પોપ કોર્ન બ્રેન મગજ છે કે ક્યાંય સ્થિર થતું નથી
વિશેષ-લોકમિત્ર ગૌતમ
આજની પેઢી સાથે મોટી સમસ્યા છે કે તે અક જગ્યા ટકતા નથી. તમે કેટલો પણ સારો વીડિયો બનાવી દો, પરંતુ આજની પેઢી અડધા કલાક સુધી એને જુએ અસંભવ છે. આનું કારણ છે પોપકોર્ન બ્રેન. હા, હાલમાં આ શબ્દપ્રયોગ બહુ વપરાય છે. આનો અર્થ એ એક એવી પેઢી જેના મગજમાં કોઈ પણ સમયે કોઈ ને કોઈ નવો વિચાર મકાઈના દાણા પોપકોર્નની જેમ પટ પટ કરીને ફૂટે છે. જોકે આમાં સમસ્યા એ છે કે કોઈ ગમે એટલો સારો વિચાર આવે પરંતુ એે વિચાર ટકતો નથી. એક એવો વિચાર આવ્યો જેની શોધ મગજની હતી, પરંતુ એ વિચાર પણ નવી પેઢીમાં લાંબા સમય સુધી ટકતો નથી. આ વિચાર થોડા સમય માટે તેને રોમાંચિત કરે છે. આ રીતે મગજ એક પછી બીજા અને પછી ત્રીજા વિચાર તરફ ભાગે છે. આ પેઢીનું ભેજું એટલું ફળદ્રુપ છે કે એને સતત નવા વિચારો આવે છે. જોકે અફસોસની વાત એ છે કે હાલની પેઢી કોઈ વિચાર સાથે સતત વફાદાર રહેતી નથી. આથી જ મનોવૈજ્ઞાનિક આને પોપકોર્નબ્રેન જનરેશન કહે છે.
સવાલ એ છે કે આ પોપકોર્ન બ્રેન માટે કોણ જવાબદાર. નિશ્ર્ચિત રૂપથી એના વાલીઓ. બીજા વિશ્ર્વ યુદ્ધ પછી યુરોપ અને અમેરિકામાં યુદ્ધની આશંકા ઓછી થઈ, સ્થિરતા વધી અને ઝડપી નવનિમાર્ણને લીધે ખુશી પાછી ફરી ત્યારે માવતરોને લાગ્યું કે અમે જે અભાવો અને કષ્ટોથી સભર જીવન જીવ્યું એવું જીવન અમારા સંતાનોને ન જીવવા દઈએ. તેમણે તેમના સંતાનોને અનેક કૌશલ-કળા શીખવાની પેરવી કરી. આજ કારણ છે કે ગઈ સદીના ૫૦ અને ૬૦ના દશકમાં અમેરિકા અને યુરોપના માવતરોએ પોતાના સંતાનોને સર્વગુણસંપન્ન બનાવાની રેસમાં લાગી ગયા. આ સમયે તેમણે તેમના સંતાનોને કોમ્પ્યુટર શીખવાડ્યું, યોગમાં પારંગત કર્યા, સંગીતના ઓછામાં ઓછા બે વાદ્યોનું તથા બે ફાઈન આર્ટનું શિક્ષણ અપાવ્યું.
ટૂંકમાં કહીએ તો ૫૦ અને ૬૦ના દશકામાં પશ્ર્ચિમી દુનિયાના માબાપોએ પોતાના સંતાનોને સર્વગુણસંપન્ન બનાવાના ચક્કરમાં બેચેન પેઢીનું નિર્માણ કર્યું. એ સમયે ભારતનો મધ્યમ વર્ગ પોતાના બાળકો પર એવા પ્રયોગો કરવાની સ્થિતિમાં નહોતો. તેની પાસે એટલા સંસાધનો કે સપના નહોતા. ત્યારે આપણી વ્યવહારિક દુનિયામાં કોઈ હરીફાઈ નહોતી. જોકે ગઈ સદીના ૯૦ના દાયકામાં હિન્દુસ્તાનના માબાપોની એવી પેઢી ઉભરવા માંડી જે પોતાના સંતાનોને સર્વજ્ઞ બનાવવા માગતી હતી. આથી પશ્ર્ચિમની બીમારી ભારતમાં પ્રવેશી. સાતમા વેતન પંચની ભલામણોનો અમલ થતાં સરકારી કર્મચારીઓના વેતનમાં મોટી વૃદ્ધિ થઈ. આથી તેમણે પોતાના સંતાનોને સર્વગુણસંપન્ન બનાવાનું અભિયાન શરૂ કર્યું. ભારતીય માબાપ પોતાના સંતાનોમાં ડિઝાયનર બેબી જોવા માંડયા, અમેરિકા અને યુરોપના માબાપોની જેમ ભારતીય માવતરોએ પણ સદીના અંતમાં આંધળી દોટ મૂકી. ભારતીય માવતરો પોતાના સંતાનોને સ્વિમિંગ સ્ટાર જોવા માંડયા. પછીને ભલે એમાં કોઈ ખજાન સિંહ ન નીકળ્યો હોય. ૯૦ના દસકાના અંતમાં દિલ્હી જેવા શહેરમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો બપોરે ઘરે પાછા ફર્યા બાદ રાત ૧૦ વાગ્યા સુધી રઝળપાટ કરવા માંડ્યા.
પ્રાથમિક અને સેક્ધડરી સ્કૂલોમાં ભણનારા છાત્રોને તેમના માવતરો સારામાં સારો ખોરાક આપતા. થોડો આરામ કર્યા બાદ સ્વિમિંગ શીખવા મોકલતા. ત્યાર બાદ ગિટાર શીખવવા મોકલતા. આને પરિણામે તેઓ ન તો સારા સ્વિમર કે સારા સ્કોલર બની શક્યા. તેમને બધાનું અલ્પ જ્ઞાન હતું. તેઓ કમ્પલીટ ન બની શક્યા. ૨૧ સદી આવતા તો દરેક જગ્યાએ પોપકોર્નબ્રેન ટર્મ રાતોરાત પ્રચલિત થઈ ગઈ. માબાપો પોતાની ઈચ્છાઓ સંતાનો પર ઠોકવા માંડ્યા. આને લીધે મોટા ભાગના યુવાનો પોપકોર્નબ્રેન ધરાવતા જવાન બની ગયા. કોઈ વિષય પર ગહન ચીંતન કરવાની તેમનામાં ઈચ્છા નહોતી. રેસ અધવચ્ચે છોડવા મજબુર થયા. આ પેઢી કોઈ એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી નથી શકતા. આપેઢી કોઈ કામને પ્રાથમિકતા આપી.
આજ કારણથી આ પેઢી દરેક બાબત કરવા માગે છે અને કોઈ વસ્તુ છોડવા માગતી નથી. આ પેઢી નિયનિત બ્રેક લે છે. તેમને ખબર નથી કે તેમને કેવો શોખ છે. આ માઈન્ડલેસ સ્ક્રોલિંગના શિકાર છે. આ યુવાનો સતત ફરતા રહે છે. આજ કારણથી આ પેઢીને રીમોર્ટ જનરેશન પણ કહેવાય છે. આને મનોવૈજ્ઞાનિકોએ પોપકોર્ન બ્રેન જનરેશનનું નામ આપ્યું છે. જોકે આ ટર્મ ૨૦૧૧માં વૉશિંગ્ટન યુનિવર્સિટીના એક સંશોધક ડેવિડ લેવીએ આપ્યું હતું. ડિજિટલ વિકર્ષણોની શિકાર આ પેઢીને પોપકોર્ન બ્રેન પેઢી કહેવાનું જોરશોરથી ચાલુ છે. આનું કારણ એછે કે ડિજિટલ યુગની અર્થવ્યવસ્થાએ આ અસ્થિર ભેજાને સારી રીતે ભટકાવાનું શરૂ
કર્યું છે.
સ્થાયી આકર્ષણરહિત પેઢી દર બે વર્ષે પોતાનો જૂનો એપલ મોબાઈલ ફેંકીને નવો મોબાઈળ લેવા ઈચ્છે છે. તે વસ્તુઓને યુઝ એન્ડ થ્રો તરીકે વાપરે છે. ડિઝાઈનર કપડાની છેલ્લાં ૨૦-૨૨ વર્ષોમાં હજાર ગણી માંગ વધી છે. જો શક્તિશાળી પોપકોર્ન બ્રેન પેઢી ન હોત તો આ ડિમાન્ડ આટલી ન વધી હોત. એક જમાનામાં કપડાં નવી ડિઝાઈનના પહેરવામાં ન આવતા. તે શરીરને ઢાંકવા માટે પહેરવામાં આવતા અને જ્યાં સુધી સારી સ્થિતિમાં હોય ત્યાં સુધી તેને પરીધાન કરવામાં આવતા. સેલિબ્રિટિની વાત છોડો. મધ્યમ વર્ગના ાલખો યુવાનો પણ કપડાને તેની જરૂરિયાત પ્રમાણે પહેરતા નથી. નવી ડિઝાઈનના કપડાં એટલા માટે પહેરવામાં આવે છે જેથી કપડાના બદલતા પ્રવાહમાં તેઓ પ્રાસંગિક રહે.
કાર, બાઈક, મોબાઈલ, લેપટોપ, મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ વગેરેની ડિમાન્ડ છેલ્લા દાયકામાં પાંચ-દસ ટકા એટલે વધી છે કે આની કૃત્રિમ માંગ યુવાનોના મગજમાં ઊભી થઈ છે. આ બધાનું કારણ એ છે કે એક વ્યાપક પેઢી અસ્થિર છે. તેમને શું જોઈએ છે તેમને એની ખબર જ નથી. આજ કારણથી દુનિયા માટે આ પેઢી બોરિંગ બનતી જાય છે.