ઉત્સવ

ટૅક વ્યૂહ: ગૂગલ સર્ચના વળતાં પાણી?

-વિરલ રાઠોડ

ના, ડેટાની સરળ પ્રાપ્યતા સામે આ સર્ચ એન્જિનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર…ચેટ GPT અને AI બધુ નહીં કરી શકે.
ચેટ GPT અને AI કોઈ પણ જગ્યાએથી બધુ જ કરી શકે છે એવું ઘણા લોકો માની રહ્યા છે. ખાસ કરીને જર્મનીથી લઈને બ્રિટન સુધીના એજ્યુકેશન ક્ષેત્રમાં આ બન્ને વિષય પર અનેક એવી સ્ટ્રીમની દિશા ખૂલી છે. પ્રોગ્રામિંગથી લઈને પ્રોજેક્ટ સુધી અને ડેટા રિસર્ચથી લઈને ડેટા સાયન્સ સુધી. આ બધા વચ્ચે એક નાનકડું જોખમ ગૂગલ સર્ચ સામે ઊભું થયું છે. પાણી આવે એ પહેલા જ પાળ બાંધીએ એવું જાણીને ગૂગલની સ્વામીત્વ કંપની ‘આલ્ફાબેટે’ ઘણા બધા ફેરફાર લાવવાનું નક્કી કર્યું છે. એંધાણ એવા પણ છે કે, ફરજિયાતપણે ગૂગલના શરણે આવવું પડશે એવા દિવસો છે. ગૂગલના વાર્ષિક સંમેલનમાં પ્રોગ્રામર્સ વચ્ચે થયેલી ચર્ચા ત્યાં સુધી કહે છે કે, સર્ચ વધુ સરળ અને સચોટ બની રહેશે. મીડિયા રિપોર્ટ ત્યાં સુધી કહે છે કે, જે રીતે મોબાઈલ ફોનમાં આસિસ્ટ ફંક્શન કામ કરે છે એ કક્ષાથી પણ ઉપર સર્ચને લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે.

વર્ષ 1990ના દાયકામાં એવું કહેવાતું હતું કે, સર્ચ કરવાથી તમામ માહિતી સ્ક્રિન પર તૈયાર મળી રહે છે. એ પણ ફોટો સાથે. હવે સમય એ આવ્યો છે કે, માહિતીને ફિલ્ટર કરવાની પણ મહેનત નથી કરવાની. ચોક્કસ શબ્દો કે પ્રોમ્પ્ટ AI કે ચેટ જીપીટીમાં મૂકો એટલે નિબંધ તૈયાર. બ્રિટનની ઘણી સ્કૂલમાં તો કોમ્પ્યુટરમાંથી આ સર્વિસ બ્લોક કરી દેવામાં આવી છે, કારણ કે વિદ્યાર્થીઓ પોતાના થિસિસ આમાંથી બેઠા કોપી મારતા હતા. ઘણી ટેક કંપનીઓ AIબેઝ સર્ચને પ્રમોટ કરવાના મૂડમાં છે. એમાં ગૂગલ પણ સામેલ છે. ગૂગલ કંપનીએ ઘણે મોડેથી આની શરૂઆત કરી છે, પણ દુનિયાને આશ્ર્ચર્યમાં મૂકશે એમાં કોઈ બેમત નથી.ઓપન AI, ચેટજીપીટી અને જેવાં ટુલ્સ પાસે ડેટા તો છે, પણ તમામ માહિતીનો ઢગલો છે. એમાંથી પણ વર્ગીકરણ કરવાનું કામ વ્યક્તિના દિમાગ પર જ છે.

રિપોર્ટ એવું પણ કહે છે કે, સર્ચ ટુલ્સમાં વધારો થઈ શકે છે. સમયની સાથોસાથ નજીકના સ્થળ અંગે પણ પ્રોમ્પ્ટ મળે તો નવાઈ નહીં. ગૂગલના સુંદર પિચાઈએ એક સમિટમાં ત્યાં સુધી કહ્યું હતું કે, માત્ર સર્ચ જ નહીં, ગૂગલમાં પણ ઘણા મોટા ફેરફારો આવી રહ્યા છે. એવી ટેકનોલોજી પર કામ થઈ રહ્યું છે, જે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે. સર્ચ એન્જિનમાં જ પાવરફૂલ AI ટુલ્સ આવી જતા ઘણા બધા પ્રશ્નોના ઉકેલ સરળતાથી મળી રહેશે. ખાસ કરીને ડેટા પર કોઈ સચોટ અને ચોક્કસ માહિતીના વિષયને મર્યાદિત કરવો હોય તો થશે. દાખલા તરીકે : ટ્રાવેલ્સ પ્લાનિંગ કરતા હોવ અને એક શહેરમાં ફરવાનો પ્લાન હોય તો શહેરના 100 કિલોમીટરનાં વિસ્તારમાં ક્યાં અને શું ફરવા જેવું છે એની પૂરતી માહિતી મળી રહેશે. આની પાછળ કામ કરશે સર્ચ AI. એ સર્ચને વધારે સરળ અને સ્પષ્ટ કરવા માટે હાલમાં ઘણા મુદ્દા પર કામ થઈ રહ્યું છે. અઈં પ્રોજેક્ટની સાથે AI પ્રોડેક્ટ કે સર્વિસ શરૂ થાય તો પણ કંઈક નવું થશે. એસ્ટ્રા, જેમીની, ડીપ સર્ચ, મલ્ટિ મોડ્યુલ અઈં જેવી સર્વિસ આવતા માહિતી વધારે ચોક્કસ થશે.

ગૂગલ સર્ચમાં આવતા પરિવર્તનથી યુઝર્સને એક જ વિષય પર વ્યાપક પરિણામો મળી રહેતા ઘણું વૈવિધ્ય માહિતીમાં મળી રહેશે.

આ સાથે ગૂગલ સર્વિસની મોટાભાગની એપ્લિકેશન પાયાથી અપગ્રેડ થશે . ઈમેજમાં આવેલી અપડેટથી ઘણું કામ આસાન થયું છે. ઈન્સ્ટાગ્રામમાં મૂકેલો ફોટો અને સારી રીતે વાયરલ થયેલો ફોટો પણ ગૂગલ ઈમેજમાં જોવા મળે છે. આ ઉપરાંત, ગૂગલ લેન્સ પછીનું પણ કંઈક નવું વર્ઝન આપશે. વોઈસ સર્ચથી લઈને વર્ડ સર્ચ સુધીની સગવડ આપ્યા બાદ કંપની એક પગલું આગળનું વિચારે છે. ઈમેજ જનરેટરથી લઈ મેપ્સ સુધી નવી કોઈ સર્વિસ આવશે. કંપનીએ આ માટે તૈયારીઓ પણ કરી લીધી છે. ગૂગલ સર્ચનો અંત નથી, પણ કંઈક નવી શરૂઆત થશે એ પાક્કું છે.

આપણ વાંચો:  આજે આટલું જ: હું અસહમત થાઉં છું…

જોઈએ, માઈક્રોસોફ્ટ જેવી વિવિધતા સાથે કંપની શું નવું આપીને દુનિયાને ચોંકાવશે. હા, એપલ આની સામે કંઈક પોતાનું માર્કેટમાં લાવે તો ખરા અર્થમાં એક વિરાટ પગલું ગણાશે, પણ એપલની સામે એન્ડ્રોઈડ વાપરનારા આપણા દેશમાં કરોડોમાં છે. એટલે આ મુદ્દો વિચારીને જ કંપની કંઈક લાવશે.

આઉટ ઓફ બોક્સ
વર્ષ 1966માં દુનિયાનું પહેલું મેસેજિંગ ચેટબોટ તૈયાર થયું હતું. એનું નામ એલિઝા હતું. એમાં માત્ર ચાર જ સર્વિસ હતી. આ જ અભિગમ બાદ વેબ ચેટબોટ આજે મોટાભાગની સાઈટ પર જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button