ઉત્સવ

નિર્લજ્જ નર લાજે નહીં, કરો કોટિ ધિક્કાર, નાક કપાયું તો કહે: અંગે હવે ઓછો ભાર

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

આજની યુવા પેઢીને બોધની વાતો નથી ગમતી એવી સર્વસામાન્ય સમજ છે. વડીલ જો બે શિખામણ આપે તો ધ્યાનથી નથી સાંભળતા અને કેટલાક તો એ હદે નિર્લજજ હોય છે કે બગાસું ખાય છે. જો કે, આપણા સાહિત્ય વારસામાં સચવાયેલા અનેક કહેવત અને સુભાષિતો ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે જૂના વખતમાં માણસોને સાચા- જૂઠાના તફાવતનું પૂરેપૂરું ભાન હતું.

અલબત્ત, આજની પેઢીને નથી એવું કહેવાનો આશય નથી, પણ સાચા – જૂઠાની વ્યાખ્યા સદંતર બદલાઈ ગઈ છે. સરળ ભાષામાં અનેક દર્શન કરાવતી કાવ્ય પંક્તિઓ અને સુભાષિતોના રસપાનથી ભાષા વૈભવ અને સમજણમાં ઉમેરો કરવાની પ્રવૃત્તિ આગળ વધારીએ. સમાજમાં આર્થિક દીનતા અનુભવતા લોકોની મનોદશા કાવ્ય પંક્તિમાં કેવી સરસ રીતે વ્યક્ત થઈ છે:
જળના મોજા જળ વિશે જેમ ઉછળે ને સમાય, તેમ મનોરથ ગરીબના ઊભરે ને બેસી જાય….

કોઈ પણ બાબતનો વિચાર કરવો એ અત્યંત આસાન છે, મુશ્કેલ છે એ વિચારને અમલમાં મૂકવો. ગરીબ માણસના મનોરથ (ભાવના કે વિચારના તરંગ)ને કવિ દરિયાના પાણીના મોજા સાથે સરખાવે છે. ભરતી વખતે પાણીનું મોજું કેવું ઉછળે, પણ તરત પાછું એમાં જ સમાઈ જાય. એ જ રીતે ગરીબને પૃથ્વીની પરિક્રમા કરવાનો વિચાર આવી જાય, પણ એ વ્યવહારમાં ઘરની એક ભીંતથી બીજી ભીંત સુધીમાં પૂર્ણ થઈ જાય. કવિ ભાનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ની ચોટદાર પંક્તિઓ આ વાતને પ્રભાવી રીતે રજૂ કરે છે:
વિચારો એવા કે અવનિ પર રાજ્ય કરવું, પરિસ્થિતિ એવી કે રખડી રઝળી પેટ ભરવું.

હવે પરિસ્થિતિનું વર્ણન કરતું સુભાષિત જોઈએ.
ઊંઘ બગાસું મોકલે જા બગાસા તું, તારું કહ્યું નહીં માને તો ઢાળી પાડીશ હું…
જીવનમાં અમુક કામ એના સમયે કરવા જ જોઈએ. યુવાનીમાં જો ભણતર અને ભણતર પછી મળતર પર ધ્યાન કેન્દ્રિત કરી એનું સંપાદન ન કરવામાં આવે તો પછી ગળતર થાય એ સમજવું અઘરું નથી. બગાસું આવે એ નિદ્રા દેવીના આગમનના એંધાણ છે અને એ વખતે જો નીંદર ન લઈએ તો પછી કાં ‘ઊંઘ ના જુવે ઓટલો’ જેવી હાલત થાય.
આજની તારીખમાં આબરૂ, લજજા, મર્યાદા વગેરે મનુષ્ય જીવનમાં બહુ મહત્ત્વ નથી ધરાવતા. લાજ શરમ વગરના લોકો પહેલાંય હતા પણ હવે એની ટકાવારીમાં ખાસ્સો વધારો થયો છે એ હકીકત છે. બેશરમીની હદ વટાવી જતા લોકોનું વર્ણન આ સુભાષિતમાં પ્રભાવી રીતે થયું છે:
નિર્લજજ નર લાજે નહીં, કરો કોટિ ધિક્કાર, નાક કપાયું તો કહે: અંગે ઓછો ભાર
જીવનમાં કોની સંગત કરવી અને કોનો સહવાસ ટાળવો એ સમજણશક્તિ કેળવવી જરૂરી છે, પણ જો એમાં થાપ ખાઈ ગયા તો કેવી હાલત થાય એ દર્શાવતું સુભાષિત છે:
નગુણો પાસ ન રાખીએ, સગુણાની પત જાય, ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.
કંચન કથીરના ભાવે વેચાઈ જાય એવો ખેલ થાય.આને સમાંતર ભાવનાવાળું સુભાષિત છે :
શિખામણ તો તેને દઈએ જેને શિખામણ લાગે, વાંદરાને શિખામણ દેતા સુઘરીના માળા ભાંગે…

બાંધકામ તોડકામમાં ફેરવાઈ જવા જેવી વાત થઈ.

WORDS WITHOUT VOWELS

પાંચ અંગ્રેજી સ્વર – ટજ્ઞૂયહત: અ, ઊ, ઈં, ઘ, ઞ વગરના શબ્દોની જ્ઞાન સફર આજે આગળ વધારીએ. આવા શબ્દોની સંખ્યા બહુ ઓછી છે અનેક શબ્દ તો મૂળ શબ્દોના વ્યાકરણના સ્વરૂપને કારણે વિસ્તાર છે. અહીં આપણે વિસ્તારિત શબ્દોનો ઉલ્લેખ ટાળ્યો છે જેમકે Myths which is plural of myth. સ્વરહીન પહેલો શબ્દ છે Crypt જેનો અર્થ થાય છે ભોંયરું અથવા ગુફા. ઋતુ એટલે સતત સ્થળાંતર કરતા રહેતા અને બેફિકર બની જીવતા લોકોનો સમુદાય. કુળાવ એટલે માનવ શરીરમાં વહેતું રંગહીન પ્રવાહી. તબીબી ભાષામાં લીમ્ફોસાઈટસ અથવા શ્ર્વેતકણોથી તમે પરિચિત હશો જ. લોહી અથવા તો માંસપેશીઓમાં રહેલા બેક્ટેરિયા પર આક્રમણ કરી એનો ખાત્મો બોલાવી આપણને નિરોગી રાખવામાં લીમ્ફોસાઈટસ મદદરૂપ થાય છે.Lynch એટલે જ્યારે ટોળું કાયદો પોતાના હાથમાં લઈ તથાકથિત ગુનેગારને દેહાંતદંડ આપે. છેલ્લા કેટલાક વર્ષથી mob lynching શબ્દ અનેક વાર વાંચવા – સાંભળવામાં આવ્યો છે. કોઈ ભીડ કે ટોળું કાયદાને હાથમાં લઈ કહેવાતા અપરાધીને મોતની સજા ફરમાવે એ એનો અર્થ છે. ગુળાવ એટલે વન, પર્વત કે જળમાં રહેતી સુંદર યુવતી – અપ્સરા. પોતાનું જ પ્રતિબિંબ જાળમાં નિહાળી એના પ્રેમમાં પડનાર ગ્રીક પૌરાણિક કથાના સોહામણા યુવક નાર્સિસસની કથામાં Echo nymph અપ્સરાનો ઉલ્લેખ આવે છે. Psychએટલે પ્રાણ, મન કે જીવ કે માનસિકતા.Pygmy એટલે વામણા વેંતિયા કે ઠીંગણા કદના લોકો. Tryst એટલે મળવાનું સ્થાન અને સમય, ખાસ કરીને પ્રેમીઓના મિલનના સંદર્ભમાં વપરાય છે. He denied having secret trysts with a former lover. ભુતપૂર્વ પ્રેમિકા સાથે કોઈને ખબર ન પડે એવી મુલાકાત કરતા હોવાનું તેણે નકાર્યું હતું. આપણા દેશના ઈતિહાસમાં આ શબ્દપ્રયોગ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભારતને ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે આપણને આઝાદી મળી એ પૂર્વે સંસદ ભવનમાં બંધારણીય સમિતિ સમક્ષ જવાહરલાલ નેહરુએTryst with Destiny (Long years ago, we made a tryst with destiny) પ્રયોગ વાપર્યો હતો જે ઐતિહાસિક બની ગયો છે.

मराठी – ગુજરાતી सेम ટુ સેમ

ગયા સપ્તાહની મરાઠી – ગુજરાતી કહેવતો અને રૂઢિપ્રયોગમાં રહેલા સામ્યનો પ્રવાસ થોડો આગળ વધારી સમજણનો વિસ્તાર કરીએ. झाकली मुठ सव्वा लाखाची જેનો અર્થ થાય છે મૌન રહી આબરૂ બચાવવી. આ વાંચીને તમને ગુજરાતી કહેવત ‘બાંધી મૂઠી લાખની’ યાદ ન આવી હોય તો જ નવાઈ. એનો ભાવાર્થ એ છે કે વાત ભ્રમમાં હોય ત્યાં સુધી સારું કારણ કે ઘણી વાર અપ્રગટ મૌન પ્રગટ વાત કરતા વધુ પ્રભાવી નીવડે છે. આ જ વાત તલવાર મયાનમાં રાખવી સારી તરીકે પણ જાણીતી છે. तहान लागल्यावर विहीर खणणे. તહાન એટલે તરસ અને વિહિર એટલે કૂવો. કોઈ વસ્તુની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ મેળવવા દોડધામ કરવી એ એનો ભાવાર્થ છે. તમે તરત કહેશો કે આ તો આપણી ગુજરાતી કહેવત આગ લાગે ત્યારે કૂવો ખોદવોને મળતી આવે છે. સાવ સાચી વાત. એવી જ સમાનાર્થી અન્ય કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ખોદે, વખા પડે વાવવા દોડે. વખા એટલે વરસાદ. બંનેમાં જરૂરિયાત નિર્માણ થતા પ્રવૃત્તિ શરૂ કરવાની વૃત્તિ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. હવેની કહેવત गर्जेल तो बरसेल काय? તો તંતોતંત ગુજરાતી કહેવત ‘ગાજ્યા મેઘ વરસે નહીં’ જેવી જ છે. આબેહૂબ. બંનેના અર્થમાં પણ સામ્ય છે કે જેને કામ કરવું છે એ બોલીને નથી બતાવતો અને જે બોલ બોલ કરે છે એ કામ ભાગ્યે જ કરે છે. काखेत कळसा गावात वळसा કહેવતમાં કાખ એટલે કાખ અથવા બગલ અને વળસા એટલે આંટાફેરા. આ બંને શબ્દના અર્થ જાણ્યા પછી ઘડીનાય વિલંબ વિના તમે જવાબ આપશો કે કાખમાં છોકરું ને ગામમાં ધમાધમ. બંને કહેવતનો ભાવાર્થ છે વસ્તુ પોતાની નજર આગળ છતાં તેના માટે બીજે શોધાશોધ કરવી.

भरमानेवाले शब्द 

હિન્દી ભાષાના દેખાવમાં મળતાવડા પણ અર્થમાં સ્નાન સૂતકનો સંબંધ નહીં ધરાવતા શબ્દ યુગ્મની દુનિયામાં આગળ વધીએ. बंदी और बांदी। બંદી એટલે કેદી. कारावास से मुक्ति की बात सुनकर बंदी की आँखों में चमक आ गई. બાંદી એટલે દાસી કે નોકરડી. रानी ने खुश होकर बांदी को बड़ा उपहार दिया. હિન્દીમાં બૂંદા – બાંદી પ્રયોગ પણ જાણીતો છે જેનો અર્થ થાય ઝરમર વરસાદ. बूंदा बांदी शुरू होते ही मैं घर की ओर भागा. આજનું બીજું યુગ્મ છે बगुला और बगूला. બગુલા એટલે બગલો. ગુજરાતીમાં બગ ભગત કહેવાય છે એમ હિન્દીમાં બગુલા ભગત રૂઢિપ્રયોગ જાણીતો છે. ऊपर से कुछ और अंदर से कुछ लोग बगुला भगत से जाने जाते हैं. आग बगूला होना એટલે ગુસ્સાથી લાલપીળા થઈ જવું કે અત્યંત ક્રોધ થવો. ત્રીજા યુગ્મમાં ફરક કેવળ હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ જેટલો છે પણ અર્થમાં જોજનો દૂર છે. બલિ એટલે બલિદાન જ્યારે બલી એટલે બળવાન. बहनेली और बहनोई યુગ્મમાં અર્થફેરની સાથે જાતિફેર પણ જોવા મળે છે. બહનેલી એટલે સખી અથવા બહેનપણી જ્યારે બહનોઈ એટલે બનેવી, જીજાજી, બહેનના પતિ. હા, તમારી સખીનો વર તમારો બનેવી થાય અથવા હોઈ શકે છે એ વાત જુદી છે. હવે જે યુગ્મની વાત આપણે કરવાના છીએ એ લખવામાં અને સમજવામાં અનેક લોકો ભૂલ કરતા હોય છે, થાપ ખાઈ જતા હોય છે. बहार और बाहर જોડીમાં કેવળ માત્રાનો સ્થાનફેર છે, પણ એ માત્રાની જગ્યા બદલાઈ જવાથી કેવો ગજબનો અર્થ ફેર થાય છે એ જાણવા જેવું છે. બહાર એટલે વસંત ઋતુ, મોસમ ખીલી ઉઠવી, આનંદ, પ્રસન્નતા એવા અર્થ છે.ओ सजना बरखा बहार आई. जुबां पे दर्द भरी दास्तां चली आई, बहार आने से पहले खिज़ा चली आई પંક્તિઓમાં અર્થ સ્પષ્ટ થાય છે. બહાર એટલે બહાર, ઘરની બહાર, શહેર કે રાજ્યની બહાર વગેરે. महीने में दस – बारह दिन उसे दौरे पर शहर के बाहर ही रहना पड़ता है.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress