ઉત્સવ

વિશ્ર્વને કોરોનાથી પણ ભયંકર રોગનો ખતરો

કોરોના વાઇરસે સતત બે વર્ષથી સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો હતો. વિશ્ર્વભરમાં તબક્કાવાર બે વર્ષ માટે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ વાઇરસને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્ર્વ કોરોનામાંથી સાજા થયા પછી, વિવિધ દેશોમાં કોરોનાના અન્ય ઘણા પેટા પ્રકારો જોવા મળ્યા છે.

આ રીતે એક નવા વાઇરસનો પડકાર ઊભો થયો છે. વૈજ્ઞાનિકોએ આરોગ્ય સંસ્થાને આર્કટિક અને અન્ય બર્ફીલા વિસ્તારોમાં બરફના પહાડો નીચે દટાયેલા વાયરસ અંગે ચેતવણી આપી છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકો કહે છે કે આર્કટિક પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝોમ્બી વાઇરસ મુક્ત થઈ શકે છે અને ભયંકર વૈશ્ર્વિક આરોગ્ય કટોકટીનું કારણ બની શકે છે.

વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે આ વાઇરસ ૪૮,૦૦૦ વર્ષ પહેલા અહીં બરફની નીચે દટાયેલો હશે. પરમાફ્રોસ્ટ એ પૃથ્વીની સપાટી પર અથવા તેની નીચે થીજી ગયેલા બરફનું એક સ્તર છે. તેમાં માટી અને રેતી પણ હોય છે. તે બરફના મોટા પડથી ઘેરાયેલું છે. પરંતુ, તાજેતરના સમયમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વધારો થવા લાગ્યો છે.

પરિણામે, વિશ્ર્વના ઘણા પ્રદેશોમાં બરફ પીગળવા લાગ્યો છે. આનાથી વિશ્ર્વના ઘણા દેશોની ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન આ બરફ નીચે દટાયેલા કેટલાક વાઇરસનો ખતરો પણ વધી ગયો છે.

ગયા વર્ષે, વૈજ્ઞાનિકોએ સાઇબિરીયામાં પર્માફ્રોસ્ટના કેટલાક નમૂના લીધા હતા અને આ નવા વાઇરસના સંભવિત જોખમોને સમજવા માટે કેટલાક પ્રયોગો કર્યા હતા. આ સંશોધન દરમિયાન બરફની નીચે દટાયેલો એક વાઇરસ મળી આવ્યો છે.

આ સંશોધન વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આર્કટિકમાં અમને જે વાઇરસ મળ્યો છે તે હજારો વર્ષોથી બરફની નીચે દટાયેલો હતો. રોટરડેમના ઇરાસ્મસ મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિક મેરિયન કૂપમેન્સે કહ્યું, “અમને ખબર નથી કે પર્માફ્રોસ્ટ હેઠળ કયા વાયરસ દટાયેલા હશે.
પરંતુ, અમને લાગે છે કે, કેટલાક એવા વાયરસ છે જે સમગ્ર વિશ્ર્વની આરોગ્ય વ્યવસ્થા માટે મોટો પડકાર ઊભો કરી શકે છે. અહીંના વાઈરસમાં રોગચાળાની મોટી મહામારી ફેલાવવાની ક્ષમતા હોઈ
શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker