વિશેષ : આમ જ નથી મળી જતી બૅન્કની લોન…

-શૈલેંદ્ર સિંહ
કયારેક આપણને જાણીને અચરજ થાય કે, આપણા જેવા બીજા કેટલાને બૅન્કો ફોન કરી કરીને લોન માટે પૂછે છે. પરંતુ આપણે લોન માટે અરજી કરીએ તો ના પાડે. પરંતુ આના પાછળનું કારણ જો આપણે જાણતા હોઈએ તો આપણે એવું કયારેય નહીં કહીએ કે બધાને થોડી લોન મળે? પરંતુ આ સાચું નથી. એવું હોઈ શકે કે, અમુક સમય પહેલા બૅન્ક પોતાના પસંદીદાર ક્લાઈન્ટને જ લોન આપતી હતી.
પરંતુ હવે સમય બદલાયો છે. જો તમારો પ્રોફાઈલ ઠીકઠાક હશે કે તમારો પ્રોફાઈલ જોખમભર્યો નહીં હોય એટલે કે, જો તમને કાંઈ થઈ જશે તો લોન કોણ ચૂકવશે? જો આ બધું બરાબર હશે તો સાચું માનો બૅન્ક તમને લોન દોડીને આપશે. ઘણા એવા લોકો છે કે જેમને બૅન્કમાંથી લોન તો જોઈતી હોય, પરંતુ લોન માટે કઈ યોગ્યતા હોવી જોઈએ તે જાણતા જ નથી. અહીં આપણે વાત કરીએ કે લોન કઈ રીતે લેવી જોઇએ અને લોન લેવા માટે કઈ કઈ યોગ્યતાઓ હોવી જોઈએ.
પહેલી યોગ્યતા-ઉંમર પ્રમાણે આવક
જો કોઈ બૅન્ક કે નાણાકીય કંપની કે પછી કોઈ બીજી કંપની તમને બૅન્ક લોન આપતી હોય તો તેઓ તમારી ઉંમર અને ઉંમર હિસાબે કેટલી આવક છે તે જાણે છે. હોમ લોન પ્રાપ્તિની ગણના તમારા વ્યવસાયનાં કેટલાં વર્ષો બાકી છે અને તમારી ઉંમર કેટલી છે તેના પરથી થાય છે. વ્યવસાયનાં કેટલાં વર્ષો બાકી છે તેના પરથી શું તારણ નીકળી શકે?
એટલે કે, જો કોઈ વ્યક્તિની ઉંમર 50 વર્ષની હોય અને તેની આવક મહિને દોઢ લાખ રૂપિયા હોય તો તેને 60 લાખ રૂપિયાની લોન મળી શકે. અથવા જો 30 વર્ષની વ્યક્તિની આવક મહિને દોઢ લાખ રૂપિયા હોય તો તેને 94 લાખ રૂપિયાની લોન મળી શકે. આ ઉપરાંત તે કઈ કંપનીમાં કામ કરે છે તે પણ જોવું પડે છે. નાની કંપની કરતા બૅન્ક લોનની પ્રાથમિકતા મોટી કંપનીમાં કામ કરતી વ્યક્તિને આપે છે.
શું તમે ખૂબ સવાલો કરો છો?
આ સવાલ પર મોટાભાગના લોકોનું એમ માનવું છે કે, લોન સાથે અમારું શું લેવાદેવા અને જે લોન લેવા માગે છે તે સવાલો તો પુછશે જ ને. તમારી વાત સાચી છે કે, માર્કેટની પોતાની એક ગણતરી પણ હોય છે. તેથી જ એ સાચું છે કે, જો તમે બૅન્કને વધારે સવાલ જવાબ કરશો તો તમને હોમ લોન મળવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે.
એટલું જ નહીં આનાથી તમારા ક્રેડિટ સ્કોરમાં પણ ફરક પડશે. એક વાતનું ધ્યાન રાખવું કે, જો તમે એમ માનતા હોવ કે તમે કયારેય પણ લોન લીધી નથી તો બૅન્ક તમને લોન માટે પ્રાધાન્ય આપશે એવું ન માની લેવું. આનાથી ઉંધું લોન હિસ્ટ્રી ન હોવાને કારણે કર્જદાતાને તમારા કર્જનું મુલ્યાંકન કરવામાં અઘરુ પડે છે. તમને લોન ન મળવાનું આ એક ખૂબ જ મોટું કારણ હોઈ શકે.
આપણ વાંચો: ટૅક વ્યૂહ : લો, ટેક્સી-બાઈક હવે હવામાં ઊડશે…! હોવરબાઈક યુગનો થઈ રહ્યો છે આરંભ
ફેમીલી અને પ્રોપર્ટી બેકગ્રાઉન્ડ
ઘણી વખત તમારી પોતાની નહીં, પરંતુ જે બિલ્ડર પાસેથી ઘર ખરીદવાના હોવ તેની ઈમ્પ્રેશનની પણ અસર તમારી લોન પર થઈ શકે કારણ કે ઘણીખરી બૅન્ક ગણેલા બૅન્કરોને જ લોન આપે છે.
જો તમે પ્રોપર્ટી એવા બિલ્ડરથી લેવાના હોવ જે પહેલેથી જ બ્લેક લિસ્ટેડ હોય તો પણ તમારી લોનની એપ્લિકેશન પાસ નહીં થાય. જો તમે મહિલા હોવ તો તમારી પારિવારીક સમસ્યા નડી શકે છે. જોકે ઘણી બૅન્ક મહિલાઓને વિશેષ સુવિધાઓ ઓફર કરે છે, પરંતુ મોટાભાગની બૅન્ક અવિવાહિત વર્કિંગ મહિલાઓને લોન આપતા અચકાય છે. તેઓને ડર હોય છે કે જો તેમના લગ્ન થઈ જશે અને તેઓ કામ છોડી દેશે તો લોનના હપ્તા ચૂકવશે કેવી રીતે.
જો તમે કોઈ લોન ડિફોલ્ટરના ભાડૂઆત હોવ કે પછી કોઈ લોન ડિફોલ્ટર તમારે ત્યાં રહેતા હોય કે પછી કોઈ પરિવારના સભ્યો હોય તો પણ તમને લોન મળવામાં મુશ્કેલી થઈ શકે. મજાની વાત એ છે કે, આ વાત માત્ર હોમ લોન પૂરતી જ સીમિત નથી, પરંતુ બીજા કર્જાને પણ લાગુ પડે છે.
ઉદાહરણ તરીકે, જો તમને લાગે કે બજારમાં તમારી સારી પ્રતિષ્ઠા છે અને તમારે ફકત ફોન પર જ હા કહેવાની જરૂર છે અને તમને ક્રેડિટ કાર્ડ મળી જશે, તો એવું નથી. કારણ કે ધણાં એવાં ગુપ્ત કારણો પણ હોઈ શકે અને જરૂરી નથી કે તમને ખબર હોવી જોઈએ.
ઉદાહરણ તરીકે પૂરતી ક્રેડિટ રકમનો અભાવ. ક્રેડિટ કાર્ડ નિષ્ણાંતોનું કહેવું છે કે ઘણાં લોકોનું એવું માનવું છે કે અમારી પાસે એક ક્રેડિટ કાર્ડ છે કે નહીં કે પછી અમારા પાસે કોઈ હોમ લોન કે કાર લોન છે કે નહીં.
આ કોઈ જોખમથી ઓછું નથી. કારણ કે લોન આપતી કંપની હંમેશાં પહેલા લોન હિસ્ટ્રી જોવે છે અને તેના પરથી ખબર પડી જો કે આ વ્યક્તિનો લેવડ દેવડનો હિસાબ કેવો છે. એક જ સમયે એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવા પણ જોખમ ભર્યું હોય છે. કોઈ વ્યક્તિ એક જ સમયમાં એકથી પણ વધુ ક્રેડિટ કાર્ડ રાખે તો ઘણી બૅન્ક અને કંપનીઓ આવા લોકોને ક્રેડિટ કાર્ડ આપવામાં સાવચેતી રાખે છે.