બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : આજના વેપારની આવશ્યકતા… સ્ટાર્ટઅપની માનસિકતા…
-સમીર જોશી
સ્ટાર્ટઅપ લોકોની સમસ્યા શું છે તેની શોધ કરશે, પછી તેનું મૂલ્યાંકન કરશે, ત્યારબાદ તે મુજબના ઘરાકો અને બજાર શોધશે.
આ પણ વાંચો : બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવવા અઈંનો સહારો ન લો..!
હાલમાં જાણીતી મલ્ટિનેશનલ કંપની યુનિલિવરે’ પોતાનાં પરિણામ જાહેર કર્યા ત્યારે બીજી એક વાત કરી કે અમેમિનિમલિસ્ટ’ નામની કંપનીને 2,715 કરોડ રૂપિયામાં હસ્તગત કરી છે. યુનિલિવર’ના સીઈઓના મતે આ એક્વિઝિશન ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે મજબૂત સંભવિતતા દર્શાવે છે, કારણ કેમિનિમલિસ્ટ’ કંપનીએ ફક્ત ચાર વર્ષમાં 500 કરોડનું વાર્ષિક સેલ હાંસિલ
કર્યું છે.
આવી ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓ હસ્તગત થઇ છે તે આપણે જાણીયે છીએ. એક ડેટા અનુસાર ભારતમાં જ્યાં 2016માં 450 સ્ટાર્ટઅપ હતા ત્યાં આજે 1,28,000 થી પણ વધુ સ્ટાર્ટઅપ છે અને 110 થી વધુ યુનિકોર્ન છે. આનો અર્થ એ થયો કે સ્ટાર્ટઅપ કયા સ્તરે વિકસી રહ્યું છે. સ્ટાર્ટઅપ કંપનીઓ અલગ માનસિકતા ધરાવે છે અને તેઓની કાર્ય કરવાની પદ્ધતિ પણ અલગ છે પરિણામે જે રીતે એમને સફળતા મળી રહી છે તે જોઈ ઘણી જૂની પેઢીઓને ઈર્ષા પણ આવે છે કે અમે આટલાં વર્ષોથી જ્યાં સુધી પહોંચ્યા છીએ ત્યાં આ લોકો આટલા જલ્દી પહોંચી ગયા! ઘણાને આ વાત સદતી નથી. એમને લાગે છે કે આ લોકો લાંબા ગાળા માટે ના રમી શકે. લોકોને જે સમજવું હોય તે સમજે, પણ સ્ટાર્ટઅપ કંપનીઓની સફળતા કોઈ નકારી શકે તેમ નથી.
આનું કારણ શું? લોકો વર્ષોથી જેમ વેપાર કરતા આવ્યા છે તેનાથી વિદ્ધની વિચારધારા સ્ટાર્ટઅપ કંપની અપનાવે છે. એ ઘરેડમાં નથી ચાલતી. કહેવાનું તાત્પર્ય તે નથી કે તે જે કરે છે તે બધું સાચું અને દરેકને આ રીતે સફળતા મળે… ઘણા સ્ટાર્ટઅપ નિષ્ફળ પણ ગયા છે. આમ છતાં મુદ્દો તે છે કે જે પરંપરાગત રીતે વેપાર કરતા લોકોએ અમુક વાતો વિચારવી પડશે, કારણ કે અંતે એમણે આ લોકોનો જ સામનો કરવાનો છે તો આ માનસિકતા વિષે વિચારીયે.
આ પણ વાંચો : 144 વર્ષે યોજાતો પૂર્ણ કુંભ મેળો મૅનેજમેન્ટનો માસ્ટરપીસ એવો મહાકુંભ મેળો
સ્ટાર્ટઅપના સ્થાપક બનવાથી સ્ટાર્ટઅપ માનસિકતા આપમેળે સ્થાપિત થતી નથી. સાચી સ્ટાર્ટઅપ માનસિકતા ધરાવતી કંપનીઓ માર્કેટમાં આવતા બદલાવને જાણવું, બદલાતી ઉપભોક્તાની વર્તણૂકોનો અભ્યાસ અને બદલતી ઝડપી તકનીકી પ્રગતિ સાથે તાલ મેળવવામાં માહિર
હોય છે.
સ્ટાર્ટઅપવાળા આ વાતોને ફક્ત જાણતા નથી પણ તેના પર તે મુજબના કામ તેટલી જ ઝડપથી કરે છે. સ્ટાર્ટઅપ માઇન્ડસેટ એ વ્યવસાય માટેનો એક અનોખો અભિગમ છે, જે તમને તમારા ઉત્પાદનો અથવા સેવાઓને તમારા ટાર્ગેટ માર્કેટ સુધી ઝડપથી પહોંચાડવામાં મદદ કરે છે.
સ્ટાર્ટઅપ માનસિકતાને અનુસરવાથી તમે પરંપરાગત પદ્ધતિ કરતાં વધુ ઝડપથી ઉત્પાદનો બનાવી શકો છો. સૌથી મોટો તફાવત પરંપરાગત અને સ્ટાર્ટઅપ કંપનીઓનો જોઈએ તો પરંપરાગત રીતે ચાલતો વેપાર બજારમાં શું ચાલે છે અથવા હું શું બનાવી શકું છું તે વિચારધારાથી શરૂ થયા છે અને વર્ષોના વર્ષ તે જ રીતે ચાલે છે. બીજી તરફ, સ્ટાર્ટઅપ લોકોની સમસ્યા શું છે તેની શોધ કરશે, પછી તેનું મૂલ્યાંકન કરશે, ત્યારબાદ તે મુજબના ઘરાકો અને બજાર શોધશે. આમ પરંપરાગત વેપાર માર્કેટ ડિમાન્ડ જાણી ઉત્પાદન બનાવશે, જે ચાલે છે તે બનાવશે તો બીજે છેડે સ્ટાર્ટઅપ એક એવું ઉત્પાદન બનાવશે જે ગ્રાહકોને જરૂરી ઉકેલ પ્રદાન કરે છે. આવી માનસિકતા વિકસિત કરવી જરૂરી છે.
આથી આગળ, સ્ટાર્ટઅપમાં માલિક અને કર્મચારી જેવી વાત નથી હોતી. અમે' અને
તમે’ નહિ, પણ આપણે આ માનસિકતા હોય છે. આ કારણસર સ્ટાર્ટઅપના સ્થાપકો એમની ટીમને એમના વિઝન માટે કામ કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહિત કરી શકે છે. જ્યારે ટીમ એક થઇ સમાન વિઝન માટે કામ કરતી હોય ત્યારે સ્ટાફને માઇક્રોમેનેજ કરવાની પણ જરૂર નથી પડતી.
આ પણ વાંચો : વર્ષ- 2024ના પાઠ વર્ષ – 2025માં પણ યાદ રાખજો..
મોટા કોર્પોરેટ્સમાં કે સ્થાપિત બિઝનેસમાં સિસ્ટમ અને પ્રોસેસ ઘણી હોય છે. આ વાત જરૂરી છે અને તે તમને સફળતા પણ આપે છે. નિર્ણયો લેવા માટે જયારે અમુક લોકો સંકળાયેલા હોય અથવા સિસ્ટમને અનુસરીને ચાલવાનું હોય ત્યારે
નિર્ણયો લેવામાં વાર લાગે છે. સ્ટાર્ટઅપ માટે આ વાત સરળ છે. ત્યાં નાની ટીમ હોવાથી નિર્ણયો તરત લેવાય છે અને આ માનસિકતા જયારે એ સ્ટાર્ટઅપ મોટી બને છે ત્યારે પણ જળવાય છે.
આ વાત તમે સફળ સ્ટાર્ટઅપ જે યુનિકોર્ન બની ચુકી છે તેમાં જોઈ શકશો. આવી જ રીતે એ ચીજોને સરળ રાખવામાં માને છે. ઉદાહરણ તરીકે, સ્ટાર્ટઅપવાળા એપ દ્વારા કે ટેકનોલોજીના સહારે કામ કરશે, જેથી કામ આસાન થાય. એપ પણ સરળ હોય છે-સિલેક્ટ કરો-ઓર્ડર આપો ને પૈસા ચૂકવો. વાત પૂરી.
આ પણ વાંચો : હેલ્થ ગેઝેટનું અજબ-ગજબ એક્ઝેટ-એક્યુરેટ ને અમેઝિંગ…
સ્ટાર્ટઅપમાં એકબીજાનો સહયોગ, પોતાના વિચારો વ્યક્ત કરવાની છુટ,
હંમેશાં ઉત્સાહિત રહેવું, નિષ્ફળતાનો ડર નહિ, ત્વરિત નિર્ણયો જેવી વાત
સકારાત્મક માનસિકતા ઘડે છે. મોટાભાગના સ્ટાર્ટઅપની એક સમાન વાત એટલે
એ પહેલેથી સ્પષ્ટ હોય છે કે, એક દિવસ મોટું વેલ્યુએશન બનાવી બ્રાન્ડ વેચવી.
આ માનસિકતા એટલે `હું જે વેપાર ઊભો કરી રહ્યો છું તેની સાથે મારે
ભાવનાત્મકતાથી નથી જોડાવાનું અને સમય આવતા તેને રામ રામ કરી, નવી ગિલ્લી નવો દાવ…!’