પશ્ચિમ હિંદનાં કચ્છ-કાઠિયાવાડની ભાટિયા, લુહાણા વગેરે કોમો જૂના કાળથી દરિયાખેડુ વેપારીઓ તરીકે જાણીતી રહી છે
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી
જૂની મુંબઈના વિકાસમાં પારસી, ખોજા, ઈઝરાયલી, તે જ પ્રમાણે હિંદુઓમાં ભાટિયા, વાણિયા, લુહાણા, કચ્છી કોમોનો ફાળો મોટો હતો. ભાટિયાઓ મૂળ પંજાબ જેસલમેર ભણીના. કચ્છ-કાઠિયાવાડમાં એમની વસ્તી. કચ્છી તેમ જ હાલાઈ એમ બે એમની નાતજમાતો. ત્યાંથી ૧૮મી સદીના આરંભ અરધવળોટ આસપાસ વેપાર અર્થે મુંબઈ આવી વસ્યા.’ ‘ફકરાથી કુળકથાઓ’ પુસ્તકની પ્રસ્તાવના શરૂ થાય છે. લેખક – સ્વામી આનંદ. થોડા સમય પહેલાં ‘આનંદ ઉત્સવ’ ઉપક્રમે નવજીવન સાહિત્ય મંદિરે પ્રકાશન કરેલ સ્વામીના અપ્રાપ્ત સમગ્ર સાહિત્યને હોંશે હાથ વગાડી શકાશે. તેમના પરિચયમાં આવેલાં કેટલાંક વિશિષ્ટ પાત્રોનાં શબ્દચિત્રો આલેખવામાં સ્વામીનું કૌશલ્ય જોઈને ભલભલા ધુરંધર સાહિત્યકારો મોંમાં આંગળા નાખી જતા. આમ તો આ પુસ્તક જીવન પરિચયનું છે, જેના માટે દરેક કચ્છીએ એકવાર તો આ પુસ્તક વાંચવું જ રહ્યું. કચ્છીઓને સ્વામી કઈ રીતે આલેખે છે તે દર્શાવવા એમના પ્રાસ્તાવિકના શબ્દ સંચયથી લેખ લંબાવું છું.
સામાન્યથી વધુ કચ્છ કાઠીયાવાડ મૂળનાં મુંબઈ રહીશોના જીવનલબ્ધ પાસાઓની છણાવટ સ્વામી દાદાએ કરેલી છે. દાદાને સાંભરેલી અને સાંભળેલી વાતોનો નીરીક્ષિત સંગ્રહ તે આ પુસ્તક છે. આઝાદી પેલા તો આમેય મહારાષ્ટ્ર – ગુજરાત કોઈ સીમારેખાથી ભિન્ન ન હતા પરંતુ નોંધનીય બાબત તો એ હતી કે મુંબઈ ખાસ્સું તે કચ્છીઓથી ગાજતું. કચ્છી કહ્યું એટલે સિંધ પણ સમાવાઈ ગયું હો! એકએકથી ચડે એવા અસંખ્ય પુરુષાર્થી પુરુષો એમનામાં પાક્યા, જેમણે મુંબઈની વેપારી આલમમાં ભારે આંટ-પ્રતિષ્ઠા મેળવી. પૂરા એક સૈકા સુધી મુંબઈમાં રૂ તથા કાપડનો વેપાર મુખ્યત્વે કચ્છીઓ તથા ભાટિયાઓના હાથમાં રહ્યો. અને મિલઉદ્યોગમાં પણ એમનો ફાળો પારસી, ઈઝરાયલી કે ખોજાઓના જેવો જ ધરખમ હતો. મુંબઈના શહેરીઓમાં પણ ભાટિયા, કચ્છી તથા કપોળ, મોઢ, વાણિયા વગેરે દાયકાઓ સુધી તેવા જ અગ્રેસર રહ્યા. આમાંના કચ્છીઓ મોટે ભાગે જૈન અને ભાટિયા-વાણિયામાં ઘણાખરા વલ્લભસંપ્રદાયના ચુસ્ત પુષ્ટિમાર્ગી વૈષ્ણવો હતા. સ્વામીજી વધુમાં કહે છે, કચ્છીઓ તો અંગ્રેજી કેળવણીમાં ઝટ ન પેઠા, જ્યારે ભાટિયા-વાણિયા કાળબળ ઓળખીને નવી કેળવણી અને નવી રહેણી રીતભાત ઢબછબ કેળવવામાં પછાત ન રહ્યા. એટલે સુધી કે ધન અને ભોગની વિપુલતાથી એક સૈકા જેટલા કાળમાં એ બધાનો અતિરેક થઈને અસ્તાચળે પહોંચ્યા.
પશ્ર્ચિમ હિંદનાં કચ્છ-કાઠિયાવાડની ભાટિયા, લુહાણા વગેરે કોમો જૂના કાળથી દરિયાખેડુ વેપારીઓ તરીકે જાણીતી રહી છે. ધર્મપ્રવૃત્તિમાં ગુજરાત, માળવા, રાજસ્થાનની બેઠાડુ વેપારી કે સુખી સંસ્કારી કોમો જેવી જ ચુસ્ત, છતાં પ્રમાણમાં બરછટ આ કોમો સ્વભાવ તેમ જ શૌર્યસાહસમાં સારી પેઠે જુદી છે. તેમની નસોમાં સીથિયન (શક) લોહીનો ખાસો હિસ્સો છે એમ માનવવંશ વિજ્ઞાનવાળા માને છે. ગામઠી વહાણોની મહિનાઓ લાંબી સફરો, તારટપાલ- સમાચાર-સાધનોનો સદંતર અભાવ, દરિયાઈ તોફાનો, ચાંચિયા-લૂંટારાનાં ભય-જોખમો, માલથાલ ડૂબવા-વામવાના અગર તો ગુલામ પકડાઈને મરણથી વધુ વસમી હાડમારીઓ હેઠળ જિંદગી પૂરી થવાના ડર – આવાં આવાં કારમાં જોખમોવાળી જિંદગીઓ ફૂલની સેજ અલબત્ત નહોતી જ. એ બધાંની હમચી વચાળે વજ્જરની છાતી લઈ, માથું ઊંચું રાખી, સ્વજન- વતનથી દૂર, અંતરિયાળ જિંદગીઓ વિતાવનારા આવા દેશાવરખેડુ લોકો બદલ હરકોઈના દિલમાં માન-મગરુબી થયા વગર કેમ રહે? સાચે જ, આ લોકો ટાઢે છાંયે ઘરઆંગણે બેસી ઘટપટાદિ લૂખા શાસ્ત્રાર્થોની ચોવટ કરનારા, અગર તો દુનિયા બધીને પોતાથી હલકી દેખી તેની આભડછેટ માનનારા અને અઢારે વરણને પોતાની જ સેવા અર્થે સરજાયેલી ગણીને ચાળનારા શેખીખોર પરોપજીવી ગન્યાનગપોડિયા શાસ્ત્રી-પંડિતોથી બહુ જુદી માટીના હતા એમાં શક નથી.
આવી બરછટ સાહસી જિંદગીઓ ગાળનારા આ લોકોએ પોતાનાં સાહસ-પુરુષાર્થ-પરાક્રમોને જોરે દૂર-દેશાવરના મુલકો જોડે વેપારવણજ ખેડયાં, વસાહતો સ્થાપી, લક્ષ્મી મેળવી અને પોતાની નિષ્ઠાપ્રમાણિકતા- ઈમાનદારીથી દેશવિદેશ બધે ઊંચી આંટ-પ્રતિષ્ઠા અને નામના મેળવીને હિંદી સંસ્કૃતિની સુવાસ વિદેશોમાં ફેલાવી. આ કામગીરીનો રેકર્ડ તથાગત બુદ્ધનાં શિક્ષણ અને સંસ્કૃતિનો સંદેશ લઈને ચાર ખંડ ધરતી ફરી વળેલા જૂના કાળના ત્યાગી-સંન્યાસી બૌદ્ધ ભિક્ષુઓના કરતાં અલબત્ત જુદી છાપનો હતો. છતાં એ લોકપ્રિય ગણતરીએ દુન્યવી માટીના માણસને જે જાય જાવે, તે પાછો ન આવે; આવે, તો છોકરાંનાં છોકરાં ચાવે, એટલું લાવે. તે વધુ ભાવતું ને ફાવતું ઠરે એવું હતું. તેથી એ દૃષ્ટિએ એનો આંક નીચો ન જ મુકાય.
સ્વામીના પુસ્તક ‘કુળકથાઓ’ને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું રૂ. પાંચ હજારનું ઇનામ જાહેર થયું, ત્યારે સ્વામીએ તે લેવાનો ઇનકાર કરેલો. પોતાની કેફિયતમાં તેમણે બાંધેલી સાધુની વ્યાખ્યા આજે પણ સાધુતાના માપદંડ તરીકે ઉપયોગી ને પ્રસ્તુત છે. તેમણે લખ્યું હતું, “સાધુ ‘દો રોટી, એક લંગોટી’નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું…સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી…એથી વધુ કરે તેની વશેકાઈ.
ભાવાનુવાદ: ‘જુની મુંભઈજે વિકાસમેં પારસી, ખોજા, ઈઝરાયલી નેં હિન જ઼ પ્રિમાણે હિંધુએમેં ભાટિયા, વાણિયા, લોવાણા કચ્છી કોમેંજો માતર ફાડ઼ો હો. ભાટિયા મૂર પંજાબ જેસલમેર વટેજા. કચ્છ-કાઠિયાવાડ઼મેં ઇનીજી વસતી. કચ્છી તીં હાલાઈ હીં બો ઇનીજી નાતજમાતું. ઉતાનું ૧૮મી સધિજી સરુઆતમેં અધોઅધ વેપારલા મુંભઈ અચીને વસ્યા. ‘હિન ફકરેથી કુળકથાઓ’ ચોપડ઼ીજી પ્રસ્તાવના સરુ થિએતી. લેખક – સ્વામી આનંદ. થોરે સમો પેલા ‘આનંદ ઉત્સવ’ ઉપક્રમે નવજીવન સાહિત્ય મંદિરજો પ્રિકાશન કરલ સ્વામીજો અલભ્ય સજો સાહિત્ય હથે લજી સગ઼્ધો. ઇનીજે પરિચયમેં અચીંધલ કિતરાક વિશિષ્ટ પાત્રજા શબ્દચિતર આલેખેમેં સ્વામીજો કૌશલ ન્યારીને ભલભલા ધુરંધર મોંમેં આંગરીયું વજી વિનંધા વા. હીં ત હી ચોપદ઼ી જીવન પરિચયજો આય, જેં માટે મિણી કચ્છીએંકે હિકડ઼ી યાર હી પુસ્તક વાંચણૂં ખપે. કચ્છીએંકે સ્વામી કિન રીતે આલેખ્યોં અયોં હી વતાલા ઇનીજી પ્રાસ્તાવિકજા સબધ સંચયસે લેખ અગ઼િયાં વધારીયાંતિ.
સામાન્યનું વધુ કચ્છ કાઠીયાવાડ઼ મૂરજા મુંભઈ રહીસેંજા જીવનલબ્ધ પાસાએંજી છણાવટ સ્વામી કર્યોં અયોં. ઇનીકે સાંભરેલ્યું નેં સોણેલ્યું ગ઼ાલિયેંજો નીરીક્ષિત સંગ્રહ સે હી પુસ્તક આય. આજાધિ પેલા ત હુંય મહારાષ્ટ્ર – ગુજરાત કો પ સીમારેખાસેં જુધા ન વા પ નોંધે જેડ઼ી ગ઼ાલ ત ઇ વી ક મુંભઈ ગણખરો કચ્છીએંસે ગાજધો વો. કચ્છી ચ્યો ઇતરે સિંધ પ અચી વિઞે ભલા! હિકડ઼ેહિકડી સે વધે એડ઼ા કિઇક પુરુષાર્થી પુરુષ ઉત પચ્યા, જેંજી મુંભઈજે વેપારી આલમમેં ભારે નામના હૂઇ. સજી હિકડ઼ી સધિ તંઇ મુંભઈમેં કપા તીં કપડ઼ેજો વેપાર કચ્છીએંજે હથમેં હલંધો હો નેં મિલકારખાનેમેં પણ ઇનીજો ફાડ઼ો પારસી, ઈઝરાયલી ક ખોજા જેડ઼ો જ ધરખમ હો. મુંભઈજે શહેરીએંમેં પ ભાટિયા, કચ્છી તીં કપોળ, મોઢ, વાણિયા વિગેરે ડાયકે તંઇ અગ્રેસર રયા વા. હિનીમેં કચ્છી વડે પાઇયે જૈન નેં ભાટિયે -વાણિયેમેં ગણાખરા વલ્લભસંપ્રદાયજા ચુસ્ત પુષ્ટિમાર્ગી વૈષ્ણવ વા. સ્વામીજી વધુમેં ચેંતા, કચ્છીઓ તો અંગ્રેજી કેળવણીમાં ઝટ ન પેઠા, જ્યારે ભાટિયા-વાણિયા કાળબળ ઓળખીને નવી કેળવણી અને નવી રહેણી રીતભાત ઢબછબ કેળવવામાં પછાત ન રહ્યા. એટલે સુધી કે ધન અને ભોગની વિપુલતાથી એક સૈકા જેટલા કાળમાં એ બધાનો અતિરેક થઈને અસ્તાચળે પહોંચ્યા. આ જૂની સાંભરણોને તાજી કરવામાં અગર તો વાંચેલી કે સંઘરેલી નાનીમોટી ઇતિહાસકથા-દંતકથાઓ પૂરવામાં, અનેક જૂનાનવા મિત્રોની મદદ મને ન મળી હોત તો તે મોજૂદ ઘાટ-આકારમાં ન જ લખાત. આ બધા પ્રત્યેનો ઋણસ્વીકાર જુદે કરું છું.
આથમણે હિંધજે કચ્છ-કાઠિયાવાડજી ભાટિયા, લોવાણા વિગેરે કોમૂં કિઇક સધિ પેલાનું ધરિયાખેડુ વેપારી તરીકેં પ્રિખ્યાત રિઇ આય. ધરમનિમમેં ગુજરાત, માળવા, રાજસ્થાનજી બેઠાડુ વેપારી ક સુખી સંસ્કારી કોમેં જેડ઼ી જ ચુસ્ત, છતા બરછટ હી કોમું સ્વભાવ તીં શૌર્યસાહસમેં જુધિ તરી અચેંત્યું. ઇનીજી નસેંએમેં સીથિયન (શક) લુઇજો ખાસો હિસ્સો આય ઇં માનવવંશવિજ્ઞાનવારા મનેંતા. ગામડીયા વહાણેજી મેણે મેણે તઇં લંમી સફરું, તારટપાલ- સમાચાર-સાધનેંજો અભાવ, ધરિયેજા તોફાન, ચાંચિયા-લૂંટારેજા ભય-જોખમ, માલથાલ ડ઼્બેંજા ન્કા ત ગુલામ થિઇને મરે કનાં વધુ ખરાબ હાલતમેં જીયણ પૂરી થેજો ધ્રા.. એડ઼ે આકરે જોખમેં વારી જિંધગીયું ફૂલજી માફક સેલી ત ન જ઼ હૂઇ. હિન મિણીજી વિચમેં વજરજી છાતી રખિ, સ્વજન- વતનસે દૂર, અંતરિયાળ જીયણ વિયાત વારા હી દેશાવરખેડુ માડૂએંમેં હરકોઈજે માટે ધિલમેં માન-મગરૂબી થે વિગર કીં રે? સચેઇં, હી માડૂ ટાઢે પોરે ઘરઅઙગણ તે વિઇ ઘટપટાદિ લૂખા શાસ્ત્રાર્થોજી ચોવટૂં કરીંધલ, અગર ત ધિન્યા સજીકે પીંઢનું હલકી ગણેનેં ઇનીકે આભડ઼છેટ મનીંધલ ને ઍડ઼ો વરણકે પિંઢજી જ સેવાલા સરજાયેલી ગણીંધલ શેખીખોર પરોપજીવી ગન્યાનગપોડિયા શાસ્ત્રી-પંડિતેંસે સજી અલગ મટીજા ગડ઼લ માડૂ ઐં ઇનમેં બે મત નાંય.
એડ઼ી બરછટ સાહસી જીયણ જિવીંધલ હિન માડૂએંકે પિંઢજા સાહસ-પુરુષાર્થ-પરાક્રમેંજે જોરે દૂર-દેશાવરજા મુલકો ભેરો વેપારવણજ ખેડ઼ેમેં, વસેમેં, કમાયમેં ને પિંઢજી ઈમાનધારીસેં ડેસવિડેસમેં ઊંચી પ્રતિષ્ઠા નેં નામના હાંસલ કરેને હિંદી સંસ્કૃતિજો પરછમ વિડેસમેં ફેલાયો અયોં. હિ કમ કે ભેરો રિખી હિની ચારોય ખંડ ફરી વર્યા નેં જુને કાડ઼જે ત્યાગી-સંન્યાસી બૌદ્ધ ભિક્ષુએં કનાં અલગ છાપ ઉભી કિઇ. તે છતાં હી લોકપ્રિય ગણતરીએ સજી ધુનિયામેં જિત વિઞે હુતાનું હારીને પાછા ન અચે પ જંઢો ગાડ઼ી જ અચે, જેંસે ઇનીજી સત પેઢી તરી વિઞે.
સ્વામીકે હિન પુસ્તક ‘કુળકથાઓ’કે દિલ્હીજી કેન્દ્રીય સાહિત્ય અકાદમીજો પંજ હજારજો ઇનામ જાહેર થ્યો તેર સ્વામી ઇનકે ગ઼નેજી ના ચેં. પિંઢજી કેફિયતમેં હિની બાંધલ સાધુજી વ્યાખ્યા આજ પણ સાધુતાજે માપદંડ તરીકે ઉપયોગી ને પ્રસ્તુત આય.