ઉત્સવ

પ્રોડક્ટ પેકેજિંગ “પહેલી નઝરકા પ્યાર

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી

જયારે આપણે સુપર માર્કેટમાં, કરિયાણાની દુકાને, સિંગલ બ્રાન્ડ આઉટલેટ અને ઈ-કોમ સાઇટ્સ પર લટાર મારતા હશું ત્યારે નવા નવા પ્રોડક્ટ દેખાશે અને હરેક બ્રાન્ડનું પેકેજિંગ આકર્ષક હશે. હમણાં જ્યારે સુપર માર્કેટમાં લટાર મારતો હતો ત્યારે અને ઘણીવાર આવો અનુભવ થયો છે કે લોકો નવું ટ્રાઇ કરવામાં ખચકાટ નથી અનુભવતા, પછી તે ખાદ્ય પદાર્થ હોય કે કોસ્મેટિક્સ. ક્ધઝ્યુમરનું બાઈંગ બિહેવિયર બદલાઈ રહ્યુ છે. પહેલા એક – બે દુકાનોમાંથી માલ ખરીદાતો અને ગણતરીની બ્રાન્ડ હોવાથી દુકાનોમાં જઈ શું જોઈએ છે તે કહી માલની ખરીદી થતી. દુકાનદાર તમને નવું કોઈ પ્રોડક્ટ આવ્યુ હોય તો ટ્રાઇ કરવા કહે. બધાની સામે ઘણીવાર નવી બ્રાન્ડની કિંમત વધારે હોય તો ના પાડવાની શરમે પણ લોકો ટ્રાઇ નહોતા કરતા અને નવી બ્રાન્ડનું રિસ્ક લેવુ તેમના મગજમાં નહોતુ બેસતુ. આજે જ્યારે સુપર માર્કેટ અને ઈ-કોમ પ્લેટફોર્મ છે ત્યાં મારે શું ખરીદવું છે તે હું પસંદ કરું છું. મારું બજેટ મારા સુધી સીમિત છે તેથી મારે નવી બ્રાન્ડ જોવી હોય તો બેઝિક જોઈ અને પરવડે તેમ ના હોય તો પાછી શેલ્ફમાં મૂકી પણ દેવાય. પણ આનાથી બ્રાન્ડને ફાયદો તે થયો કે ક્ધઝ્યુમર નવા ઉત્પાદનોથી પરિચિત થતો ગયો અને જો કિંમત બરોબર હોય તો તેને ખરીદે પણ છે.

ક્ધઝ્યુમર જ્યારે બદલાઈ રહ્યો છે અને તે નક્કી કરે છે કે શું ખરીદવું, કઈ બ્રાન્ડ પસંદ કરવી ત્યારે સૌથી મહત્ત્વનું પાસું છે તમારી બ્રાન્ડનું પેકેજિંગ. પહેલા જ્યારે દુકાનદાર પોતાના હાથે આપતો અને અમુકજ બ્રાન્ડ હતી ત્યારે પેકેજિંગનું મહત્ત્વ તેટલુ નહોતું. પ્રોડક્ટ સારું બનાવી, એડ કેમ્પેઇનથી અવેર્નેસ ઉભી કરી, ખૂબીઓ જણાવી તમે ક્ધઝ્યુમરને દુકાન સુધી લાવી શકો પણ અંતે ખરીદીનો નિર્ણય દુકાનમાં થાય છે. ત્યાં ગયા પછી તે કઈ બ્રાન્ડ પસંદ કરશે તેનો નિર્ણય તે ઘડીએ જ થાય છે. અને આવા સમયે જો તમારું પેકેજિંગ આકર્ષક નહી હોય, તેની નજર તેના પર નહી પડે તો ક્ધઝ્યુમર બીજી બ્રાન્ડ જે તેને આકર્ષશે તે ખરીદી ઘરે જશે. અંગ્રેજીમાં કહેવત છે કે, “પીપલ ઈટ વિથ ધેઈર આઇસ સરસ રીતે પીરસેલુ જમવાનું લોકો જલ્દીથી આરોગવા તત્પર હોય છે અને માને છે કે તે જમવાનું તેટલુજ સ્વાદિષ્ટ હશે. જો પેકેજિંગ આકર્ષક હશે તો બ્રાન્ડની ખરીદી થશે અથવા એક્વાર તો તે બ્રાન્ડને જોવામાં અને સમજવામાં આવશે. અમેરિકામાં ત્રીજી સૌથી મોટી ઇંડસ્ટ્રી પેકેજિંગ ઇંડસ્ટ્રી છે. આનાથી પેકેજિંગનું મહત્ત્વ આપણને સમજાઈ જશે. આજે જ્યારે ભારતમાં ઉપર જણાવ્યા પ્રમાણે બાઈગ બિહેવિયર બદલાઈ રહ્યુ છે ત્યારે બ્રાન્ડ કન્સિડરેશનમાં પેકેજિંગ મહત્વનો ભાગ ભજવે છે.

પેકેજિંગ ડિઝાઇન તમારી બ્રાન્ડને કેવી રિતે મદદ કરી શકે? પેકેજિંગ તમારી બ્રાન્ડને આઇડેંટિફાઇ કરે છે. પેકેજિંગ ક્ધઝ્યુમર સાથે કમ્યૂનિકેટ કરે છે, તમારી ઇમેજ બિલ્ડ કરે છે, પ્રોડક્ટ ડિસપ્લે કરી તેને લગતી માહિતીઓ આપે છે (આપણે જાણીયે છીયે કે આજનો ક્ધઝ્યુમર વધુ માહિતગાર છે અને તે કોઈપણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેમાં શું શું છે તેનો અભ્યાસ કરી, પેકેજિંગના લેબલ પર વાંચી નક્કી કરશે). પેકેજિંગ પોતાની ડિઝાઇન, શેપ અને કલરથી તમારી બ્રાન્ડને તમારા પ્રતિસ્પર્ધીની બ્રાન્ડથી અલગ તારવશે. પેકેજિંગ તમારી બ્રાન્ડની પ્રમોશનલ એડવર્ટાઇઝિંગ છે, માલ ખરીદતા પહેલા તે સૌથી છેલ્લી ચીજ છે જે ક્ધઝ્યુમર તમારી બ્રાન્ડ વિષે પેકેજિંગ દ્વારા જોશે અને જાણશે અને પછી ખરીદશે. પેકેજિંગ ડિઝાઇન ધારીયે તેટલું સહેલું નથી, તેને ડિઝાઇન કરતી વખતે અમુક મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે. જેમકે; પેકેજિંગ ફંક્ષનલ હોવુ જોઈયે, તે કોઈપણ પરિસ્થિતિમાં બગડે નહી અને તેને નુકસાન ન થાય તેની કાળજી બનાવતી વખતે ધ્યાનમાં રાખવી જોઈયે. ડિઝાઇન તેવીરિતે થવી જોઈયે કે ટ્રાન્સપોર્ટમાં કોઈ અડચણ ન આવે અને આસાનીથી દુકાન સુધી અને દુકાનથી ઘર સુધી પહોંચાડી શકાય. આજની તારીખે લોકો પર્યાવરણને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખે છે અને તેથી ઈકો ફ્રેંડ્લી પ્રોડક્ટ અને પેકેજિંગ વાપરવાનો આગ્રહ રાખે છે. ત્યારે પેકેજિંગ ઈકો ફ્રેંડ્લી હશે તો લોકો તેને પહેલો પ્રેફરેન્સ આપશે. પેકેજિંગ બને તેટલુ સિંપલ રાખો જેથી ક્ધઝ્યુમરને તેના ઉપયોગમાં તકલીફ ના પડે. તમારો ક્ધઝ્યુમર કોણ છે તેને ધ્યાનમાં રાખી તે ડિઝાઇન થવુ જોઈયે. ડિઝાઇન થતા પહેલા તમારા પ્રતિસ્પર્ધીના પેકેજિંગનો અભ્યાસ કરી તમે તેમાં નવુ શું કરી શકો જેથી ડિફરેન્સિએશન સ્ટોરમાં ઊભું કરી શકો. જ્યારે તમારુ પ્રોડક્ટ સ્ટોરના શેલ્ફમાં છે ત્યાં બીજા પ્રોડક્ટની સરખામણીએ સ્ટેંડ આઉટ થવું જોઈયે જેથી તેના પર ક્ધઝ્યુમરની નજર પહેલા જાય. તમારી બ્રાન્ડ ઇમેજને બિલ્ડ કરે અને વધારે જેથી ક્ધઝ્યુમર તમારી બ્રાન્ડ સાથે સંબંધ બાંધવા તત્પર રહે. પેકેજિંગના લેબલ પરની માહિતી ક્ધઝ્યુમર વ્યવસ્થિત રીતે વાંચી શકે તેમ રાખો જેથી તેને તમારા પર વિશ્ર્વાસ બેસશે કે આ બ્રાન્ડ ટ્રાન્સ્પેરેંટ છે અને કશુ છુપાવવા નથી માંગતી. તમારી બ્રાન્ડનું નામ સરળતાથી વાંચી અને સમજી શકાય તે રીતે તેનું પ્લેસમેંટ પેકેજિંગ પર કરો. પેકેજિંગ પર બધા એલિમેંટનું પ્લેસમેંટ એવિરિતે રાખો જે દેખાવે સારું લાગે અને ક્ધઝ્યુમરને માહિતી વાંચવાની સરળતા આપે. ઘણીવાર લોકો એમ સમજે છે કે ભપકેદાર ડિઝાઇન કરીએ તો લોકો આપણને જોશે. આકર્ષક ડિઝાઇનનો અર્થ ભપકેદાર ડિઝાઇન નથી. સમજી વિચારીને, ક્ધઝ્યુમર અને માર્કેટને ધ્યાનમાં રાખી સુંદર દેખાતુ પેકેજિંગ વધુ ઉપયોગી છે. પેકેજિંગ મટીરિયલ, સાઇઝ અને શેપ પણ તેટલા જ મહત્ત્વના છે.

આજે મોટી મોટી બ્રાન્ડ પેકેજિંગ માટે રિસર્ચ અને ડિઝાઇન પાછળ લાખો- કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે કારણ તેમને પેકેજીંગ ડિઝાઇનની અહેમિયત ખબર છે.

પેકેજિંગ થકી ક્ધઝ્યુમર તમે કયા સેગમેન્ટમાં છો તે નક્કી કરશે; અપર, મિડલ કે લોઅર સેગમેન્ટ અને તેના થકી તમે તમારી પ્રાઇઝ પણ નક્કી કરી શકશો. તમારુ પેકેજીંગ તમારી પ્રાઇઝને જસ્ટિફાઇ કરશે. સારું દેખાતુ, યુનિક પેકેજિંગ માટે લોકો પ્રીમિયમ આપવા પણ તૈયાર થશે. જો પેકેજીંગ સારુ છે તો પ્રોડક્ટ પણ સારું જ હશે તેમ ક્ધઝ્યુમર માનશે. પેકેજિંગ ડિઝાઇન માટે આવા બીજા ઘણા મુદ્દાઓ ધ્યાનમાં લઈ શકાય; પણ વિચારીને બનાવેલું આકર્ષક પેકેજિંગ તમારી બ્રાન્ડને પ્રતિસ્પર્ધીની બ્રાન્ડથી અલગ તારવશે અને માર્કેટમાં બ્રાન્ડને વધુ મજબૂત કરશે. સારું પેકેજિંગ બનાવવા થોડો ખર્ચો કરવો તે એક ઈન્વેસ્ટમેન્ટ તરીકે જો બ્રાન્ડ જોશે તો તે માર્કેટ પ્લેસમાં નવીનતા ઉમેરશે, તેના દ્વારા વેચાણ વધારી શકે અને ક્ધઝ્યુમરના દિલમાં સ્થાન પામી લાંબા ગાળાનો સંબંધ સ્થાપી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button