ઉત્સવ

ઊડતી વાત : હરણનાં શિંગડાં કોને ભારે? રાજુ રદ્દી કરે છે જાત -તપાસ…

રાજુ રદી મેગ્નિફાઇંગ ગ્લાસ લઇને જેમ્સ બોન્ડ, શેરલોક હોમ્સ,કરમચંદ, વ્યોમકેશ બક્ષી જેવા જાનબાજ અને ચુનંદા જાસૂસની જેમ મારા ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરે છે. ( જો કે ,રોજ આવી રીતે મારા ઘરમાં પ્રવેશ કરે છે.)કાયદાની ભાષામાં આને ‘ટ્રેસ પાસિંગ’ કહેવાય.મારા ઘરના ડ્રોઈંગ રૂમ ,બેડ રૂમ,ડાઇનિંગ રૂમ, બાથરૂમ, વોશરૂમમાં, સીબીઆઈ, ઇડી, ઇન્કમટેકસની જેમ ઘરનો ખૂણો ખૂણો અને ફિલ્મની ભાષામાં ચપ્પે ચપ્પા છાન મારે છે.

‘રાજુ, આ બધું શું છે?મારી મંજૂરી વિના તું ઘરમાં કેવી રીતે સર્ચ કરે છે?’હું રાજુ પર બરાબર અકળાયો મિ. ગિરધરલાલ તમારા ઘરમાં મૃગશિંગ છે? મને શક છે! ‘રાજુએ પોલીસ ઓફિસર જેવા રૂઆબથી પૂછયું. રાજુ, મારા ઘરમાં મૃગશિંગની કયાં માંડે છે? મારા ઘરમાં ખારી શિંગ નથી. ‘મેં રાજુને કરારા જવાબ આપ્યો.

મિસ્ટર બી સિરિયસ.મને ઉડાઉ જવાબ પસંદ નથી.’રાજુની કડકાઇ ચાલુ રહી. મેં તોબડુ ચઢાવ્યું . ગિરંધરભાઇ, હાથી દાંત એવું કાંઇ ?’

રાજુએ પોઇન્ટેડ સવાલ પૂછ્યો.

‘ રાજુ, મારે દાંતનું ચોકઠું-ડેન્ચર છે. ચોકઠું રાખવું વન અધિનિયમ કે પ્રોટેકટેડ એનિમલ એકટ હેઠળ ગુનો હોય તો મારી ધરપકડ કરવાની છૂટ છે.’ મેં રાજુને ગુસ્સામાં ચોપડાવ્યું.

‘જુઓ ગિરધરભાઇ, આ તપાસ છે. તમારી બખડજંતર ચેનલ’ કે તમારી હાસ્યના નામે હાસ્યાસ્પદ લખવાની કોલમ નથી. મનફાવે એવા જવાબ હું નહીં ચલાવું.’ આજે રાજુ ઉંદરની જેમ ખરલ ચાટી ગયો હોય તેમ કૂદાકૂદ કરતો હતો.

તમારી પાસે વ્યાઘ્રચર્મ કે સિંહચર્મ એવું કાંઇ છે? ‘રાજુની પ્રશ્ર્નોતરી નોનસ્ટોપ નોનસેન્સની માફક ચાલતી હતી . તપાસ હિંદી ટીવી સિરિયલની માફક ખેંચાતી જતી હતી.’
રાજુ, ગરીબી, ફુગાવો, બેકારી, મોંઘવારી , કમ્મરતોડ કરવેરાની લીધે અમારા ચામડા અર્થતંત્રની જેમ લબડી ગયા છે. ત્યાં વ્યાઘ્રચર્મની કયાં પતર ખાંડે છે?’

હું કૌશિકમુનિ કે પરશુરામની જેમ ક્રોધથી આગબબુલા થઇ ગયો. કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રમાં અર્જુનને વિકરાળ વિશ્ર્વ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા અને અર્જુન દિગ્મૂઢ થઇ ગયો હતો તેમ રાજુ મારા રૌદ્ર રૂપથી હકકોબકકો રહી ગયો .

‘ગિરધરભાઇ ,જૂના જમાનાના મહેલ, કોઠી, બંગલાના દીવાનખંડમાં રાવ બહાદુર કરેલા શિકારના પુરાવા તરીકે સિંહ , સસલા, વાઘનું મસાલા ભરેલ મસ્તક વોલ પર ઝુલાવવાની ફેશન હતી.’ રાજુએ જુના જમાનાની યાદ અપાવી.

રાજુ, રાજા-મહારાજા-નવાબો શિકારનો શોખ ધરાવતા હતા. એને શિકાર કહેવાય જ નહીં. એ લોકો માંચડા પર ચડી થ્રી નોટ થ્રીથી શિકાર કરતા હતા. કોઇ જાતના શૌર્યનું દર્શન-પ્રદર્શન નહીં. લોકો અવાજો કરીને વાઘ, સિંહ, હરણ, ચિત્તા, દીપડાને મચાન તરફ ધકેલે . મચાન ઉપર બેઠા બેઠા બંદૂકડી ફોડીને પ્રાણીની હત્યા કરે, જેને શિકાર’ જેવું શોર્યવાન નામ આપવામાં આવતું . રજવાડી કોટ અને બ્રિચીજ પહેરેલા રાજા,નવાબો વગેરે સિંહ , હરણના મસ્તક પર પગ ટેકવી એક હાથમાં જોટાળી રાખી બીજા હાથે મૂંછોને વળ ચડાવતા હોય તેવા ફોટા પડાવતા. તેના લાર્જ સાઇઝના ઓઇલ પેઇન્ટ દીવાલ પર ટાંગતા હતા…..હકીકતમાં ગ્રીસમાં આખલા સાથે બથથમબથ કરવી કે ચેન્નાઇમાં જલીકટુમાં જીવ સટોસટ અને જીવલેણ રમતમાં ખરી ‘ગિરધરભાઇ, તો તમારી પાસે છે શું? કંટાળીને રાજુએ પૂછયું.’

‘રાજુ, મારી પાસે ઘોડા-ગધેડા, સસલા-શિયાળના શિંગડા છે. વનખાતું એને જપ્ત નહીં કરે ને?’ મેં શંકા વ્યક્ત કરી.

ગિરધરભાઇ ,ફેંકવાની હદ હોય! હદ બહાર ફેંકવાનો એક જ વ્યકિતને અધિકાર છે. હું અલિગઢથી નથી આવ્યો .’રાજુએ લમણું તૂટે તેવો ટોન્ટ માર્યો.

હકીકતમાં અમારા રાજુ રદ્દીની આવી તપાસ પાછળ હમણા બની ગયેલો એક બનાવ કારણરૂપ હતો.. કોઇ એક ભાઈ ૧૯૭૫માં ગીરના જંગલમાંથી રોકડ અવેજ આપ્યા વિના નિર્દોષભાવે હરણના શિંગડા લઇ આવેલ. તંત્રની મીઠી નજર હેઠળ આનાથી વધુ કિંમતી વસ્તુઓ સગેવગે થતી રહે છે. પેલાએ હરણના શિંગડાની ટ્રોફી બનાવી ઘરમાં લટકાવેલી. કોઇ જાતના બનાવ વિના વર્ષો, દાયકા પસાર થઇ ગયા.કુંભકર્ણની જેમ ચિર ઘોર નિદ્રામાં સૂતું વનતંત્ર એકાએક ઊંઘમાંથી જાગ્યું . ચરણ ચાંપી મૂંછ મરડી તંત્ર સફાળું જાગ્યું. માત્ર સુડતાળીસ વરસના ક્ષુલ્લક અને નગણ્ય વિલંબ બાદ વન તંત્રે એ શિંગડા જપ્ત કર્યા. પેલા માણસને વીસ હજાર દંડ કર્યો. જો કે, તો પણ તંત્રનો આભાર માનવો રહે કે દંડનીય રકમ પર સાદું વ્યાજ કે ચક્રવૃદ્ધિ વ્યાજ ન ફટકાર્યું, નહીંતર બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી જેવો ઘાટ થાત. આમ તો કહેવાય છે કે

ભેંસના શિંગડા ભેંસને ભારે, પરંતુ હરણના આ શિંગડા પેલા ભાઇને ભારે પડશે તેવું એણે કે પેલા હરણ સુદ્ધાંએ સ્વપ્ને વિચાર્યું નહીં હોય.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker