ધ વન પર્સન્ટમેન
રિઝવાન સાજન
નાનકડી રકમ સાથે રિઝવાનભાઈએ બિલ્ડિંગ મટિરિયલ્સના વ્યાપારમાં ઝંપલાવ્યું. તેમને સમજાયું કે તેઓ બિલ્ડિંગ મટીરિયલ્સ સેલ્સના કામમાં માહેર છે અને તેમનો અનુભવ પણ છે આથી તેમણે ૧૯૯૩માં ડેન્યુબ બિલ્ડિંગ મટીરિયલ્સ નામની કંપની શરૂ કરી. જે નાનકડો છોડ આજે વટવૃક્ષ બની ગયો છે અને આજે ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ (જીસીસી)ના સૌથી મોટી કંપની બની ગઈ છે.
મુંબઈ સમાચાર ટીમ
સામાન્ય કુટુંબમાં જન્મેલો, મુંબઈની સાંકડી ગલીઓની એક રૂમની ચાલમાં રહેતો એક યુવાન ૧૬ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી દે છે, ૧૮ વર્ષની વયે વિદેશ જાય છે. અહીં પૈસા કમાય છે અને પરિવારને સધ્ધર કરે છે. આ યુવાનની જિંદગી માંડ પાટા પર ચડી હોય છે ત્યારે પરિસ્થિતિઓ બદલાય છે અને તેણે ફરી મુંબઈ આવી નાનામોટા કામ કરવા પડે છે. પણ યુવાનને ખબર છે કે તે આવા કામ માટે નથી બન્યો. આથી ફરી હિંમત કરી તે વિદેશની ધરતી પર નસીબ અજમાવવા નીકળી પડે છે. સખત મહેનત કરી એવા ઊંચા મુકામ સર કરે છે જેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય. હિન્દી ફિલ્મનો ૮૦ કે ૯૦ના દાયકાનો પ્લોટ યાદ આવી ગયો ને ? ના પણ આ કોઈ લેખકની કલમની કરામત નથી, પરંતુ એક મહેનતું, ઈમાનદાર અને જાંબાઝ વ્યક્તિના જીવન સંઘર્ષની કથા છે. આ વ્યક્તિનું નામ છે રિઝવાન સાજન. જી હા એ જ રિઝવાનભાઈ જે ડેન્યુબ ગ્રૂપના ફાઉન્ડર અને ચેરમેન છે અને વન પર્સન્ટ્ મેન તરીકે ખ્યાતિ ધરાવે છે. રિઝવાનભાઈની કંપની મિડલ ઈસ્ટની ટોપ કંપનીમાંની એક છે અને બિલ્ડિંગ મટીરિયલ્સ, સપ્લાય, હાઉસહોલ્ડ ફર્નિશિંગ, ડેકોર ઈન્ડસ્ટ્રી અને રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં તેમનો દબદબો છે. આ સાથે ડેન્યુબ હોસ્પિટાલિટી સોલ્યુશન્સ, સ્ટાર્ઝ મીડિયા (ફિલ્મફેર), અમેરિકન એસ્થેટિક સેન્ટર, કાસા મિલાનો પણ તેમના જ વેન્ચર છે. આજે મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકાના દેશોમાં જે ખઊગઅ છયલશજ્ઞક્ષના નામે ઓળખાય છે, તેમાં ૭૫ લોકેશન્સ પર તેમનું કામ ચાલી રહ્યું છે. તેમને ત્યાં ૪૫૦૦ લોકો કામ કરે છે અને ૧.૫ બિલિયન યુએસડી તેનું વાર્ષિક ટર્ન ઓવર છે. છ વાર ફોર્બ્સ મિડલ ઈસ્ટમાં તેમનું નામ ટોપ બિઝનેસ લીડર ઈન ધ યુએઈમાં આવ્યું છે અને તેઓ આ યાદીમાં સાતમા ક્રમે પણ રહી ચૂક્યા છે.
આ ટોપ કંપનીના માલિક આપણી મુંબઈના છે. ઘાટકોપરની ચાલમાં મોટા થયેલા રીઝવાનભાઈએ મુંબઈ સમાચાર સાથે પોતાની જીવન સફરના અમુક પ્રસંગો શેર કર્યા હતા ત્યારે તે સાંભળીને સમજી શકાય કે શૂન્યમાંથી સર્જન કરનારાઓ જીવનમાં કેવા સાહસો કરતા હોય છે અને અવરોધોનો સામનો કરી પ્રગતિની કેડી કંડારતા હોય છે તેનો ખ્યાલ આવે છે.
ખૂબ જ નિખાલસ અને હસમુખ સ્વભાવના રિઝવાનભાઈ એ દિવસો યાદ કરતા કહે છે કે મારા પિતાની આવક ખૂબ જ ઓછી હતી. અમે ઘાટકોપરની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. પિતાજીને ઘર માટેની લોટરી લાગી અને ઝૂંપડપટ્ટીમાંથી નાનકડી ચોલમાં શિફ્ટ થયા. તે સમયે પરિવાર માટે ઘરનું ઘર હોવાનો આનંદ કેવો હોય તે રિઝવાનભાઈને ખબર છે. નજીકની સરકારી સ્કૂલમાં રીઝવાનભાઈ ભણવા જતા. પોકેટમની કંઈ ખાસ મળે નહીં એટલે રોજ સમોસું ખાવું કે અન્ય છોકરાઓની જેમ મજા કરવી પોસાય તેમ ન હતી. જોકે રીઝવાનભાઈની વાતોથી લાગે છે કે તેઓ નાની ઉંમરથી જ જવાબદારીઓ સમજતા
મુંબઈની
સાંકડી ગલીઓની એક રૂમની ચાલમાં રહેતો એક યુવાન ૧૬ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી દે છે, ૧૮ વર્ષની વયે વિદેશ જાય છે. અહીં પૈસા કમાય છે અને પરિવારને સધ્ધર કરે છે. આ યુવાનની જિંદગી માંડ પાટા પર ચડી હોય છે ત્યારે પરિસ્થિતિઓ બદલાય છે અને તેણે ફરી મુંબઈ આવી નાનામોટા કામ કરવા પડે છે. પણ યુવાનને ખબર છે કે તે આવા કામ માટે નથી બન્યો. આથી ફરી હિંમત કરી તે વિદેશની ધરતી પર નસીબ અજમાવવા નીકળી પડે છે. સખત મહેનત કરી એવા ઊંચા મુકામ સર કરે છે જેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય. હિન્દી ફિલ્મનો ૮૦ કે ૯૦ના દાયકાનો પ્લોટ યાદ આવી ગયો ને ? ના પણ આ કોઈ લેખકની કલમની કરામત નથી, પરંતુ એક મહેનતું, ઈમાનદાર અને જાંબાઝ વ્યક્તિના જીવન સંઘર્ષની કથા છે.
૧૮મા જન્મદિવસે જ અંકલનો પત્ર મળ્યો અને તેમણે તેમને કુવૈત આવવા કહ્યું. રિઝવાનભાઈ માટે આ ખૂબ જ સારી તક હતી અને તેમણે તે ઝડપી લીધી. તેમના અંકલનો કુવૈતમાં બિલ્ડિંગ મટીરિયલ્સનો બિઝનેસ હતો. સેલ્સમેનશિપમાં માહેર રિઝવાનભાઈએ અંકલના આ બિઝનેસને ફેલાવવામાં મદદ કરી અને આ કામ કરતા રિઝવાનભાઈને પોતાનામાં જે લીડરશિપના ગુણો છે તનો પણ અહેસાસ થયો. પરિવાર પણ સારું જીવન પસાર કરતો થયો. ત્યારબાદ બહેનના લગ્ન થયા ને તે બાદ રિઝવાનભાઈના પણ લગ્ન થયા. જીવન સારું પસાર થઈ રહ્યું હતું ત્યાં ફરી કસોટીનો સમય આવ્યો. ૧૯૯૧માં ગલ્ફવોર ફાટી નીકળી ને રિઝવાનભાઈએ ફરી મુંબઈ આવવાનો નિર્ણય લીધો. મુંબઈમાં બાન્દ્રામાં સારું ઘર લીધું અને પરિવાર સાથે રહ્યા. અહીં ફરી નવા ધંધામાં હાથ અજમાવ્યો, પણ મન બીજે જતું હતું. તેમને પોતાની તાકાત અને આવડતનો ખ્યાલ હતો. તેમને થયું કે આ કામ માટે તો તેઓ નથી.
મિ. રિઝવાન સાજન ફિલ્મો અને સંગીતના જબરા શોખિન છે. ઘણા બોલીવૂડ ફિલ્મસ્ટાર સાથે તેમનો ઘરોબો છે. તેમણે ફિલ્મફેર મેગેઝિનની ફ્રેન્ચાઈઝી પણ લીધી છે, જેની હજારો કોપી વેચાય છે. તો સાથે તેઓ ફિલ્મફેર મિડલ ઈસ્ટ અચિવર એવૉર્ડ્સ પણ ઓર્ગેનાઈઝ કરે છે. રિઝવાનભાઈ કહે છે કે અમે દુબઈમાં આવીને વસી ગયા છીએ અને દુબઈ હવે અમારામાં વસી ગયું છે, પણ અમે ભારતીયતાનો રંગ પણ જાળવી રાખ્યો છે.
મિ. રિઝવાન સાજન
તેમની એલ્યુકૉપનેલ વર્ટિકલમાં કામકાજની સમીક્ષા કરી રહ્યા છે. દરમિયાન આપણે તેની સફર વિશે વાત કરીએ. પૈસાની અછતવાળા પરિવાર માટે ઘરનું ઘર ખરીદવું કેટલું અઘરું છે તે રિઝવાનભાઈને કોઈએ સમજાવવાની જરૂર ન હતી. પોતે આ વાતનો અનુભવ યુવાવયે જ કરી ચૂક્યા હતા કે નાનકડું કે મોટું ઘરનું ઘર હોય તે કોઈનું પણ સ્વપ્ન હોય. આથી તેમણે એક સ્કીમ બહાર પાડી. વન પર્સન્ટ સ્કીમ. આ સ્કીમ અંતર્ગત પ્રોજેક્ટ જ્યારે ૬૦ ટકા પૂરો થાય ત્યારે બૅન્ક બાકીની ૪૦ ટકા રકમ આપે. આ સ્કીમથી ગ્રાહકો, કંપની અને બૅન્ક ત્રણેયને ફાયદો પણ થતો અને ત્રણેય માટે સરળતા પણ રહેતી. જોકે સૌથી વધારે ફાયદો ગ્રાહકોને થતો. તેમણે બૅન્ક પાસેથી લોન લેવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. તેમણે ડેવલપરને દર મહિને પોતાના ફ્લેટની કુલ કિંમતના માત્ર એક ટકા કિંમત આપવાની રહે છે. ૮૫ ટકા જેટલા પગારદાર લોકો માટે આ સ્કીમ બહુ મોટી રાહત સાબિત થઈ. અત્યાર સુધીમાં તેમણે હજારો લોકોના ઘરના ઘરનું સ્વપ્ન પૂરું કર્યું છે.