ઉત્સવ

આઈપીઓની માર્કેટ…? યસ, ૨૦૨૪માં પણ રહેશે તેજ !

કારણ કેફોરેન ઈન્વેસ્ટર્સને પબ્લિક ઈસ્યૂઝમાં પણ લાભ દેખાય છે…. આમ છતાં, આ માહોલમાં જૂના-નવા અનુભવો યાદ કરજો

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

તાજેતરમાં આપણે સેક્ધડરી માર્કેટની તેજી અને ટ્રેન્ડ વિશે તો સતત સાંભળીએ-વાંચીએ તો છીએ, પણ આ સાથે છેલ્લા ત્રણેક મહિનાથી પ્રાઈમરી માર્કેટ અર્થાત ‘આઈપીઓ’ માર્કેટની ચર્ચા પણ જોરમાં ચાલી છે. શેરબજારમાં એફઆઈઆઈ-એફપીઆઈ કેટલી ખરીદી-વેચાણ કરે છે? નેટ બાયર્સ છે કે નેટ સેલર્સ છે એ જાણવાની ઉત્સુકતા વ્યાપક રહેતી હોય છે. આ માહિતી તેજી કે મંદીના કારણ પણ બનતી હોય છે. સેન્ટીમેન્ટને અસર પણ કરતી હોય છે. આ વખતે નવી વાત એ જોવા મળી કે એફપીઆઈ સેક્ધડરી માર્કેટમાં વેચાણ કરી રહયા હતા, જયારે કે પ્રાઈમરી માર્કેટમાં ખરીદી કરી રહ્યા હતા. નવેમ્બરના ડેટા મુજબ,
એફપીઆઈ તરફથી સ્ટોક માર્કેટમાં ૬૮૭૭ કરોડ રૂપિયાના શેર્સનું વેચાણ થયું હતું.એની સામે આઈપીઓમાં ૭૬૮૮ કરોડ રૂપિયાની ખરીદી થઈ હતી. આ રોકાણ ૨૩ મહિનાની સૌથી ઊંચી સપાટી હતી. આમ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સનો આઈપીઓ પ્રેમ પણ માર્કેટ માટે પ્રોત્સાહક બની રહ્યો છે.

તાતા ટેક્નોલોજીના શેર સહિત તાજેતરમાં શેરબજારમાં કેટલાંક કંપનીઓના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થયું, જેને પગલે દેશમાં આઈપીઓની કતાર લાગી. શું આ ટ્રેન્ડ ૨૦૨૪માં પણ ચાલુ રહેશે? તો જવાબ છે હા….

સ્થાનિક માગ ખૂબ મજબૂત હોવાથી આઈપીઓ સફળ થતા જોવા મળશે. વિદેશી સંસ્થાકિય રોકાણકારો (એફઆઈઆઈ)ની માગ સામે સ્થાનિક માગ વધતાં સંતુલન થયેલું જોવા મળે છે. આનાથી જે પરિણામ પ્રાપ્ત થાય છે તે શેર ખરીદનારા અને વેચનારા- બંને માટે ફાયદાકારક છે. આનો લાભ અર્થતંત્ર અને ઉદ્યોગોને પણ મળે જ છે.

બજારની તાજી પરિસ્થિતિ વિશે ભારતના કોર્પોરેટ જગતના દિગ્ગજો પણ ખૂબ સમજી-વિચારીને નિર્ણયો લેતા થયા છે. તેથી, આફ્ટર માર્કેટમાં સ્ટોક કેવી રીતે ટ્રેડ થાય છે અને આઈપીઓ માટે તેની કિંમત નક્કી કરવાનો નિર્ણય મહત્ત્વનો બની રહે છે. ૨૦૨૪ના મધ્યમાં લોકસભાની ચૂંટણીના સંભવિત પરિણામ માટે અત્યારથી મોદી સરકાર માટેનો આશાવાદ ઊંચો હોવાથી તેજીનો દોર ચાલુ રહેવાની આશા પણ ઊંચી છે.

હા, જો પરિણામમાં કોઈ આંચકા ને આશ્ર્ચર્ય નહીં આવે તો પરિણામ પછી ના સમયગાળામાં પણ માર્કેટનો બુલિશ ટ્રેન્ડ પણ ચાલુ રહેશે.

આઈપીઓના ભાવો કરતાં ફંડા જોજો…હાલ તો પ્રથમદર્શી રીતે લાગે છે કે આપણે મહદઅંશે તંદુરસ્ત આઈપીઓ ચક્રના આરંભે ઊભાં છીએ. ૨૦૨૨ માં આવેલા આઈપીઓ સામે ૨૦૨૩માં નોંધપાત્ર વધુ આઈપીઓ આવ્યા અને હજી ઘણાં કતારમાં છે.

આ વર્ષમાં આઈપીઓ મારફત ૪૬ કંપનીએ રૂ. ૪૧,૦૯૫ કરોડ એકત્ર કર્યા છે. બીજી ૧૬૧ નાની અને મધ્યમ કદની કંપનીઓએ પણ જંગી ભંડોળ એકત્ર કર્યુ છે. આશરે ૩૩ કંપનીએ રૂ.૩૩,૩૯૦ કરોડ આઈપીઓ મારફત એકત્ર કરવાની મંજૂરી મેળવી લીધી છે અને બીજી ૩૫ કંપની મંજૂરીની રાહ જોઈ રહી છે. આ કંપનીઓ રૂ. ૩૭,૭૫૦ કરોડ ઊભા કરશે.

આ તો થઈ માત્ર આંકડાઓની વાત, જેમાં કયાંક આગળ પાછળ થઈ શકે, પરંતુ રોકાણકારોની માનસિકતામાં આ વખતે ફરી એ જ ઉત્સાહ છે. ઈન્વેસ્ટરો જ્યારે પ્રાઈમરી માર્કેટમાં સક્રિય થાય છે ત્યારે એ બધા એકસાથે અનેક પ્રકારનાં જોખમ ખેડે છે. બજારમાં પ્રવાહિતા પર્યાપ્ત પ્રમાણમાં હોય-સેન્ટિમેન્ટ સ્થિર અથવા તેજીમાં હોય અને ઈન્વેસ્ટરો ઊંચા ભાવે શેર ખરીદવા તત્પર દેખાતા હોય ત્યારે પ્રમોટરો પણ આઈપીઓ લાવવા માટે સક્રિય થઈ જાય છે. કેટલીક કંપની આનો લાભ લેવા તો અમુક કંપની ગેરલાભ લેવા પણ આવે છે.

આ બધા વચ્ચે,વર્તમાન બુલિશ ટ્રેન્ડને ધ્યાનમાં રાખી વધુ કંપનીઓ આઈપીઓ લાવવા પ્રેરાશે, જે પ્રવાહિતાના જોર સાથે છલકાશે પણ ખરાં, પરંતુ એમના ભાવ કેટલાં અને કયાં સુધી માર્કેટમાં ઊંચા રહેશે એ કળવું કે કહેવું કઠિન છે. આ માટે જ ભાવ કરતાં કંપનીઓના ફંડામેન્ટલ્સ-વિકાસલક્ષી અભિગમ- મેનેજમેન્ટનાં લક્ષ્યો-નીતિઓ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. ભાવોને તો બજારમાં રમાડી શકાય છે, પણ આવી રમત રમતા લેભાગુઓની જાળમાં આવવાથી બચવું મહત્ત્વનું છે.

૨૦૨૪માં વર્તમાન સરકારની જંગી જીત થશે તો સેક્ધડરી માર્કેટ અને પ્રાઈમરી માર્કેટ બંને વધુ તેજ સાથે દોડશે. ગયા નવેમ્બર-ડિસેમ્બરમાં આઈપીઓ માર્કેટમાં મોટો જુવાળ જોવા મળ્યો હતો. અનેક બમ્પર લિસ્ટિંગ થયા. એ જોતા આઈપીઓ માટે આવતું વર્ષ પણ આટલું જ સરસ જાય એવી ધારણા છે. ઝડપી નફાકારકતાની આશાએ પણ આઈપીઓની ડિમાંડમાં વધારો થાય છે.ઘણી મોટી સંખ્યામાં રીટેલ ઈન્વેસ્ટરો સામાન્ય રીતે આઈપીઓમાંથી ટુંકાગાળા માટે જ શેર મેળવવાનું વધુ પસંદ કરતા હોય છે. ખાસ કરીને બજાર તેજીના મૂડમાં હોય ત્યારે…. એ લાંબા ગાળાના ઈન્વેસ્ટમેન્ટ માટે નહીં, પણ લિસ્ટિંગ ગેઈનનો તાત્કાલિક લાભ મેળવવાના ઈરાદા સાથે આઈપીઓમાં ઝંપલાવતા છે.

જો કે, આ વાજબી અભિગમ નથી. માત્ર લિસ્ટિંગનો લાભ લેવાની વૃત્તિ ટાળવી જોઈએ. ધારો કે શેરનું ભરણું ઘણું છલકાઈ ગયું હોય ત્યારે શેરની ફાળવણીની તક ઘટી જાય ત્યારે મર્યાદિત વર્ગને જ શેર મળે છે. ધારો કે શેરની ફાળવણી થાય તો પણ લિસ્ટિંગના દિવસે નુકસાન જવાની સંભાવના હોય છે અથવા ઉછાળાની શકયતા પણ હોય છે. શોર્ટટર્મ રોકાણકારો આ સમયમાં જ પોતાનો ખેલો ખેલી લેતા હોય છે, જેમાં ઘણીવાર એવું બને છે કે એક-બે જ ખરાબ પરિણામને લીધે તમે અગાઉ મેળવેલા બધા લાભને ભુંસી શકે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ લિસ્ટિંગના લાભનો વિશ્ર્વસનીય સંકેત આપતું નથી. તેથી એવા ટ્રેન્ડમાં જોડાતા પહેલાં નક્કી કરી લેવું જોઈએ.

ધારો કે તમે લિસ્ટિંગનો લાભ લેવા ખાતર જ ઝંપલાવ્યું હોય અને તમને લાભ ન મળે તો તમારે શું કરવું છે લોસ બુક કરી નીકળી જવું છે કે પછી હોલ્ડ કરવું ? અહીં માત્ર આઈપીઓના ઉન્માદમાં ઢસડાઈ જવાનું ટાળવું જોઈએ. રિટેલ રોકાણકારોએ મોટા જોખમ ધરાવતા આઈપીઓમાંથી ઝડપી લાભ ખાટી જવાની લાલચ રાખવાને બદલે મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા લિસ્ટેડ શેરોના સ્થિર વળતરને વળગી રહેવું જોઈએ.આવા વખતે જૂના કિસ્સાઓ યાદ કરજો…

બજાર હાલ એકંદર મજબૂત સ્થિતિમાં છે. વૈશ્ર્વિક સ્તરે વિવિધ પ્રકારની અનિશ્ર્ચિતતાને કારણે આ વર્ષના આરંભે આર્થિક પ્રવૃત્તિઓ મંદ રહી હતી, પરંતુ ગયા એપ્રિલ પછી તેમાં તેજી આવવાની શરૂઆત થઈ હતી. ‘મેનકાઈન્ડ ફાર્મા’ના આઈપીઓએ બજારમાં નવા પ્રાણ પૂર્યા તે પછી બજારની તેજીએ પાછું વાળીને જોયું નથી. ૨૦૨૧માં, ઘણી કંપનીએ નફાકારકતાના મર્યાદિત ટ્રેક રેકોર્ડ સાથે મૂડી ઊભી કરી હતી. આજે, સતત નફાકારકતા અને કમાણીના ગુણાકાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આને કારણે જ ઈન્વેસ્ટરો નવા આઈપીઓમાં વિશેષ રસ લેતા થયા છે. રોકાણકારોએ માત્ર વેલ્યુએશનના જોર પર ચાલતી, પણ વાસ્તવમાં જંગી ખોટ કરતી કંપનીઓ ટાળવી જોઈએ. કેટલાંક સ્ટાર્ટ અપ્સ અને માર્કેટિંગ મારફત હાઈપ ઊભો કરીને ઊંચા બ્રાન્ડ નામ બનાવી હાઈ પ્રાઈસ લઈ જનાર આઈપીઓવાળી કંપનીઓથી બચવાની સ્માર્ટનેસ કેળવવી જોઈશે. હજી છેલ્લાં બે વરસમાં જ આવા કારનામાં કેટલીક કંપની બતાવી ગઈ છે, એ પહેલા પણ લેભાગુ કંપનીઓ-પ્રમોટરોના ઘણાં કિસ્સા બન્યા છે. …

કરોગે યાદ તો હર બાત યાદ આયેગી…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો