ઉત્સવ

સોક્રેટિસ – મનુભાઈ પંચોળી ‘દર્શક’

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર નામ પરથી કંઈ યાદ આવે છે? હવે જો કહેવામાં આવે કે આ વ્યક્તિ ગુજરાતી ભાષાના સમર્થ કવિ, વાર્તાકાર અને વિવેચક છે તો અનેક ચહેરા પર એક મોટું પ્રશ્નચિહ્ન ખડું થયા વિના રહે નહીં, પણ જો તમને કહેવામાં આવે કે આપણે ‘સુન્દરમ’ની વાત કરી રહ્યા છીએ તો તમે તરત કહેવાના કે એમનાં કાવ્યો, વાર્તા જ નહીં, તેમણે રચેલાં બાળકાવ્યો પણ વાંચ્યાં છે ને માણ્યાં છે. એમનું લાંબુંલચ નામ હોઠ પર રમવાને બદલે તખલ્લુસ ‘સુન્દરમ’ સ્મરણપટ પર અંકિત થઈ ગયું છે.

‘પાટણની પ્રભુતા’ (1916), ‘ગુજરાતનો નાથ’ (1918), ‘રાજાધિરાજ’ (1924) સોલંકી યુગની આ ઐતિહાસિક નવલત્રયીથી ગુજરાતી નવલકથા ક્ષેત્રને વળાંક મળ્યો હોવાનું સાહિત્ય વિવેચકોનું માનવું છે. આ ત્રણેય નવલકથા તો વાચકોના હૃદય સિંહાસન પર બિરાજમાન છે, પણ એના સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશી – ક. મા. મુનશી પણ સ્મરણ પ્રદેશ પર કાયમી વસવાટ ધરાવે છે. ક. મા. મુનશીએ પ્રારંભનું કેટલુંક લખાણ ઘનશ્યામ વ્યાસ નામથી કર્યું હોવાની નોંધ છે. પોતાના લખાણને કેવો આવકાર મળે છે એ ચકાસવા મુનશીએ અલગ નામ (એ તખલ્લુસ નહોતું) વાપર્યું હોવાની સંભાવના કેટલાક લોકોએ વ્યક્ત કરી હતી.

ગુજરાતીઓને સાહિત્ય સાથે બહુ લેણું નહીં હોય, પણ આપણી પ્રજાને ગઝલનું સૌંદર્ય, એની ખુમારી બહુ જ પસંદ છે. અનેક લોકોને કવિતા મુખપાઠ નહીં હોય, પણ કોઈ ગઝલ નહીં તો છેવટે અલગ અલગ ગઝલના ચુનંદા શેર જરૂર હૈયે અને હોઠે હોવાના. વિચારી બોલ ‘શયદા’ યા તું એને રાખ કાબૂમાં, અરે એ જીભ છે, જે વિશ્વમાં માથાં કપાવે છે કે પછી હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની? ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં ન બ્હાર આવે સાંભળી તમે મલકાઈ ઊઠશો. આ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે એ ‘શયદા’ના લખેલા છે. સાહિત્ય પ્રેમીઓ ‘શયદા’ને જાણે છે, માણે છે, પણ બહુ ઓછાને ખબર હશે કે આ એમનું તખલ્લુસ છે અને એમનું અસલી નામ હરજી લવજી દામાણી છે. ઈ. સ. 1912માં પ્રથમ વખત તેમની કવિતા તમારા પ્રિય અખબાર ‘મુંબઈ સમાચાર’માં પ્રકાશિત થઈ હોવાની નોંધ છે. તેમનું તખલ્લુસ ‘શયદા’ કેમ છે એનું કારણ જાણવા જેવું છે. દેવનાગરી લિપિમાં ‘શયદા’નહીં પણ ‘શૈદા’ લખાય છે અને શૈદા શબ્દનો અર્થ છે મુગ્ધ, મોહિત, આશિક, પાગલ પ્રેમી વગેરે. હરજી લવજી દામાણીને ગઝલ માટે અનુરાગ – તલસાટ હતા અને એટલે જ તેઓ ‘શયદા’ તરીકે જાણીતા થયા.

સાહિત્ય વિશ્વમાં એવાં ઘણાં ઉદાહરણ છે જેમાં મૂળ નામ (સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ) કરતા તખલ્લુસ (કલાપી) વધુ લોકપ્રિય હોય. બીજી તરફ એવાં પણ ઉદાહરણ છે જેમાં તખલ્લુસ (વાસુકિ) કરતાં મૂળ નામ (ઉમાશંકર જોશી)થી વિશેષ ઓળખ ધરાવતા હોય. હવે આપણે એક એવા મૂઠી ઊંચેરા સર્જકની વાત કરીએ જેમનું મૂળ નામ અને તખલ્લુસ બંને અફાટ લોકપ્રિય હતા, છે અને આવતી કાલે પણ રહેશે. એ સર્જક છે ‘ઝેર તો પીધાં જાણી જાણી’ અને ‘સોક્રેટિસ’ જેવી અવિસ્મરણીય નવલકથાની ભેટ આપનારા મનુભાઈ પંચોળી ‘દર્શક’. સર્જકનું મૂળ નામ મનુભાઈ પંચોળી અને ‘દર્શક’ તખલ્લુસ. રસપ્રદ વાત એ છે કે એમના સર્જનની કે તેમની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ થાય ત્યારે મનુભાઈ પંચોળી ‘દર્શક’ તરીકે જ કાયમ થયો છે અને ભવિષ્યમાં પણ એમ જ થશે એવું એનું કૌવત છે.

ઙજઊઞઉઘગઢખજ
અંગ્રેજી સાહિત્ય જગતમાં અનેક એવા સર્જક થઈ ગયા કે જે મૂળ નામને બદલે પેનનેમ – સુડોનિમથી વધુ પ્રચલિત થયા. એમાં એક નામ એવું છે કે જેમની શોર્ટ સ્ટોરીઝ – ટૂંકી વાર્તા અનેક દેશના લોકોએ માણી છે, પણ એમનું પેનનેમ એટલું પ્રભાવી છે કે મૂળ નામ જાણવાની તસ્દી બહુ ઓછા લોકોએ લીધી છે. કેટલાક તો એ નામને જ મૂળ નામ સમજતા આવ્યા છે. તમને જો વિદેશી વાર્તા વાંચવાનો શોખ હશે તો વિશ્વવિખ્યાત ટૂંકી વાર્તા ‘ઝવય ૠશરિં જ્ઞર વિંય ખફલશ’ જરૂર વાંચી હશે. ‘ધ ગિફ્ટ ઑફ મેગાઈ’માં ખૂબ ઓછા પૈસા ધરાવતાં પતિ-પત્ની એકબીજાને ક્રિસમસ ગિફ્ટ આપવા શું કરે છે એની હૃદયસ્પર્શી વાર્તા છે. ઝીણવટભર્યું નિરીક્ષણ, પ્રવાહી રજૂઆત અને ચોંકાવી દેનારો કે આશ્ચર્યજનક અંત એ તેમની ટૂંકી વાર્તાની ખાસિયત હતી. ઝવય ૠશરિં જ્ઞર વિંય ખફલશ ફક્ષમ ઝવય ઉીાહશભશિું જ્ઞર ઇંફલિફિદયત ફત ૂયહહ ફત છફક્ષતજ્ઞળ જ્ઞર છયમ ઈવશયર તજ્ઞિંશિયત શિિિંંયક્ષ બુ ફક્ષ ફીવિંજ્ઞિ ક્ષફળયમ ઘ. ઇંયક્ષિુ. ઈંક્ષ રફભિં ઘ. ઇંયક્ષિુ શત ફ ાયક્ષ ક્ષફળય ફક્ષમ વશત જ્ઞશિલશક્ષફહ ક્ષફળય ફત ઠશહહશફળ જુમક્ષયુ ઙજ્ઞિયિિં. ઓ. હેન્રી તખલ્લુસ એટલું લોકપ્રિય થયું કે મૂળ નામ વિલિયમ સિડની પોર્ટરથી અનેક લોકો અજાણ રહ્યા. કોઈ ગુના માટે વિલિયમ પોર્ટરને જેલમાં જવું પડ્યું હતું. કારાવાસ દરમિયાન તેમણે 14 ટૂંકી વાર્તા વિવિધ ‘પેનનેમ’થી લખી જેમાંનું એક નામ હતું ઓ. હેન્રી. આ પેનનેમ કેવી રીતે પસંદ થયું એનો ખુલાસો ખુદ વિલિયમ પોર્ટરે એક જગ્યાએ કર્યો છે. તેમની વાર્તા મિત્ર મારફત પ્રકાશકને મોકલવામાં આવતી હતી જેથી કોઈને ખબર ન પડે કે કોઈ કેદી વાર્તા મોકલી રહ્યો છે. લેખકશ્રીએ મિત્રને જણાવ્યું હતું કે ‘મારી વાર્તા અલગ નામે છપાય એવી મારી ઇચ્છા છે. મને કોઈ ઉપનામ – તખલ્લુસ – પેનનેમ ગોતી આપવામાં મદદ કર.’ મિત્રએ કહ્યું આપણે કોઈ અખબાર લઈએ અને એમાં છપાયેલાં નામી હસ્તીઓનાં નામ પર નજર દોડાવી જે ફૅશનેબલ નામ લાગે એ અપનાવી લેવાનું. મેં હા પાડી અને અખબાર જોતાંની સાથે મારી આંખ હેન્રી નામ વાંચી ચમકી ઊઠી. મેં કહ્યું કે લાસ્ટ નેમ (અટક) તરીકે હેન્રી રાખીએ. પછી મેં કહ્યું કે ફર્સ્ટ નેમ (મુખ્ય નામ) મને ટૂંકું જોઈએ છે. એટલે મારો મિત્ર તરત બોલ્યો કે એક અક્ષર જ પસંદ કરી લે. મને આ સૂચન ગમી ગયું. અંગ્રેજી અક્ષર ‘ઓ’ લખવામાં એકદમ સરળ છે અને આમ મારી વાર્તા ‘ઓ હેન્રી’ તખલ્લુસથી છપાવા લાગી.’ આવી મજેદાર કથા છે ઓ. હેન્રી પેનનેમની. ’ઘ. ઇંયક્ષિુ’, તયીમજ્ઞક્ષુળ વિંફિં રશતિિં ફાાયફયિમ શક્ષ વિંય

ચળજ્ઞક્ષઞણળમ
હિન્દી ફિલ્મ જગતમાં ‘સમાંતર સિનેમા’ તરીકે ઓળખાયેલી ફિલ્મોમાં એડ ફિલ્મમેકર રવિન્દ્ર ધર્મરાજ દિગ્દર્શિત ‘ચક્ર’ મહત્ત્વની ફિલ્મ ગણાય છે. આ ફિલ્મની કથા-પટકથા મરાઠી લેખક જયવંત દળવીની એ જ નામની નવલકથા પર આધારિત હતી. જયવંત દળવીનું યોગદાન વાર્તાકાર, નાટ્યકાર તેમ જ પત્રકાર તરીકે હતું. તેમણે ‘ઠણઠણપાળ’ (ગુજરાતીમાં ઠનઠનગોપાલ) તખલ્લુસથી અખબારમાં કોલમ લખી હતી. ઠનઠનગોપાલ એટલે દરિદ્ર અથવા નિર્ધન વ્યક્તિ. અલબત્ત જયવંત દળવીને આ ‘તખલ્લુસ કે ટોપણનાવ’ વૈચારિક કે સાહિત્યિક નિર્ધન અવસ્થાના સંદર્ભમાં નહોતું મળ્યું. દળવી ‘લલિત’ નામના માસિકમાં નિયમિત કોલમ લખતા હતા. ટીકા કરતી વખતે એમની કલમ ચાબખા ન મારતી, હા ચીંટિયો જરૂર ભરતી અને મોટે ભાગે ગલગલિયાં કરતી. સાહિત્યિક કૃતિને કાર્ટૂનિસ્ટની નજરે જોવાની તેમની શૈલી વાચકો અને લેખકોમાં પ્રિય હતી. તેમનામાં વૈચારિક દારિદ્રય ક્યારેય નજરે નહોતું પડ્યું. તેમના પછી કેટલાક લોકોએ તેમની જેમ નર્મ વિનોદી લેખનનો પ્રયાસ કરી જોયો, પણ ઠણઠણપાળ જેવી શૈલી કોઈ આત્મસાત ન કરી શક્યું.

ગદ્ધણળપ
વિવિધ ઋતુ પર કવિ કાયમ ફિદા રહ્યો છે. એનું વર્ણન કરતી વખતે કવિની કલમ ખીલી ઊઠે છે. એક સમયે હિન્દી સાહિત્યમાં વસંત ઋતુ પર કવિતા લખવામાં જાણે હોડ લાગી હોય એમ મોટો ફાલ ઊતરતો હતો. અનેક કવિઓએ વસંત કાવ્યો લખ્યાં છે, પણ એમાં સૂર્યકાંત ત્રિપાઠીની રચનાઓ અલગ તરી આવે છે. આ કવિનું તખલ્લુસ ‘નિરાલા’ હતું. તેમને આ તખલ્લુસ કયા કારણસર મળ્યું એનો એક કિસ્સો છે. એક વાર કવિશ્રી પ્રકાશક પાસે પુસ્તકની રૉયલ્ટી લઈ પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં એક વૃદ્ધાએ ‘બેટા, આ ગરીબને ભીખમાં કંઈક આપ’ એમ કહ્યું ત્યારે ત્રિપાઠીજી આક્રોશમાં બોલ્યા ‘મને દીકરો કહે છે અને ભીખ માગે છે? તને પાંચ રૂપિયા આપું તો ક્યાં સુધી ભીખ નહીં માગે? ‘આખો દિવસ’ વૃદ્ધાનો જવાબ. પછી કવિશ્રીએ 10 રૂપિયા અને 100 રૂપિયાની વાત કરી એ જ સવાલ કર્યો. વૃદ્ધાની આંખોમાં દયનીય ભાવ જોઈ ત્રિપાઠીજીએ ખિસ્સામાં હાથ નાખ્યો અને રૉયલ્ટી પેટે મળેલા 400 – 500 રૂપિયા વૃદ્ધાને આપી દીધા. રુથફ ઇટણળ વિ રૂળજ્ઞભજ્ઞ રુઇં ‘પવ ફઈંળજ્ઞ ઈંરૂફડળફ, રુણફળભળ ઇંત ઇંજ્ઞ રૂળડ પરુડ ધિઈં ઘેલજ્ઞ ઇંળજ્ઞ અળયરિ ક્ષફ અળયરિ રુડઊ ઘળ ફવિ ઠિ, ભજ્ઞરુઇંણ મવ ટળજ્ઞ ઊજ્ઞલજ્ઞ ધળમ નૂ નશ્ર્નટિ લજ્ઞ ખભજ્ઞ ઘળ ફવજ્ઞ ઠજ્ઞ રુઇં ઘેલજ્ઞ ઇૂંગ વળ્અળ વિ ણ વળજ્ઞ। પછી ત્રિપાઠીજી એટલું જ બોલ્યા કે ‘રાખો, આ પૈસા. ખબરદાર, નિરાલાની મા થઈને આજ પછી ક્યારેય ભીખ માગી છે તો તમારી ડોક મરડી નાખીશ.’ અવાચક થઈ ગયેલી વૃદ્ધા ‘નિરાલા’ જેવા દીકરા પર આશીર્વાદનો વર્ષાવ કરી રહી હતી, પણ કવિ તો એવી મોજમસ્તીમાં ત્યાંથી નીકળી ગયા, જાણે કશું જ બન્યું નથી. સૂર્યકાંત ત્રિપાઠીના આવા અલગારી સ્વભાવને કારણે જ તેમને ‘નિરાલા’ ઉપનામ મળ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button