સાપ્તાહિક ભવિષ્ય
તા. 7-4-2024 થી તા. 13-4-2024
- પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
ગ્રહગોચર: સૂર્યનારાયણ મીનમાંથી મેષમાં તા. 13મીએ પ્રવેશે છે. મંગળ સમગ્ર સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. વક્રી બુધ તા. 9મીએ મીન રાશિમાં પ્રવેશે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર મીન રાશિમાં ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે કુંભમાંથી મીનમાં તા. 7મીએ પ્રવેશે છે. તા. 9મીએ મેષમાં, તા. 11મીએ વૃષભમાં, તા. 13મીએ મિથુનમાં આવે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના સોદા માટે ગોચરફળ શુભ નથી. નોકરીમાં મતભેદો દૂર થશે. રાજકારણની પ્રવૃત્તિઓમાં સાવધાની દાખવવી જરૂરી છે. અકારણ નાણાંવ્યય ટાળવો જરૂરી છે. ગૃહિણીઓને વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના સપ્તાહના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં સફળ તકો મેળવશો. જૂની ઉઘરાણીનાં નાણાંની વસૂલી સફળ નીવડશે. સામાજિક પ્રવૃત્તિઓમાં સતર્કતા જરૂરી છે. મહિલાઓને કુટુંબ જીવનનો સુખદ અનુભવ થાય. સંબંધીઓ સાથે અનુકૂળતા, પ્રેમાળ સંબંધ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટે અનુકૂળ તકો જણાય છે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. નોકરીમાં હસ્તગત કાર્યો પણ પૂર્ણ કરી શકશો. નવા કામકાજનો પ્રારંભ થાય. કારોબારની નાણા આવકની વૃદ્ધિ થશે. પ્રવાસ દ્વારા મહિલાઓ કુટુંબના કામકાજ પૂર્ણ કરી શકશે. વિદ્યાર્થીઓ અધ્યયન માટે જરૂરી સાધનો મેળવી શકશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષા મુજબ નવું રોકાણ શક્ય છે. નોકરીમાં યશ મેળવશો. વેપાર વધશે. વેપારની નાણાંઆવક વધશે. કામકાજના કઠીન પ્રશ્નોનો ઉકેલ આવશે. ગૃહિણીઓને પડોશ સંબંધો ઉપયોગી થતા જણાશે. સહપરિવાર પ્રવાસ શક્ય છે. વિદ્યાર્થીઓ અભ્યાસની કસોટીમાંથી સફળ પુરવાર થશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે ગોચરફળ શુભ છે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. નવા કારોબારનો પ્રારંભ થાય. નવા નાણાંઆવકના સાધનો મેળવશો. ભાગીદારી ઉપયોગી થશે. ભાગીદારથી કામકાજના પ્રશ્નો ઉકેલાશે. મુસાફરી લાભદાયી પુરવાર થશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓ કસોટીમાં સફળ પુરવાર થશે. આત્મવિશ્વાસ દઢ બનશે.
ક્નયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં સહકાર્યકરો સાથેનો મતભેદ દૂર થશે. નવા ભાગીદાર, નવા વ્યવસાયના સંબંધો મેળવશો. નાણાઆવક વિશેની મૂંઝવણો દૂર થશે. ગૃહિણીઓને સંતાનના અભ્યાસના પ્રશ્નનો ઉકેલ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ જણાય છે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર તથા રોકાણ માટે અનુકૂળ તકો જણાય છે. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. વેપારના મિત્રોથી નાણાલાભ મેળવશો. ભાગીદાર ઉપયોગી થશે. નવીન પ્રવૃત્તિઓનો પ્રારંભ થાય. મહિલાઓને કાર્યક્ષેત્રે પતિનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓને કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષામુજબ નવા રોકાણ માટે સફળ તકો મેળવશો. નોકરીના કામકાજથી યશ મેળવશો. વાહન, મકાન-મિલકતનો નિર્ણય લઈ શકશો. મુસાફરી લાભદાયી પુરવાર થશે. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી થાય. કુટુંબમાં યશસ્વીપણું અનુભવશો. સ્વાસ્થ્ય જળવાશે. મહિલાઓને કિમતી ચીજોની ખરીદી માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં નિયમિતતા દાખવી શકશો.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના નાણાંરોકાણ માટે સફળ તકો મેળવી શકશો. નોકરી અર્થે સફળ પ્રવાસ જણાય છે. સહોદરો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. મુસાફરીથી નાણાંલાભ મેળવશો. નવી ઓળખાણો શક્ય જણાય છે. ભાગીદારથી અર્થવ્યવસ્થામાં અનુકૂળતા આવશે. પ્રવાસ સફળ નીવડશે. મહિલાઓને નવા કામકાજના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં ઉત્સાહ અને પ્રગતિ અનુભવશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં પ્રગતિ થશે. માન-મરતબો જળવાશે. સરકારી અધિકારીનો સહયોગ મેળવશો. કોર્ટ-કચેરીના કામકાજ અનુકૂળ બનશે. અકારણ નાણાંખર્ચ ઉપર કાબૂ રાખી શકશો. મકાન-મિલકત વાહનની ખરીદી માટે અનુકૂળતા જણાય છે. પ્રવાસ દ્વારા મહિલાઓના કૌટુંબિક જવાબદારીના કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષા મુજબ નવા રોકાણની સફળ તકો મેળવશો. નોકરીમાં હસ્તગત કામકાજ સફળ થશે. રાજકારણની પ્રવૃત્તિમાં યશ મેળવશો. કઠીન કામકાજમાં સફળતા મેળવશો. મહત્ત્વના નિર્ણયો લેવા માટે અન્યની મદદ મેળવી શકશો. નાણા વ્યવસ્થા સફળ નીવડશે. મહિલાઓને પડોશ મિત્રો સાથેના મતભેદોનો ઉકેલ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં વડીલો ઉપયોગી થશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નવી નોકરીનો પ્રારંભ થાય. નોકરીના સહકાર્યકરો સાથેનો મતભેદ દૂર થશે. રાજકારણની પ્રવૃત્તિઓમાં સફળતા મેળવશો. મિત્રોમાં યશ મેળવશો. વેપારની નાણાઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓના કુટુંબજીવનના મતભેદો દૂર થશે. વિદ્યાર્થીઓને નિત્ય અભ્યાસ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે. ઉ