ઉત્સવ

સાગરપેટા-કૂપમંડૂકો-તટસ્થો-તકવાદી નિરીક્ષકો

આજે આટલું જ -શોભિત દેસાઈ

(૩)
વાત શરૂ થયેલી આપણી ઉસ્તાદ રાશીદખાંસાહેબે વધુ પ્રચલિત કરેલી ઉસ્તાદ બડે ગુલામઅલી ખાંસાહેબની અમર કૃતિ ‘યાદ પિયાકી આયે’થી… આ બન્ને ખાંસાહેબની રજૂઆતની ખૂબ નજીક મૂકી શકાય એવી પાકિસ્તાનના એક રિક્ષાચાલક મહંમદ અસલમની રજૂઆતની વાતની મૂળ વાતમાં વૃદ્ધિ થઈ હતી. આજે એ આગળ વધે એ પહેલાં એક વૉટ્સઍપ સંદેશો યાદ આવે છે થોડો વખત પહેલાનો: અર્થશાસ્ત્રી ભારતના વડા પ્રધાન હતા ત્યારે પાકિસ્તાન આપણી પાસે કાશ્મીર માગતું’ તું, ચાવાળા વડા પ્રધાન બન્યાના થોડા વર્ષો બાદથી પાડોશી આપણી પાસે ટકી રહેવા પૂરતું અનાજ માંગી રહ્યા છે. મજબૂત મનોબળ, લાખંડી નિર્ણય શક્તિ અને સમયનાં ચુસ્ત પાલનમાં, કશી જ હોહા કર્યા વગર ભસવા તરફ સંપૂર્ણ બેધ્યાન થઈ જવું ઉમેરાય અને પછી જે પરિણામ આવે એને જગતે નરેન્દ્ર દામોદરદાસ મોદી નામ આપ્યું છે.

આગળ વધીએ 24 News નામની ન્યૂઝ ચેનલનાં કાર્યક્રર્મ ‘ખરા સચ’ના અદ્ભુત ઉદ્ઘોષક મુબારક લુકમાનના કેટલાક હિમ્મતબાજ નિરીક્ષણ તરફ, એ પહેલાં તો લો આવી ગયો સમય આગળ જે રહસ્ય હતું એને ખુલ્લી વાત બનાવી દેવાનો. મહંમદ અસલમને આપણા જાંબાઝ કલાકાર દલેર મહેંદી જણાવે છે કે સામાન્ય અવસ્થામાં જીવતા કલાકારની શરૂઆત પોતાનું ઘર ખરીદવા પૂરતા તાણાવાણા ગૂંથવામાં જાય ત્યારે વરસથી લઈને વર્ષો સુધીનો સમય વીતી જાય છે, તો તમારો અત્યાર સુધીનો સમય તો રિક્ષાચાલકી ખાઈ ગઈ છે, પણ હવેનો તમારો સમય રોજબરોજની મથામણમાં ન વીતે એ હેતુથી હું દલેર તમને જ્યાં મન થાય-લાહોર, કરાંચી જ્યાં મન થાય ત્યાં એક બે બેડરૂમ, હોલ, કિચનનો ફ્લેટ ભેટ આપવા માગું છું, તમે નક્કી કરો, પૈસા હું તરત ચુકવી દઈશ અને ઈદના દિવસે હું તમને આ ફ્લેટની ચાવી, જગતભરના તમારી ગાયકીના આશિકો વતીથી નજરાણા રૂપે ધરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીશ. કેવી કદર! શું નમ્રતા! અને આવું આપવું! ખાસ તો એ ઉમેરવાનું કે દલેર મહેંદીનું પહેલું આલબમ રિલીઝ થયું એ પહેલાં દલેર સેનફ્રેન્સિસકોમાં ટૅક્સી ચલાવતા… ટૅક્સી નામના મોટા ભાઈએ રિક્ષા (મહંમદ અસલમ)નામના નાનાભાઈનું કેવું ભલું કર્યું!!! દલેર, લુકમાનના કહેવાથી અને પોતાની મેળે પણ, એક વાર્ષિક ફતતશલક્ષળયક્ષિં પણ મહંમદને ઘરે છે, દર વર્ષે એક મહિના માટે ભારત આવવાનું અને સંગીત શિખતા આગંતુકોને ગાયકીની બારીકાઈ શિખવાડવાની, તેમ જ નાની મોટી બેઠક અને પ્રોગ્રામ્સ કરવાના. સૂક્ષ્મ શરૂઆત કરી મોટા લક્ષ્યાંકો સિદ્ધ કરનાર નરપુંગવો પોતાને આટલું બધું આપનાર જિંદગીને સત્કર્મો, charities, philanthropy દ્વારા પાછું આપે છે-એને અંગ્રેજીમાં રુડુ નામ અપાયું છે,Giving Back. દલેર મહેંદીનાં આ આખાય ઉપક્રમને Giving Back કહીને જ પિછાણી શકાય, એક શબ્દના વધારા સાથે-Giving Back Comprehensively…
ફક્ત તારી સહુલિયત કાજે એ મોટી થઈ ગઈ
નાની શી દુનિયા હતી, આજે એ મોટી થઈ ગઈ
એહમદ ફરાઝનો થોડો બોલકો શેર, આ ક્ષણે મારા માટે અચાનક બારીક થઈ ગયો છે.

ઢુંઢ ઉજડે હુએ લોગોમેં વફા કે મોતી
યે ખઝાને તુઝે મુમકિન હૈ ખરાબોંમે મિલે.

પાકિસ્તાન જેવા, નઘરોળ પાકિસ્તાન જેવા મુલ્કમાંય વસે છે મુબારક લુકમાન જેવા સારાઈની શોધના વ્યસની, જે કુંભકર્ણી વ્યવસ્થાને ઢંઢોળી, social media નો જબરજસ્ત ઉપયોગ કરીને શોધે છે ‘યાદ પિયાકી આયે’ ગાતા મહંમદ અસલમ નામના રિક્ષા ડ્રાઈવરને, એના કોઈ પેસેન્જરે બનાવેલી સાવ અમથી ૨ મિનિટ ૩૧ સેક્ધડની વીડિયો ક્લીપ પરથી… તો… આપવાના મહાત્મ્યને સંપૂર્ણ સમર્પિત ભારતમાં વસે છે
દલેર મહેંદી જેવા સંગીતની આબરૂને ઑમાણસાઈથી મઢીને વધુ રોશનદાર બનાવતા આપવાવાળા…
તમને ખબર છે? અકબરનાં નવરત્ન સાથે સંકલિત મુસ્લિમ કૃષ્ણાનુરાગી રહીમ દાનના મહિમાવંત હતા, અને સંત તુલસીદાસના સમસામયિક. રહીમ રોજ ધ્યાનાદિ બાદ જેટલું હોય એ જેટલો સમય ટકે, દાનમાં દે… એક અલૌકિક શૈલી સાથે-દાન દેતી વખત એમની નજર ઢળેલી હોય… તુલસીદાસજી આવા જ કોઈ સમયે પસાર થતાં રહીમની ઢળેલી નજરને એક દોહો અર્પણ કરે છે.
ઐસી દેની દેન જ્યોં કીત સીખે હો સેન
જ્યોં જ્યોં કર ઊંચે કર્યો ત્યોં ત્યોં નીચે નૈન
(આપવાની આવી ભરપૂરતા ક્યાંથી શીખી આવ્યા ઓ સૈન! ઓ રાજવીર! કે વધુને વધુ દાન આપતાં તમારા કર જાય છે ઊંચે જેમ જેમ, એમ એમ તમારા નયન નમ્રતાથી ઢળતાં જાય છે.)
રહીમ સંત તુલસીદાસના ચરણમાં એમની આવી પીઠથાબડનો ઉત્તર મૂકે છે…
દેનહાર કોઈ ઔર હૈ, ભેજત જો દિન રેન
લોગ ભરમ મુઝ પર કરે, ઈસી સે નીચી નૈન
મારા વાચક દોસ્ત! તારી આંખમાં બાઝેલું ઝાકળ હું મહેસૂસ કરી શકું છું…
આજે આટલું જ…

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત