ઈકો-સ્પેશિયલ: યુદ્ધનો તનાવ વત્તા ટૅરિફના દબાવ વચ્ચે કેવો રહેશે સોનાનો ટ્રેન્ડ?

-જયેશ ચિતલિયા
દેશ કોઈ પણ હોય, યુદ્ધની અસર એના સામાજિક જીવન કરતાંય આર્થિક જીવન પર વધુ પડે છે. ભારત-પાક વચ્ચે યુદ્ધ થશે કે કેમ એના વિશે અકળ રહસ્ય છે. આ રહસ્યનાં તાણાવાણાં વચ્ચે ભારતમાં સોનાના ભાવની વધઘટ નવા હિલોળા પર બેઠી છે. અલબત્ત, સોનાના ભાવની આ વધઘટ પર ગ્લોબલ ઈકોનોમી-જિઓપોલિટિકલ ઈકોનોમી-સિચ્યુએશન પર અસર રહી છે. તાજેતરમાં ફરીવાર નવા ઊંચા લેવલને આંબીને પાછાં ફરેલા સોનાની હાલ જે ડિમાંડ, પણ એના માત્ર ભાવ વિશે ક્ધફ્યુઝન છે. વપરાશની વાત જુદી છે, પરંતુ રોકાણનો સવાલ આવે છે ત્યારે સોનામાં વર્તમાન ભાવે રોકાણ કરાય કે કેમ એ સવાલ કોઈને પણ મૂંઝવે એવો છે.
વૈશ્વિક સ્તરે જયારે અનિશ્ર્ચિતતાનું અને જોખમની સંભાવનાનું વાતાવરણ વધતું જાય ત્યારે ગ્લોબલ કરન્સી પરનો ભરોસો ઘટવા લાગે. એ વખતે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંક સોનું ખરીદવાની દોટ મૂકે છે. છેલ્લા અમુક મહિનાઓથી સોનાના વધતા ભાવ કંઈક આવાં જ કારણો ધરાવે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ઈઝરાયલ-હમાસ યુદ્ધ અને હવે ભારત-પાક વચ્ચે પૂર્ણ યુદ્ધની નોબત વચ્ચે કથિત યુદ્ધબંધીને લીધે પણ આ યુદ્ધ વિશે વિચિત્ર અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી છે. યુએસમાં વ્યાજદર, મોંઘવારી દર અને જોબ ડેટાની નબળાઈના સંજોગોએ પણ સોના પ્રત્યે ત્યાં આકર્ષણ અને જરૂરિયાત વધી છે. ચીન પણ સોનામાં જબરો રસ ધરાવે છે.
આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ: પાકિસ્તાન-અમેરિકાને એમની જ ભાષામાં કરારા જવાબ!
‘ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશન’ની માહિતી મુજબ, સોનાનો ભાવ થોડા દિવસ પહેલાં જે 10 ગ્રામના 999નો રૂ. 96,416 હતો તે 12 મેના ગબડીને રૂ. 93,080 થયા બાદ 13 મેના સાંજે 6 વાગ્યે ફરી ઉંચકાઈને રૂ. 94,344 બોલાયો હતો. MCXમાં પણ જૂન વાયદા માટે સોનાનો ભાવ 1.26 ટકાના ઉછાળા સાથે રૂ. 94,070ને સ્પર્શી ગયો હતો, જે 12 મેએ 3.79 ટકા ગબડીને રૂ.92,860નો બંધ રહ્યો હતો ટૅરિફ યુદ્ધ શાંત પડે તો…
એક આધારભૂત અંદાજ મુજબ, અમેરિકા અને ચીન વચ્ચેના ટૅરિફ-યુદ્ધને લીધે ઈન્વેસ્ટરોના સેન્ટિમેન્ટને લાગેલા ધક્કાને કારણે વિશ્વ બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 3 ટકા જેટલો ઘટીને 3,230 ડૉલર રહ્યો હતો, પરંતુ બંને દેશે 90 દિવસ માટે ટૅરિફમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો કરવા સહમતી સાધતાં વ્યાપાર તંગદિલી હળવી થશે અને સોના જેવા સુરક્ષિત કહેવાતાં સાધનોની માગ ઘટે એ સહજ છે.
બીજી તરફ, ઉદ્યોગના જાણકારોને આશા છે કે સોનું નજીકના ભવિષ્યમાં નીચા વલણ સાથે અસ્થિર રહેશે. આ સાથે 3 ટકા જેટલું કરેકશન થવાની ધારણા છે. અમેરિકા-ચીન વચ્ચે ટૅરિફ મામલે મંત્રણામાં પ્રગતિ થશે તો આગામી 30-40 દિવસમાં સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ ઔંસ 3,150 ડૉલર સુધી ઘટી શકે છે. ઘરઆંગણે, સોનું રૂ. 90,000-91,000 સુધી ઘટી શકે છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું ઘર્ષણ શાંત પડી જાય એવું નિષ્ણાતો માને છે.
આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ : અનકલેઈમ્ડ ડિવિડંડ-શેર્સની સમસ્યાનો ઉકેલ તથા સાયબર અટેક સામે રક્ષણ
આ ઉપરાંત ભારત-યુએસ વેપાર કરારને લઈને પણ પોઝિટિવ સંકેતો હોવાથી શેરબજારમાં ઉછાળા જોવાયા છે. જો આ દિશામાં બંને દેશ આગળ વધશે તો સોનાના ભાવ વધતા અટકી શકે અને ઈકિવટીમાં આકર્ષણ વધી શકે છે. યુદ્ધ ટળવાનું પાકકું થઈ જશે તો…
ભૌગોલિક-રાજકીય તંગદિલી હળવી થવાને લીધે સોના વિશેની ધારણા નબળી પડી શકે છે, કારણ કે એ તંગદિલીને લીધે જ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. એક્સપર્ટ વર્ગના વિશ્ર્લેષણ મુજબ, MCX ગોલ્ડમાં પણ ઉતાર-ચઢાવ રહેવાની સંભાવના છે. હાલમાં સપોર્ટ 92,200 પર અને પ્રતિકાર 97,000 પર છે. જોકે અન્ય નિષ્ણાતોનું માનવું છે કે સોનામાં તેજી ચાલુ રહેશે. એમના મતે, ફુગાવામાં ઘટાડો થતાં અને અમેરિકા તરફથી મજબૂત આર્થિક સંકેત મળવાને લીધે સોનામાં થોડુંક ટૂંકા ગાળાનું કરેક્શન જોવા મળશે. કેન્દ્રિય બેન્ક દ્વારા ખરીદી, ભૌગોલિક-રાજકીય અનિશ્ર્ચિતતા અને વ્યાજ દરમાં સંભવિત ઘટાડાને લીધે તેજીનું વલણ ચાલુ રહેશે. જોકે યુદ્ધ ટળી જશે એવું પાકા પાયે લાગશે ત્યારે સોનાના ભાવ પીછેહઠ કરશે ને ઈકિવટી માર્કેટ જોર પકડશે.
‘ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન’ના મતે સ્થાનિક સ્તરે, ભારતીય માગ સ્થિર છે, જેનું કારણ છે સાંસ્કૃતિક આકર્ષણ અને આગામી લગ્નસરાની મોસમ છે. આમ સોનાના ભાવ આગામી અમુક ક્વાર્ટર સુધી સ્થિર અને મજબૂત રહેશે એવી ધારણા મુકાઈ રહી છે. રિટેલ ઈન્વેસ્ટર્સે શું ધ્યાનમાં રાખવું?
આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ : મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટરના વારસદારોને મદદરૂપ થવા આવી ગયો છે એક ‘મિત્ર’…
રિટેલ ઈન્વેસ્ટરોને સલાહ છે કે સોનાને ટૂંકા ગાળાના ટ્રેડને બદલે લાંબા ગાળાની એસેટ તરીકે જુએ. ભાવમાં હાલ જે ઘટાડો આવ્યો છે એ સોનામાં ધીમે ધીમે સંચય કરવાની સારી તક છે. ટૂંકા ગાળામાં સોનું કદાચ સુસ્ત ટ્રેન્ડ બની શકે, પણ લાંબા ગાળાની દ્રષ્ટિએ તે આજે પણ સુરક્ષિત ઈન્વેસ્ટમેન્ટ છે. હાલને તબક્કે સોનામાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનો નિર્ણય લેતા પહેલાં ‘થોભો અને-રાહ જુઓ’નું વલણ અપનાવવું જોઈએ. સોનાનો ભાવ રૂ. 90,000 સુધી ઘટી જાય ત્યારે રોકાણકારે ટ્રેડિંગમાં પ્રવેશ કરવો જોઈએ. એવું જ ચાંદીનું છે. આવનારા દિવસોમાં એ સોનાને ટપી જાય એવી શક્યતા છે.
સામાન્ય રીતે ફાઈનાન્સિયલ પ્લાનર્સ રિટેલ ઈન્વેસ્ટરોના પોર્ટફોલિયોમાં સોનામાં 10-15 ટકાનું રોકાણ કરવાની સલાહ આપે છે. ખરીદી અને વેચાણનો નિર્ણય ભાવમાં વધ-ઘટના આધારે લેવો ન જોઈએ, પરંતુ દરેકે પોતાની ફાઈનાન્સિયલ સ્થિતિ મુજબ સોનાની આયોજનપૂર્વકની એસેટ એલોકેશનના આધારે લેવો જોઈએ. આ સંજોગોમાં સોનામાં રોકાણ કરવા માટે ડિજિટલ સોનાનો માર્ગ વધુ બહેતર અને કોસ્ટ ઈફેક્ટિવ ગણાય, જેની ચર્ચા આપણે અગાઉ કરી હતી, તેમ છતાં તેના દોહરાવામાં સાર હોવાનું માનીને સોનામાં રોકાણ માટે ગોલ્ડ ઈટીએફ (એક્સચેંજ ટ્રેડેડ ફંડ) આદર્શ હોવાનું કહી શકાય.