ટૅક વ્યૂહ : ગૂગલને હંફાવવા આવી ગયા છે બે હરીફ …!
-વિરલ રાઠોડ
ગૂગલ સર્ચ એન્જિન વિશે ખાસ કોઈ વ્યાખ્યા આપવાની જરૂર નથી. જેની અનેક સર્વિસથી વિશ્વના કરોડો લોકોના દિવસની શરૂઆત થાય છે એ કંપનીની મોનોપોલી -ઈજારાશાહી સામે યુરોપની બે કંપનીએ રીતસરની ટેકનિકલ ટક્કર લેવાનું શરૂ કર્યું છે. હકીકતમાં યુરોપની બે નાની કંપનીએ ભેગા થઈને એક કસ્ટમાઈઝ સર્ચ એન્જિન બનાવવાની તૈયારી આરંભી લીધી છે. આ બે કંપનીના બ્રાઉઝરથી લઈને વેબસાઈટ સુધીના પ્રોગ્રામ તૈયાર છે. ખાસ વાત એ છે કે, જે રીતે ગૂગલ સમયાંતરે કસ્ટમાઈઝ થતા મર્યાદાનો દાયરો વધારતું ગયું, સર્ચ રિઝલ્ટ ઘટાડતું ગયું એના કારણે ઘણી કંપનીઓને પડતી મુશ્કેલીથી કેટલાક યુઝર્સ બીજા બ્રાઉઝર અને સર્ચસાઈટ પર સ્થળાંતર કરી ગયા, જેમ કે યાહુ…
સામાન્ય રીતે, કંઈ સર્ચ કરવાનું આવે ત્યારે અમેરિકા કે યુરોપના જ નહીં, દુનિયાના ૯૦ ટકા લોકો સૌથી પહેલા ગૂગલબાબાને યાદ કરે છે. અન્ય દસ ટકા લોકોની પસંદ ગૂગલ એટલા માટે નથી, કારણ કે, પરિણામ સંબંધીત વસ્તુ ગૂગલે ઈરાદાપૂર્વક છુપાવી હોવાનો આ દસ ટકા લોકોનો દાવો છે. રેકિંગથી લઈને રિઝલ્ટ સુધીના ગૂગલના સામ્રાજ્ય સામે યુરોપની બે કંપની ‘ક્વાંટ’ અને ‘ઈકોસિયા’એ હાથ મિલાવી લીધા છે.
અમેરિકા અને યુરોપ વચ્ચેની આ ટેકનિકલ ખેંચતાણમાં પરિણામ ચોંકાવનારા આવશે એ નક્કી છે. જર્મનીના સર્ચ એન્જિન ‘ઈકોસિયા’ વેબકંપનીના અધિકારી ક્રિસ્ટિઆન ક્રોલ કહે છે કે, અમેરિકા જો અમારાં પરિણામને દેખાડવાનું બંધ કરશે કે ફિલ્ટર કરશે તો યુરોપમાં રહેતા લાખો-કરોડો લોકો સામે મોટી મુશ્કેલી ઊભી થશે.
હવે ડિજિટલ યુગમાં એ સમય નથી કે ફોનબુકને ફરી તૈયાર કરી શકાય. આ વિષય પર નવા નિયુક્ત થયેલા રાષ્ટ્રવડા ટ્રમ્પની પોલિસી પણ કેટલાક અંશે અસર કરી શકે છે. ‘ઈકોસિયા’ અને ‘ક્વાંટ’ એક યુરોપિયન ઈન્ડેક્સ બનાવવાની તૈયારી છે. જે રીતે ગૂગલમાં પરિણામ આવે છે એ રીતે આ સર્ચએન્જિન પર આવશે, પણ એ રિઝલ્ટની સંખ્યા ગૂગલ કરતાં વધારે વ્યાપક હશે એ તો નક્કી. વેબપેજની એક એવી ડિરેક્ટરી અને કરોડો વિષયને સાંકતી ટેકનોલોજી તૈયાર થઈ રહી છે, જેના મૂળિયા યુરોપમાં છે.
Also read: મોર્નિંગ મ્યૂસિંગ: આધુનિક કે ગમાર, સ્ત્રીને આજે પણ બુદ્ધિમાં કમતર ગણવામાં આવે છે
આ સંયુક્ત સાહસને યુરોપિયન સર્ચ ‘પર્સપેક્ટિવ’ નામ અપાયું છે. આવતા વર્ષે તે ફ્રાંસમાંથી લોંચ થવાનું છે. આટલી વાત પરથી એટલું સો ટકા કહી શકાય કે ગૂગલના દરિયામાં સામા પ્રવાહે તરનારી નાની તો નાની માછલી વેગવંતી થઈ રહી છે. ચલો, એક નવું સર્ચ પ્લેટફોર્મ જોવા-જાણવા મળશે, જે ગૂગલની મર્યાદા કરતાં એક કદમ વધુ એડવાન્સ હશે.
બીજી એક ખાસ વાત એ છે કે, આ વેબસાઈટ પર દુનિયાભરના રોકાણકારો માટે દરવાજા ખુલ્લા છે. ખાસ કરીને જે રોકાણકારો ટેકનોલોજીની દિશામાં પૈસા રોકીને પોતાનું નવું પ્લેટફોર્મ તૈયાર કરવા ઈચ્છે છે. જે રીતે ગૂગલનું સોશિયલ મીડિયા ‘ગૂગલ પ્લસ’ ફેલ ગયું એ નિષ્ફળતાને ધ્યાને લેતા આ સંયુક્ત સાહસ યુરોપિયન સોશિયલ મીડિયા શરૂ કરી શકે છે.
આપણને હવે નવી સોશિયલ મીડિયા એપ મળવાના ચાન્સ પક્કા. હકીકતમાં યુરોપની કેટલીક સર્વિસ પર અમેરિકાની નાની નાની કંપનીઓનો દબદબો રહ્યો છે. યુરોપ ટેકનિકલ રીતે સક્ષમ હોવા છતાં પૂરતી સર્વિસના કેટલાક અભાવલક્ષી મુદ્દાને અમેરિકા જાણે છે. આ જ કારણે યુરોપિયન કંપની પોતાની સર્વિસ કે એપ્સમાં સક્રિય થવા મથે છે. સો વાતની એક વાત. ગૂગલના પેટમાં તેલ રેડાયું છે એ વાત નક્કી.
ગૂગલના વિવાદનો એક આખો ગ્રંથ આ કંપનીએ તૈયાર કરીને ટેકનિકલ કંઈક નવું તૈયાર કરવા તમામ શસ્ત્ર સરંજામ તૈયાર કરી લીધાં છે એટલે એક સ્પષ્ટતા એ કે, ગૂગલે જે ભૂલ કે વિવાદ કર્યા એમાંથી નવું સર્ચએન્જિન બચીને તો રહેશે જ. જોકે, બન્ને કંપનીના મોટા અધિકારીઓ એ વાત સ્વીકારે છે કે, ગૂગલ એક અનુભવી કંપની છે. એની સામે ઊભા થવું એ દંગલ શરૂ કરવા જેવું છે. હકીકતમાં આના પાયામાં ડેટાની પ્રાયવસી અને વેચવાલીનો ખેલ છે. યુરોપની જ કંપનીઓ એવા દાવા સાથે જણાવે છે કે, યુરોપના કેટલાક ડેટા અમેરિકા સુધી વહેતા થયા છે, જે યોગ્ય નથી.
દાવા કરનારી કંપનીએ પણ પહેલા બે નામ આ જ કંપનીના આપ્યા છે. હવે મામલો એ જામ્યો છે કે, પોતાનું સર્ચ એન્જિન શરૂ કરવામાં યુરોપ જો ખરૂ ઊતર્યું તો ટેકનોલોજીની દુનિયામાં નવો સૂર્યોદય હશે. ટેક માર્કેટમાં કંઈક નવું થવાના એંધાણ ચોક્કસ છે. હવે ડેટાબેઝના એક્સેસ માટે કંપનીઓના કરાર પર બધુ નિર્ભર છે.
Also read: ઈકો-સ્પેશિયલ: મૂડીબજારના ભાવિ વિકાસનો આધાર કોણ બનશે?
દેખીતી રીતે ભલે ગૂગલ અને બીજું આવનારૂં સર્ચ એન્જિન હરીફાઈમાં હોય, પણ યુરોપમાં તૈયાર થયેલા નવા એપબેઝ સર્ચ મશીનનો હેતુ ડેટાચોરી કે વેપલાનો બિલકુલ નથી. ટેકનોસેવીને વધુ ઓપ્શન અને યુરોપિયન સર્વિસ વિકસે એ હેતુથી અમેરિકાના સમકક્ષ એક કંપની શરૂ કરવાનો ધ્યેય છે. આઉટ ઓફ ધ બોક્સ ગૂગલ સર્ચ શરૂ થયા બાદ સાત વર્ષ સુધી કોઈ જ અપડેટ ન હતી. પછી પહેલી અપડેટ કલરબારની આવી હતી.