ઉત્સવ

રિસર્ચ ઓર નોટ ટુ રિસર્ચ….

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

સર્ચ આજના સમયનો દિવસમાં વધુ પડતો વપરાતો શબ્દ હશે. નાનામાં નાની વાતથી લઈને મોટામાં મોટી વાતો માટે સર્ચ તે રામબાણ ઈલાજ છે. આજના સંદર્ભમાં ગૂગલની મદદથી રિસર્ચનું કામ ઘણુ આસાન થઈ ગયું છે. આજનો ક્ધઝ્યુમર ટેકનોલોજીના સહારે બધી માહિતી મેળવી પ્રોડક્ટ ખરીદે છે. આજે જ્યારે ક્ધઝ્યુમર બધા જ પ્રોડક્ટનું રિસર્ચ કરી પછી જ અપનાવે છે ત્યારે ઘણા એવા વેપારીઓ છે જે આજે પણ ગટફીલ- હૈયાસૂઝના આધારે પ્રોડક્ટ બનાવી બજારમાં વેચે છે. આ ખોટું છે તેમ ના કહી શકાય, પરંતુ જમાના અનુસાર આજના ક્ધઝ્યુમરને શું જોઈયે છે, શા માટે જોઈયે છે તેની જાણ ન રાખો ને પછી જો આજે પ્રોડક્ટ લોન્ચ કરો તો પ્રોડકટ ફેલ થવાની શક્યતા નકારી ન શકાય.

આ વિશે હું હમણાં આવા જ એક વેપારી સાથે ચર્ચા કરી રહ્યો હતો. એ મને કહે : આપણે માર્કેટમાં પર્સનલ કેરની બ્રાન્ડ લોન્ચ કરવી છે. મેં કહ્યું: સારી વાત છે, પણ કેવુ પ્રોડક્ટ લોન્ચ કરવું છે, કોના માટે કરવુ છે, કયા શહેરમાં કરવુ છે આનું રિસર્ચ કરી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો છે કે આ કેટેગરીમાં આજે શેની જરૂરત છે અથવાતો શું નવું ચાલે છે, જેથી પ્રોડક્ટ ડેવલપ કરવામાં આસાની રહે અને નિષ્ફળ જવાના ચાન્સ ઓછા થઈ જાય. એ મને કહે : રિસર્ચની જરૂરત છે? ગટફીલથી આગળ વધીયે, બ્રાન્ડ પાછળ થોડો ખરચો કરીશું એટલે કામ પતી જશે.. મેં કહ્યું : તમારી બ્રાન્ડ હાઇ ઇન્વોલ્વમેંટ કેટેગરીની છે તેથી યોગ્ય માહિતી મેળવી, લોકો પાસેથી જાણવુ અતિ આવશ્યક છે.

આજે પેલ વેપારી જેવા ઘણા લોકો છે, જેમને રિસર્ચની આવશ્યકતા લગતી નથી. રિસર્ચ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેના થકી તમે જોઇતી માહિતી મેળવી યોગ્ય નિર્ણય લઈ શકો. માર્કેટિંગની ભાષામાં જેને માર્કેટ રિસર્ચ ’ કહે છે તેમાં જોઇતી માહિતી વિશે પ્રશ્નો ભેગા કરી તેના ઉત્તરો
જાણવાનો પ્રયત્ન કરો તે તેનો મહત્વનો હેતુ હોય છે. માર્કેટ રિસર્ચ માટે મોટે ભાગે બે પદ્ધતિનો ઉપયોગ થાય છે.

કવૉન્ટિટીવ રિસર્ચ
આ રિસર્ચનો આધાર આંકડાઓ ઉપર છે. વધારેમાં વધારે લોકો સુધી પહોંચી, માહિતી મેળવવી આ પદ્ધતિ છે. આમાં સર્વે, પોલ્સ, સોશિયલ મીડિયા, જેવાં સાધનોનો ઉપયોગ થાય છે. બહુમતી શું ચાહે છે અને ધારે છે તેના આધારે આ રિસર્ચનો રિપોર્ટ બનાવવામાં આવે છે.

ક્વૉલિટિટિવ રિસર્ચ
આ પદ્ધતિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે મારે અમુક પ્રકારની માહિતી મેળવવી હોય જે ઇનસાઇટ બેઝડ હોય. આમાં ફોકસ્ડ ગ્રૂપ, ફેસ ટૂ ફેસ ઇંટરવ્યૂ, ઓબ્ઝર્વેશન સ્ટડીનો ઉપયોગ કરી જોઇતી માહિતી મેળવાય છે. આમાં કદાચ મને બહુમતી શું વિચારે છે તેની જાણ ન થાય, કારણ કે આ પદ્ધતિનો હેતુ જ અલગ છે. આ પદ્ધતિ મને શા માટે અને કેવી રીતે , ૂવુ અને વજ્ઞૂ જેવા પ્રશ્ર્નના ઉત્તર મારી બ્રાન્ડ માટે આપશે.

હવે પ્રશ્ર્ન એ છે કે માર્કેટ રિસર્ચ શેનું કરવું અને ક્યારે કરવું? તેનો ઉત્તર છે : માર્કેટમાં શું તકલીફ છે ને શું તક છે એ જાણવા, માર્કેટિંગની વ્યૂહરચના બનાવવા, ક્ધઝ્યુમરની જરૂરિયાત જાણવા અને તેને સમજવા માટે, કમ્યૂનિકેશન મિક્સ ડેવલપ કરવા, સેલ્સ વધારવા, નવા પ્રોડક્ટના ઇંટ્રોડક્ષન અને ડેવલપમેંટ માટે, નવા વિસ્તારો શોધાવા ડિસ્ટ્રિબ્યૂશનની વ્યૂહરચના નક્કી કરવા, એડ કેમ્પેઇન બનાવવા… આવા વિવિધ વિષયો માટે રિસર્ચ આવશ્યક છે , જે બ્રાન્ડને દિશા બતાવી શકે અને બ્રાન્ડ તેના પર ચાલી શકે.

માર્કેટ રિસર્ચના અમુક ફાયદા જોઈયે તો તે કાર્યક્ષમતા વધારે છે. માર્કેટિંનો જ્યારે વિચાર થાય ત્યારે છઘઈં (છયિીંક્ષિ જ્ઞક્ષ ઈંક્ષદયતળિંયક્ષિ)ં નું જસ્ટિફિકેશન મહત્વનું થઈ રહે છે. રિસર્ચ વગર તમારી વ્યૂહરચનાનો વિચાર એટલે પૈસાનું પાણી,જ્યારે રિસર્ચ તમારા એક એક પૈસા જે તમે માર્કેટિંગ માટે ઇનવેસ્ટ કર્યા છે તેનું વળતર વત્તા બહોળો ફાયદો કરાવી આપશે.

બીજું, બ્રાન્ડની ઇનોવેટર- નવીનતા લાવનારા તરીકેની છબી ઊભી કરશે. માર્કેટમાં તમારી બ્રાન્ડને લીડર બનાવવા માંગો છો ત્યારે તમારી બ્રાન્ડની પ્રતિષ્ઠા શું છે તેના પર બધો મદાર છે. માર્કેટ રિસર્ચ દ્વારા નવી નવી ઇનસાઇટ મેળવી, શેની જરૂરત વધારે છે તે જાણી તમારી બ્રાન્ડ લોન્ચ કરો અથવા સમયે સમયે બ્રાન્ડમાં સુધારો કરતા રહો.આનાથી લોકો તમને ઇનોવેટર તરીકે ઓળખશે કારણ તમે હંમેશા પ્રથમ બ્રાન્ડ હશો જે ક્ધઝ્યુમરની જરૂરિયાત સમજી એની સમસ્યાઓનો ઉકેલ લાવશો.

ત્રીજો મહત્વનો ફાયદો એટલે બ્રાન્ડ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહી છે તેને જાણવી. ઘણીવાર બ્રાન્ડને બનાવવામાં આપણે એટલા મશગૂલ થઈ જઇયે છીયે કે બ્રાન્ડના નેગેટિવ પોઈન્ટસ ધ્યાનમાં નથી આવતા, જે ટૂંકા-લાંબા ગાળે બ્રાન્ડની ઇમેજ, બ્રાન્ડ વિશેની લોકોની સમજ, ટાર્ગેટ માર્કેટને નકારાત્મક અસર કરે છે.

આથી માર્કેટ રિસર્ચ બ્રાન્ડને વિસ્તારવામાં પણ મદદ કરે છે, જેમ કે બ્રાન્ડના નવા ઉપયોગ, નવા વિસ્તાર, બ્રાન્ડની ક્ધઝમ્પશન પેટર્ન, નવું ટાર્ગેટ ઓડિયેન્સ વગેરે દ્વારા બ્રાન્ડને સાચી દિશામાં વધવામાં મદદ કરશે. આથી બ્રાન્ડનું સેલ્સ પણ વધશે. આ ઉપરાંત ભવિષ્યલક્ષી બ્રાન્ડ તરીકે તમને સ્થાપિત કરશે, તમારી નિર્ણય શક્તિને વધારશે, તમારું રિસ્ક ઓછું કરશે.

માર્કેટ રિસર્ચની આવશ્યકતા બિઝનેસ પ્લાન બનાવવામાં, માર્કેટની વ્યૂહરચના બનાવવામાં અથવા બ્રાન્ડના વિસ્તાર માટે છે અને આનો ઉપયોગ લગાતાર બ્રાન્ડના અને વેપારના વિકાસ માટે થવો જોઈયે,જે બ્રાન્ડને ધારી સફળતા આપી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button