ઉત્સવ

મારપીટ કે ગાળાગાળીથી નહિ, કાયદાથી ભણાવો પાડોશીને પાઠ

વિશેષ -પ્રભાકાંત કશ્યપ

જો તમારો પાડોશી એટલો શોર મચાવી રહ્યો હોય કે તેને કારણે તમને તમારા ઘરમાં પણ હેરાનગતિ થતી હોય અને તમારીવારંવારની વિનંતી છતાં પણ એ જરાપણ અવાજ ઓછો કરવા રાજી ન હોય તો, ગાળાગાળી કરીને તેની સાથે માથાકૂટ કરવાનોકોઈ અર્થ નથી. મારપીટતો ભૂલથી પણ ન કરતા! સીધો ૧૧૨ નંબર ઘુમાવો અને પોલીસને બોલાવો. પોલીસને આખી વાત જણાવો. તેની પહેલા તમે સોસાયટીના સેક્રેટરીને પણ ફરિયાદ કરીને જોઈ શકો છો. કદાચ નિવેડો આવી જાય. પણ જો તે સેક્રેટરીની વાત પણ ન માને તો પોલીસને બોલાવો અને જો પોલીસના કહેવાથી પણ તે ન માને અથવા પોલીસ ખુદ તમને સમજાવવા માંડે અથવા ધીરજ રાખવા વકીલ કરી લો અને સીધા મેજેસ્ટ્રીટ પાસે દરખાસ્ત રજૂ કરો. તેના પર મેજેસ્ટ્રીટ પોલીસ એફઆઈઆર નોંધવાનો આદેશ આપશે.

નોંધનીય ભારતીય દંડ સંહિતા મુજબ ઉંચે અવાજે ગીતો કે અન્ય પ્રકારનો શોર કરીને પાડોશીને હેરાન કરવા ગુન્હાની શ્રેણીમાં આવે છે. તેમાં આઈપીસીની કલમ ૨૬૮ અંતર્ગત કેસ નોંધી શકાય છે. કલમ ૨૬૮ પાડોશીના વિરોધ છતાં શોરબકોર થાય તેવું મ્યુઝિક વગાડવું પબ્લીક ન્યુસન્સ માનવામાં આવે છે અને ક્રાઇમ કેટેગરીમાં આવે છે. આઈપીસીની અન્ય એક કલમ ૨૯૦ અંતર્ગત આ માટે દંડની જોગવાઈ છે. જો એકવારની કાયદાકીય કાર્યવાહી પછી પણ પાડોશી ન સુધરે અને ફરી તમને હેરાન કરવા જોરજોરથી મ્યુઝિક વગાડે તો તમે ફરીથી કાયદાકીય કાર્યવાહી કરી શકો છો. એક જ વ્યક્તિ વિરુદ્ધ બીજી વાર એક સરખો ગુન્હો કરવાનો આરોપ લાગશે તો, અપરાધને બીજીવાર આચરવા બદ્દલ તેની ઉપર આઇપીસીની કલમ ૨૯૧ લાગુ પડશે. તેમાં દંડની જોગવાઈ તો છે જ, પણ સાથે આવા ઝઘડાળુ અને બીજાને હેરાન કરવા માંગતા પાડોશીને છ મહિનાની જેલની સજા પણ થઇ શકે છે.

એક બીજી નોંધનીય વાત એ છે કે મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળોને પણ બેલગામ ઊંચા અવાજે મ્યુઝિક વગાડવાની પરવાનગી નથી. ધાર્મિક સ્થળો દ્વારા કરવામાં આવતી આવી હરકત પણ પબ્લિક ન્યુસન્સ માનવામાં આવે છે.

તેથી જો તમારું ઘર કોઈ ધાર્મિક સ્થળની નજીક હોય અને ત્યાંથી થતા સતત અવાજથી તમને હેરાનગતિ થતી હોય તો તેમની વિરુદ્ધ પણ તમે કાયદા દ્વારા અવાજ ઉઠાવી શકો છો અને મેજેસ્ટ્રીટ સ્તરનો અધિકારી તેની તપાસ કરીને તમને એ જ પ્રકરની રાહત પ્રદાન કરી શકે છે, જેવી કોઈ વ્યક્તિગત મામલામાં મળી શકે છે.

જો લાઉડ સ્પીકરવગાડવાથી કોઈને તકલીફ થતી હોય તો મેજેસ્ટ્રીટ તેને હટાવવાનો આદેશ પણ આપી શકે છે. ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા અર્થાત સીઆરપીસીની કિલ ૧૩૩ અંતર્ગત મેજેસ્ટ્રીટને એ અધિકાર પ્રાપ્ત છે કે જો કોઈ વ્યક્તિ મેજેસ્ટ્રીટનો આદેશ પણ ન માને તો ઉચ્ચ અદાલતમાં જઈ શકાય છે. હકીકતમાં બંધારણના અનુચ્છેદ ૨૧માં ભારતના દરેક નાગરિકને જીવવાના અધિકાર અંતર્ગત ધ્વનિ પ્રદુષણ મુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર મળ્યો છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થાના કારણે તમારા આ મૌલિક અધિકારમાં ખલેલ પડે તો તમે તેની વિરુદ્ધ નીચલી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકાય છે. કેમકે શાંતિથી જીવન વ્યતીત કરવું, ધ્વનિ પ્રદૂષણથી બચવું તમારા જીવનનો મૌલિક અધિકાર છે. તેથી જો ભવિષ્યમાં તમારા કોઈ પાડોશી તમારી વારંવારની ફરિયાદ પછી પણ જોરજોરથી સંગીત વગાડતો હોય તો તેની પાસે જઈને તેને સમજાવો કે તેને કારણે તમને ભૌતિક અને માનસિક તકલીફ થઇ રહી છે.

તેથી તે તમારી તકલીફ દૂર કરવા પ્રયત્ન કરશે. પરંતુ કોઈ પણ કિસ્સામાં અદાલતના દ્વાર ખટખટાવવા પહેલા એક વાત સમજી લો, કે તમે જે કોઈ આરોપ લગાવીને કોર્ટમાં જવા ઈચ્છા રાખો છો અને કાયદાકીય સહાય મેળવવા માંગો છો, તેને સાબિત કરવા તમારી પાસે પુરાવો હોવો જોઈએ. ત્યારે જ આરોપી કાયદાકીય દાયરામાં આવશે, નહીતો તે આસાનીથી ફરી જશે કે તમને તકલીફ થાય એવું કાંઈ પણ એ કરી રહ્યો છે. સીઆરપીસીની કલમ ૨૪૬ના અનુચ્છેદ ૪ના માદ્યમથી આરોપમાં સાક્ષીઓની સત્યતાનું પરીક્ષણ કરવું અપરાધી વિરુદ્ધ કાર્યવાહી માટેની એક પ્રક્રિયા હોઈ શકે છે. માટે આ સુવિધા હોવા છતાં પણ તમે સાબિતી વિના કોઈની વિરુદ્ધ ફરિયાદ તો કરી શકો છો, પણ કાર્યવાહી પહેલા પુરાવાઓ એકઠા કરી લેવા જરૂરી છે. જો તમે એ કરી શકશો તો તમારો
પાડોશી તમને પરેશાન નહીં કરી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button