ઉત્સવ

પ્રોફેસર યુ. આર. રાવ ભારતના સ્પૅશ સાયન્સઍન્ડ ટૅક્નોલોજીના પાયાના રૉકેટશાસ્ત્રી

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

પ્રોફેસર ઉડુપી રામચંદ્ર રાવ (યુ.આર. રાવ) વિશ્ર્વવિખ્યાત ભારતીય સ્પૅશ સાયન્ટિસ્ટ હતા. તેઓએ ભારતમાં સ્પૅશ સાયન્સ ઍન્ડ ટૅક્નોલોજીના ક્ષેત્રે મૌલિક યોગદાન આપ્યું છે. તેઓએ સ્પૅશ ટૅક્નોલોજીની એપ્લિકૅશન, રીમોટ સેન્સીંગથી પૃથ્વીની સપાટી પર અને તેના અંદરના ભાગના સ્રોતોની જાણકારી ક્ષેત્રે અદ્ભુત કામગીરી કરી છે. ભારતના અંતરીક્ષ ક્ષેત્રના પગરણમાં તેઓ પાયારૂપ હતા. નિવૃત્ત થયા પછી રાવ સાહેબ ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી અમદાવાદની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન હતા અને તિરુવનંતપુરમ્ની ઈસરોની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂડ ઑફ સ્પૅશ સાયન્સ ઍન્ડ ટૅક્નોલોજીના ચાન્સેલર હતા. તેઓ બૉસ્ટન મેસેચ્યૂસેટ્સ ઈન્સ્ટિટ્યૂડ ઑફ ટૅક્નોલોજી (એમઆઈટી)ના ફેકલ્ટી મેમ્બર હતા. તેઓ ડલાસના ટેક્ષશારય યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રૉફેશર હતા જ્યાં તેમણે પ્રાઈમ એક્સ્પેરીમેન્ટર તરીકે ઘણા પાયાના અંતરીક્ષ ઉડાન માટેના અંતરીક્ષ યાનો પર સંશોધન કર્યા હતા. ૧૯૬૬માં તેઓશ્રી ફિઝિકલ રીસર્ચ લેબોરેટરીમાં પ્રોફેસર તરીકે ભારત પાછા આવ્યા, એ ભારતનું સદ્ભાગ્ય હતું. ભારતના ઝડપી વિકાસ માટે સ્પેશ ટૅક્નોલોજીની ખૂબ જ જરૂરિયાત મેહસૂસ કરી તેઓએ ૧૯૭૨માં ભારતમાં સેટેલાઈટ ટૅક્નોલોજી સ્થાપવાની જવાબદારી લીધી. તેમના માર્ગદર્શન નીચે ૧૯૭૫માં રશિયાના કોસ્મોડ્રોમથી છોડાયેલી આર્યભટ નામના ઉપગ્રહથી માંડી, ૧૮ ઉપગ્રહોની ડિઝાઈનો તૈયાર થઈ અને તેમને છોડવામાં આવ્યા હતા. આ બધા ઉપગ્રહોએ ભારતમાં સંદેશા-વ્યવહાર રીમોટ સેન્સીંગ અને હવામાનશાસ્ત્રની જાણકારી સ્થાપી.

૧૯૮૪માં રાવ સાહેબને સ્પૅશ કમીશન અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પૅશના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. પ્રોફેસર રાવે રોકેટ ટૅક્નોલોજીના વિકાસની ઝડપ વધારી જે અજકઘ (ઓગમેન્ટેડ સેટેલાઈટ લોંચ વેહિકલ) અને ઓપરેશનલ ઙજકટ પોલર સેટેલાઈટ લોંચ વેહિકલ)ના સફળ ઉડાનમાં પરિણામી. ઙજકટ બે ટનના સેટેલાઈટને પોલર ઓરબીટમાં મુકી શકે છે. પ્રોફેસર રાવે જિયોસ્ટેનરી સેટેલાઈટ (ભૂસ્થિર ઉપગ્રહ) લોંચ વેહિકલ (ૠજકટ) અને કાયોજનીક ટૅક્નોલોજીનને વિકસાવવાનો પ્રારંભ કર્યો જે ભારત માટે મહાન સિધ્ધીના સોપાનો બન્યાં.

રાવ સાહેબે કોસ્મીક રેઝ, ઇન્ટર પ્લેનેટરી ફિઝિક્સ, હાઈ એનર્જી એસ્ટ્રોનોમી સ્પૅશ એપ્લીકેશન્સ, સેટેલાઈટ અને રૉકેટ ટૅક્નોલોજી વગેરે વિષયો પર સંશોધન પત્રો રજૂ કર્યા હતા અને ઘણા પુસ્તકો લખ્યા હતા. તેઓને ૨૧ યુનિવર્સિટીઓએ માનદ્ ડૉક્ટરેટની પદવી આપી હતી. યુનિવર્સિટી બોલોના જે યુરોપની સૌની જૂન યુનિવર્સિટી છે તેને રાવ સાહેબને ઓનરરી ડૉક્ટોરેટની ડિગ્રી આપી હતી. (ઇજ્ઞહજ્ઞલક્ષફ) બોલોનાને ઇટલીની ભાષામાં બોલોનીયા કહે છે. બોલોનીઆ યુનિવર્સિટીમાં કોપરનીકસ જેવા મહાન ખગોળશાસ્ત્રીઓએ અભ્યાસ કરેલો. તાજેતરમાં લેખક ઈટલી ગયા હતા ત્યારે તેમણે બોલોનીયા યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. બોલોની શહેર ખૂબ જ ભવ્ય બિલ્ડિંગોનું શહેર છે.

ભારત સરકારે રાવ સાહેબન પદ્મ ભૂષણ અને પદ્મવિભૂષણના સન્માનથી સત્કાર્યા હતા. રાવ સાહેબને અમેરિકાની વૉશિંગ્ટન ડીસીના “સેટેલાઈટ હોલ ઓફ ફેઈમ’માં સ્થાન આપવામાં આવ્યું છે જે એક સ્પૅશ સાયન્ટીસ્ટ માટે ખૂબ જ પ્રતિષ્ઠિત સ્થાન ગણાય છે. તે પ્રથમ એવા ભારતીય સ્પૅશ સાયન્ટીસ્ટ હતા જેમને આ માન આપવામાં આવ્યું છે.

તેઓએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી ઇ.જભ ની પદવી લીધી હતી અને બનારસ હિન્દુ યુનિવર્સિટી બનારસ (વારાણસી)માંથી ખજભ. ની ડિગ્રી મેળવી હતી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી વિક્રમ સારાભાઈના માર્ગદર્શન નીચે ઙવ.ઉ. ની ડિગ્રી મેળવી હતી. પ્રોફેસર કે. કસ્તુરીરંગન તેમના માર્ગે જ ચાલ્યા છે અને તેમણે પણ ઙવ.ઉ.ની પદવી ગુજરાત યુનિવર્સિટીમાંથી જ લીધી છે. આમ ગુજરાત યુનિવર્સિટી ખૂબ જ ગૌરવશાળી યુનિવર્સિટી બની છે. ગુજરાત યુનિવર્સિટિનું ગૌરવ જાળવવું એ આપણા બધા જ ગુજરાતીઓની ફરજ છે.

રાવ સાહેબ બેંગલુરુના નેહરુ પ્લેનેટેરિયમના ચેરમેન હતા. રાવ સાહેબ “સેટેલાઈટ મેન ઑફ ઈન્ડિયાના નામે જાણીતા હતા. રાવ સાહેબને ઈન્ટરનેશનલ એસ્ટનોટીક્સ ફેડરેશનમાં પ્રવેશ આપી સન્માન્યા હતા.

રાવ સાહેબ કર્ણાટક રાજ્યના અડામારુ માધવ હિન્દુ કુટુંબમાં ૧૯૩૨ના માર્ચની ૧૦ તારીખે જન્મ્યા હતા. તેમના પિતાજીનું નામ લક્ષ્મીનારાયણ આચાર્ય હતું અને માતાનું નામ ક્રિષ્નાવાણી અમ્મા હતું.

રાવ સાહેબે મરીનર-૨ અંતરીક્ષયાને લીધેલાં ડેટા પરથી જેટ પ્રોપલ્સન લેબોરેટરી ગ્રૂપના સહયોગમાં એ પ્રસ્થાપિત કરનાર તેઓ પ્રથમ હતા કે સૌર પવનો સતત વહે છે તે ત્રુટક ત્રુટક નથી. તેમણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર સૌરપવનોની શું અસર થાય છે તેનો પણ ઉંડો અભ્યાસ કર્યો હતો. તેમણે
સૌર-કોસ્મીક કિરણોનો અને આંતરગ્રહીય અંતરીક્ષમાં વિદ્યુત-ચુંબકીય કિરણોનો અભ્યાસ કરી તેને પૂર્ણ સમજમ હાંસલ કરી હતી. તેમના માર્ગદર્શન નીચે ભાસ્કર, એપલ, રોહિણી, ઈંગજઅઝ-૧, ઈંગજઅઝ-૨ ઈંછઅજ-૧અ અને ઈંછઅજ-૧ઇ વગેરે સેટેલાઈટોની ડિઝાઈનો તૈયાર થઈ હતી, બનાવવામાં આવ્યા હતા. અને અંતરીક્ષમાં છોડવામાં આવ્યા હતા. ભારતમાં ટેલિફોન લાઈનને ગામડે ગામડે પહોંચાડવામાં રાવ સાહેબની અને સામ પિત્રોડાની કામગીરીના આધારે શક્ય બની શક્યું. તેને આપણે જઝઉ (જીબભશિબયિ ટ્રંક ડાયલીંગ) કહેતા. જઝઉ કોડનો તે જન્મ હતો.

આ કારણે જ ભારતમાં ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી શક્ય બની. અંતરીક્ષ કોરપોરેશનના રાવ સાહેબ પ્રથમ અધ્યક્ષ હતા. રાવ સાહેબ દેશ અને દુનિયાની કેટલીયે એકેડેમીના ઈલેકટેડ ફેલો હતા. તેઓ (૧૯૯૫-૯૬)ના ઈન્ડિયન સાયન્સ કૉંગ્રેસના જનરલ પ્રેસીડેન્ટ હતા. તેઓ (૧૯૮૪-૧૯૯૨) ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટીકલ ફેડરેશનના ઉપાધ્યાક્ષ હતા. રાવ સાહેબે અંતરરાષ્ટ્રીય સ્તરે મોટી મોટી જગ્યાઓ શોભાવી હતી. તે ભારતનું ગૌરવ ગણાય. પ્રસાર ભારતીના પણ તેઓ અધ્યક્ષ રહી ચૂક્યા હતા. તેઓ ૨૦૦૭માં સેન્ટર ઑફ સ્પૅશ ફિઝિક્સની ગવર્નિંગ બોડીના ચેરમેન હતા ત્યારે તેમણે એ બોડીનું નામ ફેરવી ઈન્ડિયન સેન્ટર ઑફ સ્પૅશ ફિઝિક્સ રાખ્યું હતું.

રાવ સાહેબ કર્ણાટકની સાયન્સ એકેડેમીના અધ્યક્ષ હતા. તેઓ બેંગ્લોર અસોસિએશન ઓફ સાયન્સ એજ્યુકેશનના ચેરમેન હતા. લખનૌની બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર હતા. રિઝર્વ બૅંકના સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના એક સભ્ય હતા. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મીટીઓરોલોજીકલના ગવર્નિંગ બોડીના ડિરેક્ટર હતા.

રાવ સાહેબને દેશ અને દુનિયાના એવોર્ડ મળ્યા હતા. તેમાં કર્ણાટકા રાજ્યોત્સવ એવોર્ડ, હરિ — વિક્રમ સારાભાઈ એવોર્ડ, સ્પૅશ સાયન્સ એન્ડ ટૅક્નોલોજી માટેનો શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ, ઈલેક્ટ્રોનીક સાયન્સીસ ઍન્ડ ટૅક્નોલોજીનો ૧૯૮૦નો મોહનભાઈ પટેલની સંસ્થા વડે સ્થપાયેલ વાસ્વીક એવોર્ડ. પી. સી. મહાલનોબીસ મેડલ, ઓમ પ્રકાશ ભસીન એવોર્ડ, મેઘનાદ સાહ મેડલ, પી. સી. ચંદ્ર પુરસ્કાર એવોર્ડ, ઈલેક્ટ્રોનીક્સ મેન ઑફ ધ યર એવોર્ડ, ઝાહીર હુસેન મેમોરીયલ એવોર્ડ, આર્યભટ એવોર્ડ, જવાહરલાલ નેહરુ એવોર્ડ, જઊં ખશિિંફ ઇશિવિં ઈજ્ઞક્ષયિંક્ષફિુ ઊફમિ, નાસાનો ગ્રુપ એચિવમેન્ટ એવોર્ડ, યુએસએસઆરનો ઓનર ઑફ એકેડેમી ઓફ સાયન્સ મેડલ, યુનાઈટેડ સ્ટેટસ ઑફ સોવિયત રિપબ્લિકનો યુરા ગાગારીન એવોર્ડ ઈઘજઅઙછ નો વિક્રમ સારાભાઈ મેડલ. ઇસરોમાં યોગદાન આપવા માટે રાષ્ટ્રપ્રમુખ એ. પી. જે. અબ્દુલ કલામના હસ્તે લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ. રાવસાહેબ કેટલીયે એકેડેમીના ફેલો હતા. રાવ સાહેબને કેટલીયે માનનીય પોઝીશન મળેલી હતી જેના માટે ભારત ગર્વ લઈ શકે છે.

ધ ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીએ અમદાવાદમાં નેશનલ કોન્ફરન્સનું આયોજન કરેલું ત્યારે અમે રાવ સાહેબને ઉદ્ઘાટન કરવા બોલાવેલા. રાવ સાહેબ આવેલા અને અધ્યક્ષીય વ્યાખ્યાન આપેલું. અમે રાવ સાહેબ સાથે ઘણી વાતચીત કરેલી. ઈસરોના એક એક અધ્યક્ષનો પ્રોફાઈલ જોઈએ ત્યારે ખબર પડે કે તેઓ કેટલા મહાન છે, પણ તેટલા જ સાદા છે, દેશભક્ત છે. યુવાનોએ તેઓ બધાને રોલ મોડલ બનાવવા જોઈએ. આપણા યુવાનો આપણા દેશની વિભૂતિઓને વિષે કાંઈ જ કરતાં કાંઈ જ જાણતા હોય તેવું લાગતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button