી ઉષ્ણકટિબંધ વિસ્તારનું તાપમાન, ૨૦મી સદીની સરેરાશ કરતાં ત્રણ ગણી ઝડપે વધ્યું છે, જેણે દેડકાંઓ માટે સ્થિતિ વણસાવી મૂકી છે અને ઉષ્ણતામાનમાં થતાં વધારા માટે આપણે સૌ જવાબદાર છીએ.