ઉત્સવ

સ્ટ્રીમિંગ ટેક્નોલોજી: દેખને વાલોને ક્યાં નહિ દેખા હોગા

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

માર્કેટ હોય કે મેન્યુફેક્ચરિંગ યુનિટ, સરઘસ હોય કે સ્ટાર્ટઅપ અને ફ્લેટનું સેમ્પલ હાઉસ હોય કે કોઈ ફંકશન વીડિયો સ્ટ્રીમિંગ ઇસ એવરીવેર. સ્ટેટસથી લઈને યુટ્યુબના શોર્ટ સુધી વીડિયો ક્લિપિંગ્સની અનોખી દુનિયાએ ઘણી બધી વસ્તુઓને વિઝિયુલાઈઝ કરી દીધી છે. સાત સમંદર પાર બેઠેલી કોઈ વ્યક્તિને એક સેક્ધડમાં કનેક્ટ કરવી એટલે વીડિયો કોલ ફિચર ઘણી બધી એપ્લિકેશન આપે છે. આ સિવાય મોટા બજેટની કહેવાતી ફિલ્મો જેને સિનેમા હોલમાં જોવા માટે ઘણી રાહ જોવી પડે છે એ ફિલ્મો લોન્ચ થયા બાદ ચોક્કસ સમયગાળાના અંતે આ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઉપર લોડ થઈ જાય છે. એટલું જ નહીં ફિલ્મ બનતી વખતે પણ જે તે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે એના કરાર કરી લેવામાં આવે છે. એટલે એક ફિલ્મમાંથી ડબલ ફાયદા જેવી પ્રણાલી ટેક્નોલોજીના યુગમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તમામ માહોલ વચ્ચે ક્યારેક કોઈને એક સવાલ તો એવો થયો હશે કે આ સ્ટ્રીમિંગ ટેક્નોલોજી આખરે કેમ કામ કરતી હશે??

અનલિમિટેડ ઇન્ટરનેટની ફેસિલીટી વચ્ચે કોઈપણ મોટા સાઈઝના વીડિયો તેમજ ફિલ્મોને ડાઉનલોડ કર્યા વગર જ એ જ પ્લેટફોર્મ ઉપર જોવાની આખી પ્રોસેસને વીડિયો સ્ટ્રીમિંગ ટેક્નોલોજી કહેવાય છે. જેમાં જે તે ફિલ્મને કે વીડિયો ને એક ચોક્કસ પ્રકારે કેટેગરીમાં જનરલાઈઝ કરીને અપલોડ કરવામાં આવે છે. જે હકીકતમાં રી રેકોર્ડેડ વીડિયો હોય છે. જ્યારે આવા વીડિયો જે તે પ્લેટફોર્મ ઉપરથી પ્લે કરવામાં આવે છે ત્યારે સર્વરમાંથી એ વીડિયો રિયલ ટાઈમમાં જે તે ડિવાઇસ સુધી પહોંચીને એક આખી સિક્વન્સ પ્લે થાય છે. વિડીયો સ્ટ્રીમિંગ ટેક્નોલોજી ૯૫ ટકા સર્વર પર આધારિત છે. જેમાં રિયલ ટાઈમ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે પ્રોસેસિંગ અને પ્લેઈગન નો પણ સમાવેશ થાય છે. જાણીને નવાઈ લાગશે કે વીડિયો અને ઓડિયો માટે બે અલગ અલગ ચેનલ ફિક્સ હોય છે જે એકમાં કંબાઈન્ડને થઈને જે ફોર્મેટ બને છે એને પેકેટ કહેવામાં આવે છે. આવા હજારોની સંખ્યામાં પેકેટ્સ સર્વરમાંથી ટ્રાન્સફર થઈને જે તે વ્યક્તિના ડિવાઇસ સુધી પહોંચે છે.

જ્યારે પણ પ્લેનું બટન દબાવવામાં આવે છે ત્યારે આ પેકેટ જે તે ડિવાઇસના પ્લેયર સાથે રિએસેમ્બલ થાય છે. ઘણી વખત મોબાઈલ પર ફિલ્મ જોતી વખતે ઓડિયો પછીથી પ્લે થાય છે. આનું કારણ ફાઇલ કરપ્શન હોવાનું નથી, પરંતુ જે તે ડિવાઇસ એટલા પેકેટ્સને રીસેમ્બલ કરવામાં ક્યાંક પાછળ હોય એના કારણે એવું થાય છે. કારણ કે સર્વરમાંથી આવતા કંટીન્યુ પેકેટ કોઈ જ પ્રકારના વિઘ્ન વગર સતત લોડ થતા રહે છે. સ્ટ્રીમિંગ ટેક્નોલોજીમાં મુખ્ય બે પ્રકારની સ્ટ્રીમિંગ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી હોય છે. લાઈવ સ્ટ્રીમિંગ અને ઓન ડિમાન્ડ સ્ટ્રીમિંગ. લાઈવ સ્ટ્રીમિંગ તો મોટાભાગના લોકોને ખબર જ છે કે જે તે ન્યૂઝ ચેનલ કે પ્લેટફોર્મ સતત પ્રોપર વિષયના વિડીયો આપ્યા જ કરે છે જેને લાઈવ સ્ટ્રીમિંગ કહેવાય છે. એમાં ક્રિકેટની લાઈવ મેચ પણ આવી જાય. જ્યારે ઓન ડિમાન્ડમાં મુવી, ટીવી શો, ટોક શો, મ્યુઝિક કોન્સર્ટનો સમાવેશ થાય છે. જેટલા પ્રમાણમાં બીટરેટ મોટી સંખ્યામાં ટ્રાન્સફર થાય એમ વીડિયો કોલિટીની ક્લિનને વધારે. પણ ઘણી વખત સ્થિતિ એવી ઊભી થતી કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી હોવાના કારણે વીડિયો ચોંટી જતા અથવા પ્રોપરલી પ્લેન ન થતા.

આ સમસ્યાનું નિરાકરણ એબીએસ ટેક્નોલોજીથી થયું એટલે કે એડેપ્ટિવ બીટરેટ સ્ટ્રીમિંગ જે તે ડિવાઇસની ઇન્ટરનેટ સ્પીડના આધારે વીડિયોને એડજસ્ટ કરીને પ્લે કરે છે. એટલે જેટલી કનેક્ટિવિટી સારી એટલી વીડિયો ક્વોલિટી સારી. કોઈપણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઉપર જ્યારે સેટિંગ્સમાં જઈને એની ક્વોલિટી સિલેક્ટ કરવામાં આવે છે ત્યારે જ એના બીટરેટ ફિક્સ થઈ જાય છે એટલે યુઝરને જે ક્વોલિટીના વીડિયો જોઈતા હોય એ પ્રમાણે બીટરેટ ટ્રાન્સફોર્મ થાય છે અને એબીએસ ઓટોમેટિકલી આખા પેકેટને ઇનકોડ કરી એડજેસ્ટમેન્ટ કરી આપે છે સૌથી મોટી અને ખાસ વાત એ છે કે ડેટા સેવિંગ મોડ ઉપર જ્યારે કોઈપણ વીડિયો પ્લે કરવામાં આવે છે ત્યારે વીડિયોના મુખ્ય પાર્ટ્સ હીરો-હિરોઇન્સ કે ખાસ ઈફેક્ટથી શુટ કરેલા સીન એ જ ક્લિયારીટીમાં દેખાય છે જે સિનેમા હોલમાં દેખાય છે, પરંતુ આપણે ત્યાં હજુ પણ કેટલીક સ્પીડ અને ડેટા કનેક્ટિવિટીના મામલે લોલમ લોલ ચાલે છે.

નેટ ફિક્સ વજ્ઞતિંફિિં અને ુજ્ઞીિીંબય જેવા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડેસ ટેક્નોલોજી નો યુઝ કરે છે જેમાં જે તે વીડિયોની નાની નાની ક્લિપને એસેમ્બલ કરીને ફરી પ્લે કરવામાં આવે છે. આનાથી મોટો ફાયદો એ થાય છે કે મોટા અને સારી ક્વોલિટીના વીડિયો ને નાની ક્લિપિંગ્સથી સાચવી રિયાસેમ્બલ કરીને પ્લે કરી શકાય છે. એક વખત પ્લે કર્યા બાદ વારંવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ને ફેટ કરવી પડતી નથી. આ ઉપરાંત ડિવાઇસ ઇન્ટરનેટમાં ડેટા પણ ઓછો યુઝ થાય છે. આવો ડબલ ફાયદો ટેક્નોલોજીના મિનિમમ યુઝ વિશે વિચારનારાઓએ વિચારીને જ મૂક્યો છે. આ પરથી એક સવાલ સ્વાભાવિક પણે થાય કે ટેક્નોલોજી આટલી ફાસ્ટ અને હાથવગી છે તેમ છતાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ મોંઘા શા માટે છે? આની પાછળનાં ઘણાં બધાં કારણો હોય છે. ક્યારેક સર્વ સ્પેસ તો ક્યારેક ઇન્ટરનેટ કનેક્ટિવિટી તેમજ સર્વિસ પ્રોવાઇડર ઘણી મોટી રીતે રોકાયેલા હોય છે. તો ક્યારેક ડિસ્ટ્રીબ્યુટર્સ પણ પ્લેટફોર્મ પર ટાઇપ કરવાના ને લઈને પોતાના આંકડા જે તે કોન્ટેન્ટ ક્રિએટર્સ પાસે કહી દેતા હોય છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના કેટલાક રેવન્યુ મોડલ વિશે આવતા રવિવારે વાત…

આઉટ ઓફ ધ બોક્સ
શબ્દોની શોભા અને ઊંડાણ સમજનારા ઘણા ઓછા લોકો હોય છે, પરંતુ કેટલાક સમય તેમજ પરિસ્થિતિના આધારે લીધેલા મૌનને પણ પારખી જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress