ઉત્સવ

તારા

મધુ રાયની વાર્તા – મધુ રાય

(ગતાંકથી ચાલુ)
છગન – પછી?
મગન – મને કહે કે એય ઈન્ડિયન! તારું ક્રેડિટ કાર્ડ વાપરવા દે!
છગન – ઓહો! પછી તમે તો ના જ પાડી કે નહીં?
મગન – માનો કે ન માનો, પણ મેં તરત કાર્ડ આપી દીધું એને, કે જા! વાપર! ને શરૂઆતમાં તો એણે ધ્યાન રાખ્યું; જરૂર પૂરતી જ ચીજો ચાર્જ કરે, અને મહિનાને અંતે પૈસા આપી દે!
છગન – બરાબર!
મગન – પણ ધીમે ધીમે બિલ મોટું થતું જાય. હું બિલ ભરી દઉં જેથી પેનલ્ટી ન લાગે; અને તારા વહેલા મોડા પૈસા યાદ કરીને આપી દે. પછી એક વાર ત્રણ માસ થઈ ગયા; ચાર માસ થયા…
તારા – તારા બે હજાર ડૉલર તને આપી દઈશ, ઓ.કે! ડોન્ટ વરી! રાઈટ?
મગન – ભલે કહીને મેં ક્રેડિટ કાર્ડ કેન્સલ કરાવી દીધું. અને તે મે મહિનો હતો; અને સાત દિવસમાં તારા આવીને ઊભી મારી સામે!
તારા – એય, મન્કી!
મગન – અરે, બહુ મલકે છે?
તારા – આ તારા સકિંગ પૈસા!
મગન – બધા? પૂરેપૂરા બે હજાર. ને આઠસો વીસ, ને અડસઠ સેન્ટ?
તારા – ઑલ ઑફ ઈટ! ઈન્કમ ટેક્સ રીફન્ડ આવ્યું ને મેં કહ્યું કે મારા ઈન્ડિયન કઝીનના પૈસા પહેલાં આપી દેવા દે નહીંતર મારા હરામજાદા છોકરાઓ વાપરી નાખશે.
મગન – ગુડ!
તારા – એન્ડ બીજું શું ખબર છે?
મગન – વ્હોય?
તારા – હું તો ઈન્ડિયન બિઝનેસમેન સાથે ફરવા જાઉં છું!
છગન – વિલ યુ ગો આઉટ વિથ મી?
તારા – આઈ વિલ ગો આઉટ વિથ યુ.
છગન – તારા!
તારા – વ્હોટ!
છગન – યુ આર બ્યુટિફૂલ!
તારા – શટ દ સક અપ, યુ હોર્ની મધરસકર!
છગન – રીયલી, તારા, તારે આટલા બધા ડૉલર જોઈએ છે?
તારા – યાહ યાહ?
છગન – ઈન્ડિયામાં મારો એક ફ્રેન્ડ છે.
તારા – યસ?
છગન – તેને અહીં આવવું છે. તું એની સાથે લગ્ન કરે તો તને પંદર હજાર ડૉલર મળે!
તારા – ઓહ! તે કૂતરીના દીકરાનો ફોટો છે તારી પાસે?
છગન – મંગાવી આપું!
તારા – મધરસકરનું મોઢું જોયા વિના કાંઈ લગન થાય? હું કાંઈ તમારા લોકોની ઈન્ડિયન છોકરીઓ જેવી ગમાર નથી!
છગન – શ્યોર.
તારા – શું નામ છે એ ટટુડીનું?
છગન – એનું નામ છે દીપક.
તારા – દીપક મીન્સ શું?
છગન – ધી લેમ્પ. હું ફોટો લાવ્યો છું.
તારા – ફોટો બતાવ!
છગન – ઓ. કે. આ છે દીપક અગરવાલ!
તારા – આ તે કેવું ગોબર જેવું નામ છે? ‘આધાર આલ’? તેને પરણું તો મારે એ નામ રાખવું પડે! તમારા લોકોને રેગ્યુલર નામ કેમ નથી હોતાં? જોન્સ કે વિલિયમ્સ કે કાર્પેન્ટર! તમે બધા વેજિટેરિયન છો તેથી, રાઈટ?
છગન – રાઈટ. ધિસ દીપક! તને ગમે છે?
તારા – યાહ યાહ. લગન કરું તો કેટલા મળે?
છગન – ફિફટીન થાઉઝન્ડ!
તારા – હી ગોટ મની! હી એ મહારાજા?
છગન – નો. બિઝનેસમેન. મારી જેમ બિઝનેસમાં છે.
તારા – કેવડો છે?
છગન – ફિફટીફાઈવ
તારા – સેક્સી? મારી સાથે આખી રાત કુચી કુચી કરી શકે?
છગન – ડોન્ટ વરી.
તારા – ને હું ચર્ચમાં લગ્ન કરીશ. નો ઈન્ડિયન નોન્સેન્સ, ઓ કે?
છગન – શ્યોર!
તારા – ઓલરાઈટ, ફાઈન, ચાલો, લગન કરીએ મધરસકર સાથે!
મગન – જસ્ટલાઈક ધેટ?
તારા – યાહ, જસ્ટ લાઈક ધેટ. મેં પેપર્સ સાઈન કરી દીધા.
મગન – એન્ડ?
તારા – તે મને ઈન્ડિયા લઈ ગયો મારો ઈન્ડિયન ફ્રેન્ડ. પેલા ‘ડીપાક’ મન્કીને મળી. એન્ડ વી ગેટ્સ મેરિડ! રેગ્યુલર ચર્ચમાં. મિનિસ્ટર ને સિંગિંગ ક્વાયર! ધેટ સકિંગ ઈન્ડિયન બેન્ડ! ઓલ ધેટ!
મગન – પછી? પંદર હજાર મળ્યા?
તારા – યાહ, શ્યોર! આઈ ગોટ ઈટ. એ બાસ્ટર્ડને વિઝા મળ્યા હરામજાદાના બચ્ચાને! એન્ડ ઓલ ધેટ ક્રેપ!
મગન – તો કેમ ગાળો દે છે?
તારા – ઓહ, નો. નોટ મેડ. ગુસ્સો નથી. જસ્સ સેડ, લિટલ બિટ, લાઈક યુનો… જસ્સ સેડ!
મગન – વ્હાય? તને જોઈએ તે મળ્યું, તેને જોઈતું તેને મળ્યું!
તારા – હા ભાઈ હા! મને મારા સકિંગ પૈસા મળ્યા. એને એના સકિંગ વિઝા મળ્યા. એના સકિંગ વકીલે બધું હેન્ડલ કર્યું. સકિંગ નાઈસ એન્ડ સ્મૂધ.
મગન – સો?
તારા – હી હર્ટ મી. મધરસકરને પકડાવી દેવાની છું તું જોજે ને! કૂતરીનો બચ્ચો મરવાનો છે, હું લોયરને મળીને એની ખોપરી ફાડી નાખીશ!
મગન – વ્હાય? શું થયું? શું કર્યું એણે?
તારા – મારો હસબન્ડ થાય છે ને પછી કહે છે, નો નો! એ તો ફોર્માલિટી છે. આપણાથી સાથે સૂવાય નહીં! એઈન્ડ ધેટ રોંગ?
મગન- ઓહ!
તારા – માઈ હસબન્ડ ડોન્ટ લવ મી? હું એને ગમતી નથી! તો લગન, ને એફિડેવીટ ને બધું ખોટે ખોટે? નો લવમેકિંગ, લાઈટ ઈટ ઓલ’સ એ લાઆય! આખું મેરેજ ને બેન્ડવાજાં ને ફલાવર બધું ધતિંગ હતું? રાઈટ ઓર રોંગ?
મગન – ઓહ…!
તારા – અમે લગ્ન પહેલાં ફક્ત એકવાર મળેલાં! વન્સ! બોમ્બે. દરિયાકિનારે અમે હાથ પકડીને ચાલતા હતા. જાણે રેગ્યુલર રીયલ કપલ. હસબન્ડ એન્ડ વાઈફ. પેલું સ્વીટ ડ્રિન્ક અપાવ્યું તેણે, શુગર કેન જ્યુસ. વી વોક ઓન ધ બીચ. હી હોલ્ડ માઈ હેન્ડ લાઈક ધીસ!
મગન – યસ!
તારા – આઈ ગેટ્સ ક્લોઝ, આઈ ગેટ્સ કલોઝર. વ્હોટ ધ સક! હી માઈ હસબન્ડ, મારો મરદ છે તો હું ચોંટીને ન ચાલું સુવરને? એણે મારી કમરે હાથ મૂક્યો! મારા કૂલાને વહાલ કર્યું! આઈ ગેટ્સ ઓલ હોટ! હી સેયઝ…
મગન – હી સેયઝ…
તારા – હી સેયઝ યુ આર પ્રિટી. તે મન્કીને કિસ કરી! તેના મોઢામાં ધેટ ફિલ્ધી ટોબેકો થિંગ હતી. પણ વી કિસ, જસ્સ ટચ એન્ડ ગો! જાણે બૅન્ક લૂંટીને ભાગવાનું હોય એમ ખાલી અડાડીને કિસ કરી! હી સેયઝ ઈન્ડિયામાં કિસ ન થાય! વ્હોટ? આઈ સેયઝ. વાઈફને કિસ ન થાય? નોટ ઈન પબ્લિક! હી સેયઝ.
મગન – પછી?
તારા – પછી અમે રેતી ઉપર સૂતાં. વી ટોક. વી હોલ્ડ હેન્ડ. આઈ ફોલ્સ ક્લીપ. ને આંખ ખોલી તો હી’ઝ ગોન!
મગન – પછી તે દેખાયો જ નહીં?
તારા – નો! આઈ કમ્સ બેક ટુ ધી સ્ટેટ્સ. હી ગેટ્સ વિઝા. હી કમ્સ હીયર. તરત મધરસકર એના લોયર પાસે ગયા. સકિંગ ઈમિગ્રેશનમાં ગયા. ધે સપોઝ ટુ આસ્ક મી ક્વેશ્ર્ચન. તે સુવ્વરોને કોઈ સવાલ જવાબ ન કર્યા! ફરજ નથી પાકી તપાસ કરવાની સરકારની? કે મેરેજ છે કે શિટ છે! સપોસ ટુ મેક શ્યોર!
મગન – ધી ઈમિગ્રેશન.
તારા – ધી ફેટ નિગર્સ ઈન ઈમિગ્રેશન!
મગન – કોઈને કેઅર નથી!
તારા – સાલાઓ આ ઈન્ડિયન નિગરને ગ્રીન કાર્ડ માટે એપ્રુવ કરે છે ને ભૂમ્મ! બાય બાય, સોલોન્ગ! સીયુરાઉન્ડ! લોયર ડિવોર્સના પેપર્સ સાઈન કરાવે છે. આઈ ગેટ્સ ધી મની. આઈ ક્રાયસ.
મગન – વ્હાય?
તારા – આઈ ક્રાયસ.
મગન – વ્હાય?
તારા – વ્હોટ આઈ વોન્ટ વિથ મની? વ્હેર’સ માઈ હસબન્ડ, ટેલ મી ધેટ! મારો મરદ ક્યાં? જેની સાથે લગન કીધાં તે ક્યાં? પૈસાને શું કરું? ઈન સિકનેસ એન્ડ હેલ્થ. ટુ ચેરિશ એન્ડ લવ? બધું ધતિંગ! લાય! લાય! આઈ લાટ ટુ જિસસ! હું ખોટું બોલી! ભગવાન પાસે, યુ નો! જસ્ટ નોટ રાઈટ!
મગન – રાઈટ.
તારા – તમે લોકો ખતરનાક છો, ઓ કે? યુ નો. ફોરેનર્સ. ડિફરન્ટ ફૂડ. ડિફરન્ટ ટોક, માણસોને બાળો છો! યુ બર્ન યોર પીપલ. કોને પડી છે, કોને બાળો છો! ક્યાં દાઝે છે! યુ ડોન્ટ કેઅર હુ યુ બર્ન, વ્હેર ઈટ બર્ન.
મગન – ઓહ માઈ ગોડ.
તારા – મરેલાંને આગથી બાળો છો. જીવતાંને આગ વિના બાળો છો!
મગન – સોરી.
તારા – યાહ. જાણે હું એની વાઈફ હતી જ નહીં! જાણે હું એની રંડી હતી! એ સકિંગ વ્હોર!
મગન – વેરી સેડ.
તારા – આઈ ઈઝ વેરી સેડ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button