ઉત્સવ

પેમેન્ટ ગેટ-વેબડી મુશ્કીલ હૈ… બાબા, બડી મુશ્કિલ!

ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ

`પેટીએમ’એ પહેલાં ક્રેડિટ મેળવી પછી અપાવી ને હવે ગુમાવી દીધી એટલે કેટલાયને ઓનલાઈન ડામ લાગ્યા.

ઓનલાઈન માધ્યમથી પૈસાની ચૂકવણી કરતી એપ્લિકેશન તો દરેક વ્યક્તિ પાસે હશે. બસ- નામ નોખાં, પણ કામ તો એક જ ચૂકવણીનું. આટલી સાદી સમજ દરેક વ્યક્તિ પાસે છે, પણ હકીકતમાં ચૂકવણીના હિસાબમાં ઊંડા ઊતરીએ તો ખ્યાલ આવે કે, નામ જુદાં – કામ પણ એક જ, પરંતુ પેમેન્ટ મેથડ ઘણી રીતે અલગ છે. કોઈ એકદમ સાદી ને સરળ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે તો કોઈ હાઈ ક્વોલિટી ધરાવતા અલગોરિધમને વાપરે છે. ફાઈનટેક (ફાયનાન્સ + ટેકનોલોજી)માં કેટલીક મર્યાદાને લઈને ક્યારેક ફંડ ટ્રાંસફરમાં મુશ્કેલીઓ આવે છે. આ ઉપરાંત ફોરેન ફંડ મામલે તો સરકારની એજન્સીઓ સતત એક વોચ રાખીને બેઠી હોય છે. એવામાં સાદો ને સરળ સવાલ એ થાય કે, ખરેખર આ પેમેન્ટ કરી દેતી એપ્લિકેશન પેટીએમ'ને વાંધો ક્યાં પડ્યો? વાંધો કંપનીને પડ્યો ને અટવાઈ ગયા કેટલાયના પૈસા. સારી વાત છે કે,પેટીએમ’ એ વોલેટ અને બાકી રહેલી બેલેન્સ માટે પૂરતો સમય આપ્યો. પણ ક્રેડિટની દઈ નાખી એ નક્કર હકીકત છે. નિયમભંગ બદલ કરોળિયાની જાળમાં જંતુ ફસાય એમ `પેટીએમ’ બરોબર ફસાઈ ગઈ. હવે જેને વગર ગરમ સાધને આર્થિક ડામ લાગ્યા હોય એને સવાલ એ થાય કે હવે કરવું શું?
આજે એ સવાલનો જવાબ મળવાનો છે કે, આખરે આ કામ કેવી રીતે કરે છે?

ધારો કે તમે કોઈ એક જગ્યાએથી હજાર રૂપિયાની ખરીદી કરીને ઓનલાઈન પેમેન્ટ ચૂકવો છો. ખરીદી કરનાર વ્યક્તિના ખાતામાંથી પૈસા કપાય છે અને દુકાનદાર કે માલિકના ખાતામાં જમા થાય છે. આ પ્રક્રિયા ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ જાય છે. પેમેન્ટ થાય એટલે બન્ને તરફથી વ્યક્તિ તપાસ કરે છે કે, પૈસા આવ્યા કે નહીં. પણ જે ખર્ચે છે એને કોઈ બીજી રીતે ક્રેડિટ મળી જાય તો? એ ક્રેડિટ સામે કોઈ ચોક્કસ બ્રાંડની વસ્તુમાં બે-પાંચ ટકા કમિશન મળે તો? આવું થતું હતું `પેટીએમ’માં.

હવે સમજીએ સમગ્ર પેમેન્ટ ગેટ- વે સિસ્ટમની આખી કક્કો-બારાક્ષરી….
સૌપ્રથમ જ્યારે એક ક્યુઆર કોડ સ્કેન થાય છે ત્યારે એક ટેકનિકલ પેકેજ ક્રિએટ થાય છે. એ સંપૂર્ણ રીતે એનક્રિપ્ટેડ ફોર્મેટમાં હોય છે, જે એક ચોક્કસ બેંક ખાતા સુધી ટ થાય છે. આ માટે જે તે બેંક ખાતા પાસે પણ પોતાના કેટલાક કોડ હોય છે. જે મેચ થાય તો એ પેકેટને રિસિવ કરવા માટે પરમિટ કરે છે.

આ તો થઈ સાવ સાદી વાત છે કે, તમારા પાસે કોઈના રૂમની ચાવી હોય તો જ અંદર જવા મળે, પણ હવે વાત જ્યારે પૈસાની હોય ત્યારે? જવાબ છે મોર સિક્યોરિટી.

હવે આમાં બે પ્રકાર છે. એક તો કોડ જનરેશન અને બીજો ચેકઆઉટ ગેટ-વે, જે મોટાભાગે ઓનલાઈન ખરીદી કરતા હોઈએ ત્યારે જોવા મળે છે. આ બન્નેમાં પણ એક નિયમ છે. ઈ-કોમર્સ સાથે જોડાયેલી કંપનીઓ મલ્ટિપલ ટ્રાંઝેક્શન એક સાથે કરતી હોય છે એટલે દરેક વખતે એક જ ખાતામાં ક્રેડિટ થાય એ શક્ય ન પણ હોય. હોય તો તો ઘણી રીતે ફોરેન કે દેશી ચલણ મેનેજ કરવું અઘરું બને. એટલે સરળ ભાષામાં કહીએ તો કોઈના ખાતમાં પૈસા ભરવા. પણ અહીં પ્રોસિજર અલગ છે. બેંક સર્વર અને સિક્યોર સોકેટ લયરની મદદથી સમગ્ર પેમેન્ટ ક્લિયર થાય છે.

જે તે પેકેટ પર એના નંબર, મેચ કોડ અને જે તે વ્યક્તિના નામ-ઠેકાણા કોડિગ ભાષામાં લખેલા હોય છે. જ્યારે બેંકના સર્વસ સુધી આ પેકેટ ઈન્ટરનેટ મારફતે કોડના આઉટપુટથી પહોંચે છે ત્યારે બેંકની સર્વિસ સિસ્ટમ પાસે પણ એક ચેકિગ ગેટ-વે હોય છે. એવું તો ન હોય કે, ખાતું ન હોય ને પૈસા ઉહેળી લે. ના, બેંકમાં ખાતું હોય તો જ આ પેકેટને તે ખોલે છે. બીજા દિવસે એટલે કે, સર્વર પ્રોસિજરના અંતે બેંકમાં જ્યારે દૈનિક કાર્ય થાય છે ત્યારે એક ટીમ આવા ટ્રાંઝેક્શનની હિસ્ટ્રી કાઢે છે. યાદ રહે…આ ટીમ પણ તમારા કોઈ નામ કે રકમની વિગત જાણી શકતી નથી. એ માત્ર પેકેટનો હિસાબ કરે છે.

`પેટીએમ’ પર માઠી એ સમયે બેઠી જ્યારે કંપની પાસે કેટલાક ટ્રાંઝેક્શનની રો વિગત સહિતની કેટલીક વિગત વહેતી થઈ, પણ હોબાળો એ સમયે થયો જ્યારે ગંગા વહી ચૂકી હતી ને કમંડળ ખાલી હતું.

બેંકમાં જ્યારે આ અંગે જ્યારે પ્રોસિજર થાય છે ત્યારે જે તે વ્યક્તિના ખાતામાં એ રકમ બોલે છે, પણ બેંક એની ટેકનિકલ પ્રોસિજર પ્રમાણે ખાતામાં પૈસા નાંખે છે. બાકી દરેક એટીએમમાં એક ફંડ હોય છે એમાંથી પૈસા મળે છે. જે હકીકતમાં તો બેંકના પૈસા હોય છે. જેને જે તે ખાતેદાર સાથે ક્નેક્ટ કરીને ઓનકેશ દેવામાં આવે છે. પેટીએમ'એ ભૂલ ત્યાં કરી કે પહેલાં તો તેણે છઇઈંની ગાઈડલાઈન્સ ભંગ કરી.પેટીએમ’ પેમેન્ટ બેંક નિયમભંગ કરતી હતી.

માત્ર સંચાલન બંધ કરાયું છે. લાયસન્સ રદ્દ નથી થયું. 100 મિલિયનથી વધારે કેવાયસીનો ડેટા એની પાસે છે. 80 લાખથી વધારે ફાસ્ટેગનું કંટ્રોલિંગ આ કંપનીએ કરેલું છે, પણ જ્યારે તાત્કાલિક આની સાથે જોડાયેલા ચાલું, બચત, પ્રિપેઈડ, ફાસ્ટેગ અને મોબિલિટી ખાતાને સ્વિચ કરવામાં આવે ત્યારે પેકેજિંગ લોડ વધે છે. એટલા માટે સર્વિસ એરર જનરેટ થતા ક્યારેક પેમેન્ટમાં મુશ્કેલી પડે છે, પણ કંપનીએ ટેક માર્કેટ અંતર્ગત ડેટાનું સાં એવું ક્લેક્શન કર્યું અને સાચવ્યો પણ છે. એટલે ડેટાફ્રોડ જેવી કોઈ બીક નથી. પણ પેમેન્ટ માટેના બીજાં ગેટવેમાં ઘણો ફાયદો થઈ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ