ઉત્સવ

વિશેષઃ ૧૭૫ સ્કૂલનાં ૩૦,૦૦૦ બાળકોમાં પુસ્તક વાંચનનો શોખ જાગૃત કરતી સૃષ્ટિ પરિહાર

એવું વિશ્વ જ્યાં કલ્પનાને કોઇ મર્યાદા નથી હોતી અને દરેક બાળક પુસ્તકોનાં પાનાં ફેરવીને અસંખ્ય સાહસો શરૂ કરવાની તકને પાત્ર છે, પણ બધા એટલા ભાગ્યશાળી હોતા નથી. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ પ્રમાણે જાહેર અને ખાનગી સ્કૂલનાં ૪૦ ટકા બાળકો તેમના સ્તરનાં પુસ્તકો વાંચવા માટે સમર્થ નથી અથવા તેઓ સમજી શકે, તેઓની માનસિકતા પ્રમાણેનાં પુસ્તકો તેમના સુધી પહોંચતાં જ નથી.

સૃષ્ટિ પરિહાર (૩૩)એ નશેર અ બૂક ઈન્ડિયા એસોસિયેશનપ (સાબિઆ) સંસ્થા દ્વારા બાળકો અને પુસ્તકો વચ્ચેના આ અંતરને દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. આ સંસ્થા લાઇબ્રેરીઓ બનાવે છે, પુસ્તકો માટે દાન મેળવવાની ઝુંબેશ અને પુસ્તક મેળાઓનું આયોજન કરે છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ અનુસાર ૧૪થી ૧૮ વર્ષના છોકરા-છોકરીઓ ગ્રેડ-૨ લેવલનાં લખાણો બરાબરથી વાંચી શકતા નથી.

વાર્તાકાર અને લેખિકા સૃષ્ટિ પુસ્તકોની પરિવર્તનશીલ શક્તિને બરાબરથી સમજે છે. નહું જ્યારે મોટી થઇ રહી હતી ત્યારે મારા ઉપર પુસ્તકોનો પ્રભાવ ઘણો પડ્યો. હું મારા જીવનમાં કંઇક કરી શકી તેનું મુખ્ય કારણ પુસ્તકો પ્રત્યેનો મારો પ્રેમ છેથ, એમ સૃષ્ટિ પરિહારે જણાવ્યું હતું.

સાબિયા સંસ્થા મારફતે સૃષ્ટિ દરેક બાળક સુધી પુસ્તકો પહોંચાડવા માગે છે. ૨૦૨૪માં જ સંસ્થાએ ૧૭૫ સ્કૂલના ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો.

સૃષ્ટિએ આ ઝુંબેશમાં પોતાનું તન-મન-ધન બધુ લગાવી દીધું હતું. સૃષ્ટિ કહે છે મારા મિત્રએ કહ્યું હતું કે સરકારી સ્કૂલોમાં બાળકો માટે કોઇ લાઇબ્રેરી જ નથી. તેમની પાસે વાંચવાની જગ્યા જ નથી. તેનો મને ઘણો આઘાત લાગ્યો હતો. ગરીબ બાળકોને જ્યાં શિક્ષણ મળે છે એ જગ્યાએ જ તેમના મૂળભૂત અધિકારનો ભંગ થઇ રહ્યો હતો. તેમને પુસ્તકોથી વંચિત રાખવામાં આવી રહ્યાં હતાં.

સૃષ્ટિ પર આની ઊંડી અસર થઇ હતી અને તેણે પહેલા ફેસબુક પેજ બનાવ્યું, ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ પર નબૂકસ્ટાગ્રામથ શરૂ કરી દીધું. તેના પર તે મિત્રો અને પરિવારજનોને પુસ્તકો દાન કરવા વિનંતી કરતી હતી.
આખરે આ ઝુંબેશે મોટું સ્વરૂપ લીધું જેમાં ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોની સ્કૂલોમાં લાઇબ્રેરીઓ બનાવવી, શિક્ષકોને તાલીમ આપવાના કાર્યક્રમો, પુસ્તકમેળાઓ અને ડોનેશન કાર્યક્રમોનો સમાવેશ કરાયો.

સાબિયા સંસ્થા દ્વારા માર્ચ, ૨૦૨૨માં કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનની પચાસથી વધુ સ્કૂલોમાં સરકારી યોજના નપઢે ભારત બઢે ભારતથ અમલમાં મૂકવામાં આવી જ નહોતી, જ્યારે કે આ યોજનાનો મુખ્ય ઉદૃેશ્ય વિદ્યાર્થીઓને વાંચન પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને તેમને આ માટેની વધુને વધુ સામગ્રીઓ પૂરી પાડવાનો હતો.
નઆ સમસ્યાનો ઉકેલ લાવવા માટેની સરકારી યોજનાઓ ઓળખી કાઢવામાં આવી હતી અને તેનાં પુસ્તકોનો ઉપયોગ જ કરાયો નહોતો. આ તરફ અમે બહુ ધ્યાનથી કામ કરી રહ્યા છે.
અમે સ્કૂલના પ્રિન્સિપાલો અને શિક્ષકોને સમજાવી રહ્યા છે કે જો પુસ્તકોનો ઉપયોગ વધુ થાય અને પુસ્તકો ફાટી જાય તો કંઇ વાંધો નહીંથ, એમ સૃષ્ટિ કહે છે.

આને કારણે જ સાબિયા સંસ્થાએ લાઇબ્રેરીઓ બનાવવાનું શરૂ કર્યું, એટલું જ નહીં લાઇબ્રેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજ્યા જેમાં વાર્તાઓ કહેવી સહિતની પ્રક્રિયાઓ હાથ ધરાઇ. ત્યાર બાદ બાળકોમાં કેવી રીતે પ્રગતિ થઇ રહી છે તેના પર ધ્યાન આપવામાં આવ્યું.

વાર્તા સંભળાવવાનું સત્ર થીમ આધારિત હોય છે અને અમે ખાસ કરીને સામાજિક-ભાવનાત્મક વિષયોને વધુ સમાવવાનો પ્રયાસ કરીએ છીએ. થોડા જ સત્રમાં બાળકોમાં પરિવર્તન દેખાવા લાગ્યા અને તેઓમાં અદ્ભુત વિશ્ર્વાસ દેખાવા લાગ્યો. અન્યો સાથે વાતચીત કરવામાં પણ તેઓમાં આત્મવિશ્ર્વાસ જણાયો, એમ સૃષ્ટિ કહે છે.

સંસ્થા દ્વારા અત્યાર સુધી ૧૬ રાજ્યની ૧૭૫ સ્કૂલના ૩૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. કોટા, જયપુર અને દિલ્હી સહિતનાં શહેરોમાં ગ્રૂપ કમ્યુનિટી લાઇબ્રેરીઓ સ્થાપવામાં આવી છે

Also Read – ઞઈૠના નવા નિયમ: કૉલેજ શિક્ષણનો પ્રવાહ સાવ પલટાઈ જશે…

જેમાં ૫,૦૦૦થી વધુ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે અને આ લાઇબ્રેરીમાં ૨૩૨ નવા સભ્યો જોડાયા છે. સાબિયા દ્વારા દિલ્હી અને નોઇડાની સ્કૂલોમાં લાઇબ્રેરીની જગ્યા પણ વધારવામાં આવી છે અને જયપુરમાં પ્રથમ મોડેલ સ્કૂલ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી હતી જ્યાં બાળકો પુસ્તકો વાંચવાની સાથે શિક્ષણ સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button