ઉત્સવ

નાનાં નાનાં , પણ કેવાં ખારા રણમાં મીઠી વીરડી સમાન સુખ…!

ઘણી વખત અજાણી વ્યક્તિઓ પણ નિ:સ્વાર્થભાવે સુખનો પાસવર્ડ આપી જતી હોય છે…

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

(ભાગ: ૨)
ગયા રવિવારે આ કોલમમાં વાત કરી હતી કે અમેરિકાના ફિલાડેલ્ફિયા (પેન્સિલવેનિયા)થી બફેલોના પ્રવાસ દરમિયાન એક્સપ્રેસ- વે પર મારા કઝીનની કારમાં પંકચર પડ્યું પછી ટાયર ચિરાઈ ગયું એટલે અમે હેરાન થયા. એ વખતે એક નાનાં-અજાણ્યાં ટાઉનમાં એક ગુજરાતી સ્ટોરમાલિક મહિલાએ એમનાં ઘરે રોકાઈ જવાની ઓફર કરી.
હવે આગળની વાત કરીએ….
અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસને કારણે અમને નવું ટાયર બીજા જ દિવસે મળી શકે એમ હતું અને અમારે રાતે બફેલો પહોંચવું પણ જરૂરી હતું એટલે અમે મુંઝાયાં. અચાનક પિનાકીનને યાદ આવ્યું કે નજીકમાં સ્ક્રેન્ટન શહેર છે. એના એક દૂરનાં સગાં મહેન્દ્ર પટેલ અને એના પિતાના એક મિત્ર રમેશ પટેલ નજીકનાં સ્ક્રેનટન શહેરમાં રહે છે. એમને કોલ લગાવ્યો અને વિનંતી કરી કે અમારે બફેલો જવું છે તો અમારી કાર મૂકીને તમારી કાર લઈ જઈએ?
મહેન્દ્રભાઈ અને રમેશભાઈએ ઉમળકાભેર જવાબ મળ્યો કે હમણાં જ આવી જાઓ.
અમે સ્ક્રેન્ટનથી આગળ આવી ગયાં હતાં એટલે સ્ક્રેન્ટનની દિશામાં પાછા ફર્યા. સ્ક્રેનટનમાં રમેશભાઈના ઘરે ગયાં. તો ખબર પડી કે એ તો મારા બહુ જ જૂના અને અંગત મિત્ર કિરણ વાછાણીના બનેવી છે.. એ કહે: અમારી કાર લઈ જાઓ. એ દરમિયાન પિનાકીનના બીજા સગા પણ આવી ગયા. એમણે પણ કહ્યું કે મારી કાર લઈ જાઓ.
અમે તેમની નવી હ્યુન્ડાઈ ટસ્ક્ન એસયુવી લઈને બેફેલો જવા રવાના થયા.
બીજે દિવસે અમારે બફેલોથી ન્યુ જર્સી પહોંચીને ત્યાંથી શિકાગો જવાનું હતું. પિનાકીન અમને બફેલોથી ન્યુ જર્સી લઈ જવાનો હતો અને ન્યુ જર્સીથી પોતાના ઘરે ફિલાડેલ્ફિયા જવાનો હતો, પરંતુ કારનું ટાયર ચિરાઈ જવાને કારણે અમે રાતના બે વાગે બફેલો પહોંચ્યા અને સીધા નાયગ્રા ધોધ જોવા ગયા. બફેલોમાં જાણીતી હોટલ શેરેટોનમાં પિનાકીને બુકિંગ કરાવી રાખ્યું હતું ત્યાં અમે પહોંચ્યાં ત્યારે ચાર વાગી ગયા હતા. એટલે બીજે દિવસે અમે મોડા નીકળી શક્યા. હવે ન્યુ જર્સી પહોંચી શકાય એમ નહોતું એટલે અમે સ્ક્રેન્ટનથી શિકાગોની ફ્લાઈટ પકડવાનું નક્કી કર્યું. સ્ક્રેન્ટનમાં મારા ફ્રેન્ડની ભાણેજે આગ્રહ કરીને અમારા માટે ડિનરની તૈયારી કરી રાખી હતી. એમણે રોકાઈ જવા માટે કહ્યું, પણ એમની જોબના સમયમાં ખલેલ ન પહોંચે એટલે અમે રાતે એરપોર્ટની સામે જ એક હોટલમાં રોકાઈ ગયા.
બીજી સવારે એ વિશાળ હોટલના જે રૂમમાં અમે રોકાયાં હતાં એની ડોરબેલ રણકી.
મેં દરવાજો ખોલ્યો તો સામે એક અજાણ્યાં બહેન ઊભાં હતાં. એમણે પૂછ્યું તમે રમેશભાઈના સગા છોને? રમેશભાઈ અને રમાબહેને મને કોલ કરીને કહ્યું કે આ લોકોને આગ્રહ કર્યો, પરંતુ અમારા ઘરે રોકાવાના બદલે એ બધા ત્યાં હોટલમાં રોકાયા તો સવારે તમે તે લોકોને ચા-પાણી નાસ્તો કરાવજો.
અમને વધુ એક વાર સુખદ આશશ્ર્ચર્ય થયું. થોડીવારમાં તે બહેન કળશિયો ભરીને મસાલાવાળી ચા લઈ આવ્યા અને સાથે નાસ્તો પણ આપી ગયાં. એ પછી એમણે કહ્યું કે અમે અહીં હોટલમાં જ એક સ્વીટમાં રહીએ છીએ તમે બપોરે અમારા ઘરે જમીને જ નીકળજો.
એ બહેન અને એમના પતિ એ હોટલમાં જ નોકરી કરતાં હતાં. એમણે બપોરે અમારા માટે ગરમગરમ રસોઈ બનાવીને અમને જમાડ્યા.
ખારા રણમાં મીઠી વીરડી સમાન આવા સુખદ અનુભવો થાય ત્યારે લાગે કે ભલે બધા કહેતા હોય કે આજના સમયમાં બધા લોકો સ્વાર્થી થઈ ગયા છે, પરંતુ જેમને અમે ક્યારેય જીવનમાં પાછા મળવાના નથી એવી વ્યક્તિઓએ અમને આવા સુખદ અનુભવ કરાવ્યા. (સમાપ્ત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…