ટૅક વ્યૂહ: ટેક જાયન્ટના કેટલાંક મેગા ફેલ્યોર: કરોડો રૂપિયાનું આંધણ પાણીમાં ધોવાયું
-વિરલ રાઠોડ

માર્કેટની દરેક હિલચાલ પર બારીકીથી વિશ્લેષણ કરતી આ કંપની એકબીજાના દરેક માઈનસ પોઈન્ટ જાણે છે. ડિવાઈસથી લઈને ડિજિટલ સોફ્ટવેર સુધી, ગ્રાફ્કિસથી લઈને ગ્રોથ કરતા પાસાઓ સુધી. રિસર્ચ અને રિઝલ્ટ એવાં આ બે પાસાને બાદ કરતા આ તમામ કંપનીનું ખાસ કોઈ મોટું સિક્રેટ રહેતું નથી. હા, કંપનીની અંદરનો અને વ્યક્તિગત ડેટા ગુપ્ત હોઈ શકે છે.
એક જાણીતા ડિવાઈસ પરથી ગૂગલમાં સર્ચ કરો તો બધું જ મળી શકે એવું માનતા હો તો એ ભૂલ ભરેલું છે. ભૂતકાળમાં ઘણા પ્રોજેક્ટમાં આ ત્રણેય કંપની રીતસરની નાપાસ થઈ છે. એક કે બેવાર નહીં, પણ વારંવાર. કરોડો રૂપિયા કમાતી કંપનીની કેટલીક નિષ્ફળતા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે, વસ્તુ માત્ર આપણા ઘર કે ઓફિસમાં જ નથી બગડતી, મલ્ટિનેશનલ કંપનીમાં થાય ત્યારે શેરબજારમાં કડાકો બોલે એમ પૈસા જાય છે. આવો, ખોલીએ આજે આવી નિષ્ફળતાની નોંધપોથી…
શરૂઆત કરીએ આપણાં સૌના માનીતા ગૂગલથી. પિક્સલ ફોન અને ગેમ ક્ષેત્રમાં થ્રીડી જાયન્ટ બન્યા બાદ કંપનીને આશા હતી કે, કંપનીનું આ સાહસ સૌ વધાવી લેશે, પણ એવું થયું નહીં. ડિવાઈસની પાછળ ખર્ચેલા ડૉલરનું ખરાબ રીતે ધોવાણ થઈ ગયું.
અમેરિકાના એક શહેરને બાદ કરતા ક્યાંય આ ફોન ચાલ્યો નહીં. ગેમ યુવાનોને આકર્ષી શકી નહીં. અંતે ડિવાઈસને અમેરિકાના મોલમાં સ્કિમ તરીકે મૂક્યા પછી પણ ગાડું ગબડ્યું નહીં. અંતે પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. ટેકનોલોજીની ખબર પડી કે ફોન કેમ બનાવાય પણ વેચાય કેવી રીતે એમાં ગુગલવાળા ફાવ્યા નહીં.
એની સામે નોકિયા કંપનીના ફોન અને કંપની એ સમયે ઉનાળામાં મધ્યાહન સમયે સૂર્ય તપે એવી રીતે તેજીમાં હતી. ફોન અને ગેમની સાથે ગૂગલ લેન્સ પણ મૂકી દો તો એમાં કંઈ ખોટું નથી.
માઈક્રોસોફ્ટે પોતાનો વિન્ડોઝ ફોન માર્કેટમાં મૂક્યો. આ વિન્ડોઝ જ્યારે કોમ્પ્યુટરમાં આવ્યું એ સમયે પણ એની ઊંડાઈ પેસિફિક મહાસાગરની ઊંડાઈ હોય એવી હતી. એ સમયે આખું કોઈને સમજાયું ન હતું તો ફોનમાં કેમ સમજવું? હા, ઓફિસવર્ક અને ડોક્યુમેન્ટ પર કામ કરતા લોકો માટે આ અલ્લાદીનના ચિરાગમાંથી નીકળેલા જીન જેવું હતું.
કામ ફટાફટ આપતું પણ સર્વસ્વીકૃતિ મળી જ નહીં. નિષ્ફળતાની પછડાટ લાગી અને કંપનીને એ વાત સમજાઈ ગઈ કે આપણે કોમ્પ્યુટરમાંથી ફોનમાં જવાનું પગલું ખોટું હતું. એક હકીકત એ પણ સ્વીકારવી પડે કે, માઈક્રોસોફ્ટ સામે મોટોરોલા કંપનીનો દબદબો હતો. વર્ષ 1990માં ફોનનું જે વૈવિધ્ય હતું એમાં ઈજારાશાહી હતી, પણ વર્ષ 2014માં ‘એક્સબોક્સ’ ગેમ પ્લેટફોર્મ પર એક નાનકડો બગ (એક પ્રકારનો વાઈરસ સમજો) આવ્યો એમાં આખી પથારી ફરી ગઈ અને જ્યારે આનો ઉકેલ મળ્યો ત્યારે ચીડિયા ચૂગ ગઈ ખેત.
જોકે, આજે આકર્ષણ ટકી રહ્યું હોય એવી કંપની એટલે એપલ. વર્ષ 2006માં મસમોટા બેનરમાં એપલ કંપનીના લોગો સાથે એક શબ્દ અંગ્રેજીમાં લખાયો હતો જે હતો સિપ્લિસિટી. આ વર્ષ પછી એપલ કંપનીના જેટલા પણ ડિવાઈસ, મેકબૂક, ટેબ અને ફોન આવ્યા એમાં ઊંડાઈ હતી પણ સરળતા ન હતી.
જેમ જેમ ડિવાઈસ માર્કેટમાં પોતાનું સ્થાન કાયમ કરતા ગયા એમ એમાં વૈવિધ્ય આવ્યું પણ જટીલતા વધતી ગઈ. હજુ પણ આપણા દેશમાં ઘણા એવા લોકો છે જેને એપલ પૂરેપૂરો સમજાયો જ નથી.
આ પણ વાંચો…ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હૉસ્પિટલમાં દાખલઃ જે પી નડ્ડા પહોચ્યા ખબર પૂછવા
બીજો વિરોધાભાસ એ પણ કહી શકાય કે, જ્યાં એક વર્ગને સમજાતો નથી ત્યાં એ જ પ્લેટફોર્મના ડેવલપર્સ વધી ગયા. ઘણા એવા ટેક એક્સપર્ટ છે, જે ફીચર અને પોર્ટેબિલિટી પ્રમાણે એપલને વાપરવાનું પસંદ કરતા નથી. થીમના વૈવિધ્યથી ભલે એપલ ન વાપરતા હો, પણ એના જેવી ફીલિંગ્સ આવે તો એ ડિવાઈસ અને થીમની સફળતા ગણાય.
‘ડિજિટલ આસિસ્ટન્સ’ નામનું એક ડિવાઈસ પણ એપલે બનાવેલું, પણ એ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યું. ટીવીમાં રમી શકાય એવી ‘પીપીન’ નામની ગેમ એપ્લિકેશન બનાવી, પણ યુવાનોએ બિલકુલ સ્વીકારી જ નહીં.
અંતે એણે કંપનીના બજેટમાં ગાબડું પાડી દીધું. આ પછી તો માર્કેટ અહેવાલો મુજબ, કંપનીએ થોડા સમય માટે નવા પ્રોજેક્ટ લેવાના બંધ કરી દીધા હતા. સર્વરરૂમમાંથી સ્ટાફની પણ છટણી કરી દીધી હતી.
સ્માર્ટફોનની દુનિયામાં દબદબો બનાવી રાખતી કંપની સેમસંગને થયું કે, ફોનથી ટર્નઓવર વધ્યું તો લેપટોપનું માર્કેટ તો એનાથી મોટું છે. વિચાર સારો હતો, પણ પરિણામમાં નિષ્ફળતા હતી. ડિવાઈસ પાવરફૂલ,પણ સોફ્ટવેરે સમસ્યા સરજી. ગેલેક્સીની સિરીઝથી કંપની પોતાની ગેલેરી બનાવવા માગતી હતી, પણ બધા ફોન ચાલ્યા જ નહીં.
આઉટ ઓફ બોક્સ
ફેબ્રુઆરી 2004માં સોશિયલ મીડિયા વેબસાઈટ ‘ઓર્કુટ’ આવી હતી, પણ કોઈ જ અપડેશન આવતા ન હતા એટલે એ ફેલ ગઈ. એની સામે ‘ફેસબુકે’ બાજી મારીને ટકી રહી. એ પણ ફેબ્રુઆરીમાં જ આવી હતી !