‘શ્રી જ્ઞાનેશ્ર્વરી’: મરાઠી-કચ્છી સંગમ
વલો કચ્છ – ડૉ. પૂર્વી ગોસ્વામી
દાર્શનિક સંત જ્ઞાનેશ્ર્વરે છેક તેરમી સદીમાં સંકેત આપ્યા હતા કે, ‘જ્ઞાનની પરંપરા સંપૂર્ણ માનવજાતિની સાચી વિરાસત અને આધાર છે.’
જ્યોત સે જ્યોત જગાતે ચલો,
પ્રેમ કી ગંગા બહાતે ચલો !
રાહ મેં આયે જો દીનદુખી
ઉનકો ગલે સે લગાતે ચલો !
જિસકા ન કોઇ સંગી-સાથી, ઇશ્ર્વર હૈ રખવાલા,
જો નિર્ધન હૈ, જો નિર્બલ હૈ, વો હૈ પ્રભુકા પ્યારા;
પ્યાર કે મોતી લુટાતે ચલો, પ્રેમ કી ગંગા…..
આશા ટૂટી, મમતા રૂઠી, છૂટ ગયા હૈ કિનારા,
બંધ કરો મત દ્વારા દયાકા,દે દો ઉસકો સહારા,
દીપ દયા કા જલાતે ચલો, પ્રેમ કી ગંગા…..
મણિભાઇ વ્યાસ દિગ્દર્શિત ‘સંત જ્ઞાનેશ્ર્વર’નામક ફિલ્મ ૧૯૬૪માં આવી હતી. કથા યાદ હોય ખપે ન હોય પરંતુ ઉપર દર્શિત ગીત અને તેને જેણે ગાયું એ સ્વ. લતાદીદી ગીતના બોલ પરથી સ્મૃતિપટ પર છવાઇ જાય. ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો…’ ને તો પાછા બબ્બે ફિલ્મફેર એવોર્ડનું નોમિનેશન પણ જાહેર થયું હતું. એ ગીત સૌના દિલમાં માળો બાંધી ગયું છે, અવારનવાર સંભળાતું એવું આહ્લાદક રહ્યું. મુદ્દા પર આવીએ! ફિલ્મ નહિ આમ તો એ ફિલ્મ જે મહારાષ્ટ્રના મહાન સંત- કવિના જીવન પર બની હતી તેમણે લખેલા મરાઠી ગ્રંથ ‘શ્રી જ્ઞાનેશ્વરી’ની વાત કચ્છના નાતે કરવાની હતી. તેરમી સદીના મહાન સંતકવિ જ્ઞાનેશ્ર્વર મહારાષ્ટ્રના દરેક ઘરમાં ખૂબ પૂજનીય હતા. તેમણે ગીતાને આત્મસાત્ કરી હતી. જીવનરસરૂપે તેને પરિવર્તિત કરી અને પછી તેને ગાઇ હતી, પોતાનો અનુભવરસ તેમાં ઉમેરીને. મરાઠી ભાષાનો પરમ આધાર, સાહિત્યશક્તિ, યોગશક્તિ, શબ્દશક્તિ, ભક્તિ આ બધાથી ભર્યો એવો આ જ્ઞાનેશ્વરી ગ્રંથ છે. આ બાબતે જ્ઞાનેશ્ર્વરીની તુલના સંત તુલસીદાસના રામચરિત માનસ સાથે કરી શકાય. તુલસીદાસજીએ વાલ્મીકિ રામાયણનો આશ્રય જરૂર લીધો છે પણ ખરેખર તો તેના માધ્યમે પોતાનું દર્શન-ચિંતન રામચરિત માનસમાં ગૂંચ્યું છે. જ્ઞાનેશ્ર્વરી ગીતાનું પણ એવું જ છે.
સજે મહારાષ્ટ્રમેં એડ઼ા પરિવાર જજા ન હૂંધા જિત જ્ઞાનેશ્ર્વરી ગ્રંથ ન હુંધો, જિત જ્ઞાનેશ્ર્વરીજી ઓવીયું જીભતે ન વે. એડ઼ો પાં ઉત્તર ભારતમેં તુલસીદાસજીજા રામચરિત માનસ વિશે પ ચિઈ સગ઼ાજે. ભગવદ્ગીતા જેડ઼ે મહાન ગ્રંથજો સંત જ્ઞાનેશ્ર્વર મરાઠીમેં રસાડ઼ તિંઇ સચે મતલબસે તૈયાર ક્યો હો, લગભગ એડ઼ો અવતરણ બિઇ કો પ ભાષામેં થ્યો નં હૂંધો.
મજાજી ગાલ ત હી આય ક ‘શ્રી જ્ઞાનેશ્વરી’ ગ્રંથજો અનુવાધ સવાયા કચ્છી પ્રભાશંકર ફડકે હુંબસે કરે આય. ઇતરે અજ઼ ગાલ જ, મરાઠી નેં કચ્છીજે સંબંધજી કેઁણી આય. ભા ફડકે હી અનુવાધ કચ્છી સાહિત્ય અકાધમીજી પ્રકાશન મધધ ગ઼િનીને પ્રડેસવાસીએંકે સમર્પિત કરે આય. જુકો કચ્છી સાહિત્યજે ઇતિહાસલા નોંધનીય ઘટના આય. હુંઇ ઇનીજી બાબોલી ત મરાઠી વિઇ, પણ ચાર-પંજ પેઢીએંસે કચ્છમેં વસવાટજે કારણ ગુજરાતી તીં કચ્છી ઇનીજે નસનસમેં વસિ વિઇ આય. સંસ્કૃતજો પ આઉગો અભ્યાસ પ ઇનીકે પંડિત યુગજા સાહિત્ય નેં સાહિત્યકારેજી હોડ઼મેં પુજાઇ ડેતો. માવજીભા સાવલા ત હી ત્રિવેણીસંગમકે વધાઈંધે ચ્યો અયોં ક, ‘ભાષા-ભાષકો આવા સાંસ્કૃતિક ત્રિવેણીસંગમને સદા આદર અને ગૌરવપૂર્વક હૈયે રાખશે જ.’
‘શ્રી જ્ઞાનેશ્વરી’માં ફડકે સાહેબની જ્ઞાનેશ્ર્વરી પ્રત્યેની પ્રીતિ અને કચ્છી ભાષા પ્રત્યેની નિષ્ઠા-બંને તરી આવે છે. ઉપાધ્યાય ભુવનચંદ્રજીએ આ કચ્છી ગ્રંથને વધાવી લેતા કહ્યું છે કે, તેમાં ભગવદ્ ગીતાના પ્રત્યેક શ્ર્લોકનો અનુવાદ જોવા નથી મળતો કેમકે સાહેબનો ધ્યેય ભગવદ્ ગીતાનો નહિ, જ્ઞાનેશ્ર્વરી ગીતાના અનુવાદનો રહ્યો છે. તેઓ જ્ઞાનેશ્ર્વરીના સ્વરૂપને છોડયા વગર તેનો રસ કચ્છી ભાવક સુધી પહોંચાડવાનો વિકલ્પ પસંદ કર્યો છે. જ્ઞાનેશ્ર્વરી જેવા ગ્રંથના અનુવાદકે બે ઘોડા પર સવારી કરવાની હોય છે : મૂળ કૃતિનો આધ્યાત્મિક રંગ ઊડવો ન જોઇએ અને બીજી બાજુ, તેનું કાવ્યતત્ત્વ પણ છૂટવું ન જોઇએ. ગદ્યાનુવાદમાં આવી બેવડી કામગીરી કરવાની ન થાય,પદ્યાનુવાદમાં તો એ બંનેય અનિવાર્ય. શ્રી ફડકેના સમશ્ર્લોકી પદ્યાનુવાદમાં જ્ઞાનેશ્ર્વરીનો કાવ્યરસ અકબંધ રહ્યો છે કારણ કે અનુવાદક જાતે કવિતાના રસિક-ચાહક-ભાવક-વિવેચક છે.’
શ્રી ફડકેજો મરાઠી ચિલો નેં કચ્છી ભાષાજો લગાવ ઇનીજી નબડ઼ી-સબડ઼ી તબિયતમેં પ થકેલા નાય ડિનો. તડે ચેજો મન થિએ ક જ્ઞાનેશ્ર્વરી ઇનીજે મનકે હરિ ગ઼િડ઼ો હૂંધો! જ્ઞાનેશ્ર્વરીજી ગંભીર તિંઇ રમતિયાડ઼ વાણીકેકચ્છી અવતાર’ ડિનેજો મતલબ ગ઼િનીને ઈ હલ્યા ઐ. હી ગ્રંથજો પરિચય ત સાહેબકે નિંઢપણનું જ હો પ વાંચેજો મોકો ન મિલ્યો હો. પૂંઠીયાનું જડે સંત જ્ઞાનેશ્ર્વજો ગીત કનતે પછડ઼ાણો હુ ધિલ નેં દિમાગતે જગ્યા કરીંધો આયો. સાહેબ ચેંતા ક, એંસીજે ડાયકેમેં વિનોબા ભાવે નેં વિમલા ઠકારજે પુસ્તકેજા ઉલ્લેખ થકી ઉત્સુકતા વધંધી આવઇ. જુકો હી અનુવાધજા પ્રેરણાસ્ત્રોત ઐં.’ નેં ગુજરાતમેં ભગતેંકે જ્ઞાનેશ્ર્વરીજો પરિચય કરાંઇંધલ વિમલાતાઇ વા; તાઈજા સબધ ઐં ક, મધુરાદ્વૈતના પ્રથમ આચાર્ય, જ્ઞાનીઓના ચક્રવર્તી અને યોગીઓના મુકુટમણિ ભક્તશ્રેષ્ઠ જ્ઞાનેશ્ર્વર એક અદ્વિતીય માનવરત્ન થઇ ગયા. જ્યારે જ્ઞાનેશ્ર્વરી?તો કહે, યોગેશ્ર્વરની યોગવાણી આત્માનંદના રસથી ભીની પ્રેમાવતારની પાવનવાણી. શ્રી જ્ઞાનેશ્વરી એટલે ભગવાન વાસુદેવની વાણીમાંથી ઝરેલું ઉપનિષદ-રહસ્ય આત્મસાત કરીને શબ્દોમાં વહી આવેલું જ્ઞાનરાયનું જીવનસંગીત. આ ગ્રંથ કેવળ ગીતાભાષ્ય નથી. કે ન તો કેવળ સંસ્કૃત શબ્દોનો મરાઠીમાં કરાયેલ અર્થાનુવાદ. આ તો છે પરમજ્ઞાની, પરમ પ્રેમી તેમ જ પરમ યોગી હોવા છતાં સહજાવસ્થામાં વિહાર કરાવનાર એક દિવ્ય વિભૂતિની વાડ્મયી કાયા. આ અક્ષરયાત્રા એમના દેહધારી વ્યક્તિત્વ કે જીવનચરિત્રથી ઓછી દિવ્ય નથી. વસ્તુત: મહારાષ્ટ્રની જનતા પર શ્રી જ્ઞાનેશ્ર્વરરૂપી અમૃતમેઘ વરસ્યો છે. કાવ્ય તો તેમના ઉત્કટ જીવનપ્રેમનો એક સહજ ઉન્મેષ હતો,પ્રેમીની મધુર મૃદુતા તેમની ભાષામાં સ્પંદિત થાય છે. એટલું જ નહીં,પોતાના નિખિલ વ્યક્તિત્વ સહિત તે થરકતી રહે છે. તેઓ શ્રી શંકરાચાર્યના કેવળ અનુવાદક કે ભાષ્યકાર કે અનુગામી નહોતા, તેમના દરેક શબ્દમાં તો આત્મપ્રતીતિની ઉષ્મા સંચરે છે. શ્રી જ્ઞાનેશ્ર્વર પોતાની આગવી પ્રાસાદિક,અમૃતમધુર શૈલીમાં પરંપરાગત સર્વ દર્શનોથી ભિન્ન, આગવું જીવનદર્શન નિવેદિત કરે છે. છતાં એમના કથનમાં અભિનિવેશ નથી.
છેલ્લે, અનુવાધ કરલ ગ્રંથજી હિકડ઼ી-બો ઓવીકે માણીયું,
चीखली ररुली आये
धडभाकड न पाहे
जो तियाचिया ग्लानी होये
कालाभुला ॥ 16-142॥
ગારેમેં ગોં ઘચઇ વે
તું કઢીંધલ ઇ ન ન્યારે
સુઆ ક પાંકડ઼ આએ
ઊ ત ડયાસેં કઢે.
आतां योगाचळाचा निमथा,
जरी ठाकावा आथि पार्था।
तरी सोपाना या कर्मपथा,
चुका झणीं ॥16-142॥
હિત જોગજભલજે સિખરતેં
પુજણૂ વે પાર્થ જેંકે
પગઠિયા કરમજા તેંકે
ચડ઼્ણા પેંતા. ઉ