ઉત્સવ

સરોવર, તરુવર, સંતજન ને ચોથો વરસે મેહ, પરમાર્થ કરવાને કાજે એ ચારે ધર્યો દેહ!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ઉક્તિ કે લોકોક્તિ જેવા પર્યાયવાચક શબ્દો ધરાવતી કહેવતમાં જીવનની ફિલસૂફી વણાયેલી જોવા મળે છે. કહેવત અને કવિતાનો સમન્વય થાય ત્યારે ભાષા એના સ્વરૂપમાં તેમજ એના ભાવાર્થમાં અનેરી ઊંચાઈ હાંસલ કરે છે. કવિતા – કહેવતનો દોર આગળ વધારીએ. નારી કો નવ નીંદીયે, નારી રત્નની ખાણ, નારીથી નર નીપજ્યા, ધ્રુવ પ્રહલાદ સમાન પંક્તિમાં નારીના સન્માનની વાત સાદી સરળ ભાષામાં પણ પ્રભાવીપણે કરવામાં આવી છે. નારીની નિંદા કરવી એ કેટલાક લોકોનો નિત્ય ક્રમ હોય છે. આ સ્વભાવ સામે ચેતવણી ઉચ્ચારી એમ નહીં કરવા જણાવી નારી તો રત્નની ખાણ છે એમ કહી એની સ્તુતિ કરવામાં આવી છે. એને સમર્થન આપતા કહેવામાં આવ્યું છે કે આ નારીની કૂખે જ ધ્રુવ અને પ્રહલાદ જેવા માનવ રત્ન અવતર્યા છે. આમ નારીના મૂલ્યનો મહિમા ગાવામાં આવ્યો છે. માનવ સ્વભાવની વિવિધ લાક્ષણિકતાઓ એકાદ બે પંક્તિમાં આબાદ વ્યક્ત થાય છે અને બહુ મોટી સમજણ આપી જાય છે. પૈ પૈનું લેખું ગણે, ખરચે અવર અપાર, ખોસે ડૂચા ખાળમાં, ઘર ઉઘાડાં દ્વાર. કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય છે જરૂર ન હોય ત્યાં પાઈ પાઈનો હિસાબ રાખે અને જ્યાં તકેદારી રાખવી જરૂરી હોય ત્યાં બેહિસાબ, લખલૂટ પૈસા બેધ્યાન બની ખર્ચી નાખે. ખાળમાંથી પાણી જતું ન રહે એ માટે ત્યાં ડૂચો મારે, પણ ઘરના દરવાજા ઉઘાડા રાખે અને બધું લૂંટાઈ જાય એના પ્રત્યે બેદરકારીનો સ્વભાવ રાખે. આ જ વાત ખાળે ડૂચા, દરવાજા મોકળા કહેવત દ્વારા પણ રજૂ થઈ છે. મનુષ્ય સ્વભાવનું પ્રતિબિંબ પાડતી પંક્તિઓ છે ભલો ભલાઈ ના ત્યજે, દુષ્ટ ન ચુકે દાવ, ચંદનને સળગાવતાં પ્રગટે શુભ સ્વભાવ. અન્યનું કાયમ ઈષ્ટ ઈચ્છતા લોકો કાયમ એમના સ્વભાવને વળગી રહે છે. એ સ્વભાવ આજીવન એમની સાથે રહે છે. એવું જ બુરાઈ કરનારાઓનું હોય છે. દુષ્ટતા આચરવા કોઈ દાવ રમવાનું એ ચુકતા નથી. અલબત્ત સ્વભાવ કેવો હોવો જોઈએ? તો કે ચંદન જેવો જે બળીને પણ સુવાસ ફેલાવે છે. સ્વભાવ દર્શન કરાવતી આ પંક્તિઓ સમજવા જેવી છે અને સમજીને જો જીવનમાં ઉતારી શકીએ તો ધન્યતાનો અનુભવ થાય છે. સરોવર, તરુવર, સંતજન ને ચોથો વરસે મેહ, પરમાર્થ કરવાને કાજે એ ચારે ધર્યો દેહ. જીવનમાં આપણે ઘણું ઘણું કરતા હોઈએ છીએ પણ સર્વોત્તમ તો છે બીજાની ભલાઈ કરવી. એ વાત દિલમાં સોંસરવી ઊતરી જાય એ માટે સરોવર, તરુવર, સંતજન અને મેઘના ઉદાહરણ આપવામાં આવ્યાં છે. સરોવર કાયમ અન્યની તરસ છિપાવે છે, તરુ એટલે વૃક્ષ ટટ્ટાર ઊભું રહી વટેમાર્ગુને છાંયડો આપે છે, સંતજન હંમેશાં આશિષ આપે છે અને મેહના પાણી ધરા પર વરસી એને ફળદ્રુપ બનાવે છે. આ ચારેયનું જીવન પરમાર્થને સમર્પિત રહે છે. આપણી આસપાસ સ્તુતિ કરનારા લોકો કરતા નિંદા કરનારાઓની સંખ્યા કાયમ વધારે જ રહેવાની. જોકે, નિંદા કરનારા લોકોથી નારાજ ન થવાની શિખામણ આપતી પંક્તિઓ છે નિંદા કરે જે આપણી એનો ઉપકાર રુંએ રુંએ, ગાંઠનો સાબુ લઈ ઈ આપણાં કપડાં ધુએ. કટાક્ષયુક્ત શબ્દો દ્વારા કેવી માર્મિક વાત કહેવાઈ ગઈ છે.

WORLD IDIOMS
ફોરેન ફરવા નીકળીએ ત્યારે વિદેશી વાયરાનો અનુભવ થાય, અનોખા સ્થળ જોવાનો લ્હાવો મળે, ભાતભાતની સંસ્કૃતિથી અને એમના આહાર – પોશાકથી પરિચિત થવાની સાથે સાથે દરેક પ્રદેશની પોતીકી ભાષા કે બોલીનો આનંદ પણ મળે. આજે આપણે ચોક્કસ પ્રદેશમાં મૂળિયાં ધરાવતી કહેવતો અને રૂઢિપ્રયોગનો આનંદ લઈએ. આપણી નજીક આવેલા અને સહેલાણીઓને માનીતા એવા થાઈલેન્ડમાં પ્રચલિત કહેવત છે Ride an elephant to catch a grasshopper. કહેવતમાં બે પ્રાણીજીવની વાત છે જેમના કદમાં રહેલી અફાટ અસમાનતા ભાવાર્થનો આછો ખ્યાલ આપી દે છે. હાથી પર સવાર થઈ તીડ કે કંસારી જેવા પામર જીવને પકડવા કોશિશ કરવી એનો શબ્દાર્થ છે. આકરી મહેનત કરી નજીવો લાભ થવો એ એનો ભાવાર્થ છે જે હાથી અને તીડની હાજરીથી વ્યક્ત થાય છે. થાઈલેન્ડથી નીકળી આવીએ ઈન્ડોનેશિયા. જાવા, સુમાત્રા જેવા વિશ્ર્વવિખ્યાત ટાપુના દેશની વિશિષ્ટ કહેવત છે. A germ across the sea can be seen, an elephant on the eyelid can’t.દૂર સમુદ્રમાં દેખાતું નાનું અમથું જીવડું દેખાય છે, પણ આંખ સામે ઊભેલો મહાકાય હાથી નથી દેખાતો એ એનો શબ્દાર્થ છે. સામા માણસની સાવ નજીવી ભૂલ નજરે ચડી જાય છે જ્યારે પોતાની મહાકાય ભૂલ સામે આંખ આડા કાન કરવામાં આવે છે. અન્ય એશિયાઈ દેશ મોંગોલિયાની કહેવત છે God bless you and may your mustache grow like brushwood. છીંક આવે ત્યારે અંગ્રેજી જાણતા અને એ બોલવાનો મહાવરો ધરાવતા લોકોના મોઢે God bless you પ્રતિક્રિયા સાંભળવા મળતી હોય છે. જોકે, મોંગોલિયામાં આ કહેવતનો વિસ્તાર કરી એમાં મૂછ ઉમેરવામાં આવી છે. પરિણામે ‘ઘણી ખમ્મા’નું વિસ્તરણ
થઈ ‘ઘણી ખમ્મા અને તારી મૂછ ઝાડી-ઝાંખરા જેવી વધે એવી મનોકામના’ બની જાય છે. અંતિમ કહેવત યુરોપિયન દેશ ફ્રાન્સથી આવી છે: Have the cockroach જેના ભાવાર્થને વાંદા સાથે કોઈ નિસ્બત નથી. કોઈ

વ્યક્તિ નિરાશ થઈ ગયો હોય કે હતાશા તેને ઘેરી વળી હોય ત્યારે એનો ઉપયોગ થાય છે.

शब्दसमूहाबद्दल एक शब्द

ठराविक क्रमाने आलेल्या अक्षरांच्या समूहाला अर्थ प्राप्त झाल्यास त्याला शब्द म्हणतात. एकापेक्षा अधिक शब्दाने शब्दसमूह बनतो आणि त्यातून जो अर्थ प्राप्त होतो त्या साठी वापरलेला शब्द म्हणजे शब्दसमूहाबद्दल एक शब्द असं म्हणतात. શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી ભાષાને લાઘવ પ્રાપ્ત થાય છે અને સમજણનો વિસ્તાર થાય છે. પગમાં જોડા પહેર્યા વિના ચાલનારી વ્યક્તિ पायात पादत्राण न घालनारा – अनवाणी તરીકે ઓળખાય છે. નાનકડા બાળકને ઉંઘાડવા માટે નું ગીત ગુજરાતીમાં હાલરડું કહેવાય છે: लहान मुलाला झोपवण्यासाठी गायिलेले गाणं – अंगाईगीत કહેવાય છે. તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા લોકો એક સમયે અનેક બાબતો પર ધ્યાન આપી શકે છે: अनेक बाबींमध्ये एकाच वेळी लक्ष देणारा – अष्टावधानी તરીકે જાણીતા છે. એક સમયે આપણે ત્યાં કન્યાને પગથી માથા સુધી ઘરેણાંથી સજાવવાની પ્રથા હતી. પગથી માથા સુધી માટે એટલે કે संपूर्ण शरीरभर किंवा पायापासून डोक्यापर्यंत –  आपादमस्तक કહેવાય છે. પ્રાણી જગતમાં એવા કેટલાક વિશિષ્ટ ઉદાહરણ છે જે જમીન ઉપર તેમજ પાણીમાં પણ વાસ કરે છે, જેમ કે દેડકો: जमिनीवर व पाण्यावर या दोन्ही ठिकाणी राहणारा प्राणी – उभयचर તરીકે ઓળખાય છે. કેટલીક એવી વ્યક્તિ હોય છે જેમના હાથ ખૂબ લાંબા હોય છે. એના માટે ગુજરાતીમાં શબ્દ છે અજાનબાહુ: ज्याचे हात गुडघ्यापर्यंत लांब आहेत असा – अजानबाहु કહેવાય છે. કેટલાક લોકો ખર્ચ કરવામાં કરકસર કરવાનો સ્વભાવ ધરાવતા હોય તો સાથે એવા પણ લોકો હોય છે જે ઉડાઉ સ્વભાવના હોય છે. ફાવે તેમ ખર્ચ કરવા માટે નામચીન હોય છે: वाटेल तसा पैसा खर्च करणे – उधळपट्टी તરીકે જાણીતા છે. દુનિયામાં નિઃસ્વાર્થ ભાવથી સેવા કરનારા હોય છે તો સાથે સાથે અંગત સ્વાર્થ માટે કે પોતાના જ ફાયદા માટે કામ કરનારા પણ હોય છે: स्वत:चाच फायदा पाहणारा – अप्पलपोटा કહેવાય છે.

भरमानेवाले शब्द

ભ્રમ શબ્દમાં ફિલસૂફી વણાયેલી છે. કોઈ જીવનને ભ્રમણા ગણે છે તો ભ્રમમાં જીવતા લોકોનો પણ તોટો નથી. ભ્રમ ભાંગી જાય ત્યારે દ્રષ્ટિ બદલાઈ જતી હોય છે. ભ્રમ પેદા કરતા શબ્દોની દુનિયામાં આગળ વધી એનું નિરાકરણ કરીએ. આજની પહેલી જોડી છે पंसारी और पंसेरी પંસારી એટલે મસાલાનો વેપારી જે ગાંધી તરીકે પણ પ્રચલિત છે. उसने पंसारी की दुकान से मसाला खरीदा। પંસેરી એટલે પાંચશેરી – પાંચ શેરનું વજન અથવા એટલા વજનનું કાટલું. हमारी दादी अनाज को पंसेरी से तौलती थीं. આજનું બીજું યુગ્મ છે पतंग और पतंगा. પતંગ એટલે ઉત્તરાયણ વખતે આકાશમાં ચગાવીએ, પેચ લડાવીએ એ કનકવો અથવા પતંગ. खुद हवा में उड़ने से पतंग को हवा में उडानेका मज़ा कुछ और है. પતંગા એટલે પતંગિયું. आए पतंगा बिना बुलाए कैसे दीप के पास. પ્રકાશના અજવાળાને કારણે આમંત્રણ વિના પતંગિયું દીવા પાસે પહોંચી જાય છે. पता और पत्ता. પતા એટલે સરનામું અથવા ખબર – જાણ. मुझे आपका पता पता नहीं था इसलिए मिलने नहीं आ पाया. પત્તા એટલે પર્ણ અથવા પાંદડું. यह उस बेल का पत्ता है जिसमे औषधीय गुण है. અંત્ય અક્ષરના ફરક ધરાવતું યુગ્મ અર્થમાં કેટલો ફરક ધરાવે છે એ આપણે જાણીએ. पपीता और पपीहा. પપીતા એટલે પપૈયું. पपीता के कच्चे और पक्के फल दोनों काम में आते हैं. પપીહા એટલે ચાતક પક્ષી જે માત્ર વરસાદના ફોરાનું પાણી પીવે છે એવું કહેવાય છે. पपीहा बसंत ऋतु में अक्सर मधुर ध्वनि में बोलता है. હવે વાત કરીએ पनचक्की और पवनचक्की યુગ્મની  જેમાં અંતર માત્ર એક અક્ષરનું છે અને અર્થમાં અંતર જોજનો દૂરનું છે. પનચક્કી એટલે પાણીથી ચાલતી ચક્કી. मध्ययुग में पनचक्कियों का सर्वाधिक उपयोग अनाज पीसकर आटा बनाने में होता था. અને  પવનચક્કી એટલે પવનથી ચાલતી ચક્કી. Emit smoke from seven orifices મેડ ઈન ચાઈના કહેવત છે. કોઈ કારણસર ગુસ્સો સાતમા આસમાને હોય કે રોષથી ચહેરો લાલઘૂમ થયો હોય એ અવસ્થા માટે આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો