ઉત્સવ

‘પ્રતિક્રમણ’ નાટક અને જૈન વેપારીઓની ખાનદાની

મહેશ્ર્વરી

લંડનમાં બે નાટકના શો કરી સારી સફળતા મેળવી અને વિદેશની ભૂમિ પર ફરવાનો લ્હાવો પણ લીધો. જોકે, મુંબઈમાં નાટક કરવાની તેમજ પ્રેક્ષકોના પ્રતિસાદની જે મજા હતી એ લંડનમાં ન જોવા મળી. મુંબઈ પાછા ફરી સૌ પોતાની રોજિંદી ઘટમાળમાં ગોઠવાઈ ગયા. જયંત ભટ્ટ નવી પ્રપોઝલ લઈ આવ્યા એ પહેલા એક સરસ ઘટના બની. જોગેશ્ર્વરીમાં અમે રહેતા હતા એ વિસ્તારમાં કચ્છીઓની દાણાની દુકાનો(છૂટક કે જથ્થાબંધ કરિયાણું વેચતી દુકાન) હતી. અમરશી ભાઈ, મગન ભાઈ, રૂામજી ભાઈ વગેરે વેપારીઓ આકાન ચલાવતા અને આસપાસના રહેવાસીઓની જરૂરિયાત અનુસાર કરિયાણું ઘરે પહોંચતું કરતા. કચ્છી જૈન વેપારીઓજ જરિયાતમંદ લોકોને ઉધાર માલ પણ આપતા અને પગારની પહેલી કે સાતમી તારીખે હિસાબ કરવામાં આવતો. આ વેપારીઓની ખાનદાનીના અનેક પ્રસંગો જાણીતા હતા.

મયુર ગાલા નામના એક દુકાનદાર મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘અમારા જૈન ધર્મનું એક નાટક કરવું છે તો તમે એમાં કામ કરશો?’ ત્યારે મારી પાસે ખાસ કંઈ કામ હતું નહીં એટલે મેં તો હા પાડી રૂીધી. એટલે તરત મને પૂછ્યું કે ‘કેટલા પૈસા લેશો?’ જવાબમાં મેં એટલું જ કહ્યું કે ‘ધરમનુંનાટક છે એટલે હું પૈસા નહીં લઉં.’ જોકે, ત્યારે આવકના નામે મીંડું હતું અને પૈસાની સખત જરૂર હતી. તેમ છતાં મેં મક્કમપણે ના પાડી. એમના નાટકનું નામ હતું ’પ્રતિક્રમણ.’ જૈનોની એક ધાર્મિક ક્રિયા જેનો અર્થ ‘થયેલાં પાપની માફીની પ્રાર્થના’ થાય એવું મને કોઈએ સમજાવ્યું હતું. નાટકમાં સંગીત મારા પતિ માસ્તર આપશે એવું નક્કી થયું અને સ્ટેશન પાસે એક દુકાન ઉપર ખુલ્લી જગ્યા હતી જેમાં અમે રિહર્સલ કરી નાટક તૈયાર કર્યું. એની ભજવણી કોઈ થિયેટરમાં નહીં, પણ ઉપાશ્રયના નાનકડા હોલમાં કરવામાં આવી. આ નાટકનો હેતુ મનોરંજનનો નહીં, બલ્કે ધાર્મિક વિચારધારા ધર્મપ્રિય જનતા સુધી પહોંચાડવાનો હતો. ‘પ્રતિક્રમણ’નાવીસેક શો થયા. વસઈ – વિરાર ઉપરાંત માટુંગા, ચેમ્બુર… અલગ અલગ ઉપાશ્રયમાં અમે આ નાટકના શો કર્યા. આ વેપારીઓની ખાનદાની જુઓ. મેં પૈસા લેવાની ના પાડી હોવા છતાં એક શોના ૨૦૦ રૂપિયાના હિસાબે મને પૈસા એ લોકોએ આગ્રહપૂર્વક આપ્યા. ઈશ્ર્વરની આરાધના સાચા ભાવથી કરીએ તો એનો પડઘો પડ્યા વિના ન રહે. મારી આવક બંધ થઈ હોવાથી કરિયાણાનું બિલ ચુકવવામાં મને પડતી મુશ્કેલીનો ખ્યાલ કદાચ એ કચ્છી વેપારીઓને આવી ગયો હશે એવું મારું માનવું છે. એમનાદિલમાં રામ વસ્યા અને મને મારા કામનું મહેનતાણું ચૂકવી મારી મુશ્કેલી થોડા સમય માટે રૂૂર કરી રૂીધી. બીજી એક વાત પર પણ મારે ખાસ ધ્યાન રૂોરવું છે કે આ નાટક કરવાનેકારણે હું જૈન શ્રાવકોના પરિચયમાં આવી અને એમની ધર્મનિષ્ઠા નજીકથી જોઈ. જૈન ધર્મના કડક નીતિ નિયમો વિશે સાંભળ્યું હતું, પણ પ્રત્યક્ષ પહેલીવાર જોયું અને ધર્મ પાલનમાં તેમની એકાગ્રતા જોઈ પ્રભાવિત થઈ. લંડન જતા પહેલા શ્રીનાથજી ગયા ત્યારે વૈષ્ણવ પંથથીપરિચિત થઈ હતી અને ‘પ્રતિક્રમણ’ના શો કરતી વખતે જૈન ધર્મનો પરિચય થયો.

કચ્છી જૈન વેપારી વર્ગના સૂચનથી ‘પ્રતિક્રમણ’ નાટક કરવાથી થોડી આવક થઈ, પણ આગળ શું? એ પ્રશ્ર્ન ફરી વિકરાળ બની રહ્યો હતો. એવામાં જયંત ભટ્ટ ફરી મને મળવા આવ્યા અને કહેવા લાગ્યા કે ‘મહેશ્ર્વરી, ચાલને આપણે તારી બહેનની નાટક કંપની સાથે ભાગીદારી કરી નાટકો કરીએ.’ લંડન જતા પહેલા જયંત ભટ્ટે એક મહિનો મારા બહેન – બનેવી સાથે નાટક ભજવ્યા હતા અને તેમનો એ અનુભવ સારો રહ્યો હોવાથી ફરી તેઓ એમની સાથે કામ કરવા માગતા હતા. પણ મેં ચોખ્ખી ના પાડી રૂીધી અને સાફ સાફ જણાવી દેીધું કે મને પાર્ટનરશીપમાં કોઈ રસ નથી. હું તો નાટક કંપનીમાં નોકરી કરી મહેનતાણું મેળવીશ. જોકે, જયંત ભટ્ટ બનેવી સાથે પાર્ટનરશીપ કરવા મક્કમ હતા એટલે અમે બધા જામનગર ગયા. જયંતભાઈના માર્ગદર્શન હેઠળ નાટકોની ભજવણી તો શરૂ થઈ ગઈ પણ અંદરખાને માસ્તર – બનેવી વચ્ચેના જૂનાં જખમો તાજા થયાં અને નાટક કરવામાં મજા નહોતી આવી રહી. એમની વચ્ચે ખટપટ શરૂ થઈ ગઈ. જયંત ભટ્ટ તો કશું જાણતા નહોતા. પણ કંઈક ગરબડ હોવાનો અણસાર તો એમને આવી જ ગયો. દોઢેક મહિના પછી જયંતભાઈએ ભાગીદારી છોડી રૂીધી અને જતા રહ્યા.

અમે પણ જામનગર શહેરથી કંપની સમેટી ભાટિયા નામના ગામમાં પહોંચ્યા. આજે આ ગામ રૂેવભૂમિ, દ્વારકા જિલ્લાનો હિસ્સો છે, પણ એ સમયે જામનગર જિલ્લામાં હતું. ગામ નાનકડું હતું અને અમે થિયેટર ઊભું કરી ‘સોનબાઈની ચુંદડી’, ‘શેણી વિજાણંદ’, ‘વીર માંગડાવાળો’, ‘ભાદર તારા વહેતા પાણી’ વગેરે નાટકો કર્યા. જોકે, આ બધા નાટકોની હવે લોકો માટે કોઈ નવાઈ નહોતી રહી. એટલે મેં એક અખતરો કર્યો.

મુંબઈમાં શિવસેનાના કહેવાથીમાત્ર મહિલાઓનેલઈને જે મરાઠી નાટક કર્યું હતું એ કરવા માટે મેં બેન – બનેવી સમક્ષ રજૂઆત કરી. એ લોકો માની ગયા અને મરાઠી નાટક ‘પદ્મશ્રી ધૂંડીરાજ’ ભાટિયામાં’પદ્મશ્રી પોપટલાલ’ નામથી રજૂ કર્યું. ગુજરાતી લોકસાહિત્યની કથાવસ્તુ ધરાવતાં નાટકો જોઈને ધરાઈ ગયેલા પ્રેક્ષકોને ‘પદ્મશ્રી પોપટલાલ’ પસંદ પડ્યું અને એના બારેક શો અમે કર્યા. મરાઠી નાટક ગુજરાતીમાં ભજવ્યું અને આવકાર પણ મળ્યો. ભાટિયા ગામ નાનું હતું એટલે થઈ થઈને કેટલા શો થાય? અને અમે પહોંચ્યા ગુજરાતના શુગર ફેકટરી માટે જાણીતારાવળગાંવમાં. ખેમરો લોડણના પવિત્ર પ્રેમના બલિદાનની ગાથાના ગામમાં.

ઓછાં પાત્રો: નાટકમાં કરકસર
ગામડાઓમાં નાટકો રજૂ કરતી નાટક મંડળીઓએ કાયમ ખેંચમાં રહીને કામ કરવું પડતું. આઠ મહિના નાટકો ભજવાય અને ચોમાસું બેસતાં નાટકોની ભજવણી બંધ થાય. પછી આ કલાકારો વતનમાં જઈ ખેતીવાડી કરી ઉપાર્જન કરે. આ મંડળીમાં મુખ્યત્વે નાયક, ભોજક, તરગાળા અને બ્રાહ્મણ કલાકાર જોવા મળતા. એક જ પરિવારના ઘણા સભ્યો હોય એ શિરસ્તો સમયપણે જોવા મળતો. ગામના સરપંચની પરવાનગી મેળવી ધરમશાળા કે વાડીમાં કામચલાઉ તખ્તો ઊભો કરી નાટકની ભજવણી થાય. મોઢામાંથી સરવાણી ફૂટે એમ કલાકારો કડકડાટ સંવાદ બોલી નાખે. કલાકારોને રહેવા માટે નાનકડી રાવટીઓ બાંધવામાં આવે. આવા નાટકનું બજેટ બહુ જ સાધારણ હોય. ખર્ચમાં કરકસર કરવાના આશય માટે ઓછાં પાત્રો હોય એવું નાટક પસંદ કરી એની ભજવણી કરવામાં આવે. પૈસાની તંગી હોવાથી નવા નાટક લખાવવા માટે પુરસ્કારની રકમ આપવાના ફાંફાં રહેતા. પરિણામે જે મળે એ નાટક ભજવવું પડતું. નાટકો મોટે ભાગે પૌરાણિક કે ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતા હોય, કારણ કે કથાનક માટે મહેનત ન કરવી પડે. સહકારી ધોરણે ચાલતી આ નાટક મંડળીનાં નાટકોમાં કોમિક હિસ્સો અનિવાર્ય માનવામાં આવતો હતો. ઘણી વાર એ કોમિક કર્ટન નાટકનું આકર્ષણ બની જતું. (સંકલિત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ