ઉત્સવ

આખી દુનિયામાં જાણીતી છે બિહારની ગ્રામીણ લોકકલા સિક્કી

કલાજગત -ધીરજ બસાક

સિક્કી એક ખાસ પ્રકારનું ઘાસ કે દર્ભ જેવો છોડ છે, જે બિહારની મિથિલાંચલમાં નદી, તળાવ અને કેટલીક વખત રસ્તાના કિનારે ચોમાસામાં ઊગી નીકળે છે. આ અંદાજે ચાર ફૂટ જેટલી ઊંચી થાય ત્યારે લોકો તેને કાપીને સુકાવા માટે મૂકી દેતા હોય છે. કુશ સ્વભાવના આ ઘાસનો ઉપયોગ કરીને વર્ષોથી અનેક પ્રકારની ટોપલીઓ અને દૈનિક વપરાશમાં આવતી અન્ય અનેક વસ્તુઓ જે સામાન્ય રીતે લાકડામાંથી બનતી હોય તે બધી જ બનાવવામાં આવે છે. ભારતીય ગ્રંથોની વાત માનવામાં આવે તો રાજા જનકના સમયથી આ હસ્તકળાની પરંપરા રહી છે. જાણકારોના માનવા મુજબ સિક્કી ઘાસમાંથી બનતા આકર્ષક હસ્તકળાના પદાર્થોની ફક્ત દેશના જ નહીં આખી દુનિયાના સૌથી આકર્ષક અને લોકપ્રિય હસ્તકલાની વસ્તુઓ છે. ભારતમાં જ નહીં, આખી દુનિયામાં તેની ખૂબ માગણી છે. સાલ ૨૦૦૭માં સિક્કી ઘાસનાં ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો હતો અને ત્યારથી બિહારના દરભંગા અને મધુબની જિલ્લા ફક્ત દેશ જ નહીં આખી દુનિયામાં ચર્ચા અને વ્યાપારનું કેન્દ્ર બન્યા છે. લંડનથી લઈને મ્યુનિક સુધી અને રોમથી લઈને ન્યૂ યોર્ક સુધી આજે સિક્કી હસ્તકલાની વસ્તુઓની માગણી ઘણી વધી છે.

પ્રાકૃતિક વનસ્પતિમાંથી નિર્માણ પામેલી આ સ્ટાઈલિશ હસ્તકલાને આખી દુનિયામાં પોતાના કલાત્મક રંગીન ટોપલીઓ, મૂર્તિઓ, થેલા અને બેસવાની મોટી મોટી ચટાઈઓથી લઈને સજાવટ માટેના અનેક સામાનો માટે ઓળખવામાં આવે છે. સિક્કી ઘાસ આમ તો પૂર્વ ઉત્તર પ્રદેશમાં મોટા પાયે ઊગે છે, પરંતુ તેના વ્યવસાય અને કલાત્મકતાની જે ઊંચાઈ બિહારના દરભંગા અને મધુબની જિલ્લાના હસ્તકળાના કારીગરોએ હાંસલ કરી છે એવી કલાત્મકતા ઉત્તર પ્રદેશ અથવા અન્ય કોઈપણ જગ્યાના કલાકારોને મળી નથી. સિક્કીથી બનેલી કળાકૃતિઓ અત્યંત મનમોહક હોય છે. આજે જી.આઈ. ટેગને કારણે સિક્કી ઘાસનાં ઉત્પાદનોની દેશનાં મહાનગરો કરતાં વિદેશમાં વધુ માગણી છે. જોકે, બિહારમાં આનું મહત્ત્વ લોકો સદીઓથી જાણે છે. આ જ કારણ છે કે સન ૧૯૬૯માં દરભંગાની વિંદેશ્ર્વરી દેવીને આ સિક્કી કળાને માટે જ રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

પહેલાં સિક્કીના ઘાસમાંથી બનેલી કળાકૃતિઓનો ઉપયોગ શુભ અવસરમાં કરવામાં આવતો હતો. પછી આધુનિક લાઈફ સ્ટાઈલમાં સિક્કી ઘાસના અલગ અલગ દૈનિક ઉપયોગનાં સાધનો એક તરફ ઘરની સજાવટ અને કલાત્મક લૂક આપવા માટે ઉપયોગમાં લેવામાં આવવા લાગ્યા ત્યારે બીજી તરફ પ્લાસ્ટિકને કારણે પૃથ્વીને થતા નુકસાન પ્રકાશમાં આવ્યા બાદ અનેક લોકો સિક્કી કલાનાં અલગ અલગ ઉત્પાદનોને પ્લાસ્ટિકનાં ઉત્પાદનોના સ્થાને દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવા લાગ્યા છે. આ વાત અલગ છે કે સિક્કી કળાને સમર્પિત આ દૈનિક વપરાશનાં સાધનો કળાત્મકતાની સાથે જ પ્લાસ્ટિકને કારણે નિર્માણ થયેલા સંકટના વિકલ્પ તરીકે સામે આવ્યા છે. આ ઉત્પાદનો થોડાં મોંઘાં પડે છે, પરંતુ જે રીતે આખી દુનિયાને માટે પ્લાસ્ટિક જોખમ બની ગઈ છે તેને જોતાં શુદ્ધ ઘાસમાંથી બનેલાં ઉત્પાદનો કળાત્મક હોવાની સાથે પવિત્ર પણ છે. પોતાની બનાવટની કુશળતાને કારણે મહત્ત્વપૂર્ણ આર્ટનો નમૂનો છે. બીજી તરફ વપરાશકારના સ્વાસ્થ્યની સુરક્ષાની એમાં ગેરેન્ટી છે. આની સાથે જ આ કળાના માધ્યમથી અનેક લોકોને રોજગાર પણ મળી રહ્યો છે.

બિહારમાં લાખો મહિલાઓ ખાસ કરીને મધુબની અને દરભંગા જિલ્લાની મહિલાઓ સિક્કી ઘાસના અનેક પ્રકારનાં કલાત્મક ઉત્પાદનો તૈયાર કરીને અને તેને વેંચીને પોતાના ઘરના અર્થતંત્રની કરોડ બની છે. દરવર્ષે હજારો કરોડોના સિક્કી ઘાસનાં ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. લોકો પોતાના ઘરના ઈન્ટિરિયરને ઉઠાવ આપવા માટે પણ આનો ઉપયોગ કરે છે. આ સંપૂર્ણ રીતે કુદરતી ઘાસનાં ઉત્પાદનો હોય છે એટલે પ્રદૂષણ અને પ્લાસ્ટિકથી આ દુનિયાને રાહત આપે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…