ઉત્સવ

સાહસ વિના સિદ્ધિ નથી

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

ન્યૂયોર્કની ઈન્ફોસીસ કંપનીએ આજે રેડીસન ગ્રાન્ડ હોટલમાં આઈટી ક્ષેત્રના સંશોધકોનો એર્વાર્ડ સમારંભ યોજયો હતો. તે પ્રસંગે જુદી જુદી કંપનીના આઈ.ટી. સી.ઈ.ઓ, ડિરેકટર્સ અને એમ્પ્યુલોઈઝ આઈટી ક્ષેત્રના નવા સંશોધન તથા નવા સંશોધકો વિષે જાણવા ઉત્સુક હતા.

આ વર્ષે રિસર્ચ સેન્ટર સાથે તેમ જ પર્સનલી કોમ્પ્યુલેબમાં સંશોધન કરનાર જુદા જુદા નવ રિસર્ચરને એવૉર્ડ મળવાના હતા. એવૉર્ડ પહેલાંની ગેટ-ટુ ગેધર પાર્ટીમાં એકબીજા સાથે સારો સંવાદ સધાયો હતો. એવૉર્ડ સમારંભ શરૂ થયો. આયોજકો મંચ પર ગોઠવાયા. એવૉર્ડીઝ માટે અલગ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી.

સમારંભમાં ચોથું નામ બોલાયું- ડૉ. પૂનમ ઐયર. ૩૦ વર્ષની એક યુવતી કાંખમાં એક વર્ષની દીકરીને તેડીને મંચ પર આવી. તેણે બાઈડિંગ સોફટવેર ફોર બૅંકિંગ સિસ્ટમ પર સંશોધન કર્યું હતું. ભારતીય મૂળની આ યુવતીએ આજે વોશિંગ્ટનને પોતાની કર્મભૂમિ ભલે બનાવી હોય પણ સફળતાના ચઢાણ તો સાહસ માંગી જ લે છે.

અમેરિકન બોર્ન એક વર્ષની એ બેબી પોતાની મમ્મીની સિદ્ધિને નાની આંખે માણી રહી હતી, યુવાન માતા માટે પણ આ ગૌરવવંતી ક્ષણ હતી.

એવૉર્ડીની શૈક્ષણિક અને વ્યવસાયિક સફળતાની જાહેરાત થતાં હોલ તાળીઓથી ગૂંજી ઉઠયો.

પૂનમે એવોર્ડ સ્વીકારતાં કહ્યું- મને આ સંશોધનના બે એવોર્ડ મળ્યા છે. જયારે મેં આ નવા પ્રોજેકટનું કામ હાથમાં લીધું ત્યારે ત્રીજે મહિને મારા લગ્ન થયા હતાં અને ૧૮ મહિનામાં આ રિસર્ચ કામ પૂરું થયું ત્યારે ગોડ ગેવ મી ધીસ લીટલ એંજલ, સોનિયા. સો આય સે, આય ગોટ ટુ એવૉર્ડઝ ફોર ધિસ રિસર્ચ વર્ક. એક હાથે એવૉર્ડ ઊંચો કરીને પૂનમે સૌ આયોજકો અને પ્રેક્ષકોનું અભિવાદન કર્યું.
સમારંભ પૂરો થતાં પૂનમ ઐયરની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ. કેમ કે આ મહિલા સંશોધકની સફળતાની સફર વિષેના ન્યુઝ પ્રગટ થવા જોઈએ.

“પૂનમ મેડમ યુ આર ફ્રોમ ઈંડિયા? યુવા પત્રકારે પૂછયું.
યસ, આય એમ પ્રાઉડ ટુ બી બોર્ન ઈન ઈંડિયા એન્ડ ગ્રોઈંગ ઈન યુ.એસ.એ. માય નેટિવ પ્લેસ સાઉથ ઈંડિયા. ચેન્નાઈના એક ગામમાં મારો જન્મ. સ્કૂલ એજયુકેશન ગામડામાં લીધું. મારા પિતાજી શાળામાં શિક્ષક હતા, અને મમ્મી એક ફેકટરીમાં કામ કરતી હતી. માય પેરેન્ટસ ગેવ મી બેસ્ટ એજયુકેશન એન્ડ બેસ્ટ વેલ્યુઝ ઓફ લાઈફ.

“તમે પહેલેથી જ ભણવામાં હોંશિયાર હતા, આ સફળતા સુધી કેવી રીતે પહોંચ્યા? એક મહિલા જર્નાલિસ્ટે પૂછયું.

હું પહેલેથી જ અભ્યાસમાં મહેનત કરતી હતી. સિન્સિયર સ્ટુડંટ હતી. મારા પપ્પા મને ઘરે જ સાયન્સ અને મેથ્સ શીખવાડતા. મારા અંગ્રેજીના ટીચર અમને વર્ગમાં તો સરસ
ભણાવતા હતા,પણ તેમણે મને બેસ્ટ હેન્ડરાઈટિંગ અને ઈફેકટિવ કોમ્યુનિકેશન પણ શીખવ્યું, જે આજે પણ ઉપયોગી છે.

“મેડમ, તમે ઈંડિયાથી યુ.એસ. કેવી રીતે આવ્યાં? યુવા પત્રકારે પૂછયું.

“મેં તામિલનાડુમાં બારમા ધોરણની બોર્ડ એકઝામ આપી, એન્ડ આય ગોટ સીકસ્થ પોઝિશન ઈન મેરિટ લિસ્ટ. મારાં માતા-પિતાના આનંદનો કોઈ પાર ન હતો.

તે વખતે મારી સ્કૂલે મારી સફળતાને બિરદાવવા સમારંભ રાખ્યો. આઈ.ટી. કંપનીના ડાયરેકટર શ્રી.વર્મા અને સામાજિક કાર્યકર મુખ્યઅતિથિ તરીકે સુબ્રમણિયમ આવ્યા હતા.મારા પિતાજી પણ હતા.
“પૂનમ ઈસ અવર બ્રાઈટ સ્ટુડંટ, આય એમ વેરી પ્રાઉડ ઓફ હર. પ્રિન્સિપાલે કહ્યું હતું.

મિસ પૂનમ રીયલી ઈટ્સ ગ્રેટ એચિવમેન્ટ.બટ નાવ વોટ ઈસ યોર પ્લાન ફોર હાયર સ્ટડી? શ્રી વર્માએ મને પૂછયું હતું.

સર, હું બાયોલાજિકલ સાયન્સનો અભ્યાસ કરવાનું વિચારું છું. મારા ઘરની નજીક જ બેસ્ટ કૉલેજ છે. મે કહ્યું.

મને લાગે છે કે તમે આઈ.ટી. ફીલ્ડમાં આગળ ભણો. એની ખૂબ ડિમાન્ડ છે. એમાં ઘણો સ્કોપ છે.યુ આર કેપેબલ ટુ ડુ. શર્માજીએ કહ્યું.

પૂનમ મને લાગે છે કે આઈ.ટી ક્ષેત્રે જોબ ઓપોરચ્યુનિટી સાથે રિસર્ચ માટે પણ ઘણો સ્કોપ છે. યુ કેન એપ્લાય ઈન ફોરેન યુનિવર્સિટી. પ્રિન્સિપાલ મેડમે કહ્યું.

પૂનમે કહ્યું હતું, “મેડમ ઘણી ફોરેન યુનિવર્સિટી વિષે સ્ટડી કરી, પણ મારા હાયર એજયુકેશનનો ભાર મારા પેરેન્ટસને ન આપી શકું. ગ્રેજયુએશન કરી મારે જોબ કરવી છે, જેથી હું મારા પેરેન્ટસને ફાયનાન્સિયલ મદદ કરી શકું.
ધેટ યુ કેન ડુ બેસ્ટ વીથ એક્ષલંટ સ્ટડી. કહેતા શર્માજીએ પૂનમના પિતા સામે જોઈને કહ્યું, તમે પૂનમને ફોરેન ભણવા મોકલવા તૈયાર છો, એ ખૂબ હોશિયાર છે.

યસ, આય એમ પ્રાઉડ ફાધર. પણ પૈસાની મોટી સગવડ કયાંથી થાય? મારા પિતાજીએ એમની મૂંઝવણ વ્યક્ત કરી.

પૂનમ જેવી હોશિયાર વિદ્યાર્થી માટે મારી એન.જી. એમાંથી વ્યવસ્થા કરીશ. સુબ્રમણિયમે કહ્યું. સિંગાપુર યુનિવર્સિટી સાથે અમારું ટાયઅપ છે. પ્રિન્સીપાલ મેડમ સ્કોલરશીપ પણ અપાવશે.
સો બાય ગ્રેસ ઓફ માય પ્રીન્સીપાલ, મેન્ટર શર્માજી અને સુબ્રમણિયમ મેં નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરમાં એડમિશન લીધું. માતા-પિતાના આશિષ લઈને મેં સાહસના નવા પંથે ડગલાં ભર્યા.
વાહ, ઈટસ ઈનસ્પાઈરીંગ. યુવા પત્રકારે કહ્યું.

કોંગ્રેચ્યુલેશન, પૂનમ પણ વિદેશમાં વિદ્યાર્થી તરીકે કોઈ ખાસ મુશ્કેલી? મહિલા પત્રકારે પૂછયું.

આમ તો હું રેન્કહોલ્ડર હતી,મને સ્કોલરશિપ મળી હતી એટલે સિંગાપુરની કોલેજના મારા પ્રોફેસર મને માનની દ્રષ્ટિએ જોતા અને મને પણ એમની પાસે નવું નવું શીખવું ગમતું. હું શરૂઆતમાં ખાસ ચર્ચામાં ભાગ લેતી નહીં પણ મારા પ્રોફેસર ઈન્ચાર્જે મને ગ્રુપલીડર બનાવી અને હું ટીમવર્ક કરતાં શીખી. સિંગાપુરના પ્રાયોગિક શિક્ષણને પરિણામે મને સંશોધન કરવાની તક મળી. આ એવોર્ડ પણ એનું જ ફળ છે.

સિંગાપુરના ત્રણ વર્ષનો અનુભવ કેવો રહ્યો, હોમસિકનેસ પણ લાગી હશે? મહિલા પત્રકારે પૂછયું.

હું મારી ફેમિલીથી અલગ ક્યારેય રહી ન હતી, એટલે અમ્મા-અપ્પા અને મારા નાનાભાઈને ખૂબ મિસ કરતી હતી,પણ મારા ગોલને પ્રાપ્ત કરવા આ જરૂરી હતું. અભ્યાસમાં શરૂઆતમાં એપ્લિકેશન સોફટવેર સીસ્ટમ, જાવાકોડિંગ, એમ.એસ એક્ષલ અને સી.પી.એસ. અઘરું લાગ્યું પણ ગ્રુપવર્ક અને પ્રોફેસરના ગાયડંસથી
સરળ થયું. અભ્યાસના બીજા વર્ષમાં તો પ્રેકટીલ અનુભવ માટે કંપનીમાં જવા મળ્યું. સ્ટાઈફનના પૈસા રેન્ટ માટે અને અન્ય ખર્ચમાં કામ લાગતા. બેસ્ટ કોલેજમાં ખૂબ ખંતથી અભ્યાસ કર્યો, પરિણામે અઅ ક્રેડિટ મેળવી મેં અભ્યાસ પૂર્ણ કર્યો. સિંગાપુરની કંપનીએ મને હાયસેલેરીમાં જોબ ઓફર કરી પણ મારે ફેમિલી સાથે રહેવું હતું. મારી કેરીયરની શરૂઆત મેં મુંબઈની મોર્ગન સ્ટેનલી કંપનીમાં કરી. મારા અંકલના ફલેટમાં અમે બધા સાથે રહેતા.

પૂનમ મેડમ, પછી વોશિંગ્ટન યુનિવર્સિટી અને આ રિસર્ચમાં કેવી રીતે જોડાયાં? મહિલા પત્રકારે પૂછયું.

મુંબઈમાં જોબ શરૂ કરી અને આઠ મહિનામાં જ મને ન્યૂયોર્ક કંપનીમાંથી ઓફર આવી. ત્યાં જોબ કરતી હતી અને મને વોશિંગટન યુનિવર્સિટીમાંથી જોબ સાથે ડેટા સાયન્સમાં રિસર્ચ કરવાની તક મળી એટલે મેં આ પડકાર મેં ઝીલી લીધો.

ન્યૂયોર્કની આય.ટી કંપનીએ મારા જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી દીધી. મેં ગ્રૂપમાં માયક્રોસોફટ રિસર્ચ સેન્ટરમાં એમ.એસ કર્યું, અને રેડમોન્ડના મુખ્ય મથકમાં આજના સ્પર્ધાત્મક આય.ટી. માર્કેટની સંભાવના-પડકારો વિષે કેટલાક તારણો રજૂ કર્યા. કેપિટલ માર્કેટમાં અદ્યતન ડેટા સિસ્ટમ વિકસાવવી તથા
ઔદ્યોગિક વિકાસમાં ડેટા સાયન્સ અને એ.આઈ. આગળ જતાં માઈક્રોસોફટ ગ્લોબલ હેકથોન બનશે, મશીન લર્નિંગ ટેક્નિક પ્રોડકટ મેનેજર અને સોફટવેર એન્જિનિયરે શોધવી પડશે.

રીયલી ન્યૂયોર્ક મેડ મી, વોટ આય એમ ટુડે. ન્યૂયોર્ક ગેવ મી થ્રી એવૉર્ડ- ધીસ રિસર્ચ એવૉર્ડ, માય બેટર હાફ સુજીત એન્ડ ધીસ લીટલ એન્જલ સોનિયા હું આ કરી શકી કારણકે સાહસ વિના સિદ્ધિ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…