ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ટૅક વ્યૂહઃ સ્માર્ટ ફોન… સ્માર્ટ વૉચ ને હવે તૈયાર છે સ્માર્ટ હેલ્મેટ!

-વિરલ રાઠોડ

ટૅકનોલૉજીના દરિયામાં મરજીવા બન્યા બાદ એવાં એવાં મોતી મળ્યાં છે, જેણે જીવન જીવવાની રીત ફેરવી નાખી. સ્માર્ટ વૉચ અને ફોનથી દૈનિક જીવન એ હદ સુધી બદલાયું કે, દૈનિક ધોરણે કેટલાંક કામ મોબાઈલમાંથી જ પૂરાં થવા લાગ્યાં. સૃષ્ટિને જાણવા હવે મોબાઈલની બારીમાંથી ડોકિયું કરીને નીકળવાનો સમય છે એમ કહેવામાં કંઈ ખોટું નથી.
બેંકથી લઈને બુકિંગ સુધી બધું જ અંગૂઠાના ટેરવે.

બીજી તરફ, રોડ અકસ્માતના વધતા જતા કેસ પણ ચિંતાજનક છે. એ પછી મુંબઈ હોય કે અમદાવાદ. અમદાવાદમાં તો ધોળા દિવસે એક ઓડી કારચાલકે રેલિંગમાં ગાડી અથડાવી મૂકી. નવ જેટલાં વાહનોને અડફેટે લીધાં. હેલ્મેટ લોકો પહેરતા થાય એ માટે વારંવાર તંત્ર ટકોર કરતું રહે છે. હવે કોઈ એમ કહે કે, સ્માર્ટ હેલ્મેટ તમારી સાથે જ કામ કરશે તો? ચિંતા ન કરો, સ્ક્રિન બેઝ હેલ્મેટ તૈયાર થઈ ચૂકી છે.

આપણે સૌએ અંતરિક્ષ યાત્રીની એન્ટ્રી જોઈ હશે. એના એક હાથમાં હેલ્મેટ અને મસ્ત સ્ટેપ ટુ સ્ટેપ વોક કરતા એ આવે એટલે ખરા અર્થમાં સેલ્યુટ કરવાનું મન થાય. ઓગમેન્ટેડ રિયાલિટી વિશે આપણે એક વાર અગાઉ વાત કરી ચૂક્યા છીએ.

ઓગમેન્ટેડ રિયાલિટીની એક એપ્લિકેશન રૂપે સ્માર્ટ હેલ્મેટ માર્કેટમાં આવી રહી છે. ગેમિંગ ઝોનમાં જોવા મળતી હેલ્મેટ હવે હકીકત બની રહી છે. બ્રિટિશ ડિફેન્સ સિસ્ટમની ફર્મ ‘સિસ્ટમેટિક્સે’ બે કિલોનું વજન ધરાવતી એવી મસ્ત હેલ્મેટ બનાવી છે, જે અનેક રીતે ઉપયોગી પુરવાર થશે. કોઈ પણ જોખમી પરિસ્થિતિ ઊભી થાય એ પહેલા જ તે હેલ્મેટ ધારકને ચેતવણી આપી દેશે.

હવે માની લો કે, આ હેલ્મેટ પહેરીને કોઈ પાઈલટ ફ્લાઈ કરે છે તો ૧૦૦ માઈલ પહેલાથી જ કંઈક જોખમ નજીક આવે છે એનું એલર્ટ મળશે. દુનિયાનું મોસ્ટ એડવાન્સ હેલ્મેટ સૌ પ્રથમ ડિફેન્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ સમગ્ર હેલ્મેટમાં પ્રોગ્રામિંગ કરનાર રોચેસ્ટર કેન્ટે એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ હેલ્મેટમાં ઓગમેન્ટિક રિયાલિટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ખાસ વાત એ છે કે, આ હેલ્મેટ નાઈટવિઝન છે. રાત પડતા જ ઓટોમેટિક નાઈટમોડ શરૂ થઈ જાય છે.

એરસ્ટ્રિપથી લઈને મેદાન સુધી બધું જ ક્લિન અને ગ્રીન દેખાય છે. જ્યાં કંઈ રસ્તો કે તળિયું નથી એ આખા એરિયા પર રેડ લાઈટથી તે ઈન્ડિકેટ કરે છે. આ હેલ્મેટ પહેરીને ફ્લાઈ કરતા પાઈલટને તે સ્પીડ, ઊંચાઈ, વેધર, ક્લાઉડ એરિયા, ભેજ, ફોગ, જે તે ટાવર જે ચોક્કસ ઊંચાઈએથી દેખાતા હોય એનું અંતર અને રન-વે પર એન્ડિંગ પોઈન્ટ સુધી બધુ જ સ્ક્રિન પર બતાવે છે…!

આટલું વાંચ્યા બાદ સવાલ એ થાય કે, આ બધુ સ્ક્રિન પર દેખાતું હોય તો આગળ જોવાનું શું?
આ એક વિન્ડો બેઝ હેલ્મેટ છે. જેમાં રોડ- સ્પીડ- ઊંચાઈ જેવાં ફિચર્સને જે રીતે મોબાઈલમાં એપ્લિકેશનને મુવ કરીને ગોઠવી શકાય એમ આને સેટ કરી શકાય છે.

દિવસનો સમય હશે ત્યારે પણ સ્પષ્ટ દેખાઈ એવા કલર્સમાં તે પોતાના ફીચર્સ બતાવશે. પિક્ચર ઈન પિક્ચર ટૅકનોલૉજીથી આમાં લાઈવ મોડ એક્ટિવ કરો એટલે આની સ્ક્રિનને ફોક્સ કરીને પણ સરળતાથી ડ્રાઈવ કરી શકો છે.
આમાં રિયલ ટાઈમ મુવમેન્ટ એવી રીતે બતાવશે કે, બાજુના રોડ પરથી અચાનક કોઈ આડું ઊતરશે તો રેડ સિગ્નલથી એલર્ટ કરશે. એટલું જ નહીં, ઓડિયો ઈફેક્ટ પણ સારી છે. એલર્ટ એવી રીતે આપશે કે, કોઈ પેનિક ન થાય. જોકે, એની મર્યાદા એક એવી પણ છે કે, એરસર્ફેસમાં સારી રીતે કામ આપતી હેલ્મેટ રોડ રાઈડ માટે થોડી પ્લસ-માઈનસ રહી શકે.
આ અંગે આવી હેલ્મેટ તૈયાર કરનારી કંપનીએ ખાસ ખુલાસા નથી કર્યા. આ બધા વચ્ચે એક વાત નક્કી છે કે, સંરક્ષણ ક્ષેત્રે આવી ઈનોવેશન ટૅકનોલૉજીથી કંઈક નવું કામ મોટા પાયે થવાનું છે એ વાત નક્કી છે. આ તો એનું નાનકડું એવું ટ્રેલર કે ઉદાહરણ સમજી શકાય છે.

Also Read…..સુખનો પાસવર્ડ : માણસે અહંકારના બોજ સાથે ન જીવવું જોઈએ

માત્ર નાઈટ વિઝન કેમેરા કે વેપન્સની વાત અહીં હેલ્મેટની અટકતી નથી. આગળના કોઈ ભાગમાં પહાડ કે કોઈ ઊંડી નદી આવતી હશે તો એનું એલર્ટ ચોક્કસ કિલોમીટરના અંતર પહેલા જ આપી દેશે. આને સૌથી મોટી ખાસિયત કહી શકાય-માની શકાય ને અપનાવી પણ શકાય.

પરીક્ષણમાં પાસ થયા બાદ હેલ્મેટે એક પ્રાયોગિક પ્રોજેક્ટમાં પણ સારું એવું કામ કરેલું છે. આપણા દેશમાં પણ આવા ઘણા પ્રયોગ થઈ રહ્યા છે. નાનકડું એક ઉદાહરણ એનું પણ જાણી લઈએ કે રેલવે ક્ષેત્રે ટ્રેન અકસ્માતને ટાળવા માટે એક ટૅકનોલૉજી તૈયાર થઈ રહી છે, જેનું નામ છે કવચ.
આઉટ ઓફ બોક્સ
દુનિયાનું પહેલું લેપટોપ ‘એસબોર્ન’ને માનવામાં આવે છે. એ ૧૯૮૧માં તૈયાર થયું હતું, પણ એમાં સ્ક્રિન અત્યારની સ્માર્ટ વૉચ જેટલી નાની હતી..!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button