ઉત્સવ

વલો કચ્છ : 26 જાન્યુઆરીની ગોઝારી સવાર: કચ્છનાં આંસુભીનાં સ્મરણો

-ડૉ. પૂર્વી ગોસ્વામી

26 જાન્યુઆરી, 2001નો કાળો દિવસ ભારતીય ઇતિહાસમાં ક્યારેય ભૂલી ન શકાય તેવા કચ્છના ભૂકંપ માટે જાણીતો રહેશે. જ્યાં વિનાશક ધરતીકંપથી કચ્છના અંજાર શહેરમાં પ્રજાસત્તાક દિનની રેલીમાં ભાગ લેનાર 185 બાળકો, 21 શિક્ષકો, એક કલાર્ક અને બે પોલીસકર્મીનો કરુણ અંત આવ્યો જેણે માત્ર અંજારને જ નહીં, પરંતુ આખા દેશને શોકમાં ગરકાવ કરી દીધું હતું.

અંજારની રેલીની કરુણાંતિકાના તો એટલા ઘેરા પ્રત્યાઘાત પડયા હતા કે દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકા રાષ્ટ્રના પૂર્વ પ્રમુખ બિલ કિલન્ટન કચ્છ આવ્યા ત્યારે તેમણે હોનારતમાં જાન ગુમાવનારા માસૂમ ફૂલોને ગમગીની સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. આ બનાવે માનવીય સંવેદનાને રીતસર હચમચાવી મૂકી હતી.

આ પણ વાંચો: વલો કચ્છ: કચ્છની સ્વાદિષ્ટ દાબેલી

ભૂસ્તર વિજ્ઞાનના અભ્યાસુ ડૉ. મહેશ જી. ઠક્કરના જણાવ્યા અનુસાર, આ પહેલા 1819નો વિનાશક ધરતીકંપ મધ્ય અને પશ્ચિમ કચ્છમાં પ્રભાવી બન્યો હતો જ્યારે 2001ના ભૂકંપે મધ્ય અને પૂર્વ કચ્છને તબાહી આપીને માનવજાતને ઝંખવા મજબૂર કરી દીધા હતા. ખાસ કરીને અંજારના વિરહી માતાપિતાના આંસુઓથી રંજિત ધરતી માટે 26 જાન્યુઆરીની એ સવાર ક્યારેય ભુલાશે નહીં.

આ બાળકોથી વિમુખ થયેલા માતાપિતાની આંખોમાં ચમકતા આંસુઓ આજે પણ અંજારની ધરતીને ભીંજવે છે. આ બાળકો અને શિક્ષકોની યાદમાં `વીર બાળક સ્મારક’નું નિર્માણ કરવામાં આવ્યું છે. 3.15 એકર વિસ્તારમાં આ સ્મારક સૌના માટે કરુણાંતિકાની યાદને જીવિત રાખે છે. દરરોજ રાત્રે આ સ્મારકમાં દેખાતા તેજસ્વી કિરણો એ માસૂમ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પે છે અને શૂન્યથી નવસર્જન તરફની એક નવી રેખા દોરી જાય છે જે આજની પેઢી માટે શીખ છે કે હોનારતોની તરફેણમાં હંમેશાં સાવધાન રહેવું જોઈએ.

આ પણ વાંચો: વલો કચ્છ : કચ્છની અટલ સ્મૃતિ

જોકે, 1819 થી 2001ના ભૂકંપ સુધીમાં કોઇએ સભાનતા કેળવી ન હતી એટલે જ તો હજારોના મૃત્યુઆંકનો ખડકલો ઊભો થયો હતો. આપત્તિઓને નાબૂદ કરવું ભલે આપણા હાથમાં ન હોય પરંતુ સલામતી કેળવવી તો આપણાં હાથમાં છે. અંજારના આ દિવંગત બાળકોની શ્રદ્ધાંજલિ સાથે, કચ્છીઓએ એવું જીવન જીવવું જોઈએ કે જેમાં પ્રજાસત્તાક દિન માત્ર રજાનો દિવસ નહીં, પણ માનવતાની સંવેદનાને ઉજાગર કરતો બને.

ભાવાનુવાદ: 26 જાન્યુઆરી, 2001જો કારો ડીં ભારતજે ઇતિહાસમેં કડે ભુલી ન સગ઼ાજે ઍડ઼ા કચ્છજે
ભુકંપ લા જાધ રોંધો. જિત ગોજારે ભુકંપ થકી કચ્છજે
અંજાર સેરમેં પ્રજાસત્તાક ડીં જી રેલીમેં ભાગ ગિનંધલ
આસરે 185 બાર ને 20 જિતરા માસ્તરેંજો કરુણ અંત આયો જુકો ખાલી અંજારકે જ ન, પ સજે ડેસકે શોકમેં હલાય ડિનોં હો.

અંજારજી રેલીજી કરુણાંતિકાજા ત ઇતરા ઉના પ્રત્યાઘાત પ્યા હોઆ ક ધુનિયાજી મહાસત્તા ગણાઇંધલ અમેરિકાજા પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન કચ્છ આયા તેર હિન હોનારતમેં જાન ગવાઇંધલ માસુમ ફુલડેંકે ડુસકા ભરંધે શ્રદ્ધાસુમન
અર્પણ ક્યો હો. હી ઘટના માનવીય સંવેધનાકે રીતસરજો ડગાઇ વિધો વો. ભૂસ્તર વિજ્ઞાનજ અભ્યાસુ ડો. મહેશ
જી. ઠક્કરજે હિસાભે, હિન પેલા 1819જો વિનાશક ભુકંપ મધ્ય ને પશ્ચિમ કચ્છમેં ત 2001જો ભુકંપ મધ્ય ને પૂર્વ કચ્છમેં તબાહી સર્જે ને માનવજાતકે લાચાર ભનાય વિધ વા. ખાસ ત અંજારજા વિરહી મા-પે જે આંસુએંસે રંજિત ધરતી લા 26 જાન્યુઆરીજી ઇ સવાર કડે ન ભુલાંધિ.

આ પણ વાંચો: વલો કચ્છ : ક્રાંતિતીર્થ ‘વીરાંજલિ ગેલેરી’નું આધુનિકીકરણ… ભુજ ઍરપૉર્ટને ‘ક્રાંતિકાર’નું નવું નામ?

હિન બારેં સે વિછુટા થેલ મા-પે જી અંખિયુમેં ચમકંધા આંસુ આજ પણ અંજારજી ધરતીકે ભિંજાઇયેંતા. હિન દિવંગતેજી જાધમેં `વીર બાળક સ્મારક’ જો નિર્માણ હિકડે઼-બો વરે પેલા જ કરેમેં આયો આય જુકો 3.15 એકર વિસ્તારમેં ફેલાયલ આય. હી સ્મારક મિડે઼લા કરુણાંતિકાજી જાધકે જીવંધો રખેતો નેં રોજ રાતોં હિન સ્મારકમેં ડસાંધ તેજસ્વી કિરણ ઇ માસૂમેંજી આત્માએંકે શ્રદ્ધાંજલિ અર્પેતા ને શૂન્યસે નવસર્જન જી નઇ રેખા તે ધ્યાન કેન્દ્રિત કરેતા. નેં જુકો અજજી પેઢી કે શીખ ડેંતા ક હોનારત સામે હંમેશાં સાવધાન રોંણૂં ખપે. જકા, 1819 નું 2001જે ભુકંપ સુધીમેં કો પણ સભાનતા ન રખેં વે ઇતરે જ ત હજારો મૃત્યુઆંકજો ઢગલો થિઇ વ્યો વો. આપત્તિકે રોકણું ભલે પાંજે હથમેં ન વે પ સલામતી રિખંણી ત પાંજે હથમેં આય. અંજારજે હિન દિવંગત બારેંજી શ્રદ્ધાંજલિ ભેરો, કચ્છીએંકે ન્યો જીયણ જિવેજી તિયારી મેં પ્રજાસત્તાક ડીં ખાલી
રજાજે ડીં તરીકે નં પણ માનવતાજી સંવેધનાકે ઉજાગર કરંધો ભનાઇણું ખપે.

અંતમેં કવિ તેજજી ધરતીકંપકે જાધ ડેરાઇંધલ રચના સાદર,
ધરતીકંપ મેં કઈ ધબજી વેઆ કઈ મરી વેઆ ચીસેં મેં!
કઇ વિચાડા જીયરા પેઆ-વા છણલ ભીંતે જે ભીંસે મેં!
કુઘરત જે હેન ખૂની ખોપ મેં એડ઼ા ડ઼િઠા કઈ કીસેં મેં!
ઘર છડે આંગણ મેં વૈઇ રેઆ ખનેર અપેઆ ખવીસેં મેં!
ભીખારી એં કે જલસા થી પેઆ ડાતાર ખાંખો ડીસેં મેં!
નાણા ધરતીકંપે ધબાણા ખીંચા ખાલી ખમીસેં મેં!
કો’ ડેવાણું ઈતરો ભોગ ડિનોં કો ખેરાતું ભરેઓં ખીસેં મેં!
કો રાહત નાલે નાણા ઉગારે શરીફેં કે ઉતારેઓં શીસેં મેં!
સચ્ચા સેવક દિલભર ધોડેઆ રાજકારણી રીસેં મેં!
`તેજ’ ચેં છાલ એડી આફત અચે-મં-કર્ડે ભવિષે મેં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button