ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

તા. 10-3-2024 થી તા. 16-3-2024

  • પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં કુંભ રાશિમાંથી તા. 14મીએ મીન રાશિમાં પ્રવેશે છે. મંગળ મકર રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. માર્ગીબુધ મીન રાશિમાં અતિચારી ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. તા. 10મીએ પ્રારંભે ચંદ્ર કુંભમાંથી મીનમાં, તા. 12મીએ મેષમાં, તા. 14મીએ વૃષભમાં આવે છે અને સપ્તાહના અંત સુધી અહીં રહે છે.


મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તા. 14 સુધીમાં વેપાર લાભદાયી જણાશે. નોકરી માટે તા. 13, 15, 16 શુભ જણાય છે. આ સપ્તાહમાં નાણાઆવકની વૃદ્ધિ થશે. નવા કામકાજનો પ્રારંભ થાય. કાર્યક્ષેત્રે રચનાત્મક વિચારોનાં આયોજનોનો અમલ શક્ય જણાય છે. મહિલાઓને નોકરીમાં તા. 11, 13, 14મીએ વિશિષ્ટ સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ આ સપ્તાહમાં વધુ મજબૂત બનશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. તા. 11, 12, 15 નોકરીના કામકાજમાં પ્રગતિ દર્શાવે છે. વારસાગત મિલકતનો નિર્ણય લઈ શકશો. મુસાફરી દ્વારા નાણાં ઉઘરાણીનાં કામકાજમાં સફળતા મળશે. રાજકારણમાં સફળતા છે. મહિલાઓને કાર્યક્ષેત્રે તા. 10, 11, 16 વિશિષ્ટપણે શુભ ફળદાયી થતી જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અભ્યાસક્રમને જાળવવામાં વધુ પુરુષાર્થ જાળવી રાખવો પડે તેમ ગોચરફળ દર્શાવે છે.


મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નવા રોકાણ માટે સફળતા અનુભવશો. તા. 11, 12, 13, 15 નોકરીમાં નવીન જવાબદારી પ્રાપ્ત કરશો. અધિકારી સાથેના મતભેદોનો ઉકેલ આવશે. સહપરિવાર પ્રવાસ શક્ય છે. ગૃહિણીઓને તા. 11, 12, 14 પરિવારની જવાબદારીમાં સફળતા સૂચક બનતી જણાશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં નવા અભ્યાસનો પ્રારંભ કરવામાં સફળ રહેશે તથા શૈક્ષણિક પ્રવાસમાં સફળ બની રહેશે.


કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં આત્મવિશ્વાસ વધુ દઢ પુરવાર થશે. નોકરીના કામકાજ માટે તા. 12, 13, 14 શુભ પુરવાર થશે. કાર્યક્ષેત્રે ભાગીદારથી ઈચ્છિત સહયોગ મેળવશો. વિદેશનો વેપાર પણ પ્રગતિસૂચક જણાય છે. મહિલાઓનો આ સપ્તાહમાં સહપરિવાર પ્રવાસ જણાય છે. મુસાફરી દ્વારા આ સપ્તાહના વિદ્યાર્થીઓના કામકાજ પણ સંપન્ન થશે. શિક્ષકનો સહયોગ નબળા વિષયની મૂંઝવણમાં ઉપયોગી પુરવાર થશે.


સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજથી નાણાલાભ મેળવશો. તા. 13, 14, 16ના નોકરીના નિર્ણયો એકંદરે લાભદાયી પુરવાર થશે. નવીન ભાગીદારી ઉપયોગી પુરવાર થશે. મિત્રો દ્વારા કારોબારનાં નાણાંના પ્રશ્નનો ઉકેલ આવી શકે તેમ છે. તા. 13, 14, 15ના આ સપ્તાહના નિર્ણયો મહિલાઓને કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. પતિનો સહયોગ પણ રચનાત્મક બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં કુટુંબના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે.


ક્નયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. નોકરીમાં તા. 11, 12, 15ના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થશે. ભાગીદારીના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ આવશે. મુસાફરીઓ આ સપ્તાહમાં સફળ બની રહેશે. વેપાર વધશે. કુટુંબમાં યશસ્વી બની રહેશો. મહિલાઓને પરિવારની સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત થશે. કિમતી ચીજોની ખરીદી શક્ય છે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સામગ્રી પ્રાપ્ત થતી જણાશે.


તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. તા. 10, 11, 12, 14ના નોકરીના નિર્ણયો શુભ પુરવાર થશે. પ્રવાસ દ્વારા વેપારના વિકાસના કામકાજ સફળ બની રહેશે. મિલકતના નિર્ણયો સફળ પુરવાર થશે. વાહન મેળવી શકશો. તા. 11, 12, 15ના કામકાજથી નાણાં મેળવી શકશો. મુસાફરીઓ દ્વારા મહિલાઓના પ્રાસંગિક કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને નબળા અભ્યાસમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થશે.


વૃશ્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ સફળ બની રહેશે. તા. 13, 14, 16ના નોકરીના કામકાજમાં સફળતા મેળવશો. કિમતી ચીજોની ખરીદી, કામકાજ માટે જરૂરી સાધનો ઈત્યાદિ મેળવી શકશો. કાર્યક્ષેત્રે મદદનીશ મેળવશો. પ્રવાસમાં અપેક્ષિત નાણાલાભ મેળવશો. નવું કામકાજ પ્રારંભી શકશો. મહિલાઓને કુટુંબના જવાબદારીના કામકાજમાં સરળતા જણાશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં નિયમિતતા દાખવી શકશે.


ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. તા. 14, 15, 16ના નોકરીના નિર્ણયોમાં સફળતા અનુભવશો. સરકારી અધિકારી, કાયદાના કામકાજમાં સફળતા મેળવશો. પ્રવાસ ઉપયોગી પુરવાર થશે. નાણાં ઉઘરાણીમાં સફળતા મેળવશો. ગૃહિણીઓને પરિવારના જવાબદારીના કામકાજમાં વડીલો ઉપયોગી થશે. અનારોગ્યમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં પરીક્ષાત્મક સંજોગોમાં સફળતા જણાશે.


મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપારથી નાણાલાભ મેળવશો. તા. 10, 11, 12ના નોકરીના કામકાજ અર્થેનો પ્રવાસ સફળ બની રહેશે. મિત્રોમાં આ સપ્તાહમાં નાણાવ્યવહાર પણ સરળતાથી સંપન્ન થતાં જણાશે. નાણાઆવકની વૃદ્ધિ થશે. કુટુંબીજનોમાં મહિલાઓના મતભેદોનો ઉકેલ આવશે. સહપરિવાર પ્રવાસ જણાય છે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં કુટુંબના સભ્યો અધ્યયનમાં પ્રોત્સાહક બની રહેશે.


કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણના પ્રયત્નો સફળ બની રહેશે. કુટુંબના સભ્યો આ સપ્તાહમાં નોકરીના કામકાજમાં માર્ગદર્શક બની રહેશે. તા. 13, 14ના આ સપ્તાહના કામકાજ યશસ્વી બની રહેશે. પ્રવાસ દ્વારા વેપારના કામકાજમાં પણ સફળતા મેળવશો. અનારોગ્યમાં રાહત થશે. મહિલાઓને આ સપ્તાહમાં કિમતી ચીજોની ખરીદી માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના સહઅધ્યાયીઓ સાથેના અભ્યાસના કામકાજ નિયમિત પુરવાર થશે.


મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર તથા નવું નાણારોકાણ શુભ પુરવાર થશે. તા. 14, 15, 16ના નોકરીના કામકાજ યશ અપાવશે. ઉપરી અધિકારીની મદદ મેળવી શકશો. મુસાફરીઓ આ સપ્તાહમાં કાર્યક્ષેત્રે યશ અપાવશે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓનો આ સપ્તાહમાં તીર્થપ્રવાસ શક્ય જણાય છે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો પણ સફળ બની રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા