ઉત્સવ

રામનું સોણું ભરતને ફળ્યુંઅંદરની વાત રામ જાણે

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

આવતીકાલે ૨૨ જાન્યુઆરી. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ. મર્યાદા પુરુષોત્તમ રામ ભાષાના કણકણમાં વસવાટ કરે છે. દેશ આખામાં અયોધ્યાના આ પાવન પ્રસંગ નિમિત્તે શ્રી રામની ઉજવણી થશે ત્યારે સિયાવર રામચંદ્ર ભાષામાં કેવા વણાઈ ગયા છે એ જાણીએ અને સમજીએ. આ અનોખા ધાર્મિક ઉત્સવ નિમિત્તે અનુષ્ઠાન અને પ્રાણપ્રતિષ્ઠા એ બે શબ્દો ખાસ્સા પ્રચલિત થયા છે. અનુષ્ઠાન એટલે દેવની સકામ આરાધના – કામ સિદ્ધ કરવા માટેની આરાધના. અનુષ્ઠાની એટલે વ્રત પાળનાર. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનુષ્ઠાનનો સંકલ્પ કર્યો હોવાથી તેઓ અનુષ્ઠાની કહેવાય. ભગવદ્ગોમંડલ અનુસાર પ્રાણપ્રતિષ્ઠા એટલે પૂજનની એક ક્રિયા. તેમાં હૃદય પર હાથ મૂકી ૐ હ્રીં, ક્રો એમ કહી મારાં વાણી, મન, ત્વચા, ચક્ષુ શ્રોત્ર, જિહ્વા અને ઘ્રાણ ઇન્દ્રિયો જેવા છે તેવાં આને વિષે થાઓ તથા સુખરૂપ થઈ તેમાં નિવાસ કરો એમ કહેવામાં આવે છે. ભગવાન શ્રી રામને કેન્દ્રમાં રાખી અનેક કહેવતો – રૂઢિપ્રયોગો બન્યા છે. રામ રામ (મેળાપ કે વિદાય વખતે બોલાય)થી રામ બોલો ભાઈ રામ (મનુષ્ય દેહની અંતિમ વિદાય વખતે બોલાય) સુધી રામનો વિસ્તાર છે. અંદરની વાત રામ જાણેનો ભાવાર્થ છે ધોળું એટલું દૂધ નહિ ને પીળું એટલું સોનું નહિ. જેને રામ રાખે તેને કોણ ચાખે એટલે પ્રભુ સહાય કરે તો કોઈ મુશ્કેલી ન આવે. કોઈ વસ્તુની જાણ ન હોય ત્યારે ભગવાન જાણે એવા ઉદગાર નીકળતા હોય છે જે રામ જાણે રૂઢિપ્રયોગથી વ્યક્ત થાય છે. રામની સૌથી પ્રચલિત કહેવત છે રામ રાખે તેને કોણ ચાખે? અર્થ સીધોસાદો અને સ્પષ્ટ છે કે રામ રક્ષા કરતા હોય, એમની રખેવાળી હોય ત્યારે બીજું કોઈ મારી ન શકે. આ જ તો મહિમા છે રામરાજ્યનો જ્યાં પ્રજા સુખી જ હોય છે. આ જ કહેવત રામ રક્ષે તેને કોણ ભક્ષે? તેમ જ રામ રાખનાર તો કોણ મારનાર? એ રીતે પણ જાણીતી છે. આ કહેવતો સહેલાઈથી લોકજીભે ચડી જાય એ માટે રક્ષે – ભક્ષે, રાખનાર – મારનાર તેમ જ રાખે – ચાખે જેવા પ્રાસનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. રામનું સોણું ભરતને ફળ્યુંનો શબ્દાર્થ છે રામનું સપનું ભરતને સાકાર થયું. રાજ્યાભિષેક રામનો થવાનો હતો, પણ ભરત ગાદીએ બિરાજ્યો એ અર્થ છે. ભાવાર્થ છે જોઈતું હતું ને વૈદે બતાવ્યું. રામને રળવું નહિ અને સીતાને દળવું નહીં એટલે કંગાળ સ્થિતિમાં હોવું. બેઉ પક્ષ આળસુ હોવા. સો તારી રામદુવાઈ અને એક મારું ઊંહું સમજવા જેવી કહેવત છે. ના પાડ્યા પછી હા ન થવી એ એનો ભાવાર્થ છે. રામનામ દેના ઔર જો આવે સો લેના, રામનામ બાંકા ઔર બગલ મેં નાફા. સાધુ જે લાકડીનો વપરાશ કરે છે એ નાફા તરીકે ઓળખાય છે. કોઈ વાતનું વતેસર કરે એને માટે રામનું રામાયણ કરે એવી કહેવત પણ પ્રચલિત છે. સીતામૈયાનો સંદર્ભ આપતી કહેવત છે કે સીતાનું હરણ થયું તે પાછું માણસ થયું કે નહીં?’ આ કહેવત ‘સીતાનું હરણ થયું પછી હરણની સીતા થઈ?’ એ રીતે વધુ પ્રચલિત છે. આખી કથા સાંભળી લીધા પછી પણ કંઈ નહીં સમજાયું હોય એવી અજ્ઞાની વ્યક્તિનો આ સવાલ છે. હરણ એટલે ઉપાડી જવું એ ખરો અર્થ સમજવાને બદલે હરણ એટલે જંગલનું પ્રાણી એવું સમજી બેઠેલી વ્યક્તિ એવું પૂછી બેસે છે. રામભક્ત હનુમાનજીના સ્વભાવ પર પ્રકાશ ફેંકતી સમજીને જીવનમાં ઉતારવા જેવી છે.

‘લંકા બાળીને હનુમાન અલગના અલગ.’ લંકા બાળવાનો પોતાનો હેતુ સિદ્ધ થઈ ગયા પછી હનુમાનજી એ નગરીનું સોનુ લેવાના મોહમાં ન રહ્યા એ અર્થ છે. મતલબ કે સોંપાયેલું કાર્ય સિદ્ધ થયા પછી એ અંગે બીજું કંઈ મેળવવાની ઈચ્છા રાખવી નહીં.

कहावतों में राम

મહાન ભક્તકવિ ગોસ્વામી તુલસીદાસજીએ અવધી ભાષામાં શ્રીરામચરિતમાનસ નામનું મહાકાવ્ય લખ્યું છે. એમના દોહામાં રામ દર્શન નજરે પડે છે. सबइ कहावत राम के सबहिं राम के आस। राम कहहिं जेहिं आपनो तेहि भजु तुलसीदास।। બધા જ રામ ભક્ત કહેવાય છે અને બધા રામચંદ્રને ઝંખે છે. પણ હે તુલસી તું એની જ સેવા કર જેને ખુદ રામ પણ પોતાના ભક્ત ગણે છે. ન ઘરના રહ્યા ન ઘટના એવો ભાવાર્થ ધરાવતી પંક્તિઓ છે संसारी से प्रीतड़ी, सरै न एको काम |दुविधा में दोनों गये, माया मिली न राम || સંસાર અસાર છે એવી ભાવના અહીં વ્યક્ત થાય છે. સંસારી લોકો સાથે લાગણીનો સંબંધ બાંધતા એક સુધ્ધાં કલ્યાણકારી કામ નથી થતું. અસમંજસની પરિસ્થિતિમાં ન તો માયા હાથ લાગશે કે ન તો પ્રભુ રામને પામશો. એટલે મોહમાયા છોડી વૈરાગ્ય અપનાવો એવો બોધ છે. આળસુ સ્વભાવના ધરતી પરના પ્રાણી અને શ્રી રામને સાંકળતી કહેવત છે अजगर करे ना चाकरी पंछी करे ना काम, दास मलूका कह गए सब के दाता राम. ભક્તિ પરંપરાના સંત કવિ મલૂકદાસની વર્ણનાત્મક પંક્તિઓમાં બોધ મળે છે. અજગર મહાકાય અને આળસુ પાણીની ઓળખ ધરાવે છે અને ઉડાઉડ કરતા પક્ષીઓમાં પણ પ્રવૃત્તિ નામે મીંડું હોય છે. તેમ છતાં ભગવાન શ્રી રામ એમની જીવન જરૂરિયાતનો પ્રબંધ કરી આપતા હોવાથી આ બંને પ્રાણી પોતાનું જીવન મુશ્કેલી વિના જીવી શકે છે. મુખ મેં રામ બગલ મેં છૂરી જેવો ભાવાર્થ ધરાવતી કહેવત છે ऊपर से राम राम, भीतर कसाई का काम. ચહેરે મહોરે ભલો ભોળો લાગે પણ કરતૂતો બૂરા. દેખાવે દયાળુ, સ્વભાવે નિર્દય, દેખાવે સંયમી પણ વાસ્તવમાં ક્રૂર કે કપટી લોકો માટે આ કહેવત વપરાય છે. રાજકારણમાં વારંવાર પાટલી બદલુ માટે ‘आया राम – गया राम’ का जुमला सुनने को मिलता है। જોકે, આ પ્રયોગને રામ સાથે કોઈ નિસબત નથી અને એનો જન્મ કઈ રીતે થયો એ બહુ ઓછા લોકો જાણે છે. 1960ના દાયકાના ગયા રામ નામના કોંગ્રેસી નેતા અને તેમની ઝડપથી પક્ષ બદલવાની વૃત્તિમાંથી આ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો હતો. એક પ્રાચીન કહેવત છે કે जिसके राम धनी, उसे कौन कमी. અહીં ઈશ્વર પ્રત્યેની આસ્થા અને વિશ્વાસનું ઊંડાણ નજરે પડે છે. પ્રભુમાં શ્રદ્ધા હોય એને જીવનમાં કોઈ વસ્તુની કમી મેહસૂસ નથી થતી એ એનો ભાવાર્થ છે.

यम नियम म्हणजे काय?

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસના અનુષ્ઠાન શરૂ કર્યા છે. આ અનુષ્ઠાન કરતી વખતે ‘યમ નિયમ’નું પાલન કરવું જરૂરી હોય છે. यम नियम माणसाला समाजात नैतिकतेने जगायला शिकवतो. यम हा मूळ शब्द ‘यम उपरमे’ पासून आला आहे, ज्याचा अर्थ निवृत्त होणे असा होतो. अशाप्रकारे यमाच्या अंतर्गत पाच नियम सांगितले आहेत, जे पुढीलप्रमाणे आहेत. पहिला नियम अहिंसा- अहिंसाप्रतिष्ठायांतत्सन्निधौ वैरत्याग:।  પહેલો નિયમ છે અહિંસા. વિનાકારણ કોઈને ઈજા પહોંચાડવી એ હિંસા કહેવાય છે. તમારા કૃત્યથી, શબ્દો દ્વારા કે મનથી કોઈને હાનિ ન પહોંચે એનું ધ્યાન રાખવું જોઈએ. दुसरा नियम आहे सत्य – सत्यप्रतिष्ठायां क्रियाफ़लाश्रययत्वम्। બીજો નિયમ છે સત્ય. મન, વાણી અને કૃતિથી સત્યને અનુસરવું અને અસત્યનો  ત્યાગ કરવો એ વૃત્તિ સત્ય તરીકે ઓળખાય છે. જે કામ તમે ખરા દિલથી કરશો એનું ઉત્તમ પરિણામ તમને મળશે. એ સિવાય સત્યને કારણે તમારી આસપાસનું વાતાવરણ સત્યરૂપી અને ફળદાયી બને છે. तिसरा नियम आहे अस्तेय –  अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम्। ત્રીજો નિયમ છે અસ્તેય. અસ્તેય એટલે દ્વેષ રહિત મન. મન, વચન અને કાયાથી કોઈ પણ બાબતનું ઉલ્લંઘન કરવા ન પ્રેરાવ અને અનૈતિક માર્ગે કોઈની પણ પાસેથી એની માલમત્તા મેળવવી ન હોય ત્યારે તમે અસ્તેય બની જાઓ છો. चौथा नियम आहे ब्रह्मचर्य- ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभ:। ચોથો નિયમ છે બ્રહ્મચર્યનું પાલન. બ્રહ્મચર્યનો અર્થ અનેક લોકો ખોટો સમજતા હોય છે. કોઈ પણ પ્રકારનો શારીરિક સંબંધ ન રાખવો એ બ્રહ્મચર્ય એવો બહુમત છે. જોકે, યમ નિયમ અનુસાર બ્રહ્મચર્યનો અર્થ આનાથી ખૂબ અલગ છે. ब्रह्मचर्य म्हणजे मन, शब्द आणि कृतीत लैंगिक संयम किंवा संभोगाचा त्याग. બ્રહ્મચર્ય એટલે મન, વચન અને કાયાથી લૈંગિક સંયમ અથવા સંભોગનો ત્યાગ. આપણી અનેક પ્રવૃત્તિઓ ઈન્દ્રિયો મારફત થતી હોવાથી એનો માફકસર ઉપયોગ કરવો. ટૂંકમાં ઈન્દ્રિયોને એકપણ વસ્તુનું વ્યસન ન થાય એ બ્રહ્મચર્ય. पाचवा आणि शेवटचा नियम आहे अपरिग्रह – अपरिग्रहस्थैर्ये जन्मकथन्तासंबोध। પાંચમો અને અંતિમ નિયમ છે અપરિગ્રહ. અંગત સ્વાર્થ માટે સંપત્તિ અને ભૌતિક ઉપભોગ વચ્ચે સંયમ ન રાખવો એ પરિગ્રહ છે અને એનો અભાવ એટલે અપરિગ્રહ. જરૂરિયાત કરતા ભૌતિક વસ્તુનો વધુ સંગ્રહ ન કરવો એ જ અપરિગ્રહ કહેવાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી