ઉત્સવ

તસવીરની આરપાર : આજની કથાને જીવંત કરવા ‘શ્રીરામ કથા’માં ‘રામ વિવાહ’ સાચુકલા થતા શ્રોતામાં હર્ષોલ્લાસ

-ભાટી એન.

‘રઘુકુળ રીતિ સદા ચલી આઇ, પ્રાણ જાય પર વચન નાં જાયે’
રામાયણ, મહાભારત, શિવપુરાણ જેવી ધાર્મિક કથાઓ માનવીનો તન-મનનો થાક ઉતારી દે છે. તેવી ઇન્ટરેસ્ટિંગ બનાવવા કથાકારો સંગીતના સુરીલા વાધો ઉમેયાઁ જેમાં હારમોનિયમ પેટી, તબલા, મંઝીરાને શરણાય, સંતુરને ઉમેરીને કથાને સાચા સ્વરૂપમાં ઢાળવાનો ક્રિએટિવિટી બતાવવા શ્રોતાને સેટિફિકેશન (આત્મ સંતોષ) થાય તે માટે સાચુકલા પાત્રોનો ઉમેરો કરી કથાને ચાર ચાંદ લગાવવા નેના વિન્યતા લાવવાનો પ્રયાસ તમામ કથામાં થાય છે.

વાંકાનેરમાં શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે કથાકાર શ્રી કિશોરઅદા એ.પાઠક શ્રીરામ કથાનું અમૃતપાન કરાવેલ. જેમાં તા. 18-12-24 ‘રામ વિવાહ’ ધામધૂમથીને રંગેચંગે યોજાયો હતો. તેમાં શ્રીરામનું પાત્ર ખુશી હરેશભાઇએ લીધું હતું. તો સિતાજીનું પાત્ર જોષી ઋષિકા હાર્દિકભાઇએ લીધું હતું.

આ પણ વાંચો: તસવીરની આરપાર : વડોદરા (ટહુકો નગરી)ના ઈતિહાસ ને કલાત્મક વારસા પર દૃષ્ટિપાત કરીએ…

રામ બનેલા ખુશીએ માથે મુગટ તીર કામઠું, તિલક, મોતીની માળા, કુંડળને હાથમાં શ્રીરામની મૂર્તિ સાથ કથા મંડપમાં આવેલ તો ઋષિકા સજીધજીને બ્યુટી પાર્લરમાં જઇ મેકપ, હેરસ્ટાઇલ સોનાનાં આભૂષણોનો શણગારથી લચિત મંડપ મધ્યે આવેલ અને તેમનાં માતા, પિતાએ મંત્રોચ્ચાર વૈદોનાં સંગાથે કન્યાદાન પણ કરેલ! ને અગ્નિની સાક્ષીએ શ્રીરામ, સીતાજીએ ચાર ફેરા પણ ફરેલ તે વેળા શ્રોતાગણમાં સાચે જ રામ, સીતાજી આવ્યા હોય તેવી અનુભૂતિ તંતોતંત થતી હતી!!!
અત્યારે રામ રાજ્ય હોય તેવી અનુભૂતિ માનન્ય વડા પ્રધાન શ્રીનરેન્દ્ર મોદી કરાવી રહ્યા છે. તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રીરામચંદ્રજીનું ભવ્યાતિભવ્ય રામ મંદિર બનાવી સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુના દિલમાં રામચંદ્રજી સાચે જ અયોધ્યા આવ્યા હોયને શ્યામરંગની કલાત્મકમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરતા ને લાખો દીવડાની આરતી અયોધ્યામાં થતા આ કળયુગમાં અલૌકિક અનુભૂતિ થઇ હતી.

આજે શ્રીરામચંદ્રજી વિશે પણ થોડું જાણીએ. જયશ્રી રામ એટલે ‘ભગવાન રામનો જય’ અથવા ભગવાન રામનો વિજય રામ એ હિન્દુ દેવતા અને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે. શ્રીરામનો જાપ કરવાથી ડર, દુ:ખ, તાણ, ચિંતાઓથી છુટકારો મેળવાનો એક માર્ગ છે!?

આ પણ વાંચો: તસવીરની આરપાર : આકરુમાં જોરાવરસિંહ જાદવનું ‘વિરાસત મ્યુઝિયમ’ લોકકલા સંસ્કૃતિની ઝાંખી કરે છે

કોશલ સામ્રાજયની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો. તેના ભાઇ લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન હતા. રામે સીતાજી સાથે લગ્ન કર્યા હતા. રાજવી પરિવારમાં જન્મેલા હોવા છતાં દેશનિકાલ 14 વર્ષનો વનવાસ ને અણધાર્યા ફેરફારો જીવનમાં આવતા જ રહ્યાં સીત હરણ થયું? ત્યારબાદ રામ-લક્ષ્મણે દુષ્ટ રાવણનો નાશ કરેલ.

કકુત્સ્થનો પુત્ર રઘુ બન્યો. રઘુ ખૂબ જ તેજસ્વી અને શક્તિશાળી રાજા હોવાથી આ રાજવંશનું નામ રઘુવંશ તેના પરથી પડયું ત્યારથી રામના પરિવારને રઘુકુળ, રઘુવંશી કહેવામાં આવે છે.

આ પણ વાંચો: તસવીરની આરપાર : ભારતનું અનોખું મંદિર જ્યાં બુલેટની પૂજા થાય છે ને શરાબ પણ ચઢાવાય છે!

આજે પણ લોહાણાને રઘુવંશી તરીકે ઓળખે છે. વૈષ્ણવ ધર્મ માટે રામનું વિશેષ મહત્ત્વ છે. તેઓ પ્રાચીન હિંદુ મહાકાવ્ય ‘રામાયણ’ કેન્દ્રીય વ્યક્તિ છે. તેમ જ શ્રીરામચરિત માનસ લોકપ્રિય ગ્રંથ છે. રામ સાથે જાડાયેલ કહેવત જાણીએ. (1) દવા દેતી વખતે બોલે : આ તો રામબાણ ઇલાજ છે. (2) સારી જોડી જુઓ તો કહે: આ તો રામ સીતાની જોડી છે. (3) જીવનમાં જલસા હોય તો રામ રાજય. (4) છેલ્લે મરતી વખતે પણ: રામ રમી ગયા. (5) સ્મશાનમાં જતી વખતે પણ રામ બોલો ભાઇ રામ.

આમ રામ આપણા જીવનમાં શ્રદ્ધા, ભક્તિ, પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. રામચંદ્રજીના જીવનનો એક સંદેશ છે. જતું કરવું ત્યાગ કરવાની ભાવના હશે ત્યાં સુખ, સમૃદ્ધિ, શાંતિ હશે. વાંચક મિત્રો રામચંદ્રજીની શ્રીરામ કથા સાંભળી તમે પણ ધન્યતાની અનુભૂતિ કરો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button