ઉત્સવ

અયોધ્યાની ઐતિહાસિક ઘટના સમગ્ર ભારતનું પ્રેરક બળ બની રહેશે…

અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ સાથે કેન્દ્ર સરકારે યુપીના અર્થતંત્ર અને સમાજતંત્રને પરિવર્તનની જે અદભુત ભેટ આપી છે એનાં ફળ સમગ્ર દેશને અનેકવિધ સ્વરૂપે મળતા રહેશે.

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

ક્યારેક એકાદ કદમ જ ઈતિહાસ પલટી નાખે તો એ ઐતિહાસિક ઘટના કહેવાતી હશે. ઘણીવાર આવાં કદમ પહેલી નજરે સાધારણ લાગે પછી એ ઈતિહાસ સર્જતા હોય છે.
૨૨ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા એ એક આવું જ કદમ છે એ તે જ પળે પુરવાર થઈ ગયું. કદાચ આ એક જ પગલું ભારતના ભાગ્યને નવસેરથી લખવા માટે પ્રેરશે એવું કહેવામાં અતિશયોક્તિ લાગે તો ભલે લાગતી.

મોદી સરકારની આ દિવસની જે રીતે દબદબાપૂર્ણ ઉજવણી કરી એને પ્રત્યેક્ષ કે ટીવી પર પરોક્ષ રીતે નિહાળી છે- માણી છે એ બધા સાક્ષી છે કે ભારતના વિકાસની યાત્રામાં આ એક અવશ્ય નવી ઊર્જાનું સિંચન કરશે.

અનેક વાંકદેખા આ ઘટનાને માત્ર રાજકીય દ્રષ્ટિથી જોઈને એનું ભલે પૃથક્કરણ કરે, પણ આ ઘટનાને સામાજિક- આર્થિક-સાંસ્કૃતિક પરિવર્તનની દ્રષ્ટિથી જોવી જરૂરી છે.

આ વાતનો પ્રારંભ કરતાં પહેલાં આપણે મોદી સરકારના અન્ય કેટલાંક આવા એક કદમને જોઈએ, જેણે ઈતિહાસ રચ્યો છે અથવા રચવાની દિશામાં છે.

વડોદરામાં સરદાર પટેલનું સૌથી ઊંચું ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની પોઝિટિવ અસર સતત જોવા મળે છે.

આવું બીજું પગલું ગાંધીનગરની ‘ગિફટ સિટી’ છે, જયાં આજે અનેક મલ્ટીનેશનલ કંપનીઓ, બેંકો, નાણાં સંસ્થાઓ, એકસચેંજીસ, વગેરે સહિત એક નેશનલ તેમ જ ગ્લોબલ ફાઈનાન્સિયલ હબ તરીકે ઊભરાઈ રહ્યું છે. સુરતને ડાયમંડ બુર્સ આપ્યું, અમદાવાદને વર્લ્ડકપની ફાઈનલ મેચ આપી… કચ્છને અનોખો રણોત્સવ આપ્યો અને હવે ‘ફિલ્મફેર એવોર્ડસ’ સમારંભ દ્વારા બોલિવુડને આકર્ષવામાં આવશે… આમ જે-તે શહેરો-રાજ્યોનું આકર્ષણ અને આવક વધે એ સાથે એના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ સુધારા થાય એ પણ એક પ્રકારનો વિકાસ જ છે…આવાં કદમ સતત મંડાઈ રહ્યા છે. હજી ઘણું થવાનું બાકી છે ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ ની સફળતા હવે નવો ઈતિહાસ લખી રહ્યું છે.

આ માત્ર ગુજરાતની સફળતા નથી. સમગ્ર રાષ્ટ્રની સફળતા છે. ગુજરાતની જેમ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ અયોધ્યા-ઉત્તર પ્રદેશ માટે એક જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ બનશે. આ ઐતિહાસિક અવસરને પગલે અહીં ટુરિઝમ, હોટેલ ઉધોગ, રિઅલ્ટી સેકટર, શૈક્ષણિક ક્ષેત્ર, ટ્રાન્સપોર્ટેશન સહિત માળખાંકીય ક્ષેત્રનો જબરદસ્ત વિકાસ જોવાશે અહીંના સ્થાનિક નાના-મોટા વેપાર-ધંધા ધમધમશે, જેની સૌથી મોટી સકારાત્મક અસર યુપીના અર્થતંત્ર પર પડશે, સામાન્ય પ્રજાની આવક વધવા સાથે લોકોનો વપરાશ પણ વધશે, બચત વધશે. આ રાજયનો જીડીપી તો વધશે, સાથે-સાથે યુપીનો કાયાકલ્પ થશે ને ગ્લોબલ સ્તરે પણ યુપી એક નવી ઈમેજ પ્રાપ્ત કરશે.

હવે બદલનારા ચિત્રનો વિચાર કરી મોટી અને મોર્ડન હોટેલ્સ બનવા લાગી છે.. સામાન્ય પ્રજાને ધ્યાનમાં રાખી અહીં ધર્મશાળાઓ, મધ્યમ વર્ગ માટેની હોટેલ્સ, વગેરે પણ નવી સવલતો સાથે આકાર પામશે. અહીં વિરાટ એરપોર્ટ કાર્યરત થઈ ગયું હોવાથી વિવિધ ઉદેશ સાથે પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓનો પ્રવાહ આવતો રહેશે. વિદેશી અને બિન-રહીશ ભારતીયોનો પણ મોટેપાયે સમાવેશ હશે. અહીંના રોડ, હાઈવે, ટ્રાન્સ્પોર્ટ સુવિધા, પાકિર્ર્ંગ લોટસ, રેસ્ટોરન્ટસ, ટેમ્પલ મ્યુઝિયમ સહિત વર્લ્ડ કલાસ ફેસિલિટીઝ ઊભી કરવામાં આવી રહી છે, અહીં ઊભા થનારા ટેમ્પલ મ્યુઝિયમમાં ભારતનાં તમામ મંદિરોનો ઈતિહાસ અને મહત્ત્વ સમજાવાશે, જેમાં દરેક વયના
ગ્રુપને શ્રીરામના જીવનથી પરિચિત કરાવવાનો
પણ ઉદેશ હશે, જેથી નવી પેઢીઓમાં આ વિચારધારા પ્રસરતી રહે. અહીં ભારતની
સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી ડિઝની વર્લ્ડ પણ બનાવવાની યોજના છે, જેનું નામ રામ વર્લ્ડ હશે, જ્યાં ભગવાન શ્રીરામના જીવનની કથા આધુનિક સ્વરૂપે પ્રસ્તુત કરાશે. અહીં સરદાર પટેલના ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કરતાં પણ વધુ ઊંચું ભગવાન શ્રીરામનું સ્ટેચ્યૂ બનશે, જે વિશ્ર્વનું સૌથી મોટું સ્ટેચ્યૂ હશે….
સોલાર પાવર્ડ મિનિ ક્રૂઝ શીપ સહિત સમગ્ર અયોધ્યા અને પછી યુપીને સોલારથી વીજળી ઉપલબ્ધ બનાવવાનું પણ લક્ષ્ય છે.

ટૂંકમાં વૈશ્ર્વિક આધ્યાત્મિક સ્થળ અયોધ્યાને ટ્રેડિશન લુક સાથે અત્યાધુનિક સ્વરૂપ આપી એને એક સાવ જ નોખા સ્વરૂપનું શહેર બનાવવામાં આવશે.

એક ગ્લોબલ સંસ્થાના અભ્યાસ મુજબ અયોધ્યાના મંદિર નિર્માણને પરિણામે હવે અહીં દર વરસે પાંચ કરોડ પ્રવાસીઓ આવવાનો અંદાજ છે, અયોધ્યાની ભવ્યતા, આસ્થા, સુવિધા સહિતનાં અનેકવિધ પરિબળોને લીધે આગામી સમયમાં અયોધ્યા ખ્રિસ્તીઓના વેટિકન અને મુસ્લિમોના મક્કા કરતાં પણ આકર્ષક પવિત્ર સ્થળ બની જાય એવી શક્યતા ઊંચી છે.

આમ અત્યારે તોરૂ એમ પણ કહી શકાય કે યે તો ટ્રેલર હૈ…, પિકચર અભી બાકી હૈ!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો