ઉત્સવ

રીઅર વ્યુ મિરર- ચંન્દ્રકાંત શાહ

આજે આટલું જ – શોભિત દેસાઈ

રીઅર વ્યુ મિરર, આ આંખ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ
રીઅર વ્યુ મિરરમાં જોવાનું આટલું ગણિત
અને એ જ એનો એન્ગલ…
રીઅર વ્યુ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું
ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું
જોવાનું એટલું કે-
આપણું હતું જે બધું,
એ હવેથી આપણું ન હોવાનું…
આપણે હતાં
ને હતું ટુ-કાર ગરાજહોમ
પા એકર લૉન
પેઇવ્ડ ડ્રાઇવ-વે
ડ્રાઇ-વે પર રોજ રોજ જીવેલા એક એક દિવસને
ટૉસ કરી, ટ્રેશ કરી
ફેંકવાને ખૂણામાં રાખેલો ગાર્બેજ-કેન
અને હતું-
થોડી દેશની ટપાલ, થોડી ‘થેંકયું’ની નોટ્સ, થોડી જન્ક મેઇલ, ઘણાં બધાં બિલ્સ અને પબ્લિશર્સ ક્લિયરિંગ હાઉસમાંથી મિલિયોનેર બનવાનાં રિમાઇન્ડર્સ આવતાં એ સ્હેજ કાટ ખાધેલાં પતરાંનું ડગુંમગું મેઇલ-બૉક્સ
બૉક્સ ઉપર તન્ના, પટેલ, મંકોડી, દેસાઇ
ઘર નંબર ૫-૧૮-૩૦-૪૫નાં સ્ટીકર્સ
હતાં-
‘Curb Appeal’ માટે વાવેલાં પણ આપણી જેમ
ઠૂંઠાઓ થઇ ગયેલ Flower Beds
ડ્રાઇવ-વેમાં For saleના પાટિયાંવાળી
Second-hand કાર હતી
એક સાઇકલ હતી ને હતો બાસ્કેટ- હૂપ!
પાનખર હતી તેથી ઢગલાબંધ પાંદડાંય હોવાનાં તથા વીતેલી જિંદગી પડી હો એમ વીંટલું વળી પડેલ તૂટેલો હોઝ-પાઇપ જોવાનો
જોવાના કટાયેલા Rakes અને Shovels
મેઇનડોર પર કોઇ સિક્યુરિટીનું એક લેબલ પણ હોવાનું અને શુભલાભ તોરણ, કંકુના થાપા કે ભલે પધાર્યાને ઠેકાણે રીથ જેવું લટકણિયું જોવાનું. જોવાનું એટલું કે- આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું…
And now the car is driving away on the side street
આપણે હતાં ને હતાં ટેલિફોન-કૉલ્સ
લોન્ગડિસ્ટન્સના ટૂંકા અને લોકલના લાંબા અડધી રાતે તે બધા ઇન્ડિયાના અને અચૂક ડિનર ટાઇમેજ આવતા Non Stop ટેલી માર્કેટિંગવાળાના ઓર્થોપેડિક મેટ્રેસ વેચવાવાળાના ડેમોક્રટ્ેસના રિપબ્લિકેન્સના સોલાર પેનલ નખાવવાવાળાના ફોન પ્લાન ચેન્જ કરાવવાવાળાના તથા IRSની ઓફિસમાંથી બોલું છું, હજારો ડૉલરનો ટૅક્સ ભરવાનો બાકી છે નહિ ભરો તો, પાસપોર્ટ કેન્સલ થઇ જશે ઇમિગ્રેશનવાળાઓ તમને ડિપોર્ટ કરી દેશે લોકલ પોલીસ પકડી જશે-
જો હમણાંને હમણાં- ચાલુ ફોને વોલમાર્ટ કે રેડિયો શેકમાં જઇને ૨૫૦૦ ડૉલરનું ગિફટ કાર્ડ નહિ બનાવો તો-
એવા કાઠિયાવાડી ર્ઇંગલિશમાં બોલતા જોનાથન બનેલા જેન્તીલાલ અને કેથરીન બનેલા કાંતાબેનના ફોન એમનો પાછો ગુજરાતી ઇન્ટરપ્રીટર રાજુ પટેલ અને કોઇક ફ્રી ટીવી ઓફર કરનાર
vacation_homes_ ટાઇમ-શૅરિંગના
TV પર જોવાના
I Love Lucy
All in the family_Archie Bunker
Suzane Sommers માટે ખાસ
Three is a company
અને જોવાનીનઆખા અમેરિકાનો crush Vanna White
વ્હીલ ઑફઽફોર્ચ્યુન સૌ સૌનું નોખું અમેરિકન ડ્રીમ- પણ એક જ વ્હીલ ઑફ ફોરચ્યુન તે ટીવી પર રોજ હતું વ્હીલ ઑફ ફોર્ચ્યુન પછી ફરતીથતી લાઇફ રોજ ડ્રાયરમાં, વૉશરમાં અને ડિશ વૉશરમાં પીસાતી બ્લેન્ડરમાં ગ્રાઇન્ડરમાં શેકાતી માઇક્રોવેવ ઓવનમાં- ફ્રીજ થકી જેમ હતું ફ્રોઝન ખાવાનું એમ રીઅર વ્યુ મિરરમાં દેખાતું બધ્ધું એક દિવસ આંખોમાં જડબેસલાક ફ્રીઝ થાવાનું… રીઅર વ્યુ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું જોવાનું એટલું કે- આપણું હતું જે બધું એ હવેથી આપણું ન હોવાનું…
and now the car is turning on the main street…
મેઇન મેઇન જોવાનાં
The 4 pillars of Ametican desi life, ઇન્શ્યોરન્સ કંપની હોર્ડિંગ્ઝ મોર્ટગેજ આપનાર બૅંકનું મકાન ઇમ્પોર્ટેડ ગાડીના ડીલરની ઝગમગતી સાઇન અને વર્ષોથી ઇક્વિટી સ્ટોક જેના લઇને રાખ્યા છે એ બ્લ્યુ ચીપનું સ્કાયસ્ક્રેપ બિલ્ડિંગ ‘ટોટલ એક્વિટી’ નેટ વર્થ અને વંકાતા રસ્તાનો ટ્રાયેન્ગલ આપણું હતું, એ બધું ખોવાનું આટલું ગણિત અને એ જ એનો એંગલ.
આજે આટલું જ ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…