ટૅક વ્યૂહ : ખાદ્ય ઉત્પાદનમાં ક્રાંતિ લાવી રહી છે આવી ટૅક્નોલૉજી…
- વિરલ રાઠોડ
કલ્યાણી શિંદે
ક્લાઈમેન્ટ ચેન્જ- ઋતુ પરિવર્તન એક એવો વિષય છે, જે સમયાંતરે ચર્ચામાં આવે છે, પણ એનાથી થતા નુકસાન અંગે આંકડાકીય માહિતી ભાગ્યે જ કોઈ સ્પષ્ટ કરે છે. નગર હોય, મહાનગર હોય કે ગ્રામ્ય વિસ્તાર. ઋતુચક્રમાં ફેરફાર થાય એટલે તરત જ આ વિષય પર મુદ્દાઓની આખી શૃંખલા શરૂ થઈ જાય. ટૅક્નોલૉજી અત્યારે જ છે એવું નથી. ડિજિટાઈઝેશન અત્યારની ઊપજ છે. ટૅક્નોલૉજી તો આઈસ્ટાઈન જીવિત હતા એ સમયથી રહી છે. માણસના પ્રયાસમાં સરળતા લાવવા અને જટિલતા ઓછી કરવા માટે ટેકનોલોજીમાં અણધાર્યા આવિષ્કાર થયા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ આખરે તો માનવ પ્રયાસોનું જ ઉત્પાદન છે. આ એક ટૅક્નોલૉજીના આવવાથી ઘણા ક્ષેત્રોમાં એવો ભય ફફડે છે કે, હવે શું થશે? ‘જેના પાસે ક્રિયેટિવિટી છે એને કંઈ જ નથી થવાનું…’ આ ગંગાજળ જેવું ચોખ્ખું વાક્ય યાદ રાખવા જેવું છે.
આ વર્ષે સારો એવો વરસાદ રહ્યો અને ચોતરફ લીલીછમ ચાદર છવાઈ ગઈ. આવી સિઝનમાં મકાઈ અને ભજિયાં ખાવાની મોજ દરેકે માણી હશે.
ટૅક્નોલૉજી એ સ્તર સુધી પહોંચી છે કે, હવે બારેય માસ કેરીનો પલ્પ ખાવો હોય તો એ શક્ય છે. કેરીના અસ્સલ
સ્વાદને સાચવવા માટે ટૅક્નોલૉજીએ એ કામ કર્યું, જેનાથી ખાદ્ય ઉત્પાદન અને સાચવણીના લાંબાગાળાથી બંધ દ્વાર ખૂલ્યા. ફૂડ પ્રોસેસિંગ એક એવી વસ્તુ છે જેમાં એક માપદંડ કરતાં પાક
વધે તો સાચવવાની મુશ્કેલી વધે છે. ખેડૂતોને તેમ જ
વેપારીઓને નીચા ભાવે વેચાણ કરવાનો વારો આવે છે.
પાક ઓછો ઊતરે તો ભાવ તો વધે પણ લોકોનો રોષ પણ
વધે છે. હવે ટૅક્નોલૉજી એવી ડિવાઈસ લઈને આવી છે જે કહેશે કે, ‘ગોદામના ક્યા શેડમાં શું સડી રહ્યું છે…’ ખાસ કરીને
ડુંગળીનો ગોદામ ધરાવતા ખેડૂતો કે વેપારી માટે આ
ડિવાઈસ આશીર્વાદ સમાન છે. આ ડિવાઈસમાં સડી રહેલા પાકમાંથી નીકળતા ચોક્કસ વાયું કે ગૅસને ડિટેક્ટ કરીને એલર્ટ આપે છે. આ કારણે બીજા પાકને લાગતો સડો અટકાવી
શકાય છે.
‘ગોદામ’ ઈનોવેશનના સ્થાપક કલ્યાણી શિંદે જણાવે છે કે, આ ડિવાઈસ મલ્ટિ વેરિયંટ ડેટા ઉપર કામ કરે છે. આ રિપોર્ટના આધારે ખ્યાલ આવે છે કે, ક્યા ઝોનમાં ક્યો પાક કે માલ બગડવાની તૈયારીમાં છે. ૧૫ હજાર રૂપિયામાં આવતું આ ડિવાઈસ મહારાષ્ટ્રના ગોદામમાં આજે સેટ છે. લાસુલ ગામે આવેલા ગોદામમાં આ ડિવાઈસ પાંચ ટન પાકને કવર કરે છે. સેન્સર જ્યારે પાકનો બગાડ ડિટેક્ટ કરે છે ત્યારે વેપારી કે ખેડૂતના મોબાઈલમાં મેસેજ આવે છે. આ મેસેજમાં ડિવાઈસનો નંબર હોય છે. આ પરથી જે તે શેડ નક્કી થાય છે. સોલાર સિસ્ટમ સ્વાસ્થ્ય સેવામાં ઉપયોગી થઈ શકે છે. આ વાત સાબિત કરી મેઘાલયના એક ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગમાં લેવાતી ટૅક્નોલૉજીએ. થિનરોઈટ ગામે એક આખું આરોગ્ય કેન્દ્ર સોલાર એનર્જી પર ચાલે છે. વીજ સ્ત્રોત તરીકે સોલારે ખૂણે ખૂણામાં રોશની પાથરી છે. હવે આમા શું નવું છે? નવું એ છે કે, મેઘાલય રાજ્યમાં બારેય માસ વાદળો રહે છે. મેઘાલયને વાદળોનું રાજ્ય કહેવામાં આવે છે. ઓછા સૂર્યપ્રકાશમાં પણ અહીં વીજ પુરવઠો સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે અને મોટા મોટા ઉપકરણ પણ સરળતાથી ચાલે છે. સેલકો ફાઉન્ડેશન કરે સોલાર પેનલનું કામ એ પણ માત્ર હૉસ્પિટલ્સ માટે. એવી હૉસ્પિટલ જે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોય.
કણ વાવીને મણમાં ઊપજ મેળવતા ખેડૂતો માટે સૌથી
મોટો પડકાર પાક સાચવવા અને યોગ્ય સમયે માર્કેટ સુધી
લઈ જવાને લઈ હોય છે. વચેટિયાઓની ખોટી હેરાનગતિ
દૂર કરવા તમિળનાડુંનું સ્ટાર્ટઅપ ખરેખર જાણવા જેવું છે. ત્રીચીમાં એક સ્ટાર્ટઅપ જેનું નામ છે ઈ સંધાઈ. આ સ્ટાર્ટઅપના
યુવા નિરંચન કુમાર કહે છે કે, ખેડૂતો પાસેથી અમે પાક લઈ અમારા ગોદામમાં લાવીએ છીએ. પછી એક પોર્ટલ પર
યોગ્ય દામ સાથે વેચીએ છીએ. ટ્રેડર્સને ડાયરેક્ટ સપ્લાય કરવામાં આવે છે. ખાસ કરીને જેઓ નાના શોપિંગ સેન્ટર ધરાવે
છે. કંપની ૨૫ ગાડી મારફત પાક ભેગો કરે છે. પેકેજિંગ કરે
છે. ટ્રેડર્સને વેચીને ખેડૂતોને પણ પૂરતા ભાવ આપે છે, આ
સ્ટાર્ટ ખેડૂતોને ઓછામાં ઓછા ભાવની ગેરેન્ટી આપે છે.
આ ભાવ ખેડૂતો ઓનલાઈન જોઈ શકે છે. મોબાઈલ પર
દરરોજ અપડેટ આપીને ખેડૂતોને ટેકસેવી બનાવ્યા છે. વેબસાઈટના ડેશબોર્ડ પર ભાવ અપડેટ કરવામાં આવે છે. એપ્લિકેશન
ઉપરથી જ ઓર્ડર પ્લેસ કરવામાં આવે છે. ખેડૂતોને પણ એ
ચિત્ર દેખાય છે કે, એમનો પાક ક્યા સ્ટોર સુધી પહોંચ્યો છે. માર્કેટ શરૂ થાય એ પહેલા પાક પહોંચી જાય છે, જેથી સૌને
ફ્રેશ પાક મળે છે. ૧૨૦૦ ખેડૂતનું ગ્રૂપ આ સ્ટાર્ટઅપ સાથે કામ કરે છે.
આઉટ ઑફ બોક્સ
વર્ષ ૨૦૦૬માં ‘ફેસબુક’ની ન્યૂઝ ફીડ અપડેટ આવી હતી. આ અપડેટની સાથે પ્રોફાઈલ પિક્ચરમાં જે ઊભા ફોટો આવતા એ ગોળાકારમાં સેટ થયા એમ કવરપેજ સેટ થયું.