ઉત્સવ

ગુજરાતી ભાષા બચાવ પ્રકલ્પ

આજે આટલું જ -શોભિત દેસાઈ

ઘણા વખત પહેલાં હું બહુ નાનો હતો ત્યારની આ વાત છે. (તખ્તાના તેજતર્રાર સમ્રાટ પ્રવીણ જોશી “સપનાના વાવેતર નામના એમના કમનીય નાટકમાં સૂત્રધાર નાયક તરીકે પ્રેક્ષકો સાથે વાત કરતાં એવું કહેતા: ખબર છે તમને? એક વખત હું નાનો હતો ત્યારે બહુ નાનો હતો….) ત્યારનું અમદાવાદ ખૂબ કરકસરીયું પણ પ્રમાણમાં ઘણું સરળ અને સીધું હતું. એ અમદાવાદમાં ૧૯૮૦-૮૧ના ગાળામાં મારું માનદ્ કાવ્ય વાંચન નાણાકીય પ્રબુદ્ધ એક વ્યક્તિ વિશેષને ત્યાં ગોઠવાયું. સમૃદ્ધ અને ખરેખરા કાવ્ય શોખીનોની હાજરીમાં વાંચી ગઝલો મેં એક કલાક ચાલીસ મિનિટ સુધી. બધાએ અતિશય આનંદ મેળવ્યો ભવિષ્યના ગુજરાતી ભાષાના ગંજાવર રજૂઆતકર્તાની શરૂઆતથી. અને વિદાયવેળાએ હું બંગલાના ઝાડની નીચે ઊભો રાહ જોઉ છું કે આ બધા સમૃદ્ધોમાંથી કોઇક મને ઉતારે પહોંચાડશે. પણ એવું બન્યું નહીં અને હું રૂ. ૮ અને ૩૦ પૈસામાં રિક્ષા દ્વારા રાયખડ મારા મિત્રને ઘેર પહોંચ્યો ત્યારના એક શેરવાળી આખી ગઝલ આજે તમારી સાથે ઉજવવી છે…
ક્યાં કશુ પણ કરે છે બહેકીને ?!
કોઇ નાનમ નથી વિવેકીને
એકલો થઇ ગયો સૂંઘાઇને
શું મળ્યું’ તું કવિને મહેકીને?!
ઝાળ પહોંચાડી છે નિયત સ્થળ પર
એને શબ્દોમાં શેકી શેકીને
જૂનો ચળકાટ ક્યાંથી મળવાનો?!
કાટ ચઢતો રહ્યો છે નેકીને
ગૂંગળામણ સહન નથી થાતી
થાય છે નિકળી જાઉં ઠેકીને
દર્દ પડખું બદલતું લાગે છે
નામ જ્યારે ભૂંસું છું છેંકીને
અમદાવાદ-બમદાવાદ તો સમજયા. આજનું મહાગણતરીબાજ અમદાવાદેય સમજયા, પણ વાત આજે થઇ સન્મિત્ર ઉદય મઝુમદાર સાથે, ગુજરાતી ભાષાને બચાવવાના ચોમેર થતા પ્રયત્નોની, બહુ જ સારી વાત છે થતા આ પ્રયત્નોની પણ લગભગ એ દરેક પ્રયત્નોમાં કલાકારોને અપાતા પૈસા સાથે સંલગ્ન કરવામાં આવે છે આ વાકય કે આપણે સાથે મળીને ભાષા બચાવીએ, અમે અમારું આયોજન કરીએ-તમે તમારું મહેનતાણું જતું/ઓછું કરો… તો આયોજકો તો સધ્ધર છે. એટલે એમના આ ભાષા-બચાવ પ્રયાસની વૈતરણી આરામથી તરી જશે. પણ કલાકારનું તીદિશદફહ એનો ગુજારો આ મહેનતાણું છે એ લગભગ તો બધા જ આયોજક ભૂલી જ જાય છે. હવે ખરી મજા આવે એવી વાત આવે છે કે આયોજક માત્ર હોલ બુક કરાવીને કે ૧/૧૦ પૈસા ખર્ચીને એમણે શક્ષદશયિં કરેલા પ્રેક્ષકોમાં અને દ્વારા છાપાના-ચોપાનિયાના – મીડિયાના સમાચારથી નામ કમાઇ લે છે અને કદાચ કોઇ કલાકાર એકાદ દવા કે કોઇ ટંક ચૂકી જાય છે પૈસાના અભાવે….
એટલે ભાષા-બચાવ પ્રયત્નો ખૂબ થવા જ જોઇએ, પણ એમાં આવનાર પ્રેક્ષકોમાંથી
૫૦ ટકા ૪૦ વર્ષથી નીચેના ૨૫ ટકા
૬૦થી નીચેના અને ૭૦ની ઉપરના માત્ર ૨૫ ટકા જ હોવા જોઇએ. તો આયોજનનો
અને કલાકારના નાણાકીય ત્યાગનો
મહિમા ફળે. માટે હે આયોજકો! આપો તમે કલાકારોને પૂરું પેમેન્ટ અને ૨૫ ટકાનું બોનસ આપો. તમારે ભાષા બચાવવી છે ને? તો પહેલાં, જેના થકી ભાષા બચાવવાની છે એ કલાકાર ને તો બચાવો! મુસલમાન અકબરે હિન્દુ બિરબલ અને તાનસેન ઉછેર્યા ના હોત તો તવારિખ ગરીબ બનત કે નહીં? અંગ્રજોએ ગાલિબના શોખ પૂરા ના કર્યા હોત તો ઉર્દૂ ગઝલ ઓછપ-ખોટમાં હોત કે નહીં? પાણી જ ન પાવ તો છોડવો વૃક્ષ બની શકે? છાંયડો ધરી શકે? ફળ આપી શકે? આ સર્વ સવાલોના જવાબો આયોજકોએ શાંતિથી વિચારીને આપવા…
આજે આટલું જ…..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…