ટૅક વ્યૂહ : શિપિંગ ટેક્નોલૉજી: ટનનું વજન ધરાવતા જહાજની ઑટોમેશન ટેકનિક

વિરલ રાઠોડ
એર ક્નેક્ટિવિટી મજબૂત બન્યા બાદ શિંપિગ પરનો લોડ ઘટી ગયો છે એવું માનતા હોવ તો એ ભૂલ ભરેલું છે. શિપિંગની દુનિયામાં આવેલી એક જબરી ક્રાંતિ પર નજર કરવા જેવી છે.
ટનનું વજન ધરાવતા ક્ધટેનરમાં લાખો કિલોનો સમાન કોઈ જ આંચકા વગર હેરફેર થાય એની પાછળ એક વિજ્ઞાન કામ તો કરે જ છે. આ સાથે શિપનું મેનેજમેન્ટ પણ હવે મશીન ટેકનોલોજીને આભારી છે. અફાટ દરિયામાં ન કરે નારાયણને કોઈ ક્ધટેનર પડે તો પણ ડૂબતું નથી એની પાછળ પણ એક સાયન્સ છે. આજે ચાલો, આવી આધુનિક ટેકનોલોજીના દરિયામાં ડૂબકી મારીએ…
શરૂઆત કરીએ શિપને સમજવાની. લગેજ એટલે કે ભરખમ માત્રામાં સામાન લઈને જતી શીપમાં સામાન્ય રીતે કોઈ પ્રવાસીઓ હોતા નથી. એમાં પ્રવાસીઓ બેસી કે રોકાઈ શકે એવી જગ્યા પણ હોતી નથી. માત્ર લગેજ. એ પણ ક્ધટેનરમાં વ્યવસ્થિત પેક કરીને. માલવાહક જહાજને કાર્ગોશિપ કહેવાય છે.
જ્યારે આવા મહાકાય જહાજ દરિયામાં પ્રવેશે ત્યારે એને એક ચોક્કસ એનર્જી સાથે દરિયાના પાણીમાં ધક્કો મારવામાં આવે છે. જ્યારે શિપની નીચેના આખા સર્ફેસ પર ઑક્સિજનના બાટલા આકારના અતિ શક્તિશાળી રબરના બલૂન્સ મૂકી એને રોલ કરવામાં આવે છે. હવે વાત કરીએ કાર્ગો શિપના લિફ્ટિંગની એટલે કે આખી શિપને ઉઠાવવાની. યસ, ચોંકાવનારૂં પણ સત્ય છે. જેની પાછળ કામ કરે છે મશીન લેવલ ઈન્ટેલિજન્સ.
આ સમગ્ર સિસ્ટમને શિશિપ એલિવેટર મશીન’ કહે છે. આ સિસ્ટમ જેવી માનો છો એવી સરળ નથી, પણ આ સિસ્ટમ સસ્તી હોવાને કારણે શિપિંગ કંપનીઓને એ પરવડે છે. શિપને એક શેરીમાં લાવવામાં આવે છે. આ શેરી એટલે રસ્તો નહીં, પણ વચ્ચે પાણી હોય છે. એટલું પાણી કે શિપ આડી થઈ જાય તો પણ ડૂબે નહીં. આને ‘ડોકયાર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ કહે છે. આવું ડોકયાર્ડ પણ એવી જગ્યાએ તૈયાર કરવામાં આવે છે જ્યાં વિપુલ માત્રામાં પાણી મળી રહે.
જ્યારે શિપને અહીં લાવવાની હોય ત્યારે પોલગેટ ખોલવામાં આવે છે. અંદર એલિવેટરમાં સેટ થયા બાદ જ દરવાજો બંધ થાય છે. આ સમગ્ર સિસ્ટમ ઓટોમેટિક થાય છે. પછી સાંકળ જે તે શિપના હૂકમાં ભરાવી, નીચેના સરફેસ સાથે શિપને ઉપરની બાજું ઉઠાવવામાં આવે છે. ઓછા કિલોવોટ વીજળીની મદદથી આ સમગ્ર કામ થાય છે.
આ પણ વાંચો: વલો કચ્છ : કચ્છની અટલ સ્મૃતિ
શિપ એલિવેટરની દુનિયામાં જર્મન ટેકનોલોજીનો દબદબો છે, કારણ કે, સમગ્ર સિસ્ટમ બટન અને પુશપાવર સિસ્ટમ પર આધારિત છે. પ્રાથમિક જરૂરિયાત એ છે કે, યાર્ડમાં યોગ્ય આંતરમાળખું હોવું અનિવાર્ય છે. એલિવેટર એન્જિનિયર આન મ્યુનિક્સ કહે છે કે, સૌથી પહેલાં તો કાર્ગો વેસલ્સની જરૂરિયાતને સમજવી પડે, કારણ કે, અહીંયાનું પ્રત્યેક મશીન કરોડોની કિંમત ધરાવે છે.
એના એક એક રોપવ્હિલ (લોઢાના વાયર જે પૈડાંની ઉપર બાંધવામાં આવે તે) સો-સવાસો કરોડના આવે છે. જો કાર્ગોની સર્વિસ, ક્લિનિંગ અને કસ્ટમાઈઝ કરવાનું હોય તો આ સિસ્ટમની જરૂર પડે છે. અગાઉના સમયમાં આ કામ માણસો દ્વારા- મેન્યુઅલી થતું, જેમાં મહિનાઓ લાગી જતા. બીજો મોટો પડકાર એ હતો કે, શિપની પોતાની ઈલેક્ટ્રિક કે જનરેટર સિસ્ટમ હોય છે, જેનું કંટ્રોલિંગ પહેલા જાણવું પડતું.
હવે એવું એટલા માટે નથી કારણ કે, અહીં ટેસ્ટ અને સ્વિચ મોડ હવે સરળ છે, જેમ કે,3 કલાક જનરેટર ચાલુ રાખીને આખા ફ્લોરનું ક્લિનિંગ કરી શકાય છે. જળમાર્ગમાં ખારાશ એ પાયાનો ગુણધર્મ છે. ઘણી વખત કલરપેઈન્ટ અને ચૂનો પણ જવાબ દઈ દે છે. એના કારણે ફ્લોરિંગ બગડે છે. તેથી શિપને આ સિસ્ટમ અંતર્ગત લાવવામાં આવે છે. પાણીના સ્તર અને સુરક્ષાની વાત કરવામાં આવે તો આ સમગ્ર ડિવાઈસ સિસ્ટમ છે જેની ઊંચાઈ 8 માળની ઈમારત જેટલી હોય છે.
જે રીતે નહેરનો આકાર હોય છે એવા ઈન્ફ્રા. પર આ સિસ્ટમ સેટ થાય છે. એના દરવાજા એટલા પાવરફૂલ હોય છે કે, એક વખત બંધ કર્યા બાદ પાણીનું એક ટીપું પણ અંદર આવતું નથી. જ્યારે આ દરવાજા કોઈ વોટ સિસ્ટમ સાથે ખોલવામાં આવે ત્યારે જે ગતિથી ધોધ પડે એ ગતિથી પાણી છૂટે છે, જે શિપ માટે સામાન્ય ગણાય. આ ઈલેક્ટ્રિકની દ્રષ્ટિએ સસ્તું છે પણ આંતરમાળખાની નજરે મોંઘું છે.
અહીં સૌથી ખાસ વાત એ છે કે, માત્ર 5 વ્યક્તિથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થાય છે. બીજું કે, અહીંયા કોઈએ ફ્લોર સુધી જવાની જરૂર જ નથી પડતી એટલે ઉપરથી પડી જવાનો કોઈ ડર નથી. આપણે ત્યાં વિશાખાપટ્ટનમ યાર્ડમાં આવી ટેકનોલોજી અમુક અંશે કાર્યરત છે.
આઉટ ઓફ ધ બોક્સ
ચીન ભલે આત્મનિર્ભર હોવાના દાવા કરે પણ શિપિંગ ટેકનોલોજીની દુનિયામાં જર્મનીનો જોડ જડે એમ નથી.