‘બહેનો તમે ભલે આવ્યાં હવે કોઈ જ ચિંતા ન રાખજો, તમારી રક્ષા હું કરીશ’
વલો કચ્છ -પૂર્વી ગોસ્વામી
‘ભલે આવિયું ભેનરૂ ફિકર મ રખજા કીં પ….’ કચ્છી પ્રસિદ્ધ પંક્તિઓ કચ્છ કેશરી કુળ ઉદ્ધારક એવા વીર જામ અબડાજીની યાદ અપાવે છે. જેના પરથી કચ્છના એક તાલુકાનું નામ ‘અબડાસા’ પડ્યું. જામ અબડાની કથા તો વિસ્તૃત છે પણ તેમની વીરતા રજૂ કરતાં કથાનકો એવું કહે છે કે, સુમરીઓ જ્યારે રક્ષા કાજે અબડાજી પાસે આવ્યા ત્યારે ઉપરની પંક્તિ રજૂ થઈ કે ‘બહેનો તમે ભલે આવ્યા હવે કોઈ જ ચિંતા ન રાખજો તમારી રક્ષા હું કરીશ.’ અને તેમણે સ્વનું બલિદાન આપીને સુમરીઓની રક્ષા કરી હતી. અબડાસા એ વીરોની ભૂમિ તરીકે ઓળખાય છે આજે તેના જ એક ગામ જખૌ વિષે વાત કરવી છે, જે અનેક વિવિધતાને સાચવી બેઠું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજથી લગભગ ૧૨૦૦ વર્ષ પૂર્વે કચ્છમાં હિન્દુ સંઘાર જાતીના લોકો ખુદ પર ચાલી રહેલા ત્રાસથી ત્રાહિમામ પુકારી રહ્યા હતા, તેવા સમયે ઈરાનથી ૭૨ ગ્રીક ગોરા લોકો પોતાના સફેદ ઘોડા અને સફેદ વસ્ત્રો ધારણ કરી આ જખૌ બંદરે ઉતર્યા હતાં. આ ગોરા લોકો શાંતિના વાહક અને શસ્ત્રવિદ્યામાં કુશળ હતાં તેથી તેઓએ કચ્છના જુલ્મીઓને પોતાની અસ્ત્રવિદ્યાથી મારી લોકોને ત્રાસથી મુક્તિ અપાવી. આ ગોરા લોકો શરીરે શ્ર્વેત હતા અને શ્ર્વેત વસ્ત્ર તેમજ શ્ર્વેત ઘોડાનો ઉપયોગ કરતા હતા, તેથી કચ્છના લોકોએ તેમને યક્ષ’ તરીકે વર્ણવ્યા. આ યક્ષો પ્રથમ જખૌ બંદરે ઉતર્યા હતા તેથી આ બંદરનું નામ યક્ષપુરી’ રાખવામાં આવ્યું જે ભાષાકીય અપભ્રંશ થઈને ‘જખપુરી’ અને પછી ‘જખૌ’ થયું.
આઝાદી પહેલા આ જખૌ બંદરેથી મુંબઈ, કલકત્તા, મદ્રાસ અને કરાચી, બસરા, મસ્કત, ઝાંઝિબાર વગેરે બંદરો સાથે ધીકતો વ્યાપાર હતો ત્યારે ગામની વસ્તી વીસ હજારની આસપાસ હતી જે આજે ત્રણ થી ચાર હજારની હશે. જખૌની દીવાદાંડી એશિયાખંડમાં સહુથી ઊંચી ગણાય છે અને આ બંદરે મીઠું પકાવવાના ઘણાં જ કારખાનાં વિકસિત થયેલ જે નમક નિર્યાતના જોરને દર્શાવે છે. સમય વીતતા કંડલા બંદર વિકસિત થયું ને જખૌની પડતી શરૂ થઈ પણ હજુએ જખૌ મત્સ્ય બંદર તરીકે ખૂબ પ્રખ્યાત છે અને આશિયાની બેનમૂન જાતિની માછલીઓ અહીંથી પ્રાપ્ત થાય છે.
સિકંદર અને મિનેદર નામના ગ્રીક બાદશાહો ઇસ્વીસનની શરૂઆતના અરસામાં ભારત પર ચડી આવ્યા હતા. (તેઓએ ઇ. સ. પૂર્વે ૩૦૦ થી ૧૨૫ ની સાલ સુધીનો ભારતની મુસાફરીનો ઇતિહાસ લખ્યો છે.) જેમાં કચ્છના વર્ણનમાં કચ્છનાં બંદરો કંઠી કિનારે છે એવો ઉલ્લેખ કરેલ છે. જે નામ એ કિનારાનું અદ્યપિ પર્યંત ચાલુ છે. વાગડના શિકારપુરથી જખૌ સુધી કંઠી ‘વિસ્તાર’ કહેવાયું છે. માંડવીથી શિકારપુર સુધી ઉગમણી કંઠી અને માંડવીથી જખૌ સુધી આથમણી કંઠી વિભાજિત છે. ઇ. સ. ૧૫૦ ની સાલ આસપાસ ગ્રીકના ટોલેમી નામના વહાણવટીએ પણ કચ્છના દરિયાને કંઠી નામથી સંબોધ્યા છે અને તે લખે છે કે, ‘કંઠીના બંદરેથી ચેાખા, ઘી અને કપાસની ખૂબ સારા પ્રમાણમાં નિકાસ થતી.’ ચીની મુસાફર હ્યુ. એન. સાંગ તો ઇ. સ. ૬૪૦ માં કચ્છના કિનારાઓને કંઠી નામ આપી તેના એક બંદર સિંધના મુખ્ય બંદરથી ૨૬૭ માઈલ દૂર હોવાનું વર્ણવેલ છે. પ્રખ્યાત વહાણવટી માર્કો પોલોએ પોતાના ઇતિહાસમાં ચાંચિયાના ત્રાસ કચ્છના કંઠી દરિયાકિનારાના અને કાઠિયાવાડના ઓખા કિનારાનું વર્ણન કરી તોબા પોકારી છે. ભૂતકાળમાં લાખાસર, જહાંગીરા અને મથુરાવાળી જેવાં નાનાંમોટાં સવાસો તળાવોથી ગામની પાણીની જરૂરિયાત પૂરી થતી હતી જેમાંથી આજે ચારથી પાંચ તળાવ વપરાશયોગ્ય છે. ભવ્ય ઐતિહાસિક વારસાના પ્રતીકસમી ચૌદમાંથી બે કે ત્રણ સેલોર વાવ હયાત છે.
ભાવાનુવાદ: ‘ભલે આવ્યું ભેનરૂ ફિકર મ રખજા કીં પ….’ કચ્છી પ્રિખ્યાત પંક્તિયું કચ્છ કેસરી કુડ઼ તારે એડ઼ા વીર જામ અબડાજીજી જાધ ડેરાઇયેંતા. જિન તાનૂં કચ્છજે હિકડ઼ે તાલુકેજો નાંલો અબડાસા’ પ્યો. જામ અબડ઼ેજી કથા ત વડી આય પ ઇનીજી વીરતા રજૂ કરીંધલ કથાનક ચેંતા ક, સુમરીયું જેર રિખ્યાલા (રક્ષા) અબડાજી વટે આવિયું તેર મથેવારો વાક્ય રજુ થ્યો ક ‘ભેંણું ઐં ભલે આવિયું, હાણે કો પ ચિંધા ન કરીજા. આંજી રિખ્યા આઉં કરીંધોસે.’ નેં હિની પિંઢજો બલિડાન ડિઇને સુમરીએંજી રિખ્યા કિઇ હુઇ. અબડાસો ઇ વીરેંજી ભૂમિ તરીકેં ઓરખાજેતો નેં અજ઼ ઇનજો હિકડ઼ો ગામ જખૌ વિસે ગ઼ાલ કેંણી આય, જુકો કિઇક વિવિધતાઉંકે સાચવે વિઠો આય. જુડલ માહિતી અનુસાર, અજ઼નું લગ઼ભગ ૧૨૦૦ વરે પેલા કચ્છમેં હિન્દુ સંઘાર કોમજા માડૂ પિંઢતે ગુજરેલ ત્રાસસેં ત્રાહિમામ પુકારી રયા વા તેર ઈરાનનું ૭૨ ગ્રીક ગોરા લોક પિંઢજે ધોરે ઘોડ઼ે નેં ધોરા કપડ઼ા ધારણ કરે હિન જખૌ બંધરતે ઉતર્યા વા. હી ગોરા માડૂ શાંતિજા વાહક નેં શસ્ત્રવિદ્યામેં હોસિયાર વા ઇતરે ઇની કચ્છજે જુલ્મીએંકે પિંઢજી અસ્ત્રવિદ્યાસે મારે માડૂએંકે ત્રાસમિંજાનું મુક્તિ ડેરાઇ. ઇ ગોરા માડૂ સરીરસે ધોરા વા નેં ધોરા કપડ઼ા ભેરો ધોરે ઘોડ઼ેતજો ઉપયોગ કરીંધા વા, ઇતરે કચ્છજા માડૂ ઇનીકે ‘યક્ષ’ તરીકેં ઓરખાણ ડિની. હી યક્ષ પેલા જખૌ બંદરતે ઉતર્યા વા ઇતરે હિન બંદરજો નાંલો ‘યક્ષપુરી’ રખેમેં આયો જુકો ભાષાકીય અપભ્રંશ થિઈને ‘જખપુરી’ નેં પૂંઠીયાનું ‘જખૌ’ થ્યો.
આઝાધિ પેલા હી જખૌ બંદરતાનું મુંભઈ, કલકત્તા, મદ્રાસ નેં કરાચી, બસરા, મસ્કત, ઝાંઝિબાર જેડ઼ે બંધરેં ભેરો ધિકતો વેપાર હો તેર ગામજી વસતી વીસ હજાર જિતરી હુઇ જુકો અજ઼ ત્રે સે ચાર હજારજી આય. જખૌજી દીવાદાંડી અશિયાખંડમેં મીણીયાં ઊંચી ગણાજેતી નેં હિન બંદરતે મીઠો પકાયજા કારખાનાં પ ગચ઼ વિકસિત થેલ જુકો નમક નિર્યાતજે જોરકે છતો કરીંયેંતા. સમય નિકરંધે કંડલા બંદર વિકસિત થ્યો નેં જખૌજી પડતી સિરૂ થિઈ પ અનાં પ જખૌ ‘મત્સ્ય બંદર’ તરીકે ગ઼્ચ પ્રિખ્યાત આય નેં આશિયાજી બેનમૂન જાતિજી મછલીયું હિતાનું જુડ઼ેત્યું.
સિકંદર નેં મિનેદર નાંલે બો ગ્રીક બાદશાહ ઇસ્વીસનજી સિરૂઆતજે અરસેમેં ભારત તે ચડી આયા વા. (ઇની ઇ. સ. પૂર્વે ૩૦૦ નું ૧૨૫ જી સાલજો ભારતજી મુસાફરીજો ઇતિહાસ લખ્યોં અયોં.) જેમેં કચ્છજે વર્ણનમેં કચ્છજા બંદર કંઠી કિનારેતે ઐં એડ઼ો ઉલ્લેખ કેં આય. જુકો અજ઼ તઇં ચાલુ આય. વાગડજે શિકારપુરતાનુ જખૌ સુધિ કંઠી વિસ્તાર ચોવાણૂં આય. મડઇનું શિકારપુર ઉગમણી કંઠી નેં મડઇનું જખૌ આથમણી કંઠી વિભાજિત આય.
ઇ. સ. ૧૫૦ જી સાલમેં ગ્રીકજા ટોલેમી નાંલે વહાણવટો પ કચ્છજે ધરિયેકે કંઠી નાંલે સંબોધન ડીનોં અયોં નેં ઇ લખેતા ક, કંઠીજે બંધરતાનું ચેાખા, ઘી નેં કપાજો ગ઼ચ નિકાસ થીંધો હો. ચીની મુસાફર હ્યુ. એન. સાંગ ત ઇ. સ. ૬૪૦ મેં કચ્છજે કિનારેંકે કંઠી નાંલો ડિઇ તેંજો હિકડ઼ો બંધર સિંધજે બંધરનું ૨૬૭ માઈલ પર્યા હોયજો વર્ણન ડીંનોં અયોં. પ્રિખ્યાત વહાણવટો માર્કો પોલો પિંઢજે ઇતિહાસમેં ચાંચીએંજો ત્રાસ કચ્છજે કંઠીજે ધરિયેતાનું નેં કાઠિયાવાડજો ઓખા કિનારેજે વર્ણન કરે તોબા પુકાર્યો અયોં. ભૂતકાડ઼્મેં લાખાસર, જહાંગીરા નેં મથુરાવારી જેડ઼ા નિંઢાવડા સવાસો તરાએંસે ગામજી પાણીજી જિરૂરિયાત પૂરી થીંધી હુ જે મિંજાનુ અજ઼ ખાલી ચારકે પંજ તરા વાપરેલા બચ્યા ઐં. ભવ્ય ઐતિહાસિક વારસેજા પ્રતીકસમા ચોડો મિંજા બો કે ત્રે સેલોર વાવ હયાત આય.