બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: ગ્રાહકનું માનીતું મોડેલ – સબ્સ્ક્રિપ્શન સબ્સ્ક્રિપ્શન…
આ શબ્દ આજે વેપારમાં ઘણો પ્રચલિત છે. હાલમાં એક જાણીતી કાર કંપનીએ પણ આ પદ્ધતિ અપનાવી. આ મોડેલને બિઝનેસ અને માર્કેટિંગ બંને દૃષ્ટિએથી જોઈ શકાય. જોવા જઇએ તો આ મોડેલ આપણા માટે નવું નથી, કારણ કે વર્ષોથી આપણે આ મોડેલને આપણા જીવનમાં અપનાવ્યું છે, પણ મર્યાદિત ચીજો માટે, જેમ કે, રોજ સવારે દૂધ અને ન્યૂઝપેપર અર્થાત્ છાપાઓ ઘરે આવવા. આમ આ સર્વિસ આપણે વર્ષોથી મહાણી રહ્યા છીએ, જે કહે છે કે ૨૦૨૫ સુધી ૪૭૮.૨ બિલિયન સુધી પહોંચી જશે.
સબ્સ્ક્રિપ્શન બિઝનેસ મોડેલને સરળ અર્થમાં સમજીયે તો, આ રિકરિંગ રેવન્યુ મોડેલ છે, જેમાં ગ્રાહક તમારા ઉત્પાદનો અથવા સેવાઓના બદલામાં સાપ્તાહિક, માસિક કે વાર્ષિક ફી ચૂકવે છે. આ મોડેલ તમને તમારા ગ્રાહક સાથેના સંબંધની આડમાં આવકની સ્થિરતા પ્રદાન કરે છે. આ મોડેલ ઇ૨ઇ અને ઇ૨ઈ કંપનીઓ માટે અનુકૂળ થઈ શકે છે. તાજેતરનાં વર્ષોમાં જીમ મેમ્બરશિપ, ઘઝઝ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સથી લઈને ઘરેણાં, વાઈન અને ફૂડ સ્નેકિંગ કિટ્સ કે બોક્સ સુધીના તમામ પ્રકારના ઉત્પાદન અને સેવાઓ સબ્સ્ક્રિપ્શન મોડેલનો ઉપયોગ કરે છે. આ મોડેલ વધુને વધુ પ્રચલિત થઇ રહ્યું છે, કારણ તે ગ્રાહક માટે સરળ અને ફાયદાકારક છે. હવે પ્રશ્ર્ન થશે કે શું સબ્સ્ક્રિપ્શન મોડેલ તમારી કંપની માટે યોગ્ય છે..? તો આવો, આના લાભ – ગેરલાભ જોઈએ,જેમકે.. અનુમાનિત આવક: જો કે તમને દર મહિને/ત્રિમાસિક/વર્ષે મળી શકે તેવા રજિસ્ટ્રેશન અને કેન્સલેશનની ચોક્કસ સંખ્યાનું અનુમાન લગાવવું અઘરું છે, પરંતુ અમુક ચોક્કસ સમયગાળા માટે તમે જાણી શકો છો કે કેટલા ઘરાકો તમારી પાસે છે. આના કારણે તમારી કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ ઓછી થશે, કારણ તમે નવા કસ્ટમરની પાછળ સમય અને પૈસા ન લગાડતા હયાત કસ્ટમરને
વિવિધ બેનિફિટ્સ આપી તમે એને તમારી સાથે બાંધી શકો છો.
ગ્રાહકનો વિશિષ્ટ અનુભવ: આજે લોકો વ્યસ્ત છે, આવા સમયે એમને ગમતા ઉત્પાદન જરૂર હોય ત્યારે એમને ઓછા પ્રયત્ને મળી શકે છે. અમુક વસ્તુઓ દર મહિને આપણા ઉપયોગમાં આવે છે (દા.ત. ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, વાસણ અને કપડાં ધોવાના પાઉડર, કોસ્મેટિક, ફૂડ સપ્લિમેન્ટ્સ, વગેરે). સબ્સ્ક્રિપ્શનના સહારે ગ્રાહકે સ્ટોક રાખવાની ઝંઝટ નથી કરવી પડતી, કારણ કે સમયે સમયે આ પ્રોડક્ટ સામેથી એને ઘેર પહોંચી જાય છે. નવા પ્રોડક્ટના પ્રમોશન અને એનો અનુભવ કસ્ટમરને આપી શકાય છે, કારણ કે સબ્સ્ક્રિપ્શન પ્રોડક્ટ સીધી ઘરે જતી હોવાથી નવા પ્રોડક્ટને તમે સેમ્પલ તરીકે મોકલી
શકો છે..
ગેરલાભમાં એ જ કે જે કસ્ટમરને ફ્રી ટ્રાયલ્સ અને ડિસ્કાઉન્ટેડ રેટ આપી તમારી સાથે જોડ્યા હશે એ સમયાવધિ પૂરી થયા બાદ તમારા જેવી જ બેનિફિટ આપતી બીજી કોઈ બ્રાન્ડ સાથે જોડાઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો કસ્ટમરને બાંધી રાખવા તે બેનિફિટ પણ છે ને ગેરલાભ પણ…
હવે પ્રશ્ર્ન એ થાય કે સબ્સ્ક્રિપ્શન મોડેલને કેવી રીતે ઊભું કરવું અને તેનું પ્રમોશન કઈ રીત્યે પ્લાન કરવું?
સૌપ્રથમ વિચારો કે તમારી પ્રોડક્ટ કે સર્વિસ તમારા કસ્ટમરના રોજિંદા જીવન માટે કેટલી ઉપયોગી છે. તમે ચોક્કસ સબ્સ્ક્રિપ્શન કિંમતની વ્યૂહરચના પસંદ કરી શકો છો.
દાખલા તરીકે, તમે ફક્ત એક સ્ટાન્ડર્ડ પેકેજ બનાવીને પ્રારંભ કરી શકો છો અને જેમ જેમ તમને ગ્રાહકોના સકારાત્મક પ્રતિસાદ મળવા માંડે ને એમની પસંદગીઓ વિશે વધુ જાણવા લાગો પછી તમે જુદા જુદા સેગમેન્ટના ગ્રાહકો માટે વિવિધ પેકેજો બનાવી શકો છો.
યુઝર એક્સપિરિએન્સ સરળ રાખો, જેના થકી કસ્ટમરને સબ્સ્ક્રિપ્શન લેવું આસાન હોય. તમારી વેબસાઈટ કે એપની માહિતીઓ સરળ કરીને
આપો, જેથી તે તરતજ જોઈતી વસ્તુઓ સબસ્ક્રાઇબ કરી શકે. પેમેન્ટની નીતિ- રીતિમાં પારદર્શિતા અને સરળતા રાખો….
અમુક સમય માટે ફ્રી ટ્રાયલ્સ ફ્રી સેમ્પલિંગનું કામ કરે છે તો તમે આના પર વ્યવસ્થિત રીતે કામ કરો કારણ કે આના અનુભવે ગ્રાહક નિર્ણય કરશે તમારી સાથે જોડાવાનો. તમે અમુક ફીચર્સ ફ્રી આપી બીજા ફીચર્સ વાપરવા માટે કિંમત ચૂકવવા ગ્રાહકને કહી શકો.
એજ રીતે, એડવાન્સ પેમેન્ટ આપનારા કસ્ટમરને અપફ્રન્ટ ડિસ્કાઉન્ટ આપો. ઇ-મેલ માર્કેટિંગ – સોશિયલ મીડિયા દ્વારા સતત એમના સંપર્કમાં રહો. ક્ધટેન્ટ રસપ્રદ બનાવો, કારણકે રસપ્રદ ક્ધટેન્ટ ગ્રાહકને તમારી તરફ આકર્ષશે તો એ જોડશે.
સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલની લોકપ્રિયતા વધી રહી છે અને વિવિધ પ્રકારના બિઝનેસ અને બ્રાન્ડ આનો ફાયદો લેવા તત્પર છે, કારણ કે આ અત્યંત નફાકારક મોડેલ બની શકે છે. વિવિધ કારણોસર આજનો કન્ઝ્યુમર આવા મોડેલો સાથે જોડાવા માગે છે તો એના માટે સમજી વિચારી વ્યૂહરચના ઘડો જે તમને તમારા પ્રતિસ્પર્ધીથી અલગ તારવીને આગળ રાખશે..
આમ સબ્સ્ક્રિપ્શન એ માત્ર ટૂંકી દોડ નથી-તે
મેરેથોન છે માટે લાંબા અંતરની યાત્રા માટે તૈયાર
રહો.