ઉત્સવ

ઞઈૠના નવા નિયમ: કૉલેજ શિક્ષણનો પ્રવાહ સાવ પલટાઈ જશે…

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ વિદ્યાર્થીઓ માટે બહુ આવકારદાયક છે. અનુકૂળ આવે એ રીતે ડિગ્રી લેવાની એમને સગવડ મળશે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૨૦૨૨માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે ‘નેશનલ એજ્યુકેશન પૉલિસી (ગઊઙ),૨૦૨૦ને મંજૂરી આપી ત્યારે તેમાં ધોરણ ૧૨ પછીના શિક્ષણ એટલે કે અંડર ગ્રેજ્યુએટ (યુજી) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) અભ્યાસક્રમોમાં ધરમૂળથી ફેરફાર કરવાની ઇચ્છા પણ જાહેર કરી હતી.

આ દિશામાં મહત્ત્વનું પગલું ભરીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ઞઈૠ)એ ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા છે. દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (ઇંઊઈંત)માં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે લઘુતમ ધારાધોરણો માટેના યુજીસીના ડ્રાફ્ટ નિયમો જોયા પછી લાગે કે, ભારતમાં હાલના શિક્ષણની તરાહ છે એ બહુ જલદી બદલાઈ જશે.

આ નિયમો દ્વારા યુજીસીનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (ગઊઙ) ૨૦૨૦ને અનરૂપ ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા સ્થાપિત કરવાનો અને હાલની વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો છે એવું ઉમેરવાની જરૂર નથી.
ડ્રાફ્ટ નિયમોમાં યુજીસીએ કેટલાક મૂળભૂત ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બધા નિયમોને મંજૂરી મળશે કે નહીં એ ખબર નથી, પણ આ નિયમો સાચા અર્થમાં અમલી બનશે તો ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંપૂર્ણપણે બદલાઈ જશે. આ નવા નિયમો હેઠળ વિદ્યાર્થીઓને હવે ધોરણ ૧૨માં પસંદ કરેલી સ્ટ્રીમ કે ડિસિપ્લિમાં કાયમ માટે બાંધી નહીં દેવાય. નવા નિયમો વિદ્યાર્થીને કોઈ પણ ક્ષેત્રમાં અન્ડર ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવાની મંજૂરી આપે છે, ઇચ્છા થાય તો વચ્ચે કોર્સ બદલવાની તક પણ આપે છે અને એમને અનુકૂળ આવે એ રીતે ડિગ્રી લેવાની સગવડ પણ આપે છે.

આમાં સૌથી મહત્ત્વનો નિયમ એ છે કે, ધોરણ ૧૨ અથવા તેની સમકક્ષના કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થી કોઈ પણ વિદ્યાશાખામાં એમનો અંડરગ્રેજ્યુએટ કોર્સ કરી શકે છે. અત્યારે સાયન્સનો વિદ્યાર્થી સાયન્સનો જ વિષય લઈ શકે કે આર્ટ્સનો વિદ્યાર્થી આર્ટ્સનો જ વિષય લઈ શકે એવાં જે નિયંત્રણો છે એ હટી જશે. આનાથી શિક્ષણ સાચા અર્થમાં મુક્ત બનશે. હા, કોઈ પણ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે.

યુજીસીએ નક્કી કરેલી રાષ્ટ્રીય સ્તરની અથવા યુનિવર્સિટીસ્તરની પ્રવેશ પરીક્ષા પાસ કરનાર ઇચ્છે તે સ્ટ્રીમમાં જઈ શકશે. એ જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પણ વિદ્યાર્થી કોઈ પણ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. તેમાં પણ શરત એ જ છે કે, પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. વિદ્યાર્થીએ ગ્રેજ્યુએશનમાં ક્યો વિષય રાખ્યો હતો કે ક્યા કોર્સમાં હતો તેના આધારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન નહીં નક્કી થાય, પણ એન્ટ્રન્સ એક્ઝામના આધારે પ્રવેશ મળશે. તેના કારણે વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. વિદ્યાર્થીઓને બારમા ધોરણમાં કોઈ સ્ટ્રીમ લઈ લીધા પછી કે કોઈ કોર્સમાં પ્રવેશ લઈ લીધા પછી બીજા કોર્સમાં વધારે રસ પડે તો એની પાસે કોર્સ કે સ્ટ્રીમ બદલવાનો વિકલ્પ હશે.

બીજું મહત્ત્વનું સૂચન વર્ષમાં બે વાર પ્રવેશપ્રક્રિયાનું છે. યુજીસીની દરખાસ્ત છે કે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર એટલે કે જુલાઈ/ઑગસ્ટ અને જાન્યુઆરી/ફેબ્રુઆરીમાં ઉચ્ચ અભ્યાસ માટેના કોર્સમાં પ્રવેશની તક મળે કે જેથી પહેલી વારમાં રહી ગયા હોય કે વિચાર બદલાય તો બીજી વાર નવી તક મેળવી શકે.

યુજીસીએ નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક (ગઈિઋ) બનાવવાની પણ દરખાસ્ત મૂકી છે. આ ફ્રેમવર્ક હેઠળ વિદ્યાર્થીઓ જે ક્રેડિટ મેળવે તેમાં કેટલીક ક્રેડિટ જે તે કોર્સ માટે જરૂરી હશે, પણ બાકીની ક્રેડિટ્સનો ઉપયોગ સ્કીલ ડેવલપમેન્ટ, એપ્રેન્ટિસશિપ અથવા મલ્ટિડિસિપ્લિનરી વિષયો માટે કરી શકાશે. એ વખતે ડિગ્રી કરી હોય એ ડિસિપ્લિનમાં ક્રેડિટના ૫૦ ટકા સ્કોર ગણાશે આ ઉપરાંત વિદ્યાર્થી અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામના બીજા, ત્રીજા અને ચોથા વર્ષમાં અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મેળવી શકે છે. મતલબ કે, અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવા ચાર વર્ષ કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવા માટે બે વર્ષ ભણવું નહીં પડે. નોકરી કરનાર કે ઘરે રહીને ભણનાર નેશનલ ક્રેડિટ ફ્રેમવર્કમાં સ્કોર ક્રેડિટ કરીને છેલ્લા વરસમાં સીધો પ્રવેશ મેળવીને અંડર ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી શકશે. આ રીતે વિદ્યાર્થીઓની પસંદગીઓ અને શૈક્ષણિક ક્ષમતાઓના આધારે અંડર ગ્રેજ્યુએટ ડિગ્રીને વધારે કે ઓછા સમયમાં મેળવવાનો વિકલ્પ આપે છે.

આ વિકલ્પ હેઠળ એક્સિલરેટેડ ડિગ્રી પ્રોગ્રામ (અઉઙ) પસંદ કરનાર વિદ્યાર્થીઓ ટૂંકા ગાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. વિદ્યાર્થી ઓછા સમયમાં ક્રેડિટ સ્કોર કરીને ઝડપથી ડિગ્રી મેળવી શકે છે, જ્યારે એક્સટેન્ડેડ ડિગ્રી પ્રોગ્રામ (ઊઉઙ) હેેઠળ એજ્યુકેશનલ શૈક્ષણિક ક્રેડિટ્સ પૂરી કરવા માટે વધારાનો સમય મળશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (ઇંઊઈંત) પોતાને ત્યાં ભણતા વિદ્યાર્થીઓમાંથી ૧૦ ટકા વિદ્યાર્થીઓને એડીપીની મંજૂરી આપી શકશે.

વિદ્યાર્થીએ પ્રથમ અથવા બીજા સેમેસ્ટરના અંત સુધીમાં પોતે એડીપી, ઈડીપી કે નોર્મલ કોર્સ પસંદ કરે છે એ કહેવું પડશે. એડીપી માટે ક્યા વિદ્યાર્થી લાયક છે એ નક્કી કરવા માટે સંસ્થાની જ બનેલી સમિતિ આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીની કામગીરીનું મૂલ્યાંકન કરશે. આ જોગવાઈ હેઠળ, પ્રોગ્રામનો મૂળ સમય ભલે ગમે તેટલાં વર્ષ હશે, પણ વિદ્યાર્થી દ્વારા પસંદ કરાયેલાં વરસોના આધારે સેમેસ્ટર દીઠ કોર્સની સંખ્યા અને પેપર બદલાશે.

ભારતમાં અંડર ગ્રેજ્યુએટ એટલે કે યુજી ડિગ્રીનો સમયગાળો સામાન્ય રીતે ત્રણથી ચાર વર્ષનો હોય છે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે પીજી પ્રોગ્રામ્સ એકથી બે વર્ષનો હોય છે. ચાર વર્ષની યુજી ડિગ્રી મેળવ્યા પછી વિદ્યાર્થી બે વર્ષના પીજી પ્રોગ્રામ માટે લાયક ઠરે છે. આ વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહી કરાય, પણ વિદ્યાર્થી ડિગ્રી મેળવે ત્યારે તેમાં કઈ રીતે કોર્સ પૂરો કર્યો તેનો ઉલ્લેખ હશે.

આ તો યુજીસીના સૂચિત નિયમોની ઉપરછલ્લી અને મહત્ત્વના નિયમોની વાત કરી, પણ તેના પરથી જ ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં કેવા ફેરફાર આવશે તેનો સંકેત મળી જાય છે. આ નિયમોનો ચુસ્ત રીતે અમલ જરૂરી છે કેમ કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ બિબાંઢાળ અને પુસ્તકિયું બની ગયું છે. પુસ્તકિયા જ્ઞાનના બદલે સ્કિલનું શિક્ષણ વધારે જરૂરી છે ને ટેકનૉલૉજી આધારિત શિક્ષણ જરૂરી છે.

આ પ્રકારનું શિક્ષણ દેશમાં કઈ રીતે ક્રાંતિ લાવી શકે તેનું ઉદાહરણ રાજીવ ગાંધીની ૧૯૮૬ની શિક્ષણ નીતિ છે. રાજીવે શિક્ષણને બિબાંઢળ ઘરેડમાંથી બહાર કાઢીને ટેકનૉલૉજી આધારિત શિક્ષણ વધે એ પ્રકારની નીતિ બનાવી હતી. એ વખતે કમ્પ્યુટર ભારતમાં આવ્યાં જ નહોતાં એમ કહીએ તો ચાલે. રાજીવે કમ્પ્યુટરને પણ શિક્ષણમાં સમાવી લીધેલું ને ઉચ્ચ શિક્ષણમાં તેને લગતા કોર્સીસ શરૂ કરાવેલા. રાજીવનો ઉદ્દેશ સારો હતો ને તેમણે બહુ મોટું કામ કરેલું. તેના કારણે ભારતમાં ભવિષ્યનો પાયો નખાયો. આજે ભારત આઈટીમાં આઉટસોર્સિંગ માટેનું હબ છે તેનું શ્રેય રાજીવ ગાંધીની શિક્ષણ નીતિને જાય છે. હવે યુજીસીના નવા નિયમો વિદ્યાર્થીઓ પરથી શિક્ષણનો બોજ ઘટાડવા માટે છે તેથી આશા રાખીએ કે, આ ઉદ્દેશ પાર પડે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button