નોખા-અનોખા શાયર `નાઝિર’ દેખૈયા
હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી
સર્જકના સથવારે -રમેશ પુરોહિત
ગુજરાતી ગઝલના આકાશમાં અનેક સિતારા ચમકતા હતા ત્યારે પરંપરાના શાયરોમાં શયદા, મરીઝ, શૂન્ય, બેફામ, ઘાયલ, સૈફ, આસીમ રાંદેરી, શેખાદમ રૂસ્વા, ગનીભાઈ, જલન માતરી, હરીન્દ્ર દવે જેવા સમર્થ ગઝલકારો પોતાના નોખા- અનોખા ભાવવિશ્વમાં વિવિધ વિષયો લઈને ગઝલની સાધના કરતા હતા ત્યારે ભાવનગરમાં `નાઝિર’ દેખૈયા નામનો ગઝલકાર નવા નવોન્મેષ સાથે આવે છે અને પોતાના વિશિષ્ટ સર્જનની જ્યોત જલાવે છે.
મૂળ નામ નૂરમહમદ. ભાવનગર રાજ્યમાં માનપાન ધરાવતા દેખૈયા પરિવારમાં એમનો જન્મ 13.2.1921ના રોજ થયો હતો. બાળપણમાં માત-પિતાની છત્રછાયા જતી રહી પણ મોટા ભાઈ બેબસ' અને ભાભીએ લાડકોડથી રાખ્યા. મરીઝની જેમ વધારે શિક્ષણ નહીં પામ્યા, પણ દુનિયાની યુનિવર્સિટીમાં સ્નાતકના સ્નાતક થયા.
નાઝિર’ને વારસામાં સંગીત મળ્યું હતું. ઈન્ડિયન અભુ બેન્ડના નામે કૌટુંબિક વ્યવસાય હતો. એમણે કલેરીઓનેટ વાદનની તાલીમ લઈ અને મોટાભાઈની રાહબરીમાં કામ શરૂ કર્યું. બેન્ડ વાજાના વ્યવસાયમાં આગળ જવાની શક્યતાઓ ઓછી એટલે 1956માં જિલ્લા લોકલ બોર્ડની ચતુર્થ શ્રેણીની નોકરી સ્વીકારી અને કાર્યદક્ષતાથી બધાની ચાહના પ્રાપ્ત કરી.
આંબા ચોકમાં ઈન્ડિયન અભુ બેન્ડની ઓફિસ એ જમાનામાં સાહિત્ય- સંસ્કૃતિનું ધબકતું કેન્દ્ર બની ગઈ હતી. ભાવનગરમાં `ગઝલ સભા’ના સભ્યો નિયમિત ત્યાં મળતા અને મોડી રાત સુધી ગઝલની મહેફિલ યોજાતી. એ જમાનાના ભાવનગરના આગેવાન શાયરો હાજર રહેતા. બેફામ પણ સામેલ હોય અને કિસ્મત કુરેશી પણ હોય. આ મહેફિલમાં યુવાન નાઝિર ગઝલના રંગે રંગાય છે. ધીરે ધીરે કિસ્મત કુરેશીના માર્ગદર્શન નીચે ગઝલ સર્જનની શરૂઆત કરે છે.
કિસ્તમ કુરેશીએ નાઝિરના પ્રથમ ગઝલસંગ્રહ તુષાર’ની પ્રસ્તાવનામાં 1962માં નોંધ્યું હતું કે શિષ્ટ મુશાયરા, રેડિયો, સમારંભો, મહેફિલો તથા પ્રતિષ્ઠિત સામયિકોમાં માનભર્યું સ્થાન મેળવનાર, હૃદયસ્પર્શી ભાવસભર શિષ્ટ ગઝલોના સર્જકનાઝિર’ને મધુર મુલાયમ સ્વર સાંપડ્યો છે. દિમાગની નહીં, પરંતુ સર્વથા દિલની કવિતા લઈને આવનારા આ અનેકોના માનીતા ગઝલકાર છે.
તુષાર’ની બીજી પ્રસ્તાવનામાં કવિ હરીન્દ્ર દવે નોંધે છે કે અનુભવની એક જીવંત સૃષ્ટિને સાંકેતિક અભિવ્યક્તિ આપવામાંનાઝિર’ને જ્યાં સફળતા મળી છે ત્યાં એમની કાવ્યત્વની ઉચ્ચ ભૂમિકા પર પહોંચી છે જ. જેમ કે બની તન્મય પ્રતિમા કોતરી નીરખી જો શિલ્પીએ તો પોતાને જ એવા દમ ભરી જાવાની ઈચ્છા થઈ પોતાના સર્જન સાથેનું આ એકત્વ, સર્જનનો પ્રાણ બનવાની ઉત્કંઠા નાઝિર’માં છે. ગઝલના સ્વરૂપની આ સાહજિક સૂઝ, ભાવોની અનાયાસ અને વેધક અભિવ્યક્તિ અને બાનીની સરળતા નજરે પડે છે. એમણેતુષાર’, તુષાર-2′ અનેનાઝિરની ગઝલો’ આપ્યા પછી સૂના સદન’ સંગ્રહ આપ્યો. એમના ઈન્તેકાલ પછી પુત્ર અફઝલહુસૈન અને ઝાકીરે પ્રગટ- અપ્રગટ રચનાઓ વ્યવસ્થિત સાચવીને રાખી. એક ડાયરી બનાવી. છેક 2021-22માં એમના પૌત્ર અને કવિ ફિરદૌસ દેખૈયાએએ વાત મને મંજૂર નથી’ના નામે પ્રકાશિત કરેલા સંગ્રહમાં એમની અપ્રગટ રચનાઓ, ગીત, ગઝલ, દુહા, હઝલ, કટાક્ષ કાવ્યો, સ્તુતિ વગેરેનો સમાવેશ કર્યો છે. એમનો આખો પરિવાર સંગીત અને શબ્દની સાધનામાં વ્યસ્ત હતો. મોટાભાઈ `બેબસ’ દેખૈયા સારા ગઝલકાર અને સાહિત્યકાર. ગુલ દેખૈયા સંગીતકાર. આજે સલીમ અને ફિરદૌસ દેખૈયા પણ સંગીત, શબ્દ અને સૂરની સાધના કરી રહ્યા છે.
ગઝલના ભાવની અને ભાવનાની ખેવના રાખીને સર્જનમાં રત રહેલા `નાઝિર’ પાસે કહેવાની જુદી રીત હતી. પોતીકી મુદ્રા હતી, ભાવ- સંવેદનમાં નવીનતા હતી એટલે આજે પણ એમની ગઝલોમાં તાજગી દેખાય છે. જીવનની સાર્થકતા કોને કહેવાય તેનું નિરૂપણ નાઝિર આ રીતે કરે છે:
કદી કોઈ નાઝિર'! કરે યાદ તમને તો સમજો એ સાચું જીવનનુું છે ગૌરવ નાઝિરના જમાનામાં પરંપરાના શાયરો ઉર્દૂ- ફારસી શબ્દો છૂટથી પ્રયોજતા ત્યારે નાઝિર સરળ, સાદી ભાષામાં ગઝલ આપે છે. ગઝલના રોજ-બ-રોજ વપરાતા મુહાવરા, કહેવતો, રૂઢિપ્રયોગોનો ઉપયોગ એમણે કાબેલિયતથી કર્યો છે.
પાછી પાની’ કરવી એટલે શું? જુઓ એમનો આ શેર:
મરું છું તે છતાં પાછી કદી પાની નથી કરતો;જગતવાળાઓ જાણે છે, જીવન મગરૂર રાખું છું આ કવિએ પોતાની ગઝલોમાં સામાન્ય રદીફ નથી લીધા. રદીફમાં અર્થબોધ અને નવીનતા બધે જ દેખાય છે. બહુ મોટી રદીફનો મોહ નથી રાખ્યો. છેડછાડ’ શબ્દમાં જુદી જ નજાકત છે. આ શબ્દને રદીફ બનાવીને છ શેરની ગઝલ આપી છે, જેનોમત્લા’ છે:
બિન્દુ ઝાકળનાં, ન કરજો કંઈ સુમનની છેડછાડ આંસુઓ શીખી જશે કરતાં નયનની છેડછાડ આમ ભાષા, ભાવ, સંવેદન, અભિવ્યક્તિ અને અનુભૂતિના અનેક આયામોમાં પોતાના પોતને સાર્થક કરનાર આ શાયર ગુજરાતીની જેમ જ ઉર્દૂમાં પણ ગઝલ લખતા જે એમના સમગ્ર સર્જનના પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. એમણે 1956માં સુરાલય' નામનું સામયિક શરૂ કર્યું હતું અને ચાર વર્ષ ચલાવ્યું હતું.
સુરાલય’ પછી ગુજરાતમાં ઘણાં આ પ્રકારનાં સામયિકો શરૂ થયાં તેનો યશ આ કવિને જાય છે. નાઝિર દેખૈયાના વિશાળ સર્જનમાંથી થોડાક શેરોનું રસપાન કરી કવિની સ્મૃતિને તાજી કરીએ.
એમની બહુ જ પ્રખ્યાત ગજલ જે અનેક નામી ગાયકોએ ગાઈ છે, સ્વરબધ કરી છે તેનાથી શરૂઆત કરીએ:
શા હાલ થયા છે પ્રેમીના,
કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે,
કાં સેંથીમાં સિંદૂર નથી?
હું હાથને મારા ફેલાવું તો
તારી ખુદાઈ દૂર નથી.
હું માગું ને તું આપી દે એ
વાત મને મંજૂર નથી.
ખુદાયા! આટલી તુજને
વિનંતી છે આ `નાઝિર’ની
રહે જેનાથી અણનમ શીશ,
મુજને એ નમન દેજે.
ગગનવાસી! ધરા પર બે
ઘડી શ્વાસો ભરી તો જો
જીવનદાતા! જીવન કેરો
અનુભવ તું કરી તો જો.
મને લૂંટી જનારાએ અનોખી રીતથી લૂંંટયો,
નથી રે’વા દીધું મારા કને મારાય મન જેવું
કેવાં હશે એ પ્યારથી ભરેલાં માનવી
અપમાનમાંય જેમનાં આદર ભર્યા હશે
સભા છોડી અને ચાલ્યા જવું મુશ્કિલ હતું નાઝિર'
અહીં આવો’ કહી બોલાવનારે રંગ રાખ્યો છે
પાથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે
ધરીને રૂપ મંઝિલનું ઉતારા પણ દગો દેશે
આવીને ગર્વમાં ભલે છોડી દે સાથ એ
`નાઝિર’ કહી દો એને અમારો ય રામ છે.
જગતની દૃષ્ટિએ `નાઝિર’ નિહાળે છે ફક્ત તમને
હકીકતમાં તો એ ચૌદે ભવન પર મીટ માંડે છે.ઉ