ઉત્સવ

ફોકસઃ ટીનેજર્સ કેમ બની રહ્યાં છે અનિદ્રાના શિકાર?

-નીલમ અરોરા

કિશોરાઅવસ્થામાં શરીરમાં અગત્યના ફેરફાર થાય છે. તેઓ વયસ્ક થવા તરફ આગળ વધી રહ્યા હોય છે. એને કારણે તેમની ઊંઘમાં બદલાવ આવે છે. એના કારણે પારિવારિક, શૈક્ષણિક અને સામાજિક સ્થિતિની તેમની ઊંઘ પર અસર થાય છે. તેમને 9 કલાક નિંદરની જરૂર હોય છે, પરંતુ 80 ટકા કિશોરની નિંદર પૂરી નથી થતી. તેઓ સરેરાશ 7 કલાકની ઊંઘ લેતા હોય છે. આવી રીતે આખા અઠવાડિયા દરમિયાન તેમની નિંદર પૂરી નથી થતી અને એથી તેઓ વીકએન્ડમાં વધુ સમય સુધી ઊંઘતા રહે છે.

માતા-પિતાની અજ્ઞાનતા

ટીનેજર બાળકો જ્યારે નિંદર પૂરી ન થવાને કારણે ચીડિયા સ્વભાવના થઈ જાય છે, તો માતા-પિતાને લાગે છે કે તેમની નિંદર પૂરી ન થવાને કારણે તેમનો સ્વભાવ આવો થઈ ગયો છે. સ્કૂલમાં જવાના બે કલાક પહેલા તેમને જાગવું પડે છે. સ્કૂલથી આવીને પણ તેમની નિંદર પૂરી ન થવાને કારણે તેઓ થાકીને લોથપોથ થઈ જાય છે. આ જ કારણ છે કે બાળક સક્રિય નથી રહેતું અને તેને ભણવામાં પણ તકલીફ થાય છે.

અનિદ્રાનું કારણ

કિશોરાઅવસ્થામાં પહોંચેલાં બાળકોમાં આવેલા હાર્મોનલ ચેન્જિસને તેમની અનિદ્રાનું કારણ ગણી શકાય. મેલાટોનિન હાર્મોનનો સંબંધ આપણી નિંદરથી હોય છે. ટીનેજમાં આ હાર્મોનનો સ્ત્રાવ વધુ હોય છે. એથી એની સીધી અસર નિંદર પર પડે છે. રાતે મોડે સુધી સ્ટડી કરતા હોવાને કારણે સવારે વહેલા જાગી નથી શકતાં. ઋતુની પણ તેમની નિંદર પર અસર થાય છે. શિયાળાની ઋતુમાં કે પછી રજાના દિવસોમાં તેઓ 12 વાગ્યા સુધી સૂતા રહે છે. એનાથી તેમની નિંદર પૂરી થાય છે.

આ પણ વાંચો: ફોકસ: સોશિયલ મીડિયામાંથી ક્નટેન્ટની ચોરી તમને જેલમાં પણ ધકેલી શકે!

સ્કૂલનો સમય

ટીનેજર્સ પાસે સ્કૂલ પછી પણ ઘણી બધી ઍક્ટિવિટીઝ કરવાની હોય છે. સવારે સ્કૂલ જવા માટે તેમને વહેલા જાગવાનું હોય છે. એથી બાળકો રાતે વહેલા ઊંઘી જાય એ જ હિતાવહ છે. અનિયમિત શેડ્યુલ તેમની નિંદરમાં ખલેલ પહોંચાડે છે.

જલદી કેવી સૂવડાવવા

મોબાઈલ, ટીવી, ગેમસ્ટેશન, કોમ્પ્યુટર, જેવી ચીજોને કારણે પણ તેમની નિંદર પૂરી નથી થતી. એથી રાતે આ બધા ગેજેટ્સને દૂર રાખવા જોઈએ. તેને નિંદરમાં કોઈ ખલેલ ન પડે એ માટે રૂમમાં શાંતિ અને આછો પ્રકાશ હોવો જોઈએ. સમયસર વહેલા જાગવા માટે રાતે વહેલા સૂવાની ટેવ પાડવી જોઈએ. રાતે ચા કે કૉફી ન પીવી જોઈએ.

આ પણ વાંચો: ફોકસ પ્લસ : વિન્ડચામનો મધુર સ્વર લાવે છે ઘરમાં સમૃદ્ધિ

સકારાત્મક દૃષ્ટિકોણ

પેરન્ટ્સને ટીનેજરની નિંદર પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવો જોઈએ. જો તેઓ ગાઢ નિંદ્રામાં હોય તો તેને ચીસો પાડીને કે પછી એકાએક જોરથી હલાવીને ન જગાડવા. જે રીતે ભોજનમાં દિશા-નિર્દેશની તેમને જરૂર છે ઠીક એ રીતે સારી નિદ્રા વિશે પણ તેમને માહિતી આપવી જરૂરી છે. વીકએન્ડ પર વધારે કલાકો ઊંઘતા રહેવાને બદલે દરરોજ 8-9 કલાકની નિંદર લેવી જરૂરી છે. આમ, જો નિંદર પૂરી થશે તો સ્વાસ્થ્ય પણ જળવાશે. સાથે જ દિવસભર વિવિધ પ્રવૃત્તિઓમાં પણ જોશથી ભાગ લઈ શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button